________________
જ્ઞાનમંજરી
મોહત્યાગાષ્ટક - ૪
૧૨૫
દુઃખમાં અતિ-ઉદ્વેગ-અનાદરતા અને આકુળ વ્યાકુળતા કરાવવા દ્વારા આત્મગુણોના સુખનો આવારક છે. ગુણોનું આવારકપણું બન્નેમાં તુલ્ય છે. બન્ને ભાવો આત્માને પોતાના અસલી સ્વરૂપનું ભાન ભૂલાવી દે છે. એક ઉદય સુખમાં પ્રીતિ કરાવવા વડે અને બીજો ઉદય દુઃખમાં દ્વેષ કરાવવા વડે સમભાવાત્મક-વીતરાગતાત્મક ગુણોના બન્ને ઉદયો આવારક છે. આત્માને પોતાનું મૂલસ્વરૂપ પ્રાપ્ત કરવામાં બન્ને ભાવો બાધક છે. તો પછી ત્યાં ઈષ્ટાનિષ્ટતા વાળી બુદ્ધિ કેમ કરાય ? હે જીવ ! આ સુખ-દુઃખ એ તારું પોતાનું સ્વરૂપ જ નથી, નાટક ભજવવા માટે કરેલી વેશભૂષાની જેમ કર્મોદયજન્ય (પરદ્રવ્યસંબંધી) તારું પણ આ નાટકાત્મક સ્વરૂપ છે. અસલી સ્વરૂપ નથી માટે તું ત્યાં રતિ-અતિ ન કર. પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં વ્યાપક બન્યા વિના સમભાવથી પસાર કર, ઉદાસીન ભાવ રાખ અને નવાં કર્મો ન બાંધ, આવો ગુરુજી આપણને ઉપદેશ આપે છે. ૪
विकल्पचषकैरात्मा, पीतमोहासवो ह्ययम् । भवोच्चतालमुत्तालप्रपञ्चमधितिष्ठति ॥५॥
ગાથાર્થ :- મનના વિકલ્પો રૂપી મદિરાપાનના પાત્ર વડે પીધો છે મોહરૂપી દારૂ જેણે એવો આ જીવ, જ્યાં ઉંચા ઉંચા હાથ કરીને તાળીઓ પાડવાની ચેષ્ટા કરાય છે. તેવા સંસારરૂપી દારૂના પીઠાનો આશ્રય કરે છે. અર્થાત્ દારૂ પીધેલો આ જીવ પીઠામાં નાચ કરે છે. પા
ટીકા :- “વિત્ત્પતિ'' વિરુપાશ્ચિત્તોના વ ષષા:-મદ્યપાનપાત્રાળિ, तैः, “हि" इति निश्चितम् अयं जीवः, पीतः मोह एव आसवो मादकरसो येन सः पीतमोहासवः पुरुषः, भवोच्चतालं - भवः संसारः, स एव उच्चतालं - मद्यपगोष्ठी क्षेत्रं प्रति, उत्तालं - पुनः पुनः उच्चस्वरेण तालादानरूपं प्रपञ्चं - विस्तारं अधितिष्ठति प्राप्नोति, इत्यनेन मोही जीवः मदिरामत्तवत् चापल्यं वैकल्यं करोति । परं स्वत्वेन स्वं च परत्वेन कलयन् आत्मानमकार्यनिष्पादनपटिष्टं प्रवर्तयन् स्वस्थानभ्रष्टः भ्रमति, अतः વ મોહત્યાગ: શ્રેયાન્ ॥
વિવેચન :- આ ગાથામાં સંસારી જીવને દારૂડીયાની સાથે શાસ્ત્રકાર સરખાવે છે. જેમ દારૂના પીઠામાં દારૂ પીવાના પાત્ર વડે કોઈ એક દારૂડીયાએ દારૂ પીધો હોય અને જ્યારે તેને દારૂનો મદ ચઢ્યો હોય ત્યારે તેના પાંચ-પચીસ સાથીદારો ઉંચા હાથ કરીને તાળીઓ પાડી પાડીને તેને નચાવે છે, કુદાવે છે. એવી જ પરિસ્થિતિ આ સંસારીજીવની પણ છે. મનમાં સાંસારિકસુખના મોટા મોટા વિકલ્પો અને આયોજનો કરવા દ્વારા રાગ અને