________________
જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક- ૪
૧ ૨૩ સંતાડી રાખે છે. આ દેખીને લોકો તાળીઓ પાડે છે, રાજી રાજી થાય છે. પણ વાસ્તવિક પરિસ્થિતિ જાણનારો માણસ તેમાં અંજાતો નથી. તે સમજે છે કે આ તો નાટકમાત્ર છે, કોઈ રામચંદ્રજીનો અને કોઈ સીતાજીનો વેષ ધારણ કરીને રામલીલા કરે તેથી રામચંદ્રજીનું નાટક ભજવનાર કંઈ સાચા નીતિમાન રામચંદ્રજી રાજા બની જતા નથી તથા સીતાજીનું નાટક કરનારી સ્ત્રી વાસ્તવિક સતી સ્ત્રી હોતી નથી. તેની જેમ આ જીવ પણ એકેન્દ્રિયના ભવમાં, વિકસેન્દ્રિયના ભવમાં અને પંચેન્દ્રિયના ભવમાં એમ ભવરૂપી પાડાઓમાં (પોળોમાંગલીઓમાં) અથવા મનુષ્યભવ, તિર્યંચનો ભવ, દેવનો ભવ અને નરકનો ભવ ઈત્યાદિ રૂપ સર્વસ્થાનોમાં, કર્મરાજા નામના પરદ્રવ્યનું નાટક જ છે. કોઈ સ્થાને જન્મ અને તેના કારણે હર્ષાદિ, કોઈ સ્થાને જરાવસ્થા અને તેના કારણે ગ્લાનિ-ઉદાસીનતા અને ચિંતા, કોઈ સ્થાને મરણ અને તેના કારણે રુદન તથા કાણ-મોકાણના આલાપો, તથા શારીરિક આકૃતિઓની ચિત્ર-વિચિત્રતા, શારીરિક અવયવો સંબંધી વ્યવસ્થાની ચિત્રવિચિત્રતા, શારીરિક વર્ણ-ગંધરસ-સ્પર્ધાદિ ભાવોના અનેક ભેદોના કારણે ચિત્ર-વિચિત્રતા, આવા પ્રકારનું પરદ્રવ્યકૃત (કર્મરાજાકૃત) નાટકને જોતો આ તત્ત્વજ્ઞાની આત્મા તેમાં ખેદ પામતો નથી. તેમાં અંજાઈ જતો નથી. તેને સાચું સ્વરૂપ માનીને હર્ષ-શોકાદિ કે ગ્લાનિ-ઉદાસીનતા આદિ કરતો નથી.
નાનાતિ = તે તત્ત્વજ્ઞાની હોવાથી જાણે છે કે આ સઘળી પણ પુગલદ્રાવ્યાત્મક પૂર્વબદ્ધ કર્મોદય જન્ય ચિત્ર-વિચિત્રતા માત્ર છે. આ વાસ્તવિક આત્માનું સ્વરૂપ નથી, સુખ આવે કે દુઃખ આવે, અનુકુળતા મળે કે પ્રતિકુળતા મળે, માન મળે કે અપમાન થાય, આમ જે કોઈ ચિત્ર-વિચિત્રતા આ સંસારમાં દેખાય છે. તે સઘળી ચિત્ર-વિચિત્રતા પરદ્રવ્ય (કર્મરાજા)નું નાટકમાત્ર છે. મારું (શુદ્ધ આત્માનું) સ્વરૂપ નથી, જે બ્રાન્ત જીવો છે તેઓને જ આ સાચું સ્વરૂપ છે એમ લાગે છે. સંસારમાં જીવે જીવે દેખાતી ચિત્ર-વિચિત્રતા સાચી જીવની પોતાની નથી છતાં તે સાચી પોતાની છે. એમ મોહમૂઢ = બ્રાન્ત જીવો માને છે, પરંતુ તત્ત્વથી પૂર્ણ એવા આત્માઓને (તત્ત્વજ્ઞાની આત્માઓને) તો આ નાટકમાત્ર છે એમ લાગે છે. તે તત્ત્વજ્ઞાનીને સર્વે પણ જીવો અસલી સ્વરૂપે સિદ્ધસમાન જ જણાય છે અને અનંત અનંત સ્વગુણોથી ભરેલા દેખાય છે. કોઈપણ જીવમાં અસલી સ્વરૂપે કોઈપણ જાતની ચિત્ર-વિચિત્રતા સંભવતી નથી. ચિત્ર-વિચિત્રતા કર્મમાત્રજન્ય છે. તેથી નાટકમાત્ર છે, કૃત્રિમ છે પણ વાસ્તવિક નથી. આમ તત્ત્વજ્ઞાની આત્માઓ સમજે છે.
થભૂત: = તે તત્ત્વજ્ઞાની આત્મા કેવા છે? તો તેનું એક વિશેષણ જણાવે છે કે - અનાદિકાલથી પોતાનાં જ કરેલાં કર્મોના વિપાકોદય રૂપ રાજાની રાજધાની સમાન ચાર પ્રકારની ગતિસ્વરૂપ સંસારચક્રમાં રહેલો હોવા છતાં પણ પોતાના આત્માને તે કર્મોદયના