________________
૧૭૮
શમાષ્ટક - ૬
જ્ઞાનસાર
ભાવો કે જે કાલાન્તરે ભાવશમ લાવે જ તેવા પ્રકારના સાધનભૂત જે ભાવો છે તે પ્રથમના ચાર નયની અપેક્ષાએ ભાવશમ કહેવાય છે. આ ચાર નવો પાછલા ત્રણ નયોની અપેક્ષાએ સ્થૂલદૃષ્ટિવાળા છે. માટે સાધનરૂપે શમભાવને માન્ય કરે છે અને પાછલા ત્રણ નયો સૂમદષ્ટિવાળા છે. માટે સાધ્યરૂપે શમભાવને માન્ય કરે છે. સાધનગ્રાહી પ્રથમના ચાર નય અને સાધ્વગ્રાહી પાછલા ત્રણ નય જાણવા.
(૧) નિગમનયની દૃષ્ટિએ મનોવાયદો = ભવિષ્યમાં ભાવશમની પ્રાપ્તિ કરવા તેવા પ્રકારની મન-વચન અને કાયાની પ્રવૃત્તિને બાહ્યભાવથી સંકોચવી, મૌનવ્રત, કાયોત્સર્ગમુદ્રા, સ્વાધ્યાય, સત્સંગ ઈત્યાદિ રૂપે યોગ પ્રવૃત્તિનો જે સંકોચ કરવો તે ભાવશમ જાણવો.
(૨) સંગ્રહનયની દૃષ્ટિએ વિપવિવિન્ત = જો ક્રોધાદિ કરીશું તો તેનાં ઘણાં માઠાં ફળ આવે છે. જેમકે ચંડકૌશિક-મમ્મણશેઠ ઈત્યાદિ. આત્મતત્ત્વની સાધના કરવામાં આ ક્રોધાદિ ભાવો બાધક છે. ક્રોધાદિના વિપાકો ભયંકર છે. તેમ જાણીને-વિચારીને સમભાવ રાખવો તે સંગ્રહાયથી ભાવશમ છે.
(૩) વ્યવહારનયથી “તત્ત્વજ્ઞાન” શાસ્ત્રોને અનુસાર સૂક્ષ્મ-સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્ત કરીને તત્ત્વજ્ઞાનના આધારે ક્રોધાદિને શમાવવા-સમતાભાવ રાખવો તે વ્યવહારનયથી ભાવશમ જાણવો.
(૪) ઋજુસૂત્રનય-માવનાદિ = જૈનશાસ્ત્રોનો અત્યંત સૂક્ષ્મ અભ્યાસ કરીને સંવેગનિર્વેદ ભાવપૂર્વક વૈરાગ્યવાસિત બનીને ભાવનાજ્ઞાનપૂર્વક શમભાવ રાખવો તે ઋજુસૂત્રનયથી ભાવશમ જાણવો. ચારે નયોથી ઉત્તરોત્તર ચઢીયાતો અને સાધ્યભૂત એવા ભાવશમનું વધારે વધારે નિકટતમ કારણ બને એવો આ ભાવશમ જાણવો.
પાછલા ત્રણે નયો સૂક્ષ્મ-સૂક્ષ્મ હોવાથી વિશિષ્ટ ક્ષાયોપથમિક ભાવ અને આદિ શબ્દથી ક્ષાયિક ભાવવાળા શમભાવની જે પ્રાપ્તિ થાય તે જ ભાવશમ કહેવાય છે. કારણ કે અત્તે તો તે જ મેળવવાનું છે. માટે તે વિશિષ્ટ ક્ષાયોપથમિક ભાવ તથા ક્ષાયિકભાવવાળો શમભાવ એ સૌથી ચઢીયાતો સમભાવ છે. તેથી તે પાછલા ત્રણ નયની અપેક્ષાએ શમભાવ જાણવો. તેમાં પણ -
(૫) ક્ષયોપશમવઃ શબ્દનન = વિશિષ્ટ એવો ચારિત્ર મોહનીયકર્મનો ક્ષયોપશમ થવાથી સાતમાં ગુણસ્થાનકમાં કે આઠમા આદિ ઉપશમશ્રેણીના ગુણસ્થાનકોમાં આવતો ક્ષાયોપથમિક ભાવનો તથા પશમિક ભાવનો જે સમભાવ તે શબ્દનયથી શમભાવ જાણવો. કારણ કે તે હવે બહુ જ નિકટના કાલમાં ક્ષાયિકશમનું અવલ્થકારણ થશે.