________________
જ્ઞાનમંજરી
સ્થિરતાષ્ટક - ૩
स्वरूपभ्रान्तिरेव स्वपरिणतीः परकर्त्तृत्वेन परिणमयति, यदा तु अस्य स्वरूपावबोधः स्वकार्यकरणनिर्धारः जातस्तदा स्वपरिणतीः स्वकार्यकरणे एव व्यापारयति न परकर्त्तृत्वे, कारकचक्रमपि स्वरूपमूढेनैव परकर्त्तृत्वादिव्यापारेण अशुद्धीकृतं, यदा અનેન સ્વપરવિવેન ‘“અહં હં’’, ‘“પર: પર:'', “નાદું પરાં પરોવતા' एवं लब्धविवेकः स्वकारकचक्रं स्वकार्यकरणे व्यापारयति, आत्मा आत्मानम् आत्मना आत्मने आत्मनः आत्मनि प्रवर्तयति इति स्वरूपम्, एवं स्वरूपपरिणतानामाश्रवा न ભક્તિ દ્દા
૯૭
જે
હવે કહેવાતી વાત સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ કે સંસારી પુરુષ પોતાના જ ઘરમાં વસે છે, પોતાના જ કુટુંબમાં હળતો-મળતો રહે છે, પોતાની જ પત્નીથી સંસાર-વ્યવહાર કરે છે, પોતાનું જ કમાયેલું ધન વાપરે છે, પોતાના ધનથી જ ખર્ચા કરે છે અને પોતાના જ ધન-પરિવારાદિને પોતાના માનીને ચાલે છે તે પુરુષ ક્યારેય સંસારમાં દુઃખી-કલંકિત થતો નથી. કારાવાસાદિના દંડને પામતો નથી તેને ગુનેગાર ગણવામાં આવતો નથી. તેની ધરપકડ કે તેને કારાવાસ થતો નથી. તેના ઉપર કેસ થતો નથી. પરંતુ જે પુરુષ બીજાના ઘરમાં ઘુસી જાય છે, બીજાનું ઘર ભાડે રાખીને માલિક બની જાય છે, બીજાના જ કુટુંબમાં હળતો-મળતો રહે છે, પરપુરુષની પત્નીથી સંસારવ્યવહાર કરે છે, પારકાનું ધન વાપરે છે, પારકાના ધનથી ખર્ચા કરે છે, ચોરી કરીને લાવેલા ધનથી જલસા કરે છે અને પારકાના ધન-પરિવારાદિને પોતાના માનીને વર્તવા જાય છે તે દુઃખી થાય છે, માર ખાય છે, અપયશ પામે છે, દંડાય છે, ધરપકડ અને કારાવાસ પામે છે. તેના ઉપર કોર્ટમાં કેસ થાય છે આ વાત જાણીતી છે. આ જ ઉદાહરણ સ્વસ્વરૂપમાં અને પરસ્વરૂપમાં રહેનારા આત્મા માટે લગાડવું જોઈએ. આ જ વાત ગુરુજી હવે આપણને સમજાવે છે -
અતઃ = આ કારણથી પોતાના આત્મધર્મોનું જ કર્તૃત્વ, પોતાના આત્મસ્વરૂપના જ યથાર્થજ્ઞાનની મગ્નતા, પોતાના શુદ્ધસ્વરૂપની જ ગ્રાહકતા, પોતાના જ આત્મગુણોનું ભોક્તાપણું અને પોતાના આત્માના સ્વભાવની જ રક્ષા કરવાપણું ઈત્યાદિ રૂપે સ્વભાવદશામાં પરિણામ પામેલા આત્માને કર્મબંધરૂપ આશ્રવો લાગતા નથી. કર્તૃત્વ, જ્ઞાતૃત્વ, ગ્રાહકત્વ, ભોક્તૃત્વ અને રક્ષકત્વ ઈત્યાદિ આ જ સ્વભાવો જ્યારે પરભાવના સંબંધમાં પરિણામ પામે છે. એટલે કે (પરઘરમાં ગયેલા પુરુષને જેમ માર પડે છે તેમ) પર-પદાર્થવિષયક કર્તૃત્વાદિ ભાવો બને છે ત્યારે જ કર્મનો બંધ થવા રૂપ આશ્રવો લાગે છે. પરપદાર્થને પોતાના માનીને જીવ ઘેલો બને છે. તેનું જ કર્તૃત્વ વગેરે માની લે છે. તેનાથી કર્મોના આશ્રવ થાય છે.