________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
વિભાગ કરવાપૂર્વક માત્ર સ્વ-સ્વરૂપમાં જ એકતાનો અનુભવ થવો તે અહીં આત્મકલ્યાણ સાધનારું જ્ઞાન કહેવાય છે. આવા પ્રકારના જ્ઞાનમાં જે તન્મયતા-એકાગ્રતા-સ્થિરતા તેને ધ્યાન કહેવાય છે.
૭૫
આવા પ્રકારના શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ધ્યાનમાં મગ્ન, મન-વચન અને કાયાનો (અશુભ યોગોનો) નિરોધ કરનારા તથા જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપી રત્નત્રયીના અભ્યાસાત્મક શુદ્ધ સાધ્યને સાધનારા તે યોગીપુરુષને અમારા નમસ્કાર હોજો. વળી આ યોગીપુરુષ કેવા છે ? મૈ નમઃ ? = કેવા યોગીપુરુષને આપણે નમસ્કાર કરવા ઈચ્છીએ છીએ ? તો જવાબમાં કહે છે કે -
જે યોગી પુરુષની દૃષ્ટિ કૃપાને વરસાવનારી છે અર્થાત્ પરમ કરૂણાથી જેની દૃષ્ટિ ભરેલી છે. વળી જે યોગી પુરુષની વાણી (વાક્સમૂહ) સમતારૂપી અમૃતને વરસાવનાર છે. ક્રોધ-માન-માયા-લોભ-રાગ અને દ્વેષાદિ વિકારોનો ત્યાગ તે “સમતાભાવ’” તે સમતાભાવ એટલો બધો ઉચ્ચ કોટિનો છે કે જાણે અમૃત જ હોય એવો અતિશય મીઠો લાગે છે. માટે સમતાભાવ રૂપી જે સુધા (અમૃત) તેને વરસાવનારી વાણી છે. સારાંશ કે જેમની વાણી સમતાભાવ રૂપી અમૃતનું નિરન્તર પાન કરાવનારું ઝરણું જ હોય શું ? તેવી છે તેવા યોગી પુરુષને મારા નમસ્કાર હોજો.
જે યોગી પુરુષની આપણા ઉપર નજર માત્ર પડે અને આપણાં દ્રવ્ય-ભાવ દારિત્ર્ય દૂર થઈ જાય એવી સ્વાભાવિક કરૂણામયી જેની દૃષ્ટિ છે તથા જે મહાત્માઓ મુખમાંથી અલ્પમાત્રાએ પણ જે ઉપદેશ આપે તે વાણી આપણા ક્રોધાદિ કષાયોની આગને ઠારી નાખે એવા અમૃતથી ભરેલી છે. આવા ઉત્તમોત્તમ શ્રેષ્ઠ-જ્ઞાનસાધનામાં મગ્ન યોગીને મારા નમસ્કાર હોજો.
अत्र भावना - अनादिमिथ्यात्वासंयमकषाययोगचापल्यविध्वस्तात्मस्वभावानां इष्टानिष्टपरभावग्रहणाग्रहणरसिकत्वेन तत्प्राप्त्यप्राप्तौ रत्यरत्यशुद्धाध्यवसायमग्नानां जीवानां कुतः स्वरूपमग्नता ? ततः शङ्काद्यतिचारवियुक्तावाप्तदर्शनो हि जीव: शुद्धाशयः त्रिभुवनमप्युपहतमोहमहेन्धनज्वलितकर्मदहनक्कथ्यमानमशरणमवलोक्य गुणावरणाद् दुःखोद्विग्नः निर्धारिततत्त्वश्रद्धानः, आश्रवनिवृत्तिसंवरैकत्वप्रतिज्ञामारूढः दृढीकरणार्थम् पञ्चविंशतिभावनाभावितान्तरात्मा द्वादशानुप्रेक्षास्थिरीकृताध्यवसायः,