________________
૧૪૮
જ્ઞાનાષ્ટક - ૫
(८) एगदुगादिअक्खरहीणं ण भवति तं अहीणक्खरं ति । (૧૦) અધિયાર ળ મતિ તેં સાધ્વશ્ર્વમાં તિ ।
આ પાઠમાં શિક્ષિત, સ્થિત, જિત, મિત, પરિજિત, નામસમ ઘોષસમ, અહીનાક્ષર અને અનત્યક્ષર કોને કહેવાય ? તેના અર્થો સમજાવેલા છે. તથા અસ્ખલિત, અમીલિત, અવ્યત્યાક્રેડિત, પ્રતિપૂર્ણ, વાચનાગમ વગેરે શબ્દો પણ સમજાવેલા છે. તે પાઠને અનુસારે શિક્ષિતથી પ્રારંભીને યાવત્ ગુરુના ઉપદેશથી પ્રાપ્ત કરેલા વાચનાગત સુધીનું કોઈપણ શ્રુત હોય પરંતુ જો “અનુપ્રેક્ષા (એટલે ભાવના અર્થાત્ ઉપયોગ) વિનાનું હોય એટલે કે અનુપ્રેક્ષા જો ન હોય તો તે સઘળુંય પણ શ્રુત દ્રવ્યશ્રુત કહેવાય છે.
इति प्राप्तचेतनाक्षयोपशमः संज्ञाचतुष्टये इहलोकाशंसापरलोकाशंसया किं किं नास्ति, यस्तु सकलपुद्गलोद्विग्नः स्वस्वभावार्थी आत्मानं यथार्थावबोधेन जानाति તદ્ જ્ઞાનમ્, તત્રોદ્યમ: હ્રાર્ય: સ્વસાધ્યસિદ્ધયે । ઉત્તજ્જ -
आत्माज्ञानभवं दुःख-मात्मज्ञानेन हन्यते । अभ्यस्यं तत् तथा तेन येन ज्ञानमयो भवेत् ॥१॥
જ્ઞાનસાર
स्वल्पज्ञानेन नो शान्तिं याति दृप्तात्मनां मनः । स्तोकवृष्ट्या यथा तप्त - भूमिरूष्मायतेतराम् ॥२॥
अतः निरतिचारानाशंसि - यथार्थात्मबोधे रसिकतया भवनीयम्, तदर्थमेवाङ्गोपाङ्ग-योगोपधानाद्यभ्यासः मुनीनाम् । तथा चोक्तवान् महात्मा पतञ्जलिप्रमुखः यशोधनपटुश्च श्रीहरिभद्रगुरुर्योगबिन्दौ गाथा - ६७.
આ પ્રમાણે વિચારતાં જે આત્માને જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મોના ક્ષયોપશમથી ચેતનાશક્તિ અને અંતરાયકર્મના ક્ષયોપશમથી વીર્યશક્તિ પ્રાપ્ત થઈ છે. એવા ચેતના અને વીર્યશક્તિને પામેલા જે આત્માઓ છે, પરંતુ તેમાં મોહનો ઉદય ભળેલો છે. તેના કારણે પાંચ ઈન્દ્રિયોના ભોગસુખોમાં જ સુખબુદ્ધિ જેઓની છે. એવા આત્માઓ આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ આ ચારે સંજ્ઞાને આધીન થયા છતા ચારે સંજ્ઞાની પૂર્તિ માટે આ લોકના સુખોની ઈચ્છાથી અને પરલોકનાં સુખોની ઈચ્છાથી આ સંસારમાં એવું શું શું પાપ છે કે જે પાપ આ જીવોમાં ( નાસ્તિ) ન હોય ! આ લોક-પરલોકના સુખોની આશાથી મારામારી કરે છે. પંચેન્દ્રિયની હત્યા કરે છે, વ્યભિચારાદિ પાપ સેવે છે. એવું કોઈ પાપ નથી કે જે