________________
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫
૧૪૩
પરંતુ જે જ્ઞાનીપુરુષ છે, યથાર્થ તત્ત્વજ્ઞાન પામેલો આત્મા છે. તે આત્મા જ્ઞાનમાત્રમાં એટલે કે તાત્ત્વિક અવબોધ પ્રાપ્ત કરવામાં જ, આત્માના શુદ્ધ-નિર્મળ સ્વરૂપમાં જ તન્મય થાય છે. આવા જ્ઞાની આત્માને જ્ઞાનની રસિકતા વિના બીજું કંઈ રુચતું નથી.
आत्मस्वरूपावबोधानुभवलीनाः शब्दादिविषयान् मनोज्ञान् इन्द्रादिविस्मयहेतूंस्तृणयन्ति, रमन्ते स्वस्वरूपे, भीष्म ग्रीष्मतापतप्तशीलातलस्था अपि शीतला:, अत्यन्तहिमेऽकम्पा ध्यायन्ति स्वतत्त्वम्, जगद्विक्षोभ - अनाक्षोभक्षुधाश्चिन्तयन्ति स्वगुणपर्यायान्, शक्रस्पर्द्धिचक्रिलीलां त्यजन्ति, किं बहुना ? आत्मानन्दावबोधरसिकानामन्यद् दुष्टम्, यथार्थसम्पूर्णप्रत्यक्षात्मबोधरसिकाः तितिक्षन्ति परीषहान्, प्रारम्भयन्ति श्रेणिम्, तन्वन्ति स्वरूपैकत्वरूपं ध्यानम्, अतः ज्ञानास्वादिन एव धन्याः । उक्तञ्च संवेगरङ्गशालायाम्
धन्ना सुकयत्था, जेसिं नियतत्तबोहरुड़ जाया । जे तत्तबोहभोई, ते पुज्जा सव्वभव्वाणं ॥१॥
जेसिं निम्मलनाणं, जायं तत्तं सहावभोगित्तं । ते परमा तत्तसुही, तेसिं नामपि सुट्टुयरं ॥२॥
तेषां जन्म जीवितं सफलम्, ये स्वतत्त्वबोधरसिका इति अतो ज्ञानी ज्ञाने મન્નતિ, યથા માલ:-હંસ: માનસે મતિ તથા કૃતિ ॥
સ્વભાવદશાના રસિક આત્માઓને જ્ઞાન-ગોષ્ઠી વિના બીજું કંઈ જ રૂચતું નથી, આ કારણથી જ આત્માના સ્વરૂપસંબંધી અવબોધના અનુભવમાં લીન બનેલા મહાત્મા પુરુષો, ઈન્દ્રાદિ સંસારી ભોગી જીવોને આશ્ચર્ય પમાડે એવા મનોહર પાંચ ઈન્દ્રિયોના વિષયો પ્રાપ્ત થયા હોય તો પણ તે વિષયોને તૃણની જેમ ગણે છે. (જેમ ઘરમાં પડેલાં ઘાસનાં તણખલાં ફેંકી દેવામાં આવે છે તેમ બંગલા જેવાં મોટાં મકાનો અને રાજ્યઋદ્ધિને પણ તૃણની જેમ મહાત્માપુરુષો ત્યજી દે છે) અને નિર્જન વનમાં જઈને શુદ્ધ આત્મસ્વરૂપમાં જ રમે છે. ભયંકર ગ્રીષ્મઋતુના તાપથી તપી ગયેલી શીલાના શિખરભાગ ઉપર રહ્યા છતા પણ અતિશય જાણે શીતળ હોય તેમ વર્તે છે. અતિશય હિમ પડતો હોય તો પણ અકંપિત થયા છતા આત્માના સ્વરૂપનું ધ્યાન કરે છે.
આખા વિશ્વને આકુલવ્યાકુલ કરે એવી ક્ષુધા (ભૂખ) લાગવા છતાં, અલ્પમાત્રાએ પણ નથી થઈ આકુલ-વ્યાકુલતા જેને એવી ક્ષુધાવાળા આ મુનિઓ આત્માના જ શુદ્ધ ગુણો અને