________________
૧૧૨ મોહત્યાગાષ્ટક-૪
જ્ઞાનસાર આવા પ્રકારની મોહના ઉદયથી થયેલી મિથ્યા બુદ્ધિ દ્વારા “હું અને મારું” એવા પ્રકારની ખોટી પરિણતિ વડે સર્વે પણ પરપદાર્થોમાં પરત્વ (પરપણું = ભિન્નપણું) હોવા છતાં પણ તે પરત્વને સ્વત્વરૂપે આ જીવે કર્યું છે. પર-પદાર્થોને પોતાના છે એમ માનીને આ જીવ તેમાં મોહબ્ધ બનેલો છે. આત્માનો આ જ અશુદ્ધ પરિણામ છે. વળી આ અશુદ્ધ પરિણામ પૂર્વે બાંધેલા મોહનીયકર્મના ઉદયથી થયેલો છે અને નવા મોહનીયકર્મનો ઉદ્યોતક (બંધાવનાર) છે. નિર્મળ સમ્યજ્ઞાન રૂપી અંજનથી રહિત એવા જીવોને “હું અને મારું” આવા પ્રકારનો આ અશુદ્ધપરિણામ અંધ કરનારો છે. આત્માનું સિદ્ધપરમાત્માની સમાન નિર્મળ શુદ્ધ જે સ્વરૂપ છે તે સ્વરૂપનું અવલોકન કરવાની આત્મામાં જે શક્તિ છે તેનો નાશ કરનારો આ અશુદ્ધપરિણામ છે. આવા મહાન્ય જીવો આત્માના નિર્મળ સ્વરૂપને જોઈ શકતા નથી. મૂલ શ્લોકમાં લખેલો દિ શબ્દ નિશ્ચિત અર્થમાં છે. મોહાલ્વ જીવો આત્માના શુદ્ધ સ્વરૂપને જોઈ શકતા જ નથી.
જગતને ભ્રાન્ત કરનાર, સત્યસ્વરૂપનું અવલોકન કરવામાં વિદન કરનાર એવો “હું અને મમ” નામનો જે મંત્ર છે તે જ મંત્રને જો નગ્ન પૂર્વક કરવામાં આવે એટલે કે નિષેધવાચક નજર આગળ લગાડવામાં આવે તો આ જ મંત્ર મોહરાજાને જિતનારો પ્રતિમંત્ર થાય છે. વિરોધીમંત્ર બને છે. વિપરીતમંત્ર બને છે. “મર્દ ને બદલે નાદું અને મ ને બદલે ન મમ” આ સંસારમાં હું કોઈ પરભાવનો કર્તા નથી અને આ સંસારમાં મારું કોઈ નથી.” હું પરભવથી એકલો આવ્યો છું અને એકલો જ જવાનો છું. હું કોઈનો નથી અને મારું કોઈ નથી આવો જે વિપરીત મંત્ર છે તે મોહરાજાને જિતનાર મંત્ર છે. મોહનો વિજય કરાવનાર મંત્ર છે અર્થાત્ પ્રતિમંત્ર છે.
નાદ” પરદ્રવ્ય એ હું નથી, પરભાવોનો હું કર્તા નથી. “તે થે રે માવી, મમાપિ તે ર” આ જે કોઈ પરભાવો-પરપદાર્થો દેખાય છે. તે સર્વે પરપદાર્થો છે, પરદ્રવ્યો છે. એમાંથી એક પણ દ્રવ્ય મારું નથી. એકપણ દ્રવ્ય મારી ઈચ્છા પ્રમાણે પ્રવર્તતું નથી, તે સર્વમાં મારો સ્વામિત્વ-સંબંધ નથી. વર્તમાનભવમાં પણ તે દ્રવ્યોનો સંબંધ સદા રહેતો નથી, હું પર-જીવદ્રવ્યોથી અને પર-પુદ્ગલદ્રવ્યોથી સર્વથા ભિન્નદ્રવ્ય છું. તેઓનો રાગ-દ્વેષ કરવો મારા માટે ઉચિત નથી. મારી આ વિભાવદશા છે, જે કર્મબંધનું કારણ છે. પરદ્રવ્યોને હું જે મારાં માનું છું તે ખરેખર મારી ભ્રાન્તિ છે. પરમાત્મા શ્રી વીતરાગદેવનાં શાસ્ત્રોથી અને સગુરુજીના યોગથી હવે મને પદાર્થોનું યથાર્થ જ્ઞાન થયું છે. તે યથાર્થ એવું ભેદજ્ઞાન થયે છતે મેં જાણ્યું છે કે હું પરનો સ્વામી પણ નથી અને પરભાવો એ મારા નથી. પરને મારું માનવું અને તેની પ્રીતિ કરવી આ સઘળો ભ્રમમાત્ર છે. અન્ય સ્થળે કહ્યું છે કે -