________________
૧૬૪
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
વિશુદ્ધિ પણ આ અપૂર્વકરણના પ્રથમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિથી અનંતગુણી જાણવી. ઉપર કહેલી વાતનો સાર આ પ્રમાણે છે
-
યથાપ્રવૃત્તકરણમાં પ્રથમસ્થાનથી સંખ્યાતમા ભાગ સુધીનાં જઘન્યસ્થાનો અનુક્રમે અનંતગુણવિશુદ્ધિવાળાં કહ્યાં હતાં તેવું અહીં અપૂર્વકરણમાં નથી. એટલે કે અપૂર્વકરણમાં યથાપ્રવૃત્તકરણની જેમ પ્રથમથી સંખ્યાતમાભાગ સુધીનાં જઘન્યવિશોધિસ્થાનો અનંતગુણાં કહેવાનાં હોતાં નથી. પરંતુ અપૂર્વકરણના પ્રથમસમયની જઘન્યવિશુદ્ધિ (બીજા સમયો કરતાં) સ્તોક છે. તો પણ તે વિશુદ્ધિ યથાપ્રવૃત્તકરણના ચરમસમયભાવી ઉત્કૃષ્ટવિશુદ્ધિ કરતાં અનંતગુણી જાણવી. યથાપ્રવૃત્તના ચરમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિથી અપૂર્વકરણના પ્રથમસમયની જઘન્યવિશુદ્ધિ પણ અનંતગુણી હોય આ વાત સ્વાભાવિક સમજાય તેમ છે. ત્યારબાદ તેનાથી તે જ અપૂર્વકરણના પ્રથમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી છે તેનાથી બીજા સમયે જઘન્યવિશુદ્ધિ અનંતગુણી છે. તેનાથી પણ તે જ બીજા સમયમાં ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી છે. આ પ્રમાણે પ્રતિસમયે જઘન્ય અને ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી ત્યાં સુધી કહેવી કે યાવત્ અપૂર્વકરણના ચરમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ આવે.
अपूर्वाणि करणानि स्थितिघात - रसघात - गुणश्रेणि- स्थितिबन्धादीनां निवर्तनानि यस्मिन् तदपूर्वकरणम् । तथाहि - अपूर्वकरणे प्रविशन् प्रथमसमय एव स्थितिघातं रसघातं गुणश्रेणिं स्थितिबन्धं चान्यं युगपदारभते । तत्र स्थितिघातः- स्थितिसत्कर्मणो ऽग्रिमभागादुत्कर्षतः उदधिपृथक्त्वप्रमाणम्, जघन्येन पुनः पल्योपमसङ्ख्येयभागमात्रं स्थितिकण्डकमुत्किरति, उत्कीर्य च या स्थितिः अधो न खण्डयिष्यति, तत्र तद्दलिकं प्रक्षिपति, अन्तर्मुहूर्तेन कालेन तत् स्थितिकण्डकमुत्कीर्यते । एवं द्वितीयम्, एवं तृतीयम्, एवं प्रभूतानि स्थितिखण्डसहस्राणि व्यतिक्रामन्ति । तथा च स यदपूर्वकरणस्य प्रथमसमये स्थितिसत्कर्म आसीत्, तत्तस्यैव चरमसमये सख्येयगुणहीनं जातम् । रसघाते तु अशुभानां प्रकृतीनां यदनुभागसत्कर्म, तस्य अनन्ततमं भागं मुक्त्वा शेषानन्तानुभागभागान् अन्तर्मुहूर्तेन विनाशयति । ततः पुनरपि तस्य प्राग्मुक्तस्यानन्ततमं भागं मुक्त्वा शेषान् विनाशयति । एवमनेकानि अनुभागखण्डसहस्राणि एकस्मिन् स्थितिखण्डे व्यतिक्रामन्ति । तेषां च स्थितिखण्डानां सहस्त्रैः द्वितीयमपूर्वकरणं परिसमाप्यते । स्थितिबन्धाद्धा तु अपूर्वकरणस्य प्रथमसम अन्य एवापूर्वपल्योपमसङ्ख्येयभागहीनस्थितिबन्धः आरभ्यते । जीर्णस्थितिघातस्थितिबन्धौ तु युगपदेवारभ्येते युगपदेव निष्ठां यातः ।