________________
જ્ઞાનમંજરી
સ્થિરતાષ્ટક - ૩
प्रच्युतिपरिणतिरूपा समभिरूढनयस्थिरता, या तु क्षायिकदर्शनज्ञानचारित्रवीर्यसुखादिभ्योऽप्रच्युतिरूपा सा एवम्भूतस्थिरता, विभावेऽपि सर्वनयरूपा स्थिरता तत्त्वविकलानामिष्यते । तथापि अत्र परमानन्दसन्दोहभोगरूपसिद्धत्वसाधनरूपा स्वभावस्थिरता, तस्या एव अवसरः, ततः सा व्याख्यायते । अनाद्यशुद्धतामग्नः स्वरूपसुखाप्राप्तौ इन्द्रियसुखेच्छया चञ्चलोऽयं जीवः, तस्य करुणया गुरुर्वक्ति
૮૧
આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા રૂપ જે શુદ્ધ સાધ્ય છે. તેના વિના મન-વચન અને કાયાના યોગોની જે સ્થિરતા તે દુર્દયની અપેક્ષાએ સ્થિરતા કહેવાય છે. જેમકે અગ્નિશર્મા, કમઠ વગેરે તાપસ જેવા જૈનેતર ઋષિઓ વગેરેની સ્થિરતા. કારણ કે જાપ જપે, ધ્યાન કરે ત્યારે સ્થિરતા અવશ્ય આવે છે. પણ આત્મતત્ત્વ જ ઓળખ્યું નથી, જાણ્યું નથી, તેથી આ સ્થિરતા આત્મકલ્યાણ કરનારી બનતી નથી, બુદ્ધિ ખોટી છે. (એટલે કે માનાદિ પ્રાપ્ત કરવાની બુદ્ધિ છે) અહીં “ખોટી બુદ્ધિ એટલે ખોટો નય અર્થાત્ દુર્રય” કહેવાય છે.
આત્માના શુદ્ધસ્વરૂપાત્મક સાધ્યની વાર્તા કરે, તેનું સ્વરૂપ સમજે અને સમજાવે પણ પોતે જ્યારે જાપ કરે. ધ્યાન કરે, પ્રાણાયામ આદિ કરે અથવા કાયોત્સર્ગાદિ કરે ત્યારે સાધ્ય પ્રાપ્ત કરવાની પરિણતિ વિના ઓઘે ઓથે અથવા માન-લોભાદિના કારણે મન-વચન-કાયાના યોગાદિની સ્થિરતા કરે તે નયાભાસની દૃષ્ટિએ સ્થિરતા જાણવી. જેમકે અંગારમર્દક આચાર્ય આદિ પ્રવ્રુજિત થયેલા અભવ્ય જીવોની જે સ્થિરતા તે બહારથી દેખાય ઉત્તમ, પણ સાધ્યશૂન્ય હોવાથી નયાભાસથી આ સ્થિરતા કહેવાય, તાપસાદિ જૈનેતરની સ્થિરતા સાધ્યશૂન્ય છે તેનો ખ્યાલ આવી જાય છે માટે દુર્નયથી સ્થિરતા કહી છે અને અંગારમર્દક આચાર્યાદિની સ્થિરતા સાધ્યશૂન્ય છે તેનો ખ્યાલ આવતો નથી. ફક્ત આગમવચનથી જણાય છે. માટે દુર્નય ન કહેતાં નયાભાસ (જાણે નય જ હોય શું ? સાચી બુદ્ધિ જ હોય શું ? એવી અપેક્ષા લગાડીને નયાભાસ) કહ્યો છે.
-
તથા જે સ્થિરતામાં સાધ્ય સાધવાની અભિલાષા હોય તથા સાધ્ય સાધવા માટેનો ઉદ્યમ પણ હોય - એમ અભિલાષા અને ઉદ્યમવાળી પરિણતિપૂર્વક સાધ્યની સિદ્ધિનું કાલાન્તરે પણ કારણ બને એવી દ્રવ્યથી આશ્રવોનો ત્યાગ કરવા રૂપ જે મન-વચન-કાયાના યોગોની સ્થિરતા તે પ્રથમના ચાર નયની અપેક્ષાએ સ્થિરતા કહેવાય છે. કારણ કે આ સ્થિરતામાં બુદ્ધિ સાધ્ય સાધવાની છે એટલે શુદ્ધ છે. માટે નય કહેલ છે દુર્નય કે નયાભાસ કહેવાતો નથી. જેમકે - અપુનર્બન્ધક, સમ્યગ્દષ્ટિ-દેશવિરતિધર અને સર્વવિરતિધર પ્રમત્ત મુનિની કાયોત્સર્ગાદિકાલે યોગોની સ્થિરતા. આ જીવોમાં યત્કિંચિત્ સાધ્યની અપેક્ષા રહેલી છે. સાધ્ય સાધવાનો ઉદ્યમ પણ ગુણસ્થાનક પ્રમાણે યથાયોગ્ય પ્રવર્તે છે. પરંતુ મોહનીયકર્મના