________________
૧૩૪
મોહત્યાગાષ્ટક - ૪
यश्चिद्दर्पणविन्यस्त-समस्ताचारचारुधीः ।
क्व नाम परद्रव्येऽनुपयोगिनि मुह्यति ? ॥८॥
જ્ઞાનસાર
ગાથાર્થ :- જ્ઞાનરૂપી દર્પણમાં જ સ્થાપન કરેલા એવા સમસ્ત પંચાચારના પાલન દ્વારા મનોહર બની છે બુદ્ધિ જેની એવા જે યોગી પુરુષ છે તે બીનજરૂરી એવા પરદ્રવ્યમાં કેમ મોહ પામે ? ॥૮॥
ટીકા :- ‘‘યશ્ચિત્ત્વન’'કૃતિ-ય: પુરુષ: સામાનુ તાશય:-ત્રિ-જ્ઞાન સર્વપવાર્થपरिच्छेदकम्, तदेव दर्पणम् - आदर्श:, तेन ( तस्मिन् ) विन्यस्ताः स्थापिताः समस्त ज्ञानाद्याचारा: (येन सः), तेन चारुर्मनोहरा धीर्बुद्धिर्यस्य सः पुरुषः, नाम इति જોમલામન્ત્રો, પત્રવ્ય-પુાભાવી અનુપયોગિનિ-ગિિશ્ચત્વરે, જેનાપિ ( સ્મિપિ) कार्ये ग्रहीतुमयोग्ये क्व मुह्यति ? इत्यर्थः, यो ज्ञानादिपञ्चाचारेण संस्कारितोपयोगी आत्मानन्दं ज्ञानदर्पणे पश्यन् परद्रव्ये कथं मुह्यति ? नैवेति ।
વિવેચન :- જે પુરુષ આગમશાસ્ત્રોને અનુસરવાના આશયવાળો છે. અર્થાત્ આગમશાસ્ત્રોને અનુસરનારું ત્રણે કાલના, ત્રણે લોકના, સર્વ પદાર્થોને જણાવનારું જે જ્ઞાન છે તે જ્ઞાનરૂપી દર્પણમાં જ સ્થાપિત કર્યા છે પંચાચાર જેણે એવો જે પુરુષ છે. તથા તે પંચાચારના પાલન વડે મનોહર (નિર્મળ) બની છે બુદ્ધિ જેની એવો જે યોગીપુરુષ છે. સારાંશ કે આગમશાસ્ત્રોને અનુસારે નિર્મળ શુદ્ધ સ્યાદ્વાદપૂર્વકના સમ્યજ્ઞાન સહિત નિર્દોષપણે પંચાચારનું પાલન કરતાં કરતાં સંસ્કારિત અને શુદ્ધ બુદ્ધિવાળા જે યોગી મહાત્મા બન્યા છે તે મહાપુરુષ અનુપયોગી-જેમાં આત્માનું કંઈ પણ ભલું થવાનું નથી એવાં - અકિંચિત્કર, - આધ્યાત્મિક કોઈપણ કાર્ય કરવા માટે ગ્રહણ કરવાને અયોગ્ય (આધ્યાત્મિક કાર્ય કરવામાં ડખલિગિર કરનારાં) એવાં પુદ્ગલોની સારી કે નઠારી રચનામાં કેમ મોહ પામે ?
જે મહાત્મા પુરુષ ઉત્તમ એવા જ્ઞાનાચાર-દર્શનાચાર વગેરે પાંચ આચારોનું સુંદર પાલન કરવાપૂર્વક અતિશય નિર્મળ અને સંસ્કારિત ઉપયોગવાળા બન્યા છતા પોતાના આત્માના સુખગુણને અનુભવવાનો આનંદ જ્ઞાનની મસ્તીમાં જ માણતા હોય છે તે મહાત્મા પુરુષો અકિંચિત્કર અને આત્મકલ્યાણમાં વિઘ્નભૂત (મોહ ઉત્પન્ન કરવા વડે રાગ-દ્વેષ કરાવવા દ્વારા આત્મ-કલ્યાણમાં વિઘ્ન કરનારા) એવા સારા-નરસા પૌલિકભાવોના બનેલા પરદ્રવ્યમાં મોહ કેમ પામે ? અર્થાત્ આવા જ્ઞાનીઓ જ્ઞાનસુખને માણતા છતા પુદ્ગલસુખમાં રાચતા-માચતા નથી જ.