________________
૧૦૮ મોહત્યાગાષ્ટક-૪
જ્ઞાનસાર (૪) રત્નોવીરિતેષ ૩યપ્રાપ્તપુ = ઉદીરણાકરણ દ્વારા ઉદીરિત કરેલાં અથવા દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવાદિ સામગ્રીના યોગે ઉદયમાં આવેલ કાર્મણવર્ગણાના પુદ્ગલોમાં “મોહત્વ” માનવું તે ઋજુસૂત્રનય જાણવો. કારણ કે તે પુગલો હાલ વર્તમાનકાલે ઉદયમાં આવેલાં છે અને જીવમાં રાગાદિ ઉત્પન્ન કરે છે. એટલે અત્યન્ત નિકટતમ વર્તમાનકાલ વર્તી કારણ છે. માટે ઋજસુત્રનય જાણવો. અહીં દૂરતર કારણ તે નૈગમનય, દૂરકારણ તે સંગ્રહનય. નિકટકારણ તે વ્યવહારનય અને નિકટતમ કારણ તે ઋજુસૂત્રનય. આમ રાગાદિના કારણભૂત એવા પુદ્ગલદ્રવ્યમાં મોહત્વ માનનારા આ ચાર નયો જાણવા. હવે પછીના ત્રણે નયો કામણવર્ગણાના પુગલદ્રવ્યોમાં મોહત્વ માનવાને બદલે તેનાથી ઉત્પન્ન થયેલા (કાર્યાત્મક) એવા આત્માના શુભાશુભ અધ્યવસાયોમાં-આત્મપરિણામોમાં મોહત્વ માનનારા છે. ખરેખર તો આ આત્મામાં ઉત્પન્ન થયેલા મિથ્યાત્વ ભાવવાળા, અવિરતિ ભાવવાળા અને પ્રશસ્તઅપ્રશસ્ત કષાયાત્મક ભાવવાળા જે જે પરિણામો છે – આત્માના અધ્યવસાયો છે. મોહભાવે પરિણામ પામેલી એવી ચેતનાના વિકારો છે તેમાં જ સાચું મહત્વ છે. તેથી તે મોહમાં મોહત્વ માનનારા પર્યાયાર્થગ્રાહી પાછલા ત્રણ નયો છે. કાર્મણવર્ગણાના પુગલો તો આવા વિકારોનું કારણ માત્ર છે તેથી તેમાં પ્રથમના ચાર નયની અપેક્ષાએ મોહત્વ ઉપચારાયું છે. વસ્તુતઃ કોઈપણ જડવસ્તુ જેવી છે તેવી જ છે તે વસ્તુ મોહાત્મક નથી, તેને જોઈને જીવમાં જે રાગ-દ્વેષાદિ ભાવો જન્મે છે તે જ સાચો મોહ છે અને તે જ નવા કર્મબંધનું કારણ બને છે. માટે શબ્દાદિ પાછલા ત્રણે નયો મોહભાવે પરિણામ પામેલા એવા ચેતનાના વિકારાત્મક મિથ્યાત્વ-અવિરતિ અને પ્રશસ્ત-અપ્રશસ્ત કાષાયિક પરિણામોમાં જ મહત્વ માને છે.
(૫) મિથ્યાત્વ એ પ્રથમ ગુણસ્થાનક સુધી જ છે. માટે મિથ્યાત્વભાવવાળા અધ્યવસાયો અવિરતિભાવવાળા અધ્યવસાયો કરતાં અલ્પકાલીન હોવાથી શબ્દનયથી ત્યાં મોહત્વ જાણવું.
(૬) અવિરતિભાવ ૪/૫ ગુણસ્થાનક સુધી છે. તેથી મિથ્યાત્વભાવવાળા અધ્યવસાયો કરતાં દીર્ઘકાલીન હોવાથી સમભિરૂઢનયથી ત્યાં મોહત્વ જાણવું.
(૭) પ્રશસ્ત-અપ્રશસ્ત રૂપ કાષાયિક રાગ-દ્વેષાત્મક જે આત્મપરિણામો, તે દસમા ગુણસ્થાનક સુધી છે તેથી અતિશય દીર્ઘકાલીન આ પરિણામો છે. માટે ત્યાં એવંભૂતનયથી મોહત્વ જાણવું. આમ પૂર્વ-પૂર્વના નો વિશાલ અને સ્કૂલ-દૃષ્ટિવાળા જાણવા અને પછી પછીના નયો સાંકડા અને સૂક્ષ્મ-દષ્ટિવાળા જાણવા (વિશેષ ગીતાર્થ મહાત્મા પુરુષો પાસેથી જાણવું.)