________________
૧૬૮
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
અનિવૃત્તિકરણના પ્રથમસમયમાં જે જીવો હાલ વર્તે છે. જેઓ ભૂતકાળમાં આવેલા છે અને ભવિષ્યકાલમાં જે જીવો આવશે, તે સર્વે પણ જીવોની પ્રથમસમયમાં એકસરખી સમાનરૂપે વિશુદ્ધિ હોય છે. બીજા સમયમાં પણ જે જીવો વર્ચ્યા છે, વર્તે છે અને વર્તશે, તે સર્વે જીવોની પણ વિશુદ્ધિ સરખી હોય છે. આમ સર્વ સમયોમાં જાણવું. પરંતુ આ અનિવૃત્તિકરણમાં અપૂર્વકરણની જેમ પરસ્પર તરતમતા અને તેના કારણે તિર્કી ષસ્થાનપતિત વિશુદ્ધિ હોતી નથી. એવી જ રીતે અનિવૃત્તિકરણના બીજા સમયમાં-ત્રીજા સમયમાં-ચોથા સમયમાં જે જીવો વર્તે છે, વર્ત્યા છે અને ભવિષ્યમાં વર્તશે તે સર્વે જીવોની તે તે એકસમયમાં પરસ્પર સમાન વિશુદ્ધિ હોય છે. પરસ્પર તરતમતા કે કોઈ પણ એકસમયમાં પત્થાન પતિત વિશુદ્ધિ હોતી નથી. આ પ્રમાણે અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી અંતિમસમય સુધી જાણવું. અર્થાત્ સર્વસમયોમાં આમ તિર્કી સમાન વિશુદ્ધિ સમજવી. પરંતુ પૂર્વ પૂર્વ સમયથી ઉત્તર ઉત્તર સમયની વિશુદ્ધિ અનંતગુણ અધિક અનંતગુણ અધિક વિશુદ્ધિ યાવત્ ચરમસમય સુધી જાણવી. ઊર્ધ્વમુખી વિશુદ્ધિ અનંતગુણી અને તિર્યન્મુખી વિશુદ્ધિ સમાન જાણવી.
આ અનિવૃત્તિકરણમાં પ્રવેશેલા અને તુલ્યકાળમાં વર્તતા જીવોના અધ્યવસાયસ્થાનોની પરસ્પર વિશુદ્ધિમાં જે નિવૃત્તિ એટલે વ્યાવૃત્તિ અર્થાત્ તરતમતા-હાનિવૃદ્ધિ છે તે નથી સંભવતી જ્યાં તેને અનિવૃત્તિકરણ કહેવાય છે. આ કારણથી જ અનિવૃત્તિકરણમાં જેટલા સમયો છે તેટલાં જ અધ્યવસાય સ્થાનો છે અને તે સર્વે અધ્યવસાયસ્થાનો પૂર્વ-પૂર્વ અધ્યવસાયસ્થાનથી અનંતગુણવૃદ્ધ-અનંતગુણવૃદ્ધ વિશુદ્ધિવાળાં છે. આ અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયે છતે અને એક સંખ્યાતમો ભાગ બાકી રહ્યુ છતે મિથ્યાત્વમોહનીય કર્મની અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જે સ્થિતિસત્તા છે તેમાંથી અંતર્મુહૂર્તમાત્રની સ્થિતિને નીચેના ભાગમાં (ઉદયકાલવાળા ભાગમાં) ઉદયથી ભોગવવા માટે રાખી મુકીને તેની ઉપરની સ્થિતિમાં અંતર્મુહૂર્તપ્રમાણનું અંતરકરણ (સળંગ લાંબી સ્થિતિના બે ટુકડા કરીને વચ્ચે અંતર-આંતરૂં પાડવાનું કામ) આ જીવ કરે છે.
આ અંતરકરણનો કાલ અંતર્મુહૂર્ત હોય છે. અંતરકરણ કરાયે છતે ગુણશ્રેણીનો પણ સંખ્યાતમો ભાગ ઉકેરાય છે. (તુટે છે) કારણ કે ગુણશ્રેણી બે કરણના કાલથી કંઈક અધિકકાલ પ્રમાણ કરાઈ હતી. તે અધિકકાલમાં ગોઠવાયેલા ગુણશ્રેણીના દલિકો અંતરકરણનાં દલિકોના ઉત્કિરણની સાથે ઉકેરાય છે. ઉકેરાતા આ કર્મદલિકને આ જીવ નીચેની પ્રથમસ્થિતિમાં તથા અંતઃકોટાકોટિ પ્રમાણવાળી બીજી સ્થિતિમાં પ્રક્ષેપ કરે છે. આમ કરતાં કરતાં અંતરકરણવાળી સ્થિતિને સર્વથા ખાલી કરે છે અને ઉપરની અંતઃકોડાકોડીવાળી સ્થિતિને ઉપશમના કરણ વડે સર્વથા ઉપશમાવે છે તથા નીચેની અંતર્મુહૂર્તપ્રમાણની ભોગ્ય