________________
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર
ભાવાર્થ આ પ્રમાણે છે - આત્માને પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવ થવાથી તેના અનુભવ દ્વારા ઉત્પન્ન થયેલો જે પરમ આનંદ છે તે આનંદ આ સંસારમાં અનાદિકાળથી મોહાત્મક પ્રવૃત્તિમાં પ્રવર્તેલા અને પુદ્ગલસુખમાં જ આનંદને ભોગવનારા એવા સંસારી જીવમાં આશ્ચર્ય કરનારો છે. કારણ કે આવા પ્રકારના સંસારી જીવે મોહાત્મક પુદ્ગલસુખને જ સુખ માન્યું છે. આત્માના ગુણોની રમણતાનું સુખ જોયું નથી, માણ્યું નથી. તેથી તે જીવને આ વાત સાંભળીને આશ્ચર્ય થાય છે. પરંતુ શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપથી પૂર્ણ બનેલા મહાત્માઓને તો આ જ વાસ્તવિક પોતાનું સ્વરૂપ હોવાથી અલ્પ પણ આશ્ચર્ય થતું નથી. ઉલટું આત્મામાં પોતાના અનંત ગુણોને અનુભવવા સ્વરૂપ સ્વાધીન અને નિરુપાધિક સુખ હોવા છતાં સંસારી જીવો પરાધીન, દુઃખદાયી, સોપાધિક અને અનંત જન્મ-મરણની પરંપરા વધારનારા એવા પૌદ્ગલિક સુખમાં જે મગ્ન છે તે જોઈને તેઓને આશ્ચર્ય થાય છે. અને ભૂલા પડેલા સંસારી જીવો ઉપર ભાવકરુણા ઉપજે છે.
૨૦
આ કારણથી જ આત્માના ગુણોના આવિર્ભાવરૂપ પૂર્ણાનંદનું મુક્ત અવસ્થામાં જે છે તેના સાધનભૂત એવા નિર્મળ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપ અનંત સુખદાયી એવી રત્નત્રયીની સાધનામાં જ સાધક જીવે પ્રયત્ન કરવો ઉચિત છે. આ સાધનામાં જ માનવજીવનની સાચી સાર્થકતા છે. ॥૬॥
સુખ
परस्वत्वकृतोन्माथा, भूनाथा न्यूनतेक्षिणः । स्वस्वत्वसुखपूर्णस्य, न्यूनता न हरेरपि ॥७॥
ગાથાર્થ :- પરદ્રવ્યમાં પોતાનાપણું માનવાથી ઉન્માદવાળા બનેલા રાજાઓ પણ સદા પોતાનામાં ન્યૂનતા જ જોનારા હોય છે અને પોતાના આત્મગુણોમાં જ પોતાનાપણું માનવાથી અનંત સુખથી પૂર્ણ ભરેલા એવા મુનિને પોતાનામાં ઈન્દ્રથી પણ ન્યૂનતા જણાતી નથી. (અર્થાત્ ઈન્દ્ર કરતાં પણ અધિક સુખ દેખાય છે.) IIઙા
ટીકા :- પરત્વેતિ-પરે-પરવસ્તુનિ સાşિમાવનવિમાવળિતો સ્વસ્ય ભાવ: स्वत्वम्, परस्मिन् स्वत्वं परस्वत्वम्, तेन कृत उन्माथ उन्मादः - व्याकुलत्वं येषां ते परस्वत्वकृतोन्माथाः, एवम्भूता भूनाथाः - पृथ्वीशा अपि न्यूनतेक्षिण:-न्यूनतादर्शनशीलाः, यतः परसम्पद्रक्तानां चिन्तामण्यनन्तकोटिप्राप्तावपि न तृप्तिः, तृष्णाया अनन्तगुणत्वात् सदैवापूर्णत्वात् न्यूनतामेव पश्यन्ति, तृष्णाया विभावत्वात् परित्यागे (વ) મુમ્ ।