________________
૧૮૨ શમાષ્ટક - ૬
જ્ઞાનસાર (૧) અધ્યાત્મ યોગ :
ત્યાં અનાદિ કાલથી લાગેલા પરભાવને એટલે કે મોહના ઔદયિકભાવની રમણીયતાને જ આ જીવ ધર્મ છે આમ માને છે અને તેમ સમજીને તેની જ પુષ્ટિ માટે પુષ્ટિના હેતુભૂત ક્રિયાને કરતો અધર્મને જ ધર્મ છે આમ ઈચ્છતો સદા પાપકાર્યોમાં જ પ્રવર્તેલો છે તે જ
જીવ જ્યારે નિરામય થાય છે, અર્થાત્ તીવ્ર મહોદય રૂ૫ રોગ વિનાનો થાય છે ત્યારે નિઃસંગતાની ભાવનાથી અને શુદ્ધ આત્મતત્ત્વની ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા તે જીવને જ્યારે આમ સાચું તત્ત્વ સમજાય છે કે “સ્વભાવદશા એ જ સાચો ધર્મ છે” ત્યારે તે જીવની મન-વચન-કાયાની જે યોગ પ્રવૃત્તિ થાય છે તેને અધ્યાત્મયોગ કહેવાય છે. યોગબિંદુ ગાથા ૩૫૮ માં આ પ્રમાણે કહ્યું છે. તે સાક્ષીગાથા આ પ્રમાણે છે –
औचित्याद् वृत्तयुक्तस्य, वचनात्तत्त्वचिन्तनम् । मैत्र्यादिसारमत्यन्तमध्यात्मं तद्विदो विदुः ॥३५८॥
ઉચિત આચરણપૂર્વકનાં અણુવ્રત અથવા મહાવ્રતોથી યુક્ત એવા જીવનું શાસ્ત્રવચનોને અનુસારે મૈત્રી પ્રમોદ આદિ ભાવનાઓના અત્યન્ત સારવાળું જે તત્ત્વચિંતન, તેને યોગીપુરુષો અધ્યાત્મયોગ કહે છે. યોગવિંશિકાની ત્રીજી ગાથાની ટીકામાં પણ કહ્યું છે કે “તત્રાધ્યાત્મ उचितप्रवृत्तेतभृतो मैत्र्यादिभावनागर्भ शास्त्राज्जीवादितत्त्वचिन्तनम्" (૨) ભાવનાયોગ :
અનિત્યાદિ બાર ભાવનાઓ વડે સર્વપ્રકારના પરભાવોને ક્ષણભંગુર-અસાર છે આમ સમજીને આત્મગુણોનો અનુભવ કરવા રૂપ ભાવના દ્વારા શુદ્ધઆત્મસ્વરૂપને અભિમુખ એવી યોગ પ્રવૃત્તિપૂર્વક મધ્યસ્થવૃત્તિવાળો બનીને પોતાના આત્માને મોક્ષના ઉપાયોમાં જોડતો જે આત્મપરિણામ તે ભાવનાયોગ કહેવાય છે. યોગબિંદુ શ્લોક ૩૬૦ આ પ્રમાણે કહે છે તે ગાથા આ પ્રમાણે છે -
अभ्यासोऽस्यैव विज्ञेयः, प्रत्यहं वृद्धिसङ्गतः । મન:સમાધિસંયુવત:, પન:પુજેન માવના રદ્દ.
પ્રતિદિન વૃદ્ધિથી યુક્ત એવો આ અધ્યાત્મયોગનો જ મનની પ્રસન્નતા પૂર્વકનો જે વારંવાર અભ્યાસ, તેને જ ભાવનાયોગ કહેવાય છે. યોગવિંશિકામાં પણ આવો પાઠ છે કે - अध्यात्मस्यैव प्रतिदिनं प्रवर्धमानश्चित्तवृत्तिनिरोधयुक्तोऽभ्यासः भावना ।