________________
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર इह शिष्टाचारपरिपालनाय मङ्गलादि वाच्यम्, तच्च शुद्धात्मस्वरूपनिरूपणपटिष्ठत्वात् सर्व एव ग्रन्थो मङ्गलम्, तथापि ग्रन्थाव्युच्छित्तिसुखावबोधाय शिष्यमतिविकाशार्थञ्च पञ्चमङ्लबीजभतं श्रीमन्मनिराजादिपञ्चपदस्मरणरूपं मङ्गलमाविष्कृतम् ॥ गुणिस्तवन-ध्वनि-अञ्जलीकरणयोगाह्लादादिकारणोत्पन्नात्मीयगुणे अर्हदादिबहुमानैकत्वरूपभावमङ्गलात्मकं कर्तुर्विद्यासिद्धिबीजं "एँ" इतिस्मरणरूपमङ्गलात्मकं चाद्यं पदं वक्ति ग्रन्थकारः -
અહીં શિષ્ટ પુરુષોના આચારોનું પાલન કરવા માટે મંગલાચરણ આદિ (મંગલવિષય-સંબંધ-પ્રયોજનાદિ) કહેવાં જોઈએ અને આ સઘળોય ગ્રન્થ શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપનું જ નિરૂપણ કરવાની પ્રધાનતાવાળો હોવાથી જો કે સંપૂર્ણ એવો તે ગ્રન્થ જ મંગલ સ્વરૂપ છે. તો પણ શિષ્ય-પ્રશિષ્યાદિ વર્ગમાં પાંચમા આરાના અંત સુધી આ ગ્રન્થનો વ્યવચ્છેદ થયા વિના સતત ભણાતો જ રહે તથા સુખે સુખે સર્વેને બોધ થાય તેટલા માટે અને શિષ્યોની બુદ્ધિના વિકાસ માટે પંચમંગલના બીજભૂત એવું અને શ્રી મુનિરાજાદિ પાંચ પરમેષ્ઠિનાં પાંચ પદોના સ્મરણાત્મક એવું નવકારમંત્રના જાપ રૂપ મંગલ ગ્રંથકારશ્રી વડે કરાયેલું છે.
તથા ગુણવાન મહાત્મા પુરુષોના ગુણોની સ્તુતિ કરવા રૂપે ધ્વન્યાત્મક (ઉચ્ચારણ સ્વરૂ૫) વચનયોગ, બે હાથ જોડી મસ્તક નમાવવા રૂપ અંજલીકરણાત્મક કાયિયોગ અને આલ્હાદાદિ રૂપ મનયોગ એમ ત્રણ પ્રકારના શુભ યોગાત્મક કારણોના નિમિત્તથી ઉત્પન્ન થયેલા પોતાના ગુણોમાં અરિહંત પરમાત્મા આદિ પંચપરમેષ્ઠિના ગુણો પ્રત્યેનું બહુમાન કરવા દ્વારા “એકતા” (તન્મયતા) સ્વરૂપ જે ભાવમંગલાત્મક “ઉ” પદ છે. તથા ગ્રંથકર્તા એવા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીને વિશિષ્ટ વિદ્યાઓની સિદ્ધિના બીજભૂત એવું જે “ઉ” આવા પ્રકારનું પદ છે. તે પદનું સ્મરણ કરવા સ્વરૂપ ભાવમંગલાત્મક “” ઈત્યાદિ આદ્યપદપૂર્વક બનાવાયેલ (પ્રથમ શ્લોક) ગ્રંથકારશ્રી જણાવે છે -