________________
૧૩) મોહત્યાગાષ્ટક-૪
જ્ઞાનસાર पुनः तत्त्वज्ञः खानिस्थवजं समलं सावरणं समृदपि रत्नपरीक्षकवत् वज्रत्वेन अवधारयति, एवं ज्ञानावरणाद्यावृतमतदाकारं ज्ञानज्योतिःप्रकाशविकलमपि आत्मानं पूर्णानन्दं सहजाप्रयासानन्दसंदोहं सर्वशं सर्वतत्त्वस्वरूपाभिन्नमात्मानं सम्यग्ज्ञानबलेन निर्धारयतीति, इत्यनेन आत्मा शुद्ध एव श्रद्धेयः, उपाधिदोषस्तु सन्नपि तादात्म्याभावात् संसर्गजत्वाद् भिन्न एव निर्धार्य इति ॥६॥
ખાણમાં રહેલું વજરત્ન ભલે મલીન હોય, આવરણવાળું હોય અને માટી સહિત હોય તો પણ રત્નની પરીક્ષા કરનારો વિચક્ષણ પુરુષ જેમ તેને વજરત્ન તરીકે જાણે છે તેમ જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મના ઉદયથી આવૃત થયેલા પણ વાસ્તવિકપણે તદાકારતાને નહી પામેલા, જ્ઞાનાત્મક જ્યોતિ સ્વરૂપ જે પ્રકાશ છે તે (પ્રકાશ ઢંકાયેલો હોવાથી તે) પ્રકાશ વિનાના જીવને પણ સત્તાથી પૂર્ણ પ્રકાશવાળો, પૂર્ણ આનંદવાળો, સ્વાભાવિક અને અપ્રયાસસાધ્ય (પ્રયત્ન વિના જ પ્રાપ્ત કરવા લાયક) એવા આનંદના સમૂહમય, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વ પ્રકારના તાત્ત્વિક સ્વરૂપથી અભિન્ન એવો નિર્મળ શુદ્ધ આત્મા છે એમ તત્ત્વને જાણનારો જ્ઞાની પુરુષ સમ્યજ્ઞાનના બલ વડે જાણે છે, નિશ્ચય કરે છે. આ રીતે આ આત્મા શુદ્ધ જ છે આવી શ્રદ્ધા કરવી. કર્મોદય સ્વરૂપ ઉપાધિથી પ્રાપ્ત થયેલું એકેન્દ્રિયદિપણું જો કે આ જીવમાં આવેલું છે, પરંતુ તે રામલીલા રમવા આવેલા પાત્રોએ પહેરેલા સીતા અને રામના પહેરવેશ જેવું હોવાથી તે ઉપાધિજન્ય દોષ હોવા છતાં પણ તેની સાથે તાદાભ્યભાવ ન હોવાથી અને તે સ્વરૂપ માત્ર કમોદયના સંસર્ગજન્ય જ હોવાથી આત્મા તેનાથી સર્વથા ભિન્ન જ છે. (નાટક ભજવનાર પાત્રો જેમ સીતા સ્વરૂપે કે રામસ્વરૂપે પરિણામ પામ્યાં નથી. તેમ કર્મજન્ય આ ઔપાધિક સ્વરૂપથી શુદ્ધ આત્મા પણ ભિન્ન જ છે એમ સ્વીકારવું જોઈએ.) એકેન્દ્રિયાદિ ભવો, સુખી-દુઃખી અવસ્થા, રાજા-રંકપણું, રોગીનિરોગીપણું, સ્ત્રી-પુરુષપણું, ઈત્યાદિ સર્વે પણ સાંસારિક અવસ્થાઓ ઔદયિકભાવની જ માત્ર છે. કર્મોદયથી આવેલી છે અને કાલાન્તરે જવાવાળી છે. પારિણામિક ભાવની નથી. તેથી હે જીવ! આવી અવસ્થાઓને મારી છે એમ માની લેવું અને તેનાથી રાગ-દ્વેષાદિ કરવા તે કેવલ તારી મૂર્ખતા જ છે. હે જીવ ! તું કંઈક તત્ત્વ સમજ. આવો ઉપદેશ ગુરુજી આપણને આપે છે. llી
मोही जीवः परवस्तु आत्मत्वेन जानन् आरोपजं सुखं सुखत्वेन अनुभवति । भेदज्ञानी तु आरोपजं सुखं दुःखमेवेति निरावरणाय यतते, तदुपदिशन्नाह -
મોહના ઉદયમાં અંધ બનેલો મોહાલ્વ જીવ પરવસ્તુને પોતાની છે એમ જાણતો છતો આરોપિત સુખને સુખ તરીકે માનીને સુખરૂપે અનુભવે છે. પરંતુ ભેદજ્ઞાની આત્મા (પદ્રવ્ય