________________
८४ સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર તેવી જ રીતે સ્વભાવદશાના બાધક અને વિભાવદશાના સાધક એવા બહિરાત્મામાં પણ પાપકાર્ય કરવામાં સ્થિરતા હોય છે. તથાપિ = તો પણ પરમાનંદના સમૂહનો ઉપભોગ કરવારૂપ એટલે કે ક્ષાવિકભાવના શુદ્ધ આત્મગુણોનો અનુભવ કરવારૂપ જે સર્વોત્તમ સિદ્ધત્વ દશા છે. તેના સાધનભૂત એવી જુદા જુદા નયોની અપેક્ષાએ અપુનર્બન્ધકથી પ્રારંભીને અયોગ કેવલી ગુણસ્થાનક સુધીની આત્માના શુદ્ધસ્વરૂપને સાધનારી સાચી જે સાધ્યસાધક સ્થિરતા છે તે સ્થિરતાનું જ વર્ણન કરવાનો આ અવસર છે. (બાધક એવી વિભાવદશાની સ્થિરતા તો અનાદિના મોહ અને અજ્ઞાનના સંસ્કારના જોરે સમજાવ્યા વિના પણ આવી જ જાય છે. તેથી તે સમજાવવાની હોતી નથી. તથા તે સ્થિરતાથી આત્માનું કલ્યાણ થતું નથી, પણ અકલ્યાણ જ થાય છે. તેથી તેને સમજાવવાનો આ અવસર નથી.) માટે આત્મગુણોની સાધક એવી સ્થિરતા હવેના અષ્ટકમાં સમજાવાય છે.
અનાદિકાલથી જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ઉદયજન્ય અજ્ઞાનતા, રાગ અને દ્વેષ આદિ અશુદ્ધ ભાવોમાં જ આ જીવ મગ્ન બનેલો છે. અશુદ્ધ ભાવોને કારણે જ આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી અને શુદ્ધ સ્વરૂપની અપ્રાપ્તિ હોતે છતે મોહની પરાધીનતાથી પાંચ ઈન્દ્રિયોનાં સુખોની ઈચ્છા તીવ્ર બનતી જાય છે. તે સુખોની પ્રાપ્તિ માટે આ જીવ જ્યાં ત્યાં ભટકે છે. તેથી પોતાની સહજ સ્થિરતા ગુમાવી બેસે છે અને વર્ઝનોર્થ નીવ: આ જીવ ચંચળ-અસ્થિર-જ્યાં ત્યાં સુખની ઘેલછાથી ભટકનારો બની જાય છે. સાંસારિક સુખોની તીવ્ર ઘેલછાએ જ આ જીવને ચંચળ (અસ્થિર) બનાવ્યો છે. તેવા જીવને કરૂણાભરી દૃષ્ટિથી ગુરુજી (પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી) સમજાવે છે -
वत्स ! किं चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥१॥
ગાથાર્થ - હે વત્સ ! ચંચળ હૃદયવાળો તું ભટકી ભટકીને ખેદ કેમ પામે છે ? (સ્થિર થા). સ્થિરતા જ તને તારી પોતાની પાસે જ “નિધિ” છે તે બતાવશે. ૧૫
ટીકા - “વત્યેતિ' હે વત્સ ! વં વર્ઝનસ્વાન્તઃ-પત્નીત્ત ૨: સન્ इतस्ततः१ भ्रान्त्वा, एकं त्यजन् अन्यं गृह्णन् अनादितः कथं विषीदसि-विषादवान् ૧. છાપેલી પ્રતોમાં રૂત: રૂત: પાઠ છે. પૂ. રમ્યગુણાશ્રીજી મ.શ્રીના પુસ્તકમાં રૂત: પાઠ છે. વિચાર
કરતાં ફતસ્તતઃ હોવો જોઈએ. ૨. પ્રતમાં “તિવીર:” પાઠ છે પણ તે અશુદ્ધ હોય એમ લાગે છે. પૂ. રમ્યગુણાશ્રીજીના પુસ્તકમાં
બનાવત: કર્યું છે તે ઉચિત લાગે છે.