________________
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫
૧૫૩
પરદ્રવ્યના સંગ વડે કર્મનો બંધ થાય છે અને પર-ભાવના ત્યાગ વડે મુક્તિ થાય છે. પર-ભાવનો અનુભવ કરવાનો જે પરિણામ તે સર્વ દોષોનું મૂલ છે. તેથી હે જીવ ! પરભાવદશાની રમણતાનો તું ત્યાગ કર.
अत एव देशविरतसर्वविरताः प्रत्याख्यान्ति परिग्रहादीन् त्यजन्ति स्वजनपरिजनान्, प्रतिपद्यन्ते एकाकिविहारम्, शृण्वन्ति स्वसत्तागोष्ठिम्, चिन्तयन्ति स्वधर्मानन्तताम्, ध्यायन्ति स्वगुणपर्यायपरिणामम्, मग्ना भवन्ति तदनुभवनेन, त्यजन्ति सर्वपरभावानुमोदनामिति, एवम्प्रकारेण मुनेः- त्रिकालनिर्विषयस्य ज्ञाततत्त्वस्य मुष्टिज्ञानस्थितिः अवस्थानम्, संक्षेपरहस्यज्ञानविश्रामः मर्यादा, कथम्भूता स्थिति: ? दत्तात्मसंतुष्टिः दत्ता- प्रदत्ता आत्मनः संतुष्टिः- संतोष इत्यनेन आत्मग्रहणं परपरित्यागः इति मर्यादा निर्ग्रन्थस्य ॥५॥
આ કારણથી જ દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા અને સર્વવિરતિધર શ્રમણ-શ્રમણી મહાત્માઓ પરભાવ દશાના પરિણામનો ત્યાગ કરવા માટે જ પરિગ્રહનાં (ધન ધાન્ય આદિ નવવિધ પરિગ્રહનાં) પચ્ચક્ખાણ કરે છે. દેશિવરતિધર પરિગ્રહનું પરિમાણ કરે અને શ્રમણ-શ્રમણી તેનો સર્વથા ત્યાગ કરે છે. પોતાના કુટુંબીજનોનો પણ ત્યાગ કરે છે અને સ્વજન-(મિત્રવર્ગ) તથા પરિજન (નોકર, સેવક) આદિનો પણ ત્યાગ કરે છે. એકાકીપણે વિહાર સ્વીકારે છે. આત્મામાં સત્તાસ્વરૂપે રહેલા ગુણોની વાર્તા (આત્માના ગુણોનું વ્યાખ્યાન) ગુરુઓ આદિ પાસેથી સાંભળે છે. પોતાનામાં રહેલા ધર્મોની અનંતતાનું ચિંતન-મનન કરે છે. પોતાના શુદ્ધ આત્માના ગુણોના અને પર્યાયોના પરિણમનનું જ સવિશેષ ધ્યાન કરે છે. પોતાના ગુણ-પર્યાયોના પરિણમનનો જ અનુભવ કરવા વડે તેમાં જ મગ્ન બને છે. (એકાકાર બને છે). પરભાવદશાની સર્વ પ્રકારની અનુમોદના કરવાનું જીવનમાંથી ત્યજી દે છે.
આ પ્રમાણે ત્રણે કાલના વિષયોના સંગ વિનાના અને જાણ્યું છે આત્મતત્ત્વ જેણે એવા મુનિ મહાત્માની પોતાના આત્માને ઘણો ઘણો સંતોષ આપનારી મર્યાદાવાળા જ્ઞાનમાં જ સ્થિતિ (રમણતા) હોય છે. આવા પ્રકારના મુનિ ત્રણે કાળે વિષયોની અભિલાષા વિનાના હોય છે અર્થાત્ નિર્વિષયક હોય છે. આત્મતત્ત્વના પરિપૂર્ણ જાણકાર હોય છે. સ્વભાવદશાના જ્ઞાનમાં જ રમનારા હોય એટલે કે તેમની જ્ઞાનગોષ્ઠી સ્વભાવદશા પૂરતી મર્યાદિત જ હોય છે. તેનાથી જ આત્મસંતોષ અનુભવનારા આ મુનિઓ હોય છે. વિભાવદશાને જાણવાની કે તેમાં વર્તવાની કે તેની અનુમોદના કરવાની અલ્પ પણ પરિણતિ હોતી નથી. સ્વભાવદશાની જ્ઞાનગોષ્ઠીમાં જ ખુશ ખુશ થઈને વર્તે છે. અહીં મુષ્ટિ મર્યાદાવાળા, જ્ઞાન-જ્ઞાનમાં,
=