________________
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫
॥ અથ પશ્ચમ જ્ઞાનાષ્ટમ્ ॥
૧૩૭
मोहत्यागश्च ज्ञानाद् भवति, अतः ज्ञानाष्टकं लिख्यते । तत्र ज्ञानलक्षणं व्यवहाराव्यभिचाररूपं सर्वपदार्थावबोधरूपं सामान्यविशेषात्मनि पदार्थजाते विशेषावबोधलक्षणं ज्ञानम्, ज्ञायतेऽनेनेति ज्ञानम् । उक्तञ्चोत्तराध्ययने
एयं पंचविहं नाणं, दव्वाण य गुणाण य । पज्जवाणं च सव्वेसिं, नाणं नाणीहिं देसियं ॥ २८/५ ॥
( ઉત્તરાધ્યયન અધ્યયન ૨૮, ગાથા-વ્ )
इति आत्मनः विशेषलक्षणम् ।
ઉપરના અષ્ટકમાં સમજાવેલા મોહનો (ઈષ્ટાનિષ્ટ બુદ્ધિનો) ત્યાગ સમ્યજ્ઞાનથી થાય છે. સમ્યજ્ઞાન હોય તો જ મોહને જીતી શકાય છે. આ કારણથી હવે જ્ઞાનાષ્ટક લખાય છે. ત્યાં જ્ઞાનનું લક્ષણ આ પ્રમાણે સમજવું - (૧) વ્યવહારની સાથે અવ્યભિચાર રૂપ જે હોય, (૨) સર્વે પણ પદાર્થોની જાણકારી સ્વરૂપ હોય અને (૩) સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મોથી યુક્ત એવા પદાર્થોના સમૂહની અંદર વિશેષ ધર્મોનો બોધ કરવા સ્વરૂપ જે જાણકારી હોય તેને જ જ્ઞાન કહેવાય છે. જે પદાર્થ જેવો હોય, જેવું તેનું નામ તથા સ્વરૂપ વ્યવહારાતું હોય તેવો જ તેમાં બોધ કરવો તેને વ્યવહારાવ્યભિચારી કહેવાય છે. આવા પ્રકારના યથાર્થ બોધને જ્ઞાન કહેવાય છે. વસ્તુ જણાય જેના વડે તેને જ્ઞાન કહેવાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૮ ગાથા પાંચમીમાં કહ્યું છે કે
-
“આ પ્રમાણે સર્વે દ્રવ્યોનું, ગુણોનું અને પર્યાયોનું જે જ્ઞાન છે તે જ્ઞાન પાંચ પ્રકારનું છે એમ જ્ઞાનીપુરુષો વડે કહેવાયેલું છે.” ૨૮-૫। વસ્તુમાં રહેલા સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારના ધર્મોમાંથી વિશેષ ધર્મોનો જે બોધ, તેને જ્ઞાન કહેવાય છે અને તે જ્ઞાન જ આત્માનું વિશેષ લક્ષણ છે. હવે આ જ્ઞાન ઉપર ચાર નિક્ષેપા અને સાત નયો સમજાવાય છે.
नामज्ञानं शब्दालापरूपम् । स्थापनाज्ञानं सिद्धचक्रादौ स्थापितम् । द्रव्यज्ञानमागमतो ज्ञानपदावबोधी अनुपयुक्तः । नोआगमतो द्रव्यज्ञानमनुपयुक्तावस्था કૃતિ તત્ત્વાર્થે (અધ્યાય-૧/૫) । તથા દ્રવ્યજ્ઞાન પુસ્તયસ્તમ્, ગથવા વાધનાप्रच्छना-परिवर्तना-धर्मकथानुप्रेक्षादीनां द्रव्यज्ञानम् । भावज्ञानमुपयोगपरिणतिः । मत्यादिप्रकारं स्वपरविवेचकं परिच्छेदावलोकना - भासनादिपर्यायम् ।