________________
૭૭
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨ (અજ્ઞાનતાના દુઃખથી જ ઉદ્વેગવાળો બનેલો) આ જીવ, નિશ્ચિત કરી છે તત્ત્વોની શ્રદ્ધા જેણે એવો, આશ્રવોની નિવૃત્તિ અને સંવરની સાથે એકતા થવી જ જોઈએ એવી દઢ પ્રતિજ્ઞા ઉપર આરોહણ કરીને તે પ્રતિજ્ઞાને બરાબર મજબૂત કરવા માટે પાંચ મહાવ્રતોની પાંચ પાંચ એમ સંયમની પચીસ ભાવનાઓ ભાવવા વડે ભાવિત (વાસિત-કોમળ) બન્યો છે અંતરાત્મા જેનો એવો તથા અનિત્ય-અશરણ આદિ બાર ભાવનાઓ વડે સ્થિર કર્યો છે નિર્મળ અધ્યવસાય જેણે એવો આ જીવ, પૂર્વકાલમાં બાંધેલા કર્મોની નિર્જરા અને નવા નવા કર્મોનું અગ્રહણ (નવાં કર્મો ન બાંધવા) વડે પ્રગટ થયેલી આત્માની ગુણાત્મક જે સંપત્તિ, તે સંપત્તિના જ અનુભવમાં મગ્ન થયેલો આ જીવ જ પરદ્રવ્યની બબાલથી મુક્ત બની શકે છે. અને તે જીવ જ સાચો સુખી છે. સમ્યકત્વ પ્રાપ્ત કરવા પૂર્વક પરાનુયાયિતાનો ત્યાગ કરવો એ જ સાચું સુખ છે.
આ કારણે જ (૧) આગમશાસ્ત્રોનું નિરંતર શ્રવણ, (૨) વિભાવદશાની સતત વિરતિ, (૩) નિરંતરપણે તત્ત્વોનું જ અવલોકન તથા (૪) તત્ત્વોનું જ ચિંતન-મનન કરવારૂપે તત્ત્વોની સાથે જ એકાગ્રતા તથા તેના સાધનરૂપે નિરંતર સત્સંગ, સ્વાધ્યાય, ધર્મચર્ચા, વૈરાગ્યવાહી ગ્રંથોનું દોહન ઈત્યાદિ રૂપે આત્માની નિર્મળતા સાધનારા એવા ઉત્તમ ઉપાયો વડે “આત્માના શુદ્ધ સ્વરૂપની મગ્નતા” જ પ્રાપ્ત કરવી જોઈએ. આ સંસારમાં કર્મો અને ક્લેશોની ભયંકર આગ લાગેલી જ છે એમ જાણીને અથવા કર્મોની અને ક્લેશોની જ નિરંતરતા છે એમ જાણીને સંસારથી (સંસારના સુખોથી) ઉગી બનીને, વૈરાગ્યવાળા ઉત્તમ માર્ગને અનુસરવાની પ્રવૃત્તિવાળા થઈને આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનાં જે જે સાચાં કારણો છે તેવાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રમાં જ સતત પ્રવૃત્તિ કરવી જોઈએ. તેને જ સાધ્ય માનીને તે તરફ દોટ મુકવી જોઈએ. આત્મતત્ત્વની ઝાંખી કરાવે તેવી જ્ઞાનદશા જ ઉપકારક છે બાકી બધી બાહ્ય બબાલ જ છે આમ જાણવું.
મોહદશાને જીતીને સ્વાધ્યાયપ્રેમી થઈને જ્ઞાનદશા જાગૃત કરવી જોઈએ.
જ , દ્વિતીય મઝાષ્ટક સમાપ્ત
છે.