________________
જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩
૧૦૧ વિવેચન :- પોતાના અનંત લબ્ધિવીર્યને પોતાના સ્વરૂપમાં જ પ્રવર્તાવવું, સ્વસ્વભાવમાં જ સ્થિર થઈ જવું, જામી જવું, લયલીન બની જવું. આવા પ્રકારનું “સ્થિરતા” રૂપી ચારિત્ર સર્વ કર્મમલથી મુક્ત બનેલા એવા સિદ્ધપરમાત્માઓમાં પણ હોય છે. આમ જૈન આગમશાસ્ત્રોમાં કહેલું જોવાય છે. ભગવતીજી નામના પાંચમા અંગમાં જો કે સિદ્ધપરમાત્માઓને ચારિત્રનો અભાવ કહેલો છે. પરંતુ તે ચારિત્રપાલનની ક્રિયા કરવાના વ્યાપારાત્મક ચારિત્રને આશ્રયી ચારિત્રનો અભાવ કહેલો છે. સાધુજીવનમાં વિહાર કરવો. લોચાદિ કરવા, બેતાલીશ દોષ રહિત શુદ્ધ ગોચરીચર્યા કરવી, વસ્ત્રાદિનું પડિલેહણ કરવું ઈત્યાદિ આચરણા આચરવા રૂપ ક્રિયાત્મક ચારિત્ર સિદ્ધ-ભગવંતોને સંભવતું નથી. કારણ કે ભગવંતો મન-વચન અને કાયાના યોગરહિત છે.
પરંતુ બહિર્ભાવનો સર્વથા ત્યાગ કરીને અંતરાત્મભાવમાં અતિશય સ્થિર થઈ જવું તથા આત્મપ્રદેશોની પણ અત્યન્ત સ્થિરતા (અયોગીપણું) તે સ્થિરતાસ્વરૂપ જે ચારિત્ર છે તે ચારિત્ર તો આત્મા નામની વસ્તુનો ધર્મ (સ્વભાવ) હોવાથી સિદ્ધપરમાત્માને પણ અવશ્ય હોય જ છે. પ્રજ્ઞાપના સૂત્ર-તત્ત્વાર્થસૂત્ર અને વિશેષાવશ્યકભાષ્ય વગેરે દર્શનપ્રભાવક મહાગ્રન્થોમાં સ્પષ્ટ સમજાવેલું છે. ચારિત્ર ગુણનું આવરણ કરનારું જે ચારિત્રમોહનીય કર્મ છે તે આવરણનો સિદ્ધપરમાત્માઓને અભાવ થયેલો છે તેથી આવાર્ય (ચારિત્ર) ગુણનો અવશ્ય પ્રાદુર્ભાવ થાય જ છે. તેથી દૂર થઈ ગયું છે ચારિત્રમોહનીયકર્મ જેનું એવા સિદ્ધપરમાત્માના આત્માઓને પોતાના આત્મસ્વભાવમાંથી ચલિત ન થવું. પણ અતિશય સ્થિર જ રહેવું. આવા પ્રકારનું સ્થિરતા સ્વરૂપ ચારિત્ર અવશ્ય પ્રગટ થયેલું જ છે. તેથી સિદ્ધભગવંતોને પણ “સ્થિરતા” રૂપ ચારિત્ર હોય છે. માટે મુમુક્ષુ આત્માઓએ સ્વસ્વભાવમાં વર્તવા રૂપ ચારિત્ર અવશ્ય સાધવું જોઈએ. અથવા તે સાધવા પ્રયત્ન કરવો જોઈએ.
प्रथमं सम्यग्दर्शनेन श्रद्धास्थिरतां कृत्वा सद्भासनस्वरूपविश्रान्तिस्वरूपैकाग्रतारूपां स्थिरतां कृत्वा समस्तगुणपर्यायाणां स्वकार्यप्रवृत्तिरूपां स्थिरतां निष्पाद्य, समस्तात्मपरिणतिनिःसङ्गरूपां परमां स्थिरतां निष्पादयति । अतः समस्तचापल्यरोधेन योगस्थिरतां कृत्वा उपयोगस्थिरत्वेन स्वरूपकर्तृत्व-स्वरूपरमण-स्वरूपभोक्तृत्वरूपं स्थिरत्वं साध्यम्, तस्मात् स्थिरत्वसाधने यत्नः करणीय इत्युपदेशः ॥८॥
- સૌથી પ્રથમ મિથ્યાત્વમોહનીયાદિ ત્રણ દર્શનમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાય આ સાત દર્શનસપ્તકની પ્રકૃતિઓનો ક્ષય કરવા દ્વારા નિર્મળ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને તેના વડે શ્રદ્ધાની સ્થિરતા કરવી જોઈએ. તે કરીને = (દઢ સ્થિરતાવાળા બનીને) સમ્યજ્ઞાનાત્મક