________________
૧૪૪
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
પર્યાયોનું ચિંતન-મનન કરે છે. ઈન્દ્રની સાથે સ્પર્ધા કરે એવી ચક્રવર્તીની લીલા મળી હોય તો પણ ક્ષણમાત્રમાં જ તેનો ત્યાગ કરે છે. અરે ઘણું કહીએ ? આત્માના ગુણોના આનંદના અનુભવમાં જ રસિક એવા તે મહાત્માઓને બીજું બધું જ દુઃખદાયી દેખાય છે. યથાર્થપણે પરિપૂર્ણ પ્રત્યક્ષ થયો છે આત્માનો અનુભવ જેને એવા તે અનુભવમાં જ રસિક મહાત્મા પુરુષો ઘોર પરીષહોને પણ સહન કરે છે. ક્ષપકશ્રેણિનો પ્રારંભ કરે છે. સ્વરૂપની સાથે જ એકતા પામવા સ્વરૂપ ધર્મધ્યાન-શુકલધ્યાન ધરે છે. આ કારણથી આવા પ્રકારના આત્મજ્ઞાનનો આસ્વાદ લેનારા જીવો જ ધન્યવાદને પાત્ર છે. સંવેગરંગશાલા નામના ગ્રંથમાં કહ્યું છે કે
“તે પુરુષો ધન્ય છે અતિશય કૃતાર્થ છે કે જેઓને પોતાના તત્ત્વની રુચિ પ્રાપ્ત થઈ છે. તથા જે પુરુષોને પોતાના આત્મતત્ત્વના બોધનો અનુભવ મળ્યો છે તે જ પુરુષો સર્વે ભવ્ય જીવોને પૂજ્ય છે. ॥૧॥
“જેઓને નિર્મળ જ્ઞાન પ્રગટ થયું છે, અને સ્વભાવના ઉપભોગ રૂપ સાચું તત્ત્વ પ્રાપ્ત થયું છે તેઓ જ સાચા તાત્ત્વિક રીતે પરમ સુખી છે. તેઓનું નામ પણ સુંદરતર છે.
11211
તે મહાત્માઓનો જન્મ અને જીવન સફળ છે કે જેઓ પોતાના આત્મતત્ત્વના બોધમાં જ રસિક છે, સ્વાનુભવ-રક્ત છે. સ્વભાવદશામાં જ લયલીન છે. આ કારણથી આવા જ્ઞાની પુરુષો જ્ઞાનમાં જ ડૂબેલા રહે છે. જેમ મરાલ એટલે કે રાજહંસ માનસરોવરમાં જ લીન રહે છે તેમ. માટે આત્મજ્ઞાનના રસિક બનવું. ॥૧॥
निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः ।
तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ॥२॥
ગાથાર્થ ઃ- “નિર્વાણની પ્રાપ્તિના કારણભૂત એવું એકપણ પદ (સુવાક્ય) જો વારંવાર વિચારાય તો તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. અતિશય વધારે જ્ઞાનના આગ્રહની જરૂર નથી. ॥૨॥
ટીકા :- “નિર્વાળપ મિતિ''-નિર્વ્યાપવું-નિમંત હેતુપમ્, િ स्याद्वादसापेक्षम्, मुहुर्मुहुः- वारंवारं भाव्यते-आत्मतन्मयतया क्रियते, वाचना- प्रच्छनापरावर्तनाऽनुप्रेक्षा-धर्मचिन्तन-परिशीलन- निदिध्यासन -ध्यानतया करणं कर्त्तृत्वं, कार्यत्वं, कारणत्वं, आधारत्वं आस्वादनं विश्रामः स्वरूपैकत्वम्, तदेवोत्कृष्टं ज्ञानं, येनात्मा स्वरूपलीनो भवति, अनाद्यनास्वादितात्मसुखमनुभवति । तत्पदमप्यभ्यस्यम्, शेषेण वाग्विस्ताररूपेण भूयसाऽपि वेदनज्ञानेन न निर्बन्धः । किं बहुतरेण जल्पज्ञानेन ? भावनाज्ञानं स्वल्पमप्यमृतकल्पमनादिकर्मरोगापगमक्षममिति ॥२॥