________________
૨૫
ગ્રન્થને સ્પષ્ટાર્થક કરી લીધો છે. ક્યાંક ક્યાંક નાના નાના મનોહર સુવાક્યોથી સુંદર ઉપદેશ આપ્યો છે તો ક્યાંક ક્યાંક સ્વોપજ્ઞ ટબાના અર્થથી ભિન્ન અર્થ પણ કહ્યો છે. દરેક અષ્ટકના પ્રારંભમાં નય-નિક્ષેપા સમજાવી વિષયનું સુંદર વિસ્તૃતીકરણ કર્યું છે. ક્યાંક ક્યાંક કમ્મપડિ આદિ ગ્રન્થોના ગહનવિષયો પણ સિંચ્યા છે. ક્યાંક ક્યાંક સંસારને સમુદ્રની અને અટવીની ઉપમા આપીને ત્યાંની સમાન ભયંકરતા પણ સમજાવી છે. આ રીતે આ જ્ઞાનમંજરી એક રસપ્રદ મહાગ્રન્થ બન્યો છે. આવો અદ્દભુત ગ્રંથ બનાવનારા તે મહાત્માને અમારી લાખો લાખો વંદના.
.............અર્થ લખવાની પ્રેરણા પૂજય આચાર્ય મ.સા. શ્રી રામસૂરીશ્વરજી (ડહેલાવાળા)ના સમુદાયનાં પૂજય સાધ્વીજી મ.સા. શ્રી પદ્મલત્તાશ્રીજી તથા પ્રિયદર્શનાશ્રીજી મ.નાં શિષ્યા શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ.સા. વગેરે સાધ્વીજી મ.સા. આ જ્ઞાનમંજરીના અર્થ ભણવા માટે મારી પાસે આવ્યાં, ત્યારે સૌથી પ્રથમવાર આ ગ્રન્થનો મને સ્પર્શ થયો. જ્ઞાનસાર ઉપર જ્ઞાનમંજરી નામનો એક ટીકાગ્રન્થ છે એવો ખ્યાલ પણ મને ત્યારે જ આવ્યો. અર્થ ખોલવાનો પ્રારંભ કર્યો. નવા નવા ભાવો જાણવા મળ્યા. તેના અભ્યાસનો રસ લાગ્યો અને પાઠશાળામાં ક્લાસ ચાલુ કર્યો, ૧૫-૨૦ સાધ્વીજી મ.સાહેબો સાથે ભણે, પ્રતિદિન ગ્રન્થ આગળ વંચાતો ગયો. સમય જતાં આ ગ્રન્થ બે ત્રણ વાર વંચાવ્યો. તેમાંથી તેના અર્થો લખવાની તમન્ના થઈ. અભ્યાસક સાધ્વીજી મહારાજશ્રીઓએ પણ પ્રેરણા કરી અને વિક્રમ સંવત ૨૦૬૩ માં અર્થ લખવાનો પ્રારંભ કર્યો, હસ્તલિખિત પ્રતો તથા છાપેલી પ્રતો ભેગી કરી, પણ ઘણી જ અશુદ્ધ હતી, પૂર્વાપરની સંકલન કરી અશુદ્ધિઓ કંઈક અંશે સુધારી, તેમાંથી પણ અર્થ ખોલવાની વિશેષ પ્રેરણા થઈ. ૨૦૬૩ માં ચાલું કરેલું કાર્ય વિક્રમ સંવત ૨૦૬૬ ના દિવાળીના દિવસે આ કાર્ય પૂર્ણ થયું. પૂજ્ય રાજપ્રજ્ઞાશ્રીજી મ.સા. તથા અભ્યાસક સર્વે પૂજય સાધ્વીજી મહારાજશ્રીઓએ જો પ્રેરણા અને અર્થ ખોલવામાં સહાયકતા ન કરી હોત તો કદાચ આ કાર્ય ન થયું હોત. તે માટે તે તમામ અભ્યાસક સાધ્વીજી મહારાજશ્રીનો હું ઘણો ઘણો આભાર માનું છું અને પૂ. રાજપ્રજ્ઞાશ્રીજી મ.સા.નો સવિશેષ ઉપકાર માનું છું કે જેઓની પ્રેરણાએ મને આવા એક સારા કાર્યમાં જોડ્યો.
..પ્રશક્તિની વિચારણા ટીકાકારશ્રીએ પોતે આ ગ્રન્થના અંતે પ્રશસ્તિ લખી છે. તેમાં સંવેગરંગશાળાના કર્તા શ્રી જિનેશ્વરસૂરિજી, તેમના શિષ્ય જિનચંદ્રસૂરિજી અને તેમના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી થયા, કે જેઓ ખરતરગચ્છના હતા અને નવાંગીવૃત્તિકાર હતા (શ્લોક-૩-૪-૫), આમ કહ્યું છે. પરંતુ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિજી પ્રાચીન ચંદ્રગચ્છમાં થયાની વાત પ્રસિદ્ધ છે ૧. પૂજ્ય અભયદેવસૂરિજી ખરતરગચ્છના હતા. આ વાત વિચારણીય છે.
••••••••••••••••••••••••••••••••••પ્રશા