________________
૧૩૬
મોહત્યાગાષ્ટક- ૪
જ્ઞાનસાર
બનવું જોઈએ. એ જ આ તત્ત્વનો સાર છે. પરપદાર્થોને પરદ્રવ્ય જાણીને તેની પ્રીતિ ત્યજીને આત્મગુણોના સુખના આનંદમાં લયલીન થવું એ જ આ તત્ત્વ જાણવાનો સાર છે.
નિરંતર ગુરુગમ દ્વારા શાસ્ત્રોનું શ્રવણ, તત્ત્વોનું ચિંતન-મનન, કુસંગનો ત્યાગ, સત્સંગનું સતત સેવન ઈત્યાદિ ઉપાયો દ્વારા યથાર્થ તત્ત્વની રુચિ અને યથાર્થ તત્ત્વનું સમ્યજ્ઞાન મેળવવા વડે આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરીને (કર્મોના ઉદયજન્ય) પરદ્રવ્યોના સંયોગથી પ્રાપ્ત થયેલી સર્વે પણ દુઃખસામગ્રી અને સુખસામગ્રી અનિત્ય છે (નાશવંત છે, અવશ્ય વિયોગ પામનારી છે), અશરણ છે (દુઃખાદિ કાલે રક્ષણ આપનારી નથી) તથા રાગ અને દ્વેષ કરાવવા દ્વારા સંસારવર્ધનનો (જન્મમરણની પરંપરા વધારવાનો) હેતુ છે. આવા પ્રકારની સર્બુદ્ધિ કરવી. આપણો આત્મા જ એક પોતાનો છે અને તે અન્ય પદાર્થોથી પદાર્થાન્તર છે. એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. પોતાનો આત્મા એ જ એક પોતાનો પદાર્થ છે. તેથી આત્માને છોડીને અન્ય કોઈપણ પર પદાર્થનો સ્પર્શમાત્ર કરવો તે પણ અપવિત્રતા જ છે. (કર્મબંધનો હેતુ છે). તેથી પરદ્રવ્ય પ્રત્યે ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરવા દ્વારા તેને અનુસરવાપણું એ જ કર્મબંધના આશ્રવો છે અને આત્માના નિર્મળ સ્વરૂપને અનુસરવાપણું જ એક સંવરમાર્ગ છે. માટે ઉદયમાં આવેલા પુણ્યકર્મ અને પાપકર્મમાં (પુણ્યોદયજન્ય સુખમાં અને પાપોદયજન્ય દુઃખમાં) અમગ્નતા રાખવી-ઉદાસીનપણું રાખવું. રિત-અરિત ન કરવી. કારણ કે કર્મોદયથી આવેલું આ સુખ-દુઃખનું સ્વરૂપ આત્માનું નથી, પરાયું છે, નાશવંત છે ઈત્યાદિ. અલિપ્ત ભાવનાવાળી આત્મપરિણતિ દ્વારા આ જીવે મોહનો ત્યાગ જ કરવો જોઈએ. આવા પ્રકારનો ઉપદેશ ગ્રંથકારશ્રી આપણને આ અષ્ટકમાં સમજાવે 9.11211
ચતુર્થ મોહત્યાગાષ્ટક સમાપ્ત