________________
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર
પૂર્ણ એટલે જરા પણ ન્યૂન નહીં એવો જે આનન્દ અર્થાત્ પરમાનન્દ-પૂર્ણાનન્દ, તે પરમાનન્દ એ જ અમૃત, એટલે કે પૂર્ણાનન્દ સુધા, તેવા અમૃત વડે સિંચાયેલી જે દૃષ્ટિ તે પૂર્ણાનન્દસુધાસ્નિગ્ધા. એવા પ્રકારની નિર્દોષ, અત્યન્ત શુદ્ધ, સ્વગુણરમણતાના આનંદવાળી આ દૃષ્ટિ મહાત્મા પુરુષોની હોય છે. જેમ ભોગી જીવોની દૃષ્ટિ, પુણ્યોદયથી પ્રાપ્ત થયેલાં પૌલિક સુખો કે જે પરોપાધિજન્ય છે, બન્ધનરૂપ છે, પરાધીન છે, નવાં નવાં કર્મ બંધાવનાર છે તેમાં જ લયલીન હોય છે.
૧૮
તેવી જ રીતે તત્ત્વજ્ઞાનવાળા મનીષી પુરુષોની દૃષ્ટિ આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક ગુણો સંબંધી જે સ્વાભાવિક પૂર્ણતા છે તેમાં જ વાસ્તવિક આત્યન્તિક-ઐકાન્તિક નિર્હન્દુ આનન્દ માણવા રૂપ જે અમૃત તેવા અમૃતથી સિંચાયેલી હોય છે, જે આનંદ પરાધીન નથી પણ પોતાના ગુણોનો જ આનંદ છે માટે વાસ્તવિક છે તે આત્મીય છે, પરિપૂર્ણ આનંદ છે. “જરા પણ ન્યૂન નથી તે આત્યન્તિક”, “ક્યારે ય જવાનો નથી સદાકાલ આ આનંદ રહેવાનો જ છે તે ઐકાન્તિક” અને “જે આનંદમાં શોક-અરિત, ઉદ્વેગાદિ કલુષિત ભાવો નથી તે નિર્દેન્દુ આનંદ કહેવાય છે.’’ આવા પ્રકારના આ અદ્ભુત આનંદરૂપી અમૃતથી સિંચાયેલી દૃષ્ટિ મહાત્મા પુરુષોની હોય છે.
ભોગી જીવો ભોગ-સુખની સામગ્રીની પ્રાપ્તિને જ પૂર્ણતા માને છે પણ તે ભ્રામક છે. જ્યારે તત્ત્વજ્ઞાની આત્માઓ સ્વરૂપના આનંદની પૂર્ણતાને જ પૂર્ણતા તરીકે સ્વીકારે છે. આવી દૃષ્ટિ જ્યારે થાય છે ત્યારે ત્યાં પૌદ્ગલિક-પૂર્ણતાનો અંશમાત્રથી વિચાર પણ આવતો નથી. કારણ કે પૌદ્ગલિક-પૂર્ણતા એ ઉપાધિભૂત છે, પરાધીન છે, દુઃખદાયી છે, નાશવંત છે. મોહ કરાવવા દ્વારા સંસારવર્ધક છે. આવો પાકો નિર્ણય મહાત્મા-પુરુષોના હૃદયમાં થયેલો છે. માટે તે મહાત્માઓ ત્યાં દૃષ્ટિપાત પણ કરતા નથી. તેઓની દૃષ્ટિ ત્યાં જતી જ નથી. પૌદ્ગલિક સુખને મોટું બંધન માને છે. પા
अपूर्ण: पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते । पूर्णानन्दस्वभावोऽयं जगदद्भुतदायकः ॥६॥
ગાથાર્થ :- પૌદ્ગલિક ભાવો વડે જે અપૂર્ણ હોય છે તે જ આત્માના ગુણોની પૂર્ણતાને પામે છે અને પૌલિક ભાવો વડે પૂર્ણ થતો આત્મા આત્મિક ગુણો વડે હાનિ પામે છે. પૂર્ણાનંદનો આ સ્વભાવ જગતને આશ્ચર્ય પમાડનારો છે. ।।૬।।
ટીકા :- પૂર્ણ: રૂતિ - ય: ચારિળત્યા સજનપુાનપરિત્યાધિ: પુત્પાત: