________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫
૧પ૭ ચિત્તસત્તતિમાં વર્તતો, અર્થાત્ તેના કરતાં અનંતગુણ વિશુદ્ધિવાળો આ જીવ, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એમ ત્રણમાંના કોઈ પણ એક સાકારોપયોગમાં વર્તતો, વિશુદ્ધ એવી ત્રણ શુભ લેશ્યામાંથી કોઈપણ એક લેગ્યામાં વર્તતો એટલે કે જઘન્યપરિણામી હોય તો તેજોલેશ્યામાં વર્તતો, મધ્યમપરિણામી હોય તો પદ્મલેશ્યામાં વર્તતો અને ઉત્કૃષ્ટ પરિણામી હોય તો શુક્લલેશ્યામાં વર્તતો આ જીવ આયુષ્યકર્મ વિનાના શેષ સાત કર્મોની પૂર્વકાલમાં બાંધેલી ૭૦-૪૦-૩૦-૨૦ કોડાકોડી સાગરોપમની જે સ્થિતિ છે તે સ્થિતિને અપવર્તના કરણ દ્વારા અપવર્તાવવા વડે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ કરીને, તથા અશુભ પ્રકૃતિઓનો અનુભાગ (રસબંધ) જે ચાર ઠાણીઓ છે. તેને બે ઠાણીયો કરીને અને શુભ કર્મોનો અનુભાગબંધ (રસબંધ) જે બે ઠાણીઓ છે તેને ઉદ્વર્તનાકરણ દ્વારા ઉદ્વર્તન કરવા વડે ચાર ઠાણીઓ કરે છે.
તથા ધ્રુવબંધી પ્રકૃતિઓ કે જેની સંખ્યા સુડતાલીસની છે. તેને બાંધતો બાંધતો આ જીવ અધુવબંધી જે તોંતેર પ્રકૃતિઓ છે. તેમાંની જે જે પરાવર્તમાન પ્રકૃતિઓ છે. તેમાંથી પોતપોતાના ભવને યોગ્ય શુભપ્રકૃતિઓ જ બાંધે છે. તે પણ આયુષ્યકર્મને વર્જીને બાકીની શુભ પ્રકૃતિઓ બાંધે છે. કારણ કે ઘોલમાનપરિણામે આયુષ્ય બંધાતું હોવાથી અતિશય વિશુદ્ધ પરિણામવાળો જીવ આયુષ્યનો બંધ કરતો નથી અને સમ્યકત્વ પામતો આ જીવ અતીવ વિશુદ્ધિવાળો છે. માટે આયુષ્યકર્મનો બંધ કરતો નથી. પ્રથમ સમ્યકત્વને ઉત્પન્ન કરતો આ જીવ જો તિર્યચપંચેન્દ્રિય કે મનુષ્ય હોય તો દેવગતિ પ્રાયોગ્ય શુભ પ્રકૃતિઓ જ બાંધે છે અને પ્રથમ સમ્યકત્વને ઉત્પન્ન કરતો આ જીવ જો દેવ અથવા (છ નારકીમાંનો) નરક જીવ હોય તો મનુષ્યગતિ પ્રાયોગ્ય જ શુભપ્રકૃતિ બાંધે છે. જો સમ્યકત્વને પામતો આ જીવ સાતમી નારકીનો જીવ હોય તો તિર્યંચગતિ પ્રાયોગ્ય તિર્યંચદ્રિક અને નીચગોત્ર બાંધે છે. કારણ કે સાતમી નારકીના જીવો મનુષ્યભવમાં જન્મ પામવાના ન હોવાથી મિથ્યાત્વાવસ્થામાં મનુષ્યપ્રાયોગ્ય બંધ કરતા નથી.
અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્તે બંધાતી (સાત કર્મોની) સ્થિતિ નિયમ અંતઃકોડાકોડી સાગરોપમ જ બાંધે છે. પણ અધિક સ્થિતિ આ જીવ બાંધતો નથી. મન-વચન અને કાયાના યોગને અનુસાર ઉત્કૃષ્ટ-જઘન્ય અને મધ્યમ પ્રદેશાગ્રનો બંધ કરે છે. એટલે કે ઉત્કૃષ્ટયોગમાં વર્તતો હોય તો ઉત્કૃષ્ટપ્રદેશબંધ, મધ્યમયોગે વર્તતો હોય તો મધ્યમપ્રદેશબંધ અને જઘન્યયોગે વર્તતો હોય તો જઘન્યપ્રદેશબંધ કરે છે. એક સ્થિતિબંધ સમાપ્ત થયે છતે અન્ય-અન્ય સ્થિતિબંધ પૂર્વ પૂર્વ સ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન-ન્યૂન જ સ્થિતિ બાંધે છે.