________________
90
મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર
જે દ્વેષ થાય છે, તે રાગ અને દ્વેષ પુષ્પ-માલાદિ અને વિષાદિ વસ્તુઓના પરિણામો (તે તે વસ્તુઓના ધર્મો) નથી. વસ્તુઓ તો પોતે પોતાના સ્વરૂપવાળી છે. પરંતુ મોહોદયજન્ય જે ઈષ્ટાનિઝ બુદ્ધિ થાય છે તે આ આત્મામાં પ્રગટેલી વિભાવદશા છે. તેનાથી ઉત્પન્ન થયેલી અશુદ્ધ અને બ્રાન્ત આત્મપરિણતિ છે. આત્મા પોતે ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરીને રાગદ્વેષ કરે છે.
“જે લીંબડો છે” તે પોતાના સ્વરૂપે જેવો છે તેવો છે. પણ મનુષ્યોને તે કડવો લાગે છે. તેથી તેના પ્રત્યે અનિષ્ટબુદ્ધિ થાય છે અને ઉંટ વગેરે પ્રાણીને તે જ પદાર્થ વધારે ભાવે છે તેથી તેના તરફ ઈષ્ટબુદ્ધિ થાય છે. સોના-રૂપાના દાગીના ભોગીને ભોગસુખ આપનારા હોવાથી ઈષ્ટ છે અને યોગીને આ જ દાગીના બંધનભૂત લાગે છે તેથી અનિષ્ટ છે. આમ વસ્તુમાં પોતાનામાં રાગ-દ્વેષ નામના ધર્મ નથી, પરંતુ આત્મામાં જ મોહોદયજન્ય આ અશુદ્ધ પરિણામો થાય છે. પુદ્ગલાસ્તિકાયાદિ દ્રવ્યોમાં શુભ કે અશુભ જે પરિણમન થાય છે તે કોઈપણ જીવના નિમિત્તે થતું નથી, પરંતુ પુદ્ગલદ્રવ્યનો પૂરણ અને ગલન સ્વ-સ્વભાવ છે તે તેવા પ્રકારના પરિણામિક ભાવથી થાય છે. પ્રતિસમયે પરિણમન થવું તે તેનો સ્વભાવ છે.
તાજું રાંધેલું ગરમાગરમ ભોજન હોય તો જીવને ગમે છે અને તે જ ભોજન પોતાના પારિણામિકભાવે ઠંડું પડી ગયું હોય, ચલિત રસવાળું થયું હોય, રોગ ઉત્પન્ન કરે તેવા ભાવે પરિણામ પામ્યું હોય તો તે જ ભોજન તે જીવને ગમતું નથી. ભોજનમાં જે ઉષ્ણતામાંથી શીતળતા થઈ કે ચલિતરસપણું થયું કે રોગજનકતા થઈ તે પોતાના પરિણામિકભાવે થઈ છે. કોઈપણ જીવ વડે કરાઈ નથી, એટલે પરિણમન થવું એ વસ્તુનો સ્વભાવ છે. કોઈ સ્ત્રીનું ભરયુવાવસ્થાવાળું દેદીપ્યમાન અને મોહક રૂપવાળું જે શરીર હોય છે તે જ સ્ત્રીનું તે જ શરીર ઘણું ઘણું સાચવવા છતાં અને તેલ, અત્તર, પાવડર આદિ અનેક પદાર્થોનો ઉપયોગ કરવા છતાં પણ કાલાન્તરે કરચલીઓવાળું ટુબું, બેસી ગયેલું, થુંક અને લીટ નીકળતું, જોવું પણ ન ગમે તેવું ઘરડી ડોશી રૂપે પરિણામ પામતું આજે પણ દેખાય છે. તે જ સ્ત્રીને પોતાનું શરીર આવું બિભત્સ થવા દેવું નથી, પણ થાય શું? પુગલદ્રવ્યનો પૂરણગલન થવા રૂપ આ પારિણામિક સ્વભાવ જ છે કે જે બદલાયા જ કરે. મોહના ઉદયને આધીન થયેલો જીવ પોતે તેમાં રાગ અને દ્વેષ કરે છે. વસ્તુ તો કોઈ સારી પણ નથી અને કોઈ નઠારી પણ નથી. જેવી છે તેવી છે, પણ જીવ તેને ઈષ્ટ-અનિષ્ટ માને છે. કોઈ એક પિતાએ પોતાની પુત્રીને સારા ઘરે પરણાવી. તે પુત્રીના શરીરની યુવાવસ્થા, રૂપવાળાપણું, કાન્તિવાળાપણું ઈત્યાદિ જે પરિસ્થિતિ છે તે તો છે જ, છતાં પિતાને તેના તરફ વાત્સલ્યનો