________________
૧૪૨
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
આ કારણથી તત્ત્વનો સાચો બોધ જે કરાવે તેને જ જ્ઞાન (સમ્યજ્ઞાન) કહેવાય છે. આવા પ્રકારનું જે સમ્યજ્ઞાન છે તે જ આત્માના શુદ્ધસ્વભાવની પ્રાપ્તિનું અવન્ત્યકારણ છે. એટલું જ નહીં પણ તે જ્ઞાન જ મોક્ષમાર્ગનું મૂલ છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે “જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ થાય છે, પ્રથમ જ્ઞાન અને પછી દયા, સર્વ સાધુસંતોએ આ પ્રમાણે સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનપૂર્વકની દયા પાલવા પ્રયત્ન કરવો જોઈએ.’” આવા પ્રકારનું જ્ઞાનસ્વરૂપ છે. અહીં અનુપ્રેક્ષાયુક્ત (ભાવજ્ઞાનથી સહિત) આત્માને સ્પર્શેલું જે જ્ઞાન છે તે જ મોહના ક્ષયનું પ્રબળ કારણ છે. તેથી તે જ્ઞાનને જ સમજાવવાનો અવસર છે. માટે તેનું વ્યાખ્યાન કરાય છે -
मज्जत्यज्ञः किलाज्ञाने, विष्टायामिव शूकरः । ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥ १ ॥
ગાથાર્થ :- જેમ ભૂંડ વિષ્ટામાં જ આનંદ માને છે તેમ અજ્ઞાની પુરુષ અજ્ઞાનમાં જ આનંદ માને છે. તથા જેમ હંસ માનસરોવરમાં જ આનંદ માણે છે તેમ જ્ઞાનીપુરુષ જ્ઞાનગંગામાં જ આનંદ માણે છે. ॥૧॥
ટીકા :- “મન્નત્યજ્ઞ કૃતિ''-અજ્ઞ: સ્વમાવિમાવાવિવેચા:, તિ કૃતિ સત્યે, अज्ञाने - अयथार्थोपयोगे, मज्जति - मग्नो भवति, यथार्थावबोधविकलः अयथार्थे लीनो भवति । क इव ? विष्टायां शूकरः इव, यथा शूकरो विष्टायां मज्जति, तथाऽज्ञोऽभोग्ये आत्मगुणावरणकारणे परवस्तुनि सातादिविपाके इन्द्रियविषये मज्जति । ज्ञानीयथार्थावबोधी, ज्ञाने-तत्त्वावबोधे, आत्मस्वरूपे निमज्जति - तन्मयो भवति ।
વિવેચન :- જે આત્માઓ સ્વભાવદશા અને વિભાવદશાનો ભેદ કરી શકતા નથી. તેવા આત્માને અહીં અજ્ઞાની કહેવાય છે. ગાથામાં લખેલ લિ શબ્દ સત્ય અર્થમાં છે. આવા પ્રકારના સ્વભાવદશા અને વિભાવદશાનો ભેદ નહીં જાણનારા અજ્ઞાની આત્માઓ અજ્ઞાનમાં જ - અયથાર્થ બોધમાં જ મગ્ન થાય છે. અર્થાત્ જે આત્મા યથાર્થ બોધથી રહિત છે તે આત્મા મિથ્યાજ્ઞાનમાં જ મગ્ન બને છે. કોની જેમ મગ્ન બને છે ? આવો પ્રશ્ન થાય તો ઉદાહરણ કહે છે કે - જેમ શૂકર (ભૂંડ નામનું પ્રાણી) વિષ્ટામાં જ આનંદ માને છે. વિષ્ટા એ અતિશય ગંદો પદાર્થ છે. તો પણ શૂકર તેમાં જ મઝા માણે છે. તેવી જ રીતે અજ્ઞાની પુરુષો પરમાર્થથી ભોગવવાને અયોગ્ય, આત્માના ગુણોના આવારક, સાતા-યશ વગેરેના વિષયભૂત એવા પાંચ ઈન્દ્રિયના વિષયસ્વરૂપ પરપદાર્થોમાં જ રાચ્યા-માચ્યા રહે છે. પાંચે ઈન્દ્રિયના વિષયો પરપદાર્થ છે, જીવનું સ્વરૂપ નથી, તો પણ અજ્ઞાની જીવ મોહાન્ધતાના કારણે તેમાં જ મઝા માણે છે. તેને સ્વભાવદશાનો અલ્પ પણ વિવેક નથી.