________________
૯૦ સ્થિરતાષ્ટક - ૩
વિજ્ઞાનસાર અભિલાષાવાળી હોય, પરંતુ વિધિ બરાબર આવડતી ન હોય, જીવ બરાબર વિધિ કરતો ન હોય માટે દ્રવ્યક્રિયા કહેવાય, અથવા ઉપયોગની (એકાગ્રતાની) શૂન્યતા હોય તેને પણ દ્રવ્યક્રિયા કહેવાય છે. જેને ત્રીજા નંબરનું અનનુષ્ઠાન કહેવાય છે.
આ બન્ને પ્રકારની દ્રવ્યક્રિયામાંથી પાછળ કહેલી (અનુષ્ઠાનવાળી) જે દ્રવ્યક્રિયા છે. તે ભાવધર્મથી યુક્ત ભાવધર્મની અભિલાષાવાળી પરંતુ અવિધિવાળી અથવા ઉપયોગશૂન્ય જે દ્રક્રિયા છે તે જ ક્રિયા દ્રવ્યક્રિયાની અંદર પ્રશંસનીય છે. કારણ કે ત્યાં સાધ્યની શુદ્ધતા છે, માત્ર સાધનની જ અશુદ્ધતા છે જે કાલાન્તરે દૂર થઈ શકે છે, સમજાવનારા ગુરુ આદિના યોગે બાહ્ય અશુદ્ધિ દૂર થઈ શકે છે. પરંતુ જ્યાં હૃદય પદ્ગલિક સુખનું જ અભિલાષી છે
ત્યાં સાધ્ય શુદ્ધિ ન હોવાથી તામલી તાપસ આદિની જેમ તે દ્રવ્યક્રિયા કલ્યાણકારી કહેલી નથી. જેમ તામલી તાપસની તપક્રિયા ઘણી જ ઉંચી હતી પરંતુ મનમાં ભોગ-સુખ પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા હતી. તેથી જ દેવલોકનાં સુખ પામ્યો પણ આત્મકલ્યાણ પ્રાપ્ત ન કર્યું. અથવા અગ્નિશર્માની તપક્રિયા અથવા વિનયરત્નની સંયમક્રિયા વગેરે ઉદાહરણો અહીં સમજવાં. સાધ્યશુદ્ધિ ન હોય તે વ્યક્રિયા કલ્યાણકારી નથી. પરંતુ જ્યાં સાધ્યશુદ્ધિ હોય ફક્ત સાધનશુદ્ધિ ન હોય તે દ્રવ્યક્રિયા કાલાન્તરે કલ્યાણકારી બનવાનો સંભવ છે.
ટીકાકારશ્રી “માર્નારસંમિતુલ્ય” કહીને બીલાડીના સંયમની ઉપમા આપે છે. જેમ બીલાડી ઉંદરને પકડવા શરીરમાં વધારે વેગથી કુદકો મારવાની શક્તિ પ્રગટ કરવા શરીરને સંકોચીને સ્થિર રહે છે પણ તે કેવલ શિકાર મેળવવા પરતું જ છે. તેમ ઈહલોક-પરલોકના સુખની ઈચ્છાથી જો ધર્મક્રિયા કરાય તો તે ધર્મક્રિયા આ લોક-પરલોકનાં સુખ માટે જ કરાય છે. આમાં સાધ્ય શુદ્ધ નથી. તેથી ધારો કે તે ક્રિયા આ લોક-પરલોકનાં સુખો આપે છે તો પણ તે આપીને ત્યાં જ વિરામ પામી જાય છે, કલ્યાણ કરનારી બનતી નથી.
તત્ત્વાર્થે-તત્ત્વાર્થસૂત્રમાં (ટકામાં) કોઈ કોઈ જીવોને દ્રવ્યક્રિયા પરંપરાએ ધર્મનો હેતુ થાય એમ કહેલું છે. પરંતુ તે દેવલોકનાં સુખો અને આ લોકનાં સુખો યશ, માન, સ્વાર્થ ઈત્યાદિની અભિલાષા રહિત જીવોને જ સમજવું. અર્થાત્ ઉપયોગની (એકાગ્રતાની) શૂન્યતા હોય અથવા વિધિની શૂન્યતા હોય પણ સાધ્યશુદ્ધિની શૂન્યતા ન હોય તેવા જ જીવોને આશ્રયી જાણવું. પરંતુ આ લોક કે પરલોકનાં સુખોને જ પ્રાપ્ત કરવાની લાલસાવાળા અને લોકસંજ્ઞામાં તણાયેલા જીવોની દ્રવ્યક્રિયાને આશ્રયી તે વિધાન નથી આમ સમજવું.
આ કારણથી તાત્ત્વિક સ્વરૂપની સન્મુખ થઈને મનને આત્માના ધર્મની સાથે લયલીન કરીને ચિત્તની સ્થિરતાપૂર્વક સ્થિરતા ગુણ અવશ્ય કેળવવો જોઈએ. હે વત્સ ! જો તું આવી સ્થિરતા કેળવીશ તો તે સ્થિરતા તને સુખનો ભંડાર તારી પાસે જ છે એમ દેખાડશે. llll.