________________
જ્ઞાનમંજરી
મોહત્યાગાષ્ટક - ૪
૧૨૭
અસલી સ્વરૂપને પરાયું માને છે તથા મોહાન્ધતાના કારણે જ પોતાના આત્માને ચોરી, જુઠ, મૈથુન, હિંસા આદિ ન કરવા લાયક પાપકાર્યો કરવામાં જ ચતુરાઈપૂર્વક પ્રવર્તાવે છે. પોતાના આત્માને પાપકાર્યોમાં જ જોડે છે. તેમાં જ તન્મયતા કરે છે.
દારૂડીયાની સાથે તેના કહેવાતા મિત્રો જેમ તાળીઓ પાડીને ઉંચા ઉંચા અવાજે બીભત્સ શબ્દો બોલતા છતાં દારૂડીયાને રમાડે છે તેમ સગાં-વહાલાંઓ-સ્નેહીજનો પોતપોતાની ઈચ્છાઓ અને આશાઓ પૂર્ણ કરવા માટે આ જીવને આવા પ્રકારના પાપકાર્યોમાં જોડે છે. જેમ જેમ પોતપોતાની ઈચ્છાઓ આ જીવથી સંતોષાતી જાય છે તેમ તેમ આ જીવને માન આપીને, પ્રશંસા કરીને, પ્રેમ બાંધીને આવાં પાપકાર્યો કરાવવા દ્વારા ચાર ગતિરૂપી સંસારમાં ભમાડાય છે અને પોતાના અસલી મૂલ-સ્વરૂપને ભૂલી ગયેલો-મોહાન્વ બનેલો આ જીવ પણ મોહાન્યતાના કારણે આવાં પાપકાર્યો કરીને ચાર ગતિરૂપ સંસારમાં લડથડીયાં ખાતો ખાતો રખડે છે. આ કારણથી જ જેમ મદિરાપાન ત્યજવા જેવું છે તેવી જ રીતે સંસારી ભાવોનો મોહ પણ ત્યજવા યોગ્ય છે. એ જ શ્રેયસ્કર માર્ગ છે. ગુરુજી આપણને આ શ્લોકમાં આવો ઉપદેશ આપે છે. ।।૫।।
निर्मलस्फटिकस्येव, सहजं रूपमात्मनः । अध्यस्तोपाधिसम्बन्धो, जडस्तत्र विमुह्यति ॥६॥
ગાથાર્થ :- આત્માનું સ્વાભાવિક મૂલસ્વરૂપ નિર્મળ સ્ફટિકના જેવું શુદ્ધ છે. પરંતુ આરોપિત કરાયેલા ઉપાધિઓના સંબંધવાળો મૂર્ખ મનુષ્ય તેમાં (આરોપિત સ્વરૂપમાં) મોહ પામે છે. ૬॥
ટીકા :- “નિર્મલ” કૃતિ-નિર્મલટિસ્ય નિર્દોષનિરાવરગનિસ્યંગ ટિસ્ય इव आत्मनः ज्ञायकद्रव्यस्य सहजं स्वाभाविकं शुद्धं रूपमस्तीत्यनेन वस्तुवृत्या आत्मा स्फटिकवत् निर्मल एव - निस्सङ्ग एव, सङ्ग्रहनयेन आत्मा परोपाधिसङ्गी एव नास्ति, परमज्ञायक-चिदानन्दरूपः, अध्यस्तोपाधिसम्बन्ध: - 'प्राप्तपुद्गलसंसर्गजकर्मोपाधिसम्बन्धः, अनेकग्लान-म्लानावस्थः जडः वस्तुस्वरूपापरिज्ञानी तत्र उपाधिभावे मुह्यतिएकत्वं प्राप्नोति ।
વિવર્ચન :- જેમ સ્ફટિક નામનું દ્રવ્ય નિર્મળ હોય છે તેમ આ આત્મા અત્યન્ત નિર્મળ સ્વરૂપવાળો છે. કોઈપણ જાતના ભાંગવા-તુટવાના કે ચિરાડ પડવાના દોષ વિનાનું
૧. અહીં કોઈ કોઈ પ્રતમાં પ્રાપ્ત ને બદલે લ્પિત શબ્દ છે. તે શબ્દ વધારે સંગત છે.