________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક- ૫
૧૪૫ વિવેચન - સર્વ કર્મનો સંપૂર્ણપણે જે ક્ષય તેને નિર્વાણ કહેવાય છે અથવા તેને જ મોક્ષ કહેવાય છે. તેવા પ્રકારના નિષ્કર્મતાવાળા નિર્વાણપદની પ્રાપ્તિનું કારણ બને એવું વીતરાગ પરમાત્માની જિનવાણીનું સ્યાદ્વાદની અપેક્ષાવાળું એક પણ ઉત્તમ વાક્યરૂપી પદ જો વારંવાર ભાવિત-વાસિત કરાય, આત્માની સાથે તન્મયતા રૂપે કરાય, જો એક વાક્યમાં પણ આત્મા લયલીન થઈ જાય, ગુરુજીની પાસે વાચના લેવા રૂપે, તેમને પ્રશ્ન પૂછવા રૂપે, વારંવાર પુનરાવર્તન કરવા રૂપે, ભાવના ભાવવા રૂપે, ધર્મતત્ત્વનું ચિંતન કરવા રૂપે, તથા ધર્મતત્ત્વનું જ પરિશીલન (વારંવાર ચિંતન) કરવા રૂપે, નિદિધ્યાસન (મનન) કરવા રૂપે અને ધ્યાન (સ્થિર ચિત્તપૂર્વક એકાગ્ર થઈને અનુશીલન) કરવા રૂપે સ્યાદ્વાદયુક્ત શાસ્ત્રીય એક પણ પદ વારંવાર જો કરyi = કરાય એટલે કે વિચારાય તો તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ જ્ઞાન છે.
આત્મતત્ત્વનું જ સ્વરૂપ છે તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. માટે તે સ્વરૂપની પ્રાપ્તિ કરાવનારા એક પણ પદમાં (૧) કર્તાપણું, (૨) કર્મપણું, (૩) કરણપણું, (૪) આધારપણું, (૫) આસ્વાદનપણું, (૬) વિશ્રાન્તિપણું અને (૭) આત્મસ્વરૂપની સાથે એકતાનપણું છે. આમ વિચારવું. આમ ભાવવું-ચિત્તને આવી વાસનાથી વાસિત કરવું તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. આવું એકપદનું પણ ભાવવાહી જ્ઞાન મુક્તિપદ પ્રાપ્ત કરાવનાર છે. જે જ્ઞાન વડે આ આત્મા આત્મસ્વરૂપમાં લીન થાય છે અને અનાદિકાળથી આસ્વાદિત ન કરેલા એવા અનુપમ આત્મસુખને અનુભવે છે. તેવા પ્રકારના નિર્વાણપદની પ્રાપ્તિના કારણભૂત એવા એક પદનો પણ વારંવાર અભ્યાસ કરવા જેવો છે. બાકીના વાણીમાત્રના વિસ્તાર સ્વરૂપ બહોળા એવા પણ શાસ્ત્રીયજ્ઞાનને પ્રાપ્ત કરવાનો આગ્રહ રાખવો જરૂરી નથી.
ઘણું શું કહીએ? વધારે બોલવામાત્રના જ્ઞાન વડે સર્યું. તેવા જ્ઞાનની બહુલતા હોય તો પણ આત્માનું કલ્યાણ થતું નથી. પરંતુ ભાવનાજ્ઞાન (કે જે જ્ઞાનથી આત્મા સ્વદશામાં લીન બન્યો છે અને વિભાવદશા ત્યજી દીધી છે તેવા પ્રકારનું ભાવનાજ્ઞાન) જો અલ્પમાત્રાએ પણ હોય તો પણ તે અમૃતતુલ્ય છે. કારણ કે અનાદિકાલથી આત્માને લાગેલા કર્મરોગનો નાશ કરવામાં તે જ્ઞાન સમર્થ છે. માટે સ્વભાવદશા પ્રાપ્ત કરાવનારા જ્ઞાનનો જ અભ્યાસ કરવો જોઈએ. રા.
स्वभावलाभसंस्कार-स्मरणं' (कारणं) ज्ञानमिष्यते । ध्यान्ध्यमात्रमतस्त्वन्यद्, तथा चोक्तं महात्मना ॥३॥
૧. જો કે પ્રસિદ્ધપાઠ સંal dalvi છે. તો પણ ટીકાકારશ્રીએ ટીકામાં અરજી-સંવ નિરન્તરં તદુપયોગિતા
અર્થ કર્યો છે. માટે “ર” પાઠ લખ્યો છે. તત્ત્વથી બન્નેનો અર્થ સરખો જ છે.