________________
૧૭૦
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
થાય છે. તેવી જ રીતે ઔપમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે આ જીવને યથાવસ્થિત તત્ત્વનો પ્રકાશ પ્રાપ્ત થાય છે એટલે કે જે વસ્તુ જેમ છે તે વસ્તુ તેમ છે આવી પાકી ખાત્રી થાય છે. અનેકાન્તદૃષ્ટિથી વસ્તુના અનંતધર્મોની શ્રદ્ધા-રુચિ-પ્રીતિ પ્રગટે છે. તેનાથી તે જીવને મહાન પ્રમોદ (ઘણો ઘણો આનંદ) પ્રસરે છે.
“ત્રણ કરણો સમાપ્ત થયા પછી આ જીવ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે” આ પ્રમાણે ઉપર જે કહેવામાં આવ્યું છે તે બાબતમાં સિદ્ધાન્તકાર અને કર્મગ્રંથકારનો મત કંઈક ભિન્ન ભિન્ન છે તે વાત સમજાવતાં ટીકાકારશ્રી જણાવે છે કે - અનિવૃત્તિકરણ જ્યારે કરાતું હોય ત્યારે જ જો તે જીવ ત્રિપુંજીકરણ કરે તો સૌથી પ્રથમ ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, અને તે કાલે નથી કર્યા ત્રણ પુંજ જેણે એવો હોય તો એટલે કે તે જીવ ત્રણ પુંજ કર્યા વિનાનો જો હોય તો સૌથી પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે અને ઔપમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ત્યારબાદ પ્રથમસમયે ત્રિપુંજીકરણ કરે છે. આ પ્રમાણે સિદ્ધાન્તકારનો મત (આશય) છે. પરંતુ કર્મગ્રંથકારના મતે તો પ્રથમ ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતો જ નથી તથા અનિવૃત્તિકરણ કરવાના કાલે ત્રિપુંજ કરતો જ નથી. પરંતુ ત્રણે કરણો વિધિપૂર્વક સમાપ્ત કરીને અંતરકરણના પ્રથમસમયે સૌથી પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ જ તે જીવ પ્રાપ્ત કરે છે. સમ્યક્ત્વ પામેલો આ જીવ ઉપશમ સમ્યક્ત્વ આવે છતે પ્રથમ સમયે જ ત્રિપુંજીકરણ કરે છે.
આવા પ્રકારનું તત્ત્વના ઉપયોગવાળું (અર્થાત્ જે વસ્તુ જેમ છે તે વસ્તુની તેમ શ્રદ્ધા કરાવનારું) ગ્રન્થિભેદયુક્ત સમ્યજ્ઞાન જે આત્માને થયું છે તે આત્માને પરદ્રવ્યની સાધનાના નિમિત્તભૂત એવા અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો વડે શું ? અર્થાત્ જેને અલબ્ધપૂર્વ એવું આત્મહિત પ્રાપ્ત થયું છે તેને પરપદાર્થોના સાધનાના નિમિત્તભૂત મંત્ર
તંત્રોના વિકલ્પો મનમાં થતા જ નથી. અંધકારનો નાશ કરે એવી જો પોતાની જ દૃષ્ટિ પ્રાપ્ત થઈ હોય (એટલે કે કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રગટ થયાં હોય) તો દીવડાઓની શું જરૂર રહે ? તેમ અહીં સમજવું. ॥૬॥
मिथ्यात्वशैलपक्षच्छिद्-ज्ञानदम्भोलिशोभितः ।
નિર્ભય: શવવું યોની, નવત્થાનનનનને શા
મિથ્યાત્વમોહનીયકર્મ રૂપી પર્વતની બે પાંખોનો છેદ કરનારા એવા સમ્યજ્ઞાન રૂપી વજ્ર વડે શોભતા, ભય વગરના યોગી ઈન્દ્રમહારાજાની જેમ આનન્દરૂપી નંદનવનમાં મઝા કરે છે. છા