________________
૧૩૯
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫ अत्र मिथ्यादर्शनेऽपि विपर्यासोपेतं ज्ञानं कुज्ञानम्, तन्न मोहत्यागहेतुः, अतः सम्यग्दर्शनपूर्वकस्वस्वरूपोपादेयपरभावहेयोपयोगलक्षणं सम्यग्ज्ञानं गृहीतम्, तस्यैव संसारौदासीन्यहेतुत्वात्, उक्तञ्च -
(૧) શ્રોતાને સમજાવવા માટે વક્તા વડે ઉચ્ચારણ કરાતા (બોલાતા) શબ્દો રૂપે મુકાતા શબ્દોરૂપે બનાવેલાં જે ભાષાવર્ગણાનાં પુદગલો તથા તેના બનેલા જે સ્કંધો તેને નગમનયથી જ્ઞાન કહેવાય છે. નૈગમનય ઉપચારગ્રાહી નય છે તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને ભાષાના સ્કંધોને જ જ્ઞાન માને છે. વક્તાની ભાષા શ્રોતાના જ્ઞાનનું કારણ બને છે. તેથી જ્ઞાનની ભાષાના પુદ્ગલ સ્કંધોમાં ઉપચાર કરાયો છે. તથા વક્તાની ભાષા વક્તાના જ્ઞાનનું કાર્ય પણ છે. ત્યાં કાર્યમાં કારણનો ઉપચાર સમજવો.
(૨) સંગ્રહનયની અપેક્ષાએ સર્વે પણ જીવોમાં રહેલું મિથ્યાત્વાદિ દોષોથી યુક્ત, અજ્ઞાનાત્મક (વિપરીત જ્ઞાનાત્મક) જે જ્ઞાન તે જ્ઞાન કહેવાય છે. કારણ કે મિથ્યાત્વાદિ દૂષિત ભાવોવાળું હોવાથી ભલે “અજ્ઞાન” કહો, પરંતુ તે છે જ્ઞાનાત્મક - ચેતનાત્મક, અર્થાત્ વિપરીત હોય કે અવિપરીત હોય પણ તેમાં જ્ઞાનાંશ છે માટે જ્ઞાન કહેવાય છે. મોહના ઉદયથી ભલે અજ્ઞાન કહેવાય પરંતુ તે અજ્ઞાન પણ ચૈતન્યાત્મક જ્ઞાન છે.
(૩) પુસ્તકાદિમાં (પુસ્તકમાં-પ્રતમાં-તાડપત્રીમાં કે પટાદિ ઉપર) લખેલું જે જ્ઞાન તે વ્યવહારનયથી જ્ઞાન કહેવાય છે. કારણ કે જીવોને જ્ઞાનપ્રાપ્તિનું નિકટ અને અસાધારણ કારણ છે માટે વ્યવહારનય, દૂર-દૂરના કારણમાં કાર્યનો ઉપચાર કરે તે મૈગમનય અને નિકટના કારણમાં કાર્યનો ઉપચાર કરે તે વ્યવહારનય જાણવો.
(૪) જે વિષય જાણવામાં આવ્યો તે વિષયના જાણવાપણાના પરિણામાત્મક જે વિચારધારા છે તેને ઋજુસૂત્રનયથી જ્ઞાન કહેવાય છે. કારણ કે વસ્તુતત્ત્વને જાણવાના પરિણામ સ્વરૂપ જ્ઞાન છે. અહીં ઉપચાર નથી, કારણ નથી, પણ કાર્ય છે. માટે ઋજુસૂત્રનય.
અથવા
(૧) જ્ઞાનની પ્રાપ્તિ માટે તેના કારણ રૂપે મન-વચન-કાયાના આલંબને વપરાતું જે કરણવીર્ય તે નૈગમનયથી જ્ઞાન કહેવાય. વિર્યશક્તિમાં જ્ઞાનનો ઉપચાર-આરોપ છે માટે.
(૨) “આત્મા” એ જ જ્ઞાન છે આ સંગ્રહનયથી જાણવું. કારણ કે “જ્ઞાન-જ્ઞાની”ની એકતા હોવાથી અભેદની પ્રધાનતા તે સંગ્રહનય.