________________
જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક- ૪
૧૦૯ આ રીતે આત્માનો આ મોહપરિણામ જ નવા નવા કર્મના બંધનો હેતુ બને છે. પૂર્વકાલમાં બાંધેલું મોહનીયકર્મ કાલ પાકતાં જીવને ઉદયમાં આવે છે અને તેના ઉદયને આધીન થયેલો જીવ શુભાશુભ અધ્યવસાયવાળો થયો છતો નવાં નવાં કર્મો બાંધે છે. આમ જીવનો આ સંસાર ચાલે છે. જો ઉદયમાં આવેલા મોહનીયકર્મને સત્સંગ, સ્વાધ્યાય, વીતરાગની વાણીનું સતત શ્રવણ-મનન ઈત્યાદિ ઉપાયો દ્વારા નિષ્ફળ કરે અને રાગ-દ્વેષાદિ વિકારો ન પામતાં ક્ષમા નમ્રતા-સરળતા-સંતોષાદિ ગુણોમાં જો આ જીવ વર્તે તો નવાં કર્મો ન બંધાતાં અને જુનાં કર્મોનો ક્ષય થતાં જીવનો મોક્ષ થાય છે.
સમસ્ત એવું આ જગત મોહથી જ ઝકડાયેલું છે. મોહમાં મૂઢ થયેલા જીવો આ સંસારમાં જન્મ-જરા-મરણની પરંપરારૂપે ભટકે છે. પદ્ગલિક મનોજ્ઞ અને અમનોજ્ઞ પદાર્થો ઉપર તથા સાનુકૂળ અને પ્રતિકૂળ પર-જીવદ્રવ્યો ઉપર રાગ અને દ્વેષ કરવા વડે સર્વે સંસારી જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે. મનોજ્ઞ અને અમનોજ્ઞ જે પુગલદ્રવ્યો છે તે રાગ અને દ્વેષનાં કારણ હોવાથી જીવ તેના રાગ-દ્વેષમાં જ રચ્યો પચ્યો રહે છે. તેથી તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ, સંયોગ-વિયોગના વિચારોમાં જ સમય પસાર કરે છે. તેથી આવા પ્રકારના સંકલ્પ અને વિકલ્પોના કારણે ચિત્ત અસ્થિર ચંચળ થવાથી આ જીવ જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરી શકતો નથી. કારણ કે જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ સ્થિર ચિત્ત હોય તો જ થાય છે. માટે પદ્ગલિક પદાર્થો રાગ-દ્વેષ આદિ કરાવવા દ્વારા જ્ઞાનાદિ આત્મગુણોના આનંદના રોધક બને છે;
વળી પૌલિક પદાર્થો ગમે ત્યારે ચાલ્યા જવાવાળા છે. અર્થાત્ નાશવંત છે, ચલિત છે, સંસારમાં રહેલા અનંત અનંત જીવો વડે અનંતીવાર ભોગવી ભોગવીને મુકાયેલા છે. એટલે કે આખા જગતની એંઠ છે. તથા સર્વે પણ પુદ્ગલદ્રવ્યો જડ છે, અચેતન છે, આત્માનું સ્વરૂપ નથી, તેથી જ અગ્રાહ્ય છે. આવા પ્રકારના (૧) જ્ઞાનાદિ ગુણોના સુખના પ્રતિબંધક, (૨) ચલિત, (૩) અનંત જીવો વડે અનંતીવાર ભોગવીને મુકાયેલા = જગતની એઠતુલ્ય (૪) જડ (૫) ગ્રહણ કરવાને માટે અયોગ્ય એવા પ્રકારના મનોજ્ઞ કે અમનોજ્ઞ પુદ્ગલદ્રવ્યો પ્રત્યે ગ્રહણ કરવાનો અને અગ્રહણ કરવાનો જે આત્મપરિણામ છે તે જ મોહોદય છે. જે પુદ્ગલદ્રવ્યો આ આત્માથી પરપદાર્થ છે, જગતની એંઠ છે. જીવની સાથે આવ્યા નથી, આવવાના નથી. જીવની સાથે કાયમ રહેવાના નથી. તેને વિષે હે જીવ ! આટલો બધો મોહ કેમ ? આ મોહનો ત્યાગ કરવો એ જ સાચો પરમાર્થ છે.
તે મોહના ઉદયથી અંધ બનીને, પુદ્ગલોમાં આસક્ત થયો છતો, મોહના પરિણામને અનુસારે પુદ્ગલના સુખ-દુઃખને અનુસરનારો થયો છતો, પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન ન