________________
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫
૧૪૧
ત્રણે પ્રકારની શક્તિના સમન્વયપૂર્વકની પ્રવૃત્તિવાળું જે જ્ઞાન છે તેને જ શાન કહેવાય એમ
માને છે.
(૭) એવંભૂતનયની અપેક્ષાએ મતિ-શ્રુત-અવધિ આદિ પાંચે જ્ઞાનો પોતપોતાના સ્વરૂપની અપેક્ષાએ પરિપૂર્ણપણે પ્રગટ્યાં હોય ત્યારે જ એવંભૂતતા આ જ્ઞાનને જ્ઞાન કહેવાય એમ માને છે. જે જ્ઞાન જેટલા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવને જણાવવાના વિષયવાળું છે તે જ્ઞાન તેટલા વિષયને જણાવવાના સ્વરૂપવાળું જ્યારે પ્રગટે છે ત્યારે જ તેમાં એવંભૂતતા = યથાર્થ જ્ઞાનવત્તા આવે છે. માટે તેને જ જ્ઞાન માને છે. પરમાર્થે તો પ્રથમનાં ચાર જ્ઞાનો ક્ષાયોપમિક ભાવવાળાં હોવાથી પરિમિત વિષયવાળાં છે, તેથી તેને છોડીને સંપૂર્ણ વિષયવાળા કેવલજ્ઞાનને જ એવંભૂતનય જ્ઞાન કહે છે. આ રીતે જ્ઞાન ઉપર નયોની યોજના સમજાવી.
=
અહીં મિથ્યાત્વમોહનીયના ઉદયકાલે પણ જીવને નવ પૂર્વ સુધીનું જ્ઞાન થાય છે. તથાપિ તે જ્ઞાન વિપર્યાસભાવવાળું છે. તેથી કુશાન કહેવાય છે. તેથી તે જ્ઞાન મોહના ત્યાગનું કારણ બનતું નથી. તેથી તેને સમજાવવાનો અહીં અધિકાર નથી, પરંતુ સમ્યગ્દર્શન પૂર્વકનું જે જ્ઞાન, એટલે કે આત્માના શુદ્ધ એવા સ્વ-સ્વરૂપને ઉપાદેય અને પરભાવને હેય તરીકે સમજવા-સમજાવવાના ઉપયોગવાળું જે સમ્યજ્ઞાન છે તેને જ સમજાવવા માટે ગ્રહણ કરેલું છે. કારણ કે તેવા પ્રકારનું તે સમ્યજ્ઞાન - જે સંસાર પ્રત્યને ઉદાસીનતા (સંસારી ભાવો ઉપર વૈરાગ્ય) લાવવામાં હેતુસ્વરૂપ છે. માટે તે સમ્યજ્ઞાન જ અહીં સમજાવવાનો અવસર છે. સમ્યજ્ઞાન જ આ જીવને તારનારું છે. અન્યત્ર કહ્યું છે કે -
"
तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥१॥
अतः ज्ञानं तत्त्वावबोधरूपम्, आत्मना स्वस्वभावाविष्करणहेतुः, मोक्षमार्गस्य मूलम्, ज्ञानक्रियाभ्यां मोक्षः, पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए (દશવૈકાલિક અ-૪, ગાથા-૧૦) Üસ્વરૂપમ્, અત્રાનુપ્રેક્ષાયુવતસ્પર્શજ્ઞાનચાવતરસ્તર્ व्याख्यायते
તે જ્ઞાન જ ન કહેવાય કે જે જ્ઞાન પ્રગટ થયે છતે રાગાદિ કષાયોનો સમૂહ જોર કરતો હોય, સૂર્યના કિરણોની આગળ ટકી રહેવાની શક્તિ અંધકારની કેવી રીતે હોય ? અર્થાત્ ન હોય, તેમ અહીં સમજવું.