________________
જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪
૧૧૯ જે ક્ષયોપશમ છે (મિથ્યાત્વમોહ અને ચારિત્રમોહના ઉદયથી યુક્ત એવો જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીય કર્મનો જે ક્ષયોપશમ છે) તે મોહના ઉદયયુક્ત એવો જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમભાવ હોતે છતે અશુદ્ધ બનેલા એવા આત્માનો જે પરિણામિકભાવ છે તેનું પણ ગ્રહણ કરવું. અર્થાત્ પુણ્યોદયમાં, પાપોદયમાં અને આદિ શબ્દથી મોહોદયજન્ય આત્માના અશુદ્ધ પારિણામિક ભાવોમાં જે આત્મા મોહ પામતો નથી, રતિ-અરતિ કરતો નથી, એટલે કે સુખકારી ભાવો, દુઃખકારી ભાવો અને અશુદ્ધ પરિણામો, જે આત્માને લાગેલા હોય, પ્રાપ્ત થયેલા હોય, આત્માના પોતાના અસંખ્યાતપ્રદેશો રૂપ સ્વક્ષેત્રમાં વ્યાપ્ત બન્યા હોય, છતાં તે ભાવોમાં જે આત્મા મોહ કરતો નથી. એટલે કે પુણ્યોદયજન્ય સુખકારી ભાવોમાં પ્રીતિ, પાપોદયજન્ય દુઃખકારી ભાવોમાં અપ્રીતિ અને મોહોદયજન્ય અશુદ્ધ પારિણામિક ભાવોમાં રાગ-દ્વેષ જે આત્મા કરતો નથી. મોહની સાથે તન્મયતાને ભજતો નથી, ભેદજ્ઞાન દ્વારા વિવેકબુદ્ધિપૂર્વક પરના સંયોગોને પર જાણીને જેણે તે ભાવોનો ત્યાગ કર્યો છે. તથા પોતાનાં બાંધેલા કર્મો પોતપોતાનું અવશ્ય ફળ આપવાનાં જ છે એમ સમજીને તે કર્મફળોમાં જે આત્મા લીન બનતો નથી, તે આત્મા પાપકર્મોથી લપાતો નથી.
સુખના સંજોગો, દુઃખના સંજોગો અને આત્માના અશુદ્ધ પારિણામિક ભાવોથી જે આત્મા ભિન્ન રહે છે, તેમાં મારાપણાની બુદ્ધિ કરતો નથી તે આત્મા કર્મોથી લપાતો નથી. અહીં કોની જેમ લપાતો નથી? એવું ઉદાહરણ જાણવાની શંકા થાય તે માટે એક ઉદાહરણ જણાવે છે કે કાદવ વડે જેમ આકાશ લેવાતું નથી તેમ આ આત્મા કર્મોથી લપાતો નથી, ગમે તેટલો કાદવ આકાશમાં ઉછાળો તો પણ આકાશમાં રહેલો તે કાદવ આકાશને મલીન કરનારો બનતો નથી. કારણ કે આકાશ તે ભાવે પરિણામ પામે તેવું દ્રવ્ય નથી, અપરિણામી દ્રવ્ય છે. એ જ પ્રમાણે શમભાવ, સંવેગભાવ અને નિર્વેદભાવોના બળે સર્વથા કંટ્રોલ કર્યો છે પરભાવદશાનો જેણે એવા મહાત્માપુરુષને પોતાનાં નિકાચિત, ચીકણાં અને અવશ્ય ઉદયમાં આવે જ એવાં કર્મો ઉદયમાં આવ્યાં હોય અને તેના ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલાં સુખ-દુઃખ તે મહાત્મા પુરુષો ભોગવતા હોય, તો પણ તેમાં પ્રીતિ-અપ્રીતિ પામવા સ્વરૂપે વ્યાપકતા (લયલીનતા) ન પામતા હોવાથી તે મહાત્માપુરુષને કર્મનો લેપ લાગતો નથી.
આ મહાત્મા પુરુષ ઉદિતકર્મોના ફળમાં ન લેપાતા હોવાથી નવાં કર્મો બાંધતા નથી પણ તે મહાપુરુષ પૂર્વકાલમાં બાંધેલા કર્મોને ખપાવવા સ્વરૂપ નિર્જરા કરવાનું જ એક કાર્ય કરે છે. એટલે કે નવાં કર્મો બાંધતા નથી અને જુનાં કર્મો ખપાવે છે. અહીં પુણ્યકર્મના ઉદયમાં ન લેવાનારા તીર્થંકરભગવન્તો, પૃથ્વીચંદ્રરાજા અને ગુણસેનનાં ચરિત્રો જાણવાં. તીર્થંકરભગવન્તો સંસારી અવસ્થામાં ભોગસુખ ભોગવવા છતાં અને કેવલી અવસ્થામાં ૩૪