________________
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫
૧૫૫
જ આત્માનું કલ્યાણ કરનાર બને છે. માટે તેવું જ્ઞાન જો પ્રાપ્ત થયું હોય તો ચિત્ર = અનેક પ્રકારનાં તન્ત્ર = શાસ્ત્રો યન્ત્રળ = અન્ય અન્ય સાધનાના નિમિત્તભૂત એવાં બીજાં વધારે શાસ્ત્રો ભણવાની શી જરૂર છે ?
મોહનો પરાભવ કરે એવું, શરીરથી આત્મા ભિન્ન દ્રવ્ય છે એવા વિષયવાળું ગ્રન્થિભેદજન્ય જો ભેદજ્ઞાન થયું છે તો આ જીવ તેનાથી જ કર્મોનો ક્ષય કરીને શ્રેણી માંડીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એટલે સાધનાના નિમિત્તભૂત બીજાં અધિક શાસ્ત્રો ભણવાની કંઈ જરૂર નથી અને જો ભેદજ્ઞાન ન થયું હોય તો અન્ય અનેક શાસ્ત્રો ભણવા છતાં આત્મહિત થતું નથી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એમ રત્નત્રયીના ભાવે પરિણામ પામેલા આત્માને બીજી કોઈની અપેક્ષા શું હોય ? અર્થાત્ બીજી કોઈ (મંત્ર-તંત્ર કે વિદ્યા) સાધવાની શું જરૂર હોય ? અર્થાત્ આવી જરૂર હોતી નથી. અહીં આ વિષયમાં એક દૃષ્ટાન્ત કહે છે કે –
જો દૃષ્ટિ જ અંધકારનો નાશ કરનારી પ્રાપ્ત થઈ છે તો દીવાઓ ક્યાં ઉપયોગમાં આવવાના હતા ? ક્યાંય નહીં.
જો આ જીવની પોતાની દૃષ્ટિ જ સર્વ પદાર્થોને દેખવાની શક્તિ ધરાવતી હોય (કેવલજ્ઞાન-કેવલદર્શન થયાં હોય) તો આપણા જેવા સામાન્ય માણસોને જોવામાં સહાયભૂત થનારા દીપકની તે મહાત્માઓને શું જરૂર ? કંઈ જ જરૂર નથી. તેની જેમ જો ભેદજ્ઞાન થયું હોય તો તેનાથી જ આત્મહિત થાય છે. તેથી બીજા બીજા મંત્ર-તંત્ર આદિની કંઈ જરૂર નથી. મોહનો નાશ કરનારું, આત્માને શરીરાદિ પરદ્રવ્યથી ભેદબુદ્ધિ કરાવનારું અને તેથી પરદ્રવ્ય પ્રત્યેના મોહનો નાશ કરાવનારું જ્ઞાન જ વધુ ઉપકારી તત્ત્વ છે.
अत्र ग्रन्थिभेदस्वरूपम् - तत्र पञ्चेन्द्रियत्व - सञ्ज्ञित्व-पर्याप्तत्वरूपाभिस्तिसृभिर्लब्धिभिः युक्तः, अथवा उपशमलब्ध्युपदेशश्रवणलब्धिकरणत्रयहेतुप्रकृष्टयोगलब्धित्रिकयुक्तः करणकालात् पूर्वमपि अन्तर्मुहूर्तकालं यावत् प्रतिसमयमनन्तगुणवृद्धया विशुद्धया विशुध्यमाना अवदातायमाना चित्तसन्ततिः ग्रन्थिकसत्त्वानामभव्यसिद्धिकानां या विशोधिः तामतिक्रम्य वर्तमानः, ततोऽनन्तगुणविशुद्धः, अन्यतरस्मिन् मतिश्रुतविभङ्गान्यतमस्मिन् साकारोपयोगे योगे चान्यतमस्मिन् वर्तमानः, तिसृणां विशुद्धानां लेश्यानामन्यतमस्यां लेश्यायां वर्तमानो, जघन्यतस्तेजोलेश्यायां मध्यमपरिणामेन पद्मलेश्यायामृत्कृष्टपरिणामेन शुक्ललेश्यायाम्, तथा पूर्वजानां सप्तानां कर्मणां स्थितिमन्तः सागरोपमकोटीकोटीप्रमाणां कृत्वा, अशुभानां कर्मणामनुभागं