________________
૧પ૦ જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર પ્રતિવાદ (ઉત્તરરૂપ)ને કરતા આત્માઓ ગમનક્રિયામાં તલ પીલનારા ઘાંચીના બળદની જેમ તત્ત્વના સારને પામતા નથી. જો
ટીકા :- “તારાંતિ–વીવાનું પૂર્વપક્ષપાનું પ્રતિવાડાન્ ૩ત્તરપક્ષપાન, परपराजयस्वजयेच्छया वदन्तः-विवादशुष्कवादादि कुर्वन्तः, तत्त्वान्तं-तत्त्वस्य वस्तुधर्मरूपस्य अन्तं-पारम्, नैव गच्छन्ति, नैव लभन्ते । कथम्भूतान् वादान् ? अनिश्चितान् अनिर्धारितपदार्थस्वरूपान् वदन्तः तत्त्वप्रान्तं-स्वीयात्यन्तिकाकृत्रिमात्मज्ञानानुभवरूपं नैव लभन्ते । किंवत् ? गतौ-गमने तिलपीलकवत्, तिलपीलकवृषभवत् भ्रमन् किञ्चित् स्थानान्तरं न लभते । एवं तत्त्वज्ञानानभिलाषी अनेकशास्त्रश्रमं कुर्वन् न तत्त्वानुभवं स्पृशति, अतः यथार्थतत्त्वज्ञानरुचिमत्तया भवनीयम् ॥४॥
વિવેચન :- આત્મગુણોની પ્રાપ્તિ કરાવે એવું જ્ઞાન જ વાસ્તવિક રીતે જ્ઞાન કહેવાય છે. શેષ બધું જ્ઞાન વાણીનો વિલાસમાત્ર છે. કંઠશોષ કરાવનારું જ છે આ વિષય ઉપર સમજાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે પ્રશ્ન પૂછવા રૂપે જે બોલવું તે વાદ અને ઉત્તર આપવા રૂપે જે બોલવું તે પ્રતિવાદ. પ્રથમ વાત રજુ કરે તેને વાદી કહેવાય છે અને વાદીએ રજુ કરેલી વાતનો ઉત્તર આપે અથવા પોતાની વાતનો બચાવ કરે તે પ્રતિવાદી કહેવાય છે. એમ વાદી અને પ્રતિવાદી રૂપે જે વાદ અને પ્રતિવાદ થાય છે તે બીજાનો પરાભવ કરવાની અને પોતાનો વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કરાય છે. સાચી વસ્તુ શું છે ? તે જાણવાની જિજ્ઞાસાથી આ વાદ-વિવાદ કરાતો નથી. તે માટે આવા પ્રકારના પરસ્પર વિરુદ્ધ વાદ
સ્વરૂપ શુષ્કવાદાદિ કરતા આત્માઓ તત્ત્વાન્તને પામતા નથી. તત્ત્વને એટલે કે વસ્તુના સાચા સ્વરૂપાત્મક ધર્મના અંતને (પારને) પામતા નથી.
આ વાદ અને વિવાદો કેવા હોય છે? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - નિશિતાન = નથી નિશ્ચિત પદાર્થનું સ્વરૂપ જેમાં એવા, પરના પરાજયની અને પોતાના વિજયની દૃષ્ટિ હોવાથી પદાર્થનું વાસ્તવિક જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ જણાવવાનો આશય તો છે જ નહીં, માત્ર તર્ક-પ્રતિતર્ક કરીને પોતાના વિજય માટે અને પરના પરાભવ માટે જ પ્રયત્ન કરાય છે. તેથી પદાર્થનું સ્વરૂપ જેમાં નિશ્ચિત નથી એવા અનિશ્ચિત પદાર્થના સ્વરૂપવાળા વાદવિવાદને કરતા એવા આત્માઓ તત્ત્વના સારને પામતા નથી. પોતાના આત્માને આત્મત્તિક અને અકૃત્રિમ (વાસ્તવિક) આત્મજ્ઞાનનો અનુભવ પ્રાપ્ત થાય અને આનંદ આનંદ થાય તેવો લાભ આ આત્માઓને મળતો નથી.