________________
જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧
૧૫ અવસ્થા શું પામશે? તેવો ઘટ શું કોઈ માંગલિક તરીકે ઘર વગેરેના વાસ્તામાં મુકશે? તેની સામે મંત્રોચ્ચારાદિ કરીને કોઈ કુંભસ્થાપના કરશે ? ન જ કરે. એટલે કે ઘટમાં જલથી પૂર્ણતા એ જ સાચી પૂર્ણતા છે. મલથી પૂર્ણતા એ સાચી પૂર્ણતા નથી.
એ જ પ્રમાણે આત્માના અનંત જ્ઞાનાદિ ગુણોના આનંદ આદિ આત્મસ્વરૂપથી જે જીવ અપૂર્ણ છે ખાલી છે. એવા જીવને પુણ્યકર્મના ઉદયરૂપ ઉપાધિજન્ય સાંસારિક ભોગોથી જે પૂર્ણતા છે. તે પૂર્ણતા બહારનો મેલ માત્ર હોવાથી, નાશવંત હોવાથી, પરદ્રવ્ય હોવાથી, આત્મસ્વરૂપને ભ્રષ્ટ કરનાર હોવાથી, મોહદશા વધારનાર હોવાથી, રાગાદિ કરાવવા દ્વારા સંસારની વૃદ્ધિનો હેતુ હોવાથી તત્ત્વજ્ઞાનની રસિકતાથી પૂર્ણ સ્વરૂપવાળા મહાત્મા પુરુષો વડે “પૂર્ણતા” તરીકે શું સ્વીકારાય? અર્થાત્ ન જ સ્વીકારાય. મહાત્મા પુરુષો ચક્રવર્તીની ઋદ્ધિ જેવી ઋદ્ધિને પણ લાત મારીને સન્યાસ સ્વીકારે છે બાહ્ય પૂર્ણતાને પૂર્ણતા કહેતા નથી.
જેમ કાદવ-કીચડાદિ મેલથી ભરેલો ઘટ “પૂર્ણઘટ”ની શોભાને પામતો નથી. માંગલિકાવસરે તેનાથી વ્યવહાર થતો નથી. તેવી જ રીતે પુણ્યકર્મના ઉદય રૂપ ઉપાધિભૂત પદ્ગલિક વિભૂતિ વડે પૂર્ણ એવો આ આત્મા પૂર્ણતાની શોભાને પામતો નથી. પદ્ગલિક આ વિભૂતિ તો મેલ છે મેલ, કાદવ-કીચડ જ છે. તેથી આવું સમજીને તેની ઉપેક્ષા કરવી એ જ યોગ્ય છે. તેમાં આનંદ માનવો એ ઘોર અજ્ઞાન છે. તેનાથી દૂર રહેવું તેમાં જ આત્માની શોભા છે. દૂર રહેવામાં જ આત્માનું કલ્યાણ છે.
अत एव अनादिस्वरूपभ्रष्टानां परोपाधिजा पूर्णता तन्मयत्वेनाभेदपरिणत्या प्रवर्तमानत्वात्, निर्विकल्पानां तु सम्यग्दर्शनज्ञानचारित्रभेदरत्नत्रयीरूपा पूर्णता स्वाभाविकी अपि अभिनवाभ्यासतः सविकल्पा क्षीयमाणत्वात्, अभेदरत्नत्रयीपरिणतानां स्वाभाविकी पूर्णता निर्विकल्पा भवति, तत्साध्यत्वेन तत्त्वसाधनरसिकतया भवितव्यमित्युपदेशः ।
આ કારણથી જ એટલે કે મિથ્યાત્વમોહના ઉદયજન્ય ઘોર અજ્ઞાનદશા હોવાથી અનાદિકાલથી આત્મ-સ્વરૂપથી ભ્રષ્ટ થયેલા જીવો પરદ્રવ્યસંબંધી વિભૂતિને જ સુખનું સાધન માનીને તેની જ સાથે તન્મય થઈને અભેદ બુદ્ધિપણે પરિણામ પામીને પ્રવર્તતા હોવાથી “આ જ મારું સુખ છે, આ વિભૂતિ જ મને સુખ આપનાર છે” આવી તેની સાથે તન્મયબુદ્ધિ રાખીને પ્રવર્તે છે. તેની જ વૃદ્ધિને ઈચ્છે છે. તેથી તેવા પ્રકારના આત્મસ્વરૂપભ્રષ્ટ જીવોને જ “પરોપાધનજી પૂઈતા” એ પૂર્ણતા લાગે છે. તેવા પ્રકારના સાંસારિક સુખો મળવાથી જ પોતાની જાતને હું પૂર્ણ છું, હું સુખી છું, મારે જે પ્રાપ્ત કરવાનું હતું તે મેં પ્રાપ્ત કર્યું,