________________
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨ पुनस्तदेव द्योतयति - स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वावलोकिनः । कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते ॥३॥
ગાથાર્થ :- સ્વાભાવિક સુખમાં મગ્ન અને જગતના તત્ત્વોનું સ્યાદ્વાદ દ્વારા યથાર્થ નિરીક્ષણ કરનારા આત્માને પોતાના ભાવોથી અન્ય ભાવોનું કર્તૃત્વ સંભવતું નથી. માત્ર સાક્ષિપણું જ હોય છે. ill
ટીકા :- “માવસુa” તિ-સ્વમાવ: – સન્ન મુ સદ્દગાત્યનિર્વन्तिकानन्दम्, शश्वदप्रतिपादादात्यन्तिकम, व्यतिकीर्णसुखदुःखहेतुभावाद्यन्तरानपेक्षाद् ऐकान्तिकम्, तत्र मग्नस्य-तन्मयस्य, जगत्-लोकः, तस्य तत्त्वं-तद्धर्मं यथार्थतया विलोकिनः-दर्शनशीलस्य पुरुषस्य अन्यभावानां-परभावानां रागादिविभावानां ज्ञानावरणादिकर्मणां बाह्यस्कन्धादान-निक्षेपाणां कर्तृत्वं न, किन्तु ज्ञायकस्वभावत्वात् साक्षित्वमेव,
| વિવેચન - આત્માનું જે સ્વાભાવિક સુખ એટલે કે સહજ-સુખ છે. અર્થાત્ પોતાના ગુણોના જ સહજ, આત્યન્તિક અને ઐકાન્તિક એવા સુખનો જે આનંદ છે. તેમાં મગ્ન બનેલા જીવને અન્ય ભાવોનું કર્તુત્વ હોતું નથી. આત્માને પોતાના ગુણોના સુખનો જે આનંદ છે કે કોઈપણ પરદ્રવ્યની અપેક્ષા વિનાનો છે માટે સહજ છે તથા શાશ્વત છે. આવ્યા પછી ક્યારેય પ્રતિપાત પામતો નથી, ચાલ્યો જતો નથી, અનંતકાલ રહે છે માટે આત્મત્તિક છે અને સુખનાં કારણો તથા દુઃખનાં કારણો એમ બન્ને પ્રકારના (અન્ય) પદાર્થોની અપેક્ષા વિનાનું આ સુખ હોવાથી કાન્તિક સુખ છે. તેવા સુખમાં મગ્ન થયેલા જીવને અન્ય ભાવોનું કર્તૃત્વ સંભવતું નથી.
તથા જે આ જગત છે એટલે કે લોક છે. તેનું જે તત્ત્વ છે, સ્વરૂપ છે. દ્રવ્યથી સર્વે પણ ભાવો સદા ધ્રુવ (નિત્ય) અને પર્યાયથી સર્વે ભાવો સદા ઉત્પાદ-વ્યયવાળા છે. આમ ત્રિપદીમય એવું નિત્યાનિત્ય ભાવયુક્ત સ્યાદ્વાદમય જે જગસ્વરૂપ છે તેને જ યથાર્થપણે જાણવું અને જોવું તે જ જીવનું સાચું સ્વરૂપ છે. તેથી જાણવાના અને જોવાના સ્વભાવવાળા એવા આ જીવને અન્ય ભાવોનું કર્તૃત્વ સંભવતું જ નથી. રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભવાસના-વિકારાદિ ભાવકર્મોનું, જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ દ્રવ્ય કર્મોનું અને ઘટ-પટ આદિ બાહ્ય-
પુલસ્કંધોને ગ્રહણ કરવા અને ત્યજવા રૂપ નોકર્મનું કર્તાપણું સંભવતું જ નથી.