________________
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર જો કે સંપૂર્ણપણે નિર્વિકલ્પ સમાધિ તો સર્વથા મોહનીયકર્મનો ક્ષય થયા પછી સયોગીઅયોગી કેવલી ગુણસ્થાનકે અભેદરત્નત્રયીના કાલે જ આવે છે. તેથી આત્માના શુદ્ધસ્વરૂપની સાધનામાં લીન બનેલા અપ્રમત્ત ગુણસ્થાનકથી ક્ષણમોહ ગુણસ્થાનક સુધીના સાધક આત્માઓને પોતાના શુદ્ધ ગુણોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ વિષયક સંકલ્પ-વિકલ્પો જો કે હોય છે, તો પણ સાંસારિક (અન્ય જીવ અને પુદ્ગલની પ્રાપ્તિ-અપ્રાપ્તિ વિષયક) સંકલ્પ-વિકલ્પો હોતા નથી. આવા પ્રકારના કર્મબંધના હેતુભૂત પરભાવવિષયક સંકલ્પ-વિકલ્પોનો અભાવ હોય છે. તેને આશ્રયીને ઉપરોક્ત વાત કહેલી છે. આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ-અપ્રાપ્તિના સંકલ્પ-વિકલ્પો સાધક અવસ્થામાં હોય છે પણ તે મોહજન્ય ન હોવાથી અને તે પણ ક્ષીયમાન થતા જતા હોવાથી તેની વિરક્ષા અહીં કરવામાં આવી નથી. આશ્રવના હેતુભૂત સંકલ્પ વિકલ્પો હોતા નથી.
તથા સત્સંધૂ: = અહીં મશબ્દનો અર્થ અત્યન્ત અને ધૂમ શબ્દનો અર્થ મલીન કરવો. અતિશય મલીન એવા આશ્રવો વડે પણ સર્યું. સ્થિરતાનુણવાળા મહાત્માને અતિશય મલીન (ચીકણાં કર્મ બંધાવે તેવા) આશ્રવો સંભવતા નથી. પરદ્રવ્ય પ્રત્યેના રાગ-દ્વેષના પરિણામ થવા દ્વારા પ્રગટ થતી અસ્થિરતા નથી, માટે અતિશય મલીન કર્મબંધવાળા આશ્રવો હોતા નથી. માત્ર આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ કરવાના વિષયવાળી લગની-રાગ (સંજ્વલન) કષાય અને તેના ઉપાયોમાં પ્રવર્તવા રૂપ ત્રિવિધ યોગ જન્ય અલ્પ આશ્રવ સંભવે છે. જે કાલાન્તરે અવશ્ય ક્ષય થઈ જાય છે.
તઃ = આ કારણથી મોહરાજાના ઘરની સંકલ્પ અને વિકલ્પ રૂપ ચંચળતા (અસ્થિરતા)ની પરિણતિનો ત્યાગ કરીને દ્રવ્યથી અને ભાવથી પ્રાણાતિપાત-મૃષાવાદઅદત્તાદાન-મૈથુન અને પરિગ્રહ સ્વરૂપ પાંચે પાપિષ્ઠ આશ્રવોનો આ જીવે ત્યાગ કરવો. અહીં મન-વચન અને કાયા દ્વારા જીવઘાત કરવો, અસત્ય બોલવું, પારકી વસ્તુ લેવી, કુચેષ્ટા કરવી કે ધનાદિનો સંગ્રહ કરવો તે દ્રવ્ય આશ્રવ કહેવાય છે અને આવા પ્રકારના પાપો કરવાની ઘેલછા કરવી, ઈચ્છા કરવી, કાષાયિક પરિણામમાં રહેવું તે તંદુલીયા મલ્યની જેમ ભાવઆશ્રવ કહેવાય છે. સ્થિરતાનુણવાળા મહાત્માઓ દ્રવ્યઆશ્રવ કે ભાવઆશ્રવને સેવતા નથી. જે મહાત્માપુરુષ આત્મ-સમાધિમાં જ લયલીન બન્યા છે. પોતાના સ્વભાવમાં જ સ્થિર થયા છે. તે મહાપુરુષને આવા આશ્રવો કેમ હોય ? અર્થાત્ ન જ હોય.
अतः आत्मनः स्वधर्मकर्तृत्व-यथार्थभासन-स्वरूपग्राहकत्व-स्वगुणभोक्तृत्वस्वस्वभावरक्षकत्वपरिणतस्य नाश्रवाः, एतेषां स्वभावानां परभावपरिणतानां आश्रवाः,