________________
૧૧૬
મોહત્યાગાષ્ટક - ૪
૪. વળી હું શાનનું જ પાત્ર છું - જ્ઞાનને જ યોગ્ય છું.
સંપ્રદાન
૫. હું જ્ઞાન દ્વારા જ જાણનારો-જોનારો છું.
અપાદાન
૬. તથા હું જ્ઞાનગુણનો આધાર છું. જ્ઞાન મારામાં વર્તે છે. અધિકરણ
જ્ઞાનસાર
આ પ્રમાણે છએ કારકથી જ્ઞાન એ જ મારું સ્વરૂપ છે. જ્ઞાનાત્મક ગુણ વિના બીજું કંઈ પણ મારું નથી, આવું જાણતો આ મારો આત્મા અન્ય દ્રવ્યોથી સર્વથા ભિન્ન છે. મારાથી અન્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એમ જે દ્રવ્યો છે. તે ચારેથી સર્વથા ભિન્ન એવો મારો જીવપદાર્થ છે. ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યો તો ભિન્ન છે પરંતુ જીવ અને કર્માદિ પુદ્ગલદ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થયેલા નરક-દેવાદિના ભવસ્વરૂપ જે પર્યાયો છે. તે સર્વે પર્યાયો પણ કર્મોદયકૃત હોવાથી એટલે કે ઔયિકભાવના હોવાથી મારા પોતાના નથી, તે સર્વે પર્યાયરૂપ હું નથી, કારણ કે કર્મોદય દૂર થતાં જ તે પર્યાયો ચાલ્યા જવાવાળા છે. માટે પૂર્વે કહેલા સુખી-દુઃખી, રાજા-રંક, રોગી-નિરોગી, દેવનારકી આદિ સર્વે પણ જે ભાવો છે તે મારાથી ભિન્ન છે. દ્રવ્યાદિ (દ્રવ્ય-ક્ષેત્ર કાલ અને ભાવ એ) ચારની અપેક્ષાએ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો તથા જીવ-પુદ્ગલના સંયોગજન્ય પર્યાયો મારાથી અત્યન્ત ભિન્ન છે માટે તે ભાવો મારા નથી. જેમ કાદવમાં પડેલો સ્ફટિક ભલે ચારે તરફ કાદવથી અવશ્ય લપેટાય છે. પણ વચ્ચે જે સ્ફટિક છે તેનો એક કણ પણ કાદવ બનતો નથી, તે જેવો છે તેવો નિર્મળ અને શુદ્ધ જ રહે છે. માટે જ પાણી નાખતાં કાદવ દૂર થતાં અસલી રૂપમાં તે સ્ફટિક ચમકે છે તેમ જીવ પણ શુદ્ધ અને નિર્મળ છે. સ્ફટિકનો ગુણ જેમ ચમક છે તેમ જીવનો ગુણ જ્ઞાન છે બાકી બધું જ પર છે. માટે મારે કોઈના ય ઉપર મોહ કરવાનો રહેતો નથી.
यो हि व्याप्यव्यापकभावाद् भिन्नः, मम स न यः असङ्ख्यप्रदेशे स्वक्षेत्रे अभेदतया स्वपर्यायपरिणामः, स मम इति, स्वस्वरूपे स्वत्वम्, परे परत्वपरिणामः, मोहास्त्रं-मोहच्छेदकं अस्त्रम्, ईदृग्भेदज्ञानविभक्तत्वेन मोहक्षयः, अतः सर्वपरभावभिन्नत्वं विधेयम् । अत एव निर्ग्रन्थाः त्यजन्ति आश्रवान् श्रयन्ति गुरुचरणान्, वसन्ति वनेषु, उदासीभवन्ति विपाकेषु, अभ्यसन्ति' आगमव्यूहम्, अनादिपरभावच्छेदाय प्रयत्नः उत्तमानाम् ॥२॥
જે બે ભાવો વ્યાપ્ય-વ્યાપક ભાવથી સાથે જ હોય તે બન્ને ભાવો અભિન્ન કહેવાય છે. જેમકે “અગ્નિ અને દાહકતા' જ્યાં જ્યાં અગ્નિ રહેતો હોય છે ત્યાં ત્યાં દાહકતા તેની ૧. કરી રહ્યાાનયોક્ત્ર (ધાતુપાઠ ૧૩૨) અહીં અસ્ ધાતુ સ્વાદિવાળો પ્રથમ ગણનો લેવો. કોઈ પ્રતોમાં કમ્યન્તિ પાઠ છે. તે અભ્ ધાતુ દિવાદિ ચોથા ગણનો સમજવો.