________________
૧૨૬
મોહત્યાગાષ્ટક - ૪
જ્ઞાનસાર
દ્વેષાત્મક મોહરૂપી મદિરાનું આ જીવ પાન કરે છે. તેથી આશાઓ અને ઈચ્છાઓથી બંધાયેલો આ જીવ સંસારચક્ર રૂપી દારૂના પીઠામાં, સ્નેહીજનો રૂપી મિત્રો વડે હર્ષ અને આનંદના પ્રસંગો ઉજવવા દ્વારા આ જીવને મોહાન્ધ બનાવાય છે. આ જીવ પોતાના મૂલસ્વરૂપનું ભાન ભૂલી જાય છે. સ્નેહીજનોની ઈચ્છાઓ પૂરી પાડવામાં જ રાગાન્ધ બનેલો આ જીવ આનંદ માને છે. અહીં શબ્દાર્થ નીચે પ્રમાણે જાણવો.
મનની ઈચ્છાઓ-આશાઓ
=
विकल्प पीत પીધો છે.
મવ =
સંસારરૂપી
ત્તાલ = ઉંચા હાથ કરીને
તાલીઓ પાડવાપૂર્વક
વર્ષા = દારૂ પીવાનું પાત્ર, પ્યાલો મોહાસવ = મોહરૂપી દારૂ જેણે ઉન્નતાન = દારૂનું પીઠું પ્રપન્નેં = વિસ્તાર, અતિશય વધારે
અિિતતિ = રહેવું, નાચવું, વર્તવું.
વિકલ્પો એટલે સાંસારિક સુખપ્રાપ્તિના અને દુઃખ પરિહારના મનમાં ઉઠતા વિચારો, તે માટેની આકુલ-વ્યાકુલતા, ચિત્તમાં થતા કલેશો, આમ કરું કે તેમ કરું આવા પ્રકારના માનસિક તરંગો, એને જ ચષક = દારૂ પીવાના પ્યાલા (પાત્ર) સમજવાં, તેવા તેવા મનના તરંગોરૂપી પ્યાલાઓ વડે પીધો છે રાગ-દ્વેષાત્મક મોહરૂપી દારૂ જેણે એવો આ જીવ, ભવ એટલે સંસાર, તે રૂપી દારૂ પીવાના પીઠામાં રખડે છે, ભટકે છે. જેમ દારૂડીયો ભાન ભૂલીને પીઠા ઉપર જ લથડીયાં ખાય છે, નાચે છે, કૂદે છે. અસ્તવ્યસ્ત વ્યવહાર કરે છે. તેવી જ રીતે આ જીવ પણ આશાઓ અને ઈચ્છાઓ દ્વારા રાગ-દ્વેષ અને કષાયો કરીને પોતાના મૂલભૂત શુદ્ધસ્વરૂપને ભૂલી જઈને તેમાં જ રચ્યો-પચ્યો થયો છતો એક દિવસ હસતો, એક દિવસ રડતો, એક દિવસ ગુસ્સાવાળો અને એક દિવસ રીસાયેલો. આમ અસ્ત-વ્યસ્ત વ્યવહારવાળો થઈને પરભાવદશાના મોહમાં અંધ બનીને પોતાની જીંદગી પસાર કરે છે.
ત્તાન = દારૂડીયાની સાથેના મિત્રો આ જીવને દારૂ પીવરાવીને ભાન ભુલાવી દે છે અને પછી દારૂ પીધેલો આ જીવ વારંવાર ઉંચા ઉંચા અવાજે શબ્દો બોલવાપૂર્વક તાલીઓના આદાન-પ્રદાન કરવા રૂપે અતિશય અધિકપણે તેના તે જ પીઠામાં નાચતો-કુદતો રહે છે. ભાન ભૂલીને ઘણો સમય બીભત્સ વર્તન કરે છે. તેવી જ રીતે મોદ્દી = મોહાન્ધ બનેલો આ જીવ પણ મદિરાના મદમાં મસ્ત બનેલા જીવની જેમ જ આ સંસારચક્રમાં ચાપજ્યું ચંચળતાની ચેષ્ટા કરે છે. ચંચળતા એટલે વૈજ્યં =વિકલતાની ચેષ્ટા કરે છે. વિકલતા
=
એટલે બુદ્ધિહીનતા અર્થાત્ મોહાન્ધ બનેલો આ જીવ દારૂડીયાની જેમ ભાન ભૂલીને શુદ્ધિબુદ્ધિ વિનાનો થયો છતો પરપદાર્થને પોતાના માને છે અને જ્ઞાનાદિ ગુણાત્મક પોતાના