________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
૭૧
ભાવ, ભાઈ-બહેનોને તેના તરફ કૌટુંબિક પ્રેમ, પતિને તેના તરફ ભોગ્યપણાનો ભાવ અને સસરા આદિને તેના તરફ પુત્રવધૂ તરીકેનો કૌટુંબિક પ્રેમ જણાય છે. આમ જીવો વડે જ કરાયેલા આ અશુદ્ધ રાગ-દ્વેષના પરિણામ છે. પૌદ્ગલિક શરીર તો પોતાના પારિણામિકભાવે રૂપાળું અને કાન્તિમાન બનેલું છે અને કાલાન્તરે કરમાવાવાળું પણ છે. આમ સર્વત્ર સમજવું.
વસ્તુ પોતે પોતાના પારિણામિકભાવે શુભ-અશુભ રૂપે પરિણામ પામે છે. પરંતુ જીવ પોતે તેમાં મોહના ઉદયથી ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરીને રાગ-દ્વેષ કરે છે. આ જીવની જ વિભાવદશા-જન્ય અશુદ્ધ પરિણતિ છે. તેને રોકવી-અટકાવવી તે શમભાવ કહેવાય છે.
પ્રશ્ન :- જીવના શરીરમાં જે રૂપાળાપણું, કપાપણું, ગોરાપણું, કાળાપણું ઈત્યાદિ જે કંઈ બને છે તે પૂર્વકાલમાં જીવે બાંધેલા તેવા તેવા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ નામકર્મના ઉદયથી બને છે. માટે રૂપાળાપણું કે કપાપણું જીવ વડે કરાયેલું છે. પુદ્ગલના પારિણામિકભાવથી થયું નથી. આમ કેમ ન કહેવાય ? આવો કોઈ પ્રશ્ન કરે તો તે પ્રશ્ન અથવા શબ્દ લખીને જણાવે છે.
અથવા વર્મિવિષાાવું વા = અથવા હવે કોઈ આવો પ્રશ્ન કરે કે વર્ણાદિ નામકર્મના વિપાકોદયથી પુદ્ગલમાં સુંદરતા અને અસુંદરતા પ્રગટી છે. તેને પુદ્ગલનો પારિણામિક સ્વભાવમાત્ર કેમ કહેવાય ?
આ વિષયમાં મહાપુરુષો કહે છે કે કર્મોદય તો એક નિમિત્તમાત્ર છે. વાસ્તવિક તો પુદ્ગલનો પારિણામિકસ્વભાવ જ કારણ છે. જેમાં આવો પરિણામ પામવાનો સ્વભાવ ન હોય તેને પણ કર્યોદય પરિણમાવી શકતો હોય તો કર્મોદયથી તે પરિણામ થયો કહેવાય, જેમકે આકાશ અરૂપી છે તે રૂપાળાપણે કે કદરૂપાપણે પરિણામ પામતું નથી. જો કર્મોદય આકાશને રૂપાળાપણે કે કદરૂપાપણે પરિણામ પમાડી આપે તો કર્મોદયે કર્યું કહેવાય. પરંતુ તેમ ક્યારે ય બનતું નથી. પુદ્ગલમાં પોતાનામાં વર્ણાદિ ભાવે પરિણામ પામવાનો સ્વભાવ છે અને કર્મોદય તેમાં નિમિત્ત છે. માટે ઉપાદાનકારણપણે પુદ્ગલદ્રવ્યના પારિણામિક સ્વભાવથી જ આ પરિણમન થાય છે એમ કહેવાય. અને નિમિત્તકારણ રૂપે વર્ણાદિ નામકર્મોના ઉદયથી પરિણમન થાય છે આમ કહેવાય, પરંતુ તેમાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ શા માટે કરવી ? રાગ-દ્વેષના પરિણામ તો જીવ કરે તો જ થાય છે. એવો મહાત્મા પુરુષોનો ઉપદેશ છે.
વા = અથવા ધારો કે “કર્મોદયથી જ” આ પુદ્ગલમાં રૂપાદિ ભાવો બન્યા છે. આમ માની લઈએ તો પણ હે જીવ ! તારા પોતાના કરેલા તો તે રૂપાદિ ભાવો નથી જ. એટલે કે તારી માલિકીના તો નથી જ. કર્મોદયે કર્યા છે અને તે પુણ્ય-પાપનો ઉદય જ્યાં