________________
૧૫૮
જ્ઞાનાષ્ટક-૫
જ્ઞાનસાર
તથા તે કાલે અશુભપ્રકૃતિઓનો અનુભાગ નિયમા દ્વિસ્થાનક જ બાંધે છે અને તે પણ પ્રતિસમયે અનંતગુણહીન અનંતગુણહીન કરતો જ બાંધે છે. તથા તે કાલે બંધાતી શુભપ્રકૃતિઓનો અનુભાગ નિયમા ચતુઃસ્થાનક જ બાંધે છે અને તે પણ પ્રતિસમયે અનંતગુણવૃદ્ધ અનંતગુણવૃદ્ધ જ બાંધે છે. આ પ્રમાણે આવા પ્રકારની વિશુદ્ધિમાં વર્તતો આ જીવ આત્મપરિણામની વિશુદ્ધિના કારણે પ્રથમ યથાપ્રવૃત્તકરણ કરે છે. ત્યારબાદ અપૂર્વકરણ કરે છે. ત્યારબાદ ત્રીજું અનિવૃત્તિકરણ કરે છે. અહીં “કરણ” શબ્દનો અર્થ આત્માનો પરિણામ (અધ્યવસાય) એવો અર્થ જાણવો. આ ત્રણે પણ કરણોનો દરેકનો કાલ અન્તર્મુહૂર્તઅન્તર્મુહૂર્ત જાણવો. ત્રણ અન્તર્મુહૂર્ત સાથે કરો તો પણ અંતર્મુહૂર્ત જ કાલ જાણવો. ત્યારબાદ ઉપશાન્ત અવસ્થા આ જીવ પ્રાપ્ત કરે છે. તે અવસ્થા પણ અન્તર્મુહૂર્તકાલવાળી જાણવી. અનેક જીવોને આશ્રયી યથાપ્રવૃત્તકરણમાં અને અપૂર્વકરણમાં કેવા કેવા આત્મપરિણામો (અધ્યવસાયસ્થાનો) હોય છે ? તે વિષય હવે પછીના પાઠમાં સમજાવે છે.
अणुसमयं वÍतो, अज्झवसाणाणणंतगुणणाए । परिणामद्वाणाणं, दोसु वि लोगा असंखिज्जा ॥
(કર્મપ્રકૃતિ-ઉપશમનાકરણ ગાથા-૯)
इति कर्मप्रकृतौ, प्रतिसमयमध्यवसानानामनन्तगुणतया विशुद्धया वर्धमानानां करणसमाप्तिं यावद् वर्धते तानि कियन्ति अध्यवसानानि भवन्ति ? द्वयोरपि यथाप्रवृत्तापूर्वकरणयोः परिणामाः स्थानानामनुसमयं लोकासङ्ख्येया भवन्ति, यथाप्रवृत्तकरणे अपूर्वकरणे च प्रतिसमयेऽसङ्ख्येयलोकाकाशप्रदेशराशिप्रमाणानि अध्यवसायस्थानानि भवन्ति, तथाहि - यथाप्रवृत्तकरणे प्रथमसमये विशोधिस्थानानि नानाजीवापेक्षया असङ्ख्येय-लोकाकाशप्रदेशप्रमाणानि, द्वितीयसमये विशेषाधिकानि, ततोऽपि तृतीयसमये विशेषाधिकानि एवं यावच्चरमसमये, एवमपूर्वकरणेऽपि द्रष्टव्यम् । अमूनि चाध्यवसायस्थानानि यथाप्रवृत्ता पूर्वकरणयोः सम्बन्धीनि स्थाप्यमानानि विषमचतुरस्त्रक्षेत्रमावृण्वन्ति, तयोरुपरि चानिवृत्तिकरणाध्यवसानानि मुक्तावलीसंस्थानि उपर्युपर्यमूनि अनुचिन्त्यमानानि प्रतिसमयमनन्तगुणवृद्ध्या प्रवर्तमानान्यवगन्तव्यानि तिर्यक्षट्स्थानपतितानि ।
યથાપ્રવૃત્તકરણમાં અને અપૂર્વકરણમાં પ્રતિસમયે અનંતગુણવિશુદ્ધિ વડે જીવો આગળ વધે છે. બન્ને કરણોમાં ત્રિકાલવર્તી સર્વ જીવોને આશ્રયી અધ્યવસાયનાં સ્થાનો અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ થાય છે. “આ પ્રમાણે કર્મપ્રકૃતિના ઉપશમનાધિકાર ગાથા ૯માં કહ્યું