________________
૧૮૪
શમાષ્ટક - ૬
જ્ઞાનસાર
અન્યદ્રવ્યના સંયોગે થતી જે વૃત્તિઓ, તેનો તેવા તેવા પ્રકારે નિરોધ કરવો અર્થાત્ ફરીથી પ્રગટ થાય નહીં એવો જે ક્ષય કરવો તેને વૃત્તિસંક્ષય માનેલો છે. યોગવિંશિકામાં પણ આવો પાઠ છે - વૃત્તિસંક્ષય-મનોકારી વિશલ્પરૂપાળાં, શરીરધારી પરિયન્વનરૂપIमन्यसंयोगात्मकवृत्तीनामपुनर्भावेन निरोधः ।
આ પાંચ પ્રકારના યોગોમાં શમતાયોગવાળો આત્મા સાધનાવસ્થામાં સર્વથી શ્રેષ્ઠ છે અને વૃત્તિ સંલયના યોગવાળી જ્ઞાનની પૂર્ણાવસ્થા એ સાધ્યરૂપ હોવાથી સર્વશ્રેષ્ઠ સમભાવ છે.
આ પ્રમાણે સાધ્યયોગને લક્ષ્યમાં રાખીને સાધનયોગમાં પ્રવૃત્તિ કરવી તે ઉચિત છે. [૧]
अनिच्छन् कर्मवैषम्यं, ब्रह्मांशेन समं जगत् । आत्माऽभेदेन यः पश्येदसौ मोक्षं गमी शमी ॥२॥
ગાથાર્થ :- જે આત્મા કર્મના ઉદયથી થયેલી વિષમતાને પ્રધાનપણે ઈચ્છતા નથી અને આખા જગતને ચેતનાલક્ષણ વડે સમાન ગણે છે. તેથી સર્વે સંસારી જીવો પોતાના આત્માથી તુલ્ય છે આવું જે દેખે છે તે આ શમભાવવાળા યોગીપુરુષ મોક્ષગામી થાય છે. ||રા
ટીકા :- “નિછન વૈષમિતિ”—વૈષય-નાધિત્વમ્, નિર્જીન गतिजातिवर्णसंस्थानबाह्मणक्षत्रियादिवैषम्यं ज्ञानवीर्यक्षयोपशमकार्यवैषम्यमनिच्छन् उदयतः आचरणतः क्षयोपशमभेदे सत्यपि ब्रह्मांशेन चेतनालक्षणेन, अथवा द्रव्यास्तिक-अस्तित्व-वस्तुत्व-सत्त्व-अगुरुलघुत्व-प्रमेयत्व-चेतनत्व-अमूर्त्तत्वअसङ्ख्येयप्रदेशत्वपरिणत्या जगत् = चराचरम्, आत्माऽभेदेन-आत्मतुल्यवृत्त्या, समंसमानत्वेन यः पश्येत् सर्वजीवेषु समत्वं कृत्वा अरक्तद्विष्टत्वेन वर्तमानोऽसौ योगी मोक्षगामी सकलकर्मक्षयलक्षणावस्थां गच्छतीत्येवंशीलो भवति । यो हि सर्वजीवेषु जीवत्वतुल्यवृत्त्या रागद्वेषपरिणतिमपहाय आत्म-स्वभावानुषङ्गी, असौ योगी मोक्षं નાના મવતિ પરા
વિવેચન :- આ સંસારમાં રહેલા નિગોદ-એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય આદિ સમસ્ત જીવો “ચેતના” લક્ષણથી સમાન છે. સર્વે પણ જીવોમાં સિદ્ધપરમાત્માના સમાન અનંત અનંત ગુણો એક સરખા રહેલા છે. સત્તાથી અનંતગુણો રહેલા છે તો જ કર્મક્ષય થવાથી તે ગુણો આવિર્ભાવને પામે છે. તેથી સત્તાગત-ગુણોને આશ્રયી સર્વે પણ જીવો