Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji
Catalog link: https://jainqq.org/explore/004819/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુરુવાણી ગુરાપાઠ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવન વિજયાન્તવાણી ભાગ-૨ મુનિ Page #2 -------------------------------------------------------------------------- ________________ ગુરુવાણી ભાગ-૨ * વ્યાખ્યાતા સૂર પૂજયપાદ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાવાસી મુનિ જંબૂવિજયજી મહારાજ ક સંપાદક ક સાધ્વી શ્રી. જિનેન્દ્રપ્રભાશ્રીજી * મુદ્રક વક શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, ૩૩, જનપથ સોસા., કાંસ ઉપર, ઘોડાસર, અમદાવાદ-૫૦. ફોન :- ૩૯૬૨૪૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ એક મૂલ્ય : સદુપયોગ સૌજન્ય :: ફe મુંબઈ મિત્ર મંડળ C/o. ભરત મસાલિયા ભાયંદર (વે), મુંબઈ, ટે.નં. ૮૧૯૩૯૨૨ : ગ્યાનચંદ ગાંધી ચાર્ટર કેરીયર્સ લિ. અમદાવાદ. ટે.નં. ૬૬૩૩૬૪૨ હર ચંદ્રકાંતભાઈ જેચંદભાઈ શાહ ૫/એ/૩, અર્જુન કોપ્લેક્ષ, જય શેફાલી રો હાઉસની સામે, અમદાવાદ ૧૫. ટે.નં. ૬૫૬૫૩૨૯ : પદમાબેન જયચંદભાઈ શાહ ૭, ધરણીધર સોસાયટી, ધરણીધર દેરાસરની સામે, નવા વિકાસગૃહ રોડ, અમદાવાદ. .નં. ૬૬૧૪૧૮૨ : અજય શાહ 33, જનપથ સોસાયટી, મણિનગર, અમદાવાદ. ટે.નં. ૩૯૬૨૪૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સંઘસ્થવિર શ્રી ૧૦૦૮ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજ (જંબૂવિજયજી મ.ના પિતાશ્રી તથા ગુરુદેવ) જન્મ : વિ.સં. ૧૯૫૧, શ્રાવણ વદ ૫, શનિવાર તા. ૧૦-૮-૧૮૯૫, માંડલ. દીક્ષા : વિ.સં. ૧૯૮૮, જેઠ વદ ૬, શુક્રવાર, તા. ૨૪-૬-૧૯૩૨, અમદાવાદ. સ્વર્ગવાસ: વિ.સં. ૨૦૧૫, મહા સુદ ૮, સોમવાર, તા. ૧૬-૨-૧૯૫૯, શંખેશ્વર તીર્થ. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃ વંદનીય પૂ. સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મ.સા. (બા મહારાજ) વિક્રમ સંવત ૧૯૫૧ માગરાર વદ ૨, તા. ૧૪-૧૨-૧૮૯૪ શુક્રવારે ઝીંઝુવાડામાં પિતા પોપટભાઈ તથા માતા ખેનીબેનની કુક્ષિએ જન્મેલું તેજસ્વીરત્ન મણિબહેન, કે જે છબીલ એવા હુલામણા નામથી મોટા થયા અને બાળપણથી જ ધર્મપરાયણ એવી આ તેજસ્વી દિકરીને પિતા મોહનલાલભાઈ અને માતા ડાહીબહેનના પનોતા પુત્ર ભોગીભાઈની સાથે પરણાવ્યા. વર્ષ પર વર્ષ વીતતા ચાલ્યા. જજ઼કમલવત્ સંસારસુખ ભોગવતાં એમની દામ્પત્ય-વેલ પર પુત્રનું પુષ્પ પ્રગટયું. નાની ઉંમરમાં પડેલું ધર્મનું બીજ મણિબેનના જીવનમાં હવે વૃક્ષરૂપે ફૂલ્યું-ફાલ્યું અને તેના ફળ સ્વરૂપે પતિ અને પુત્રને વીરની વાટે વળાવ્યા. જેઓ પૂ.મુ.શ્રી ભુવનવિજયજી મ.સા. તથા પૂ.મુ.શ્રી જંબૂવિજયજી મ.સા.ના નામે પ્રસિદ્ધ બન્યા. પતિના પગલે-પગલે ચાલનારી મહાસતીનું બિરૂદ સાર્થક કરતા મણિબેને પણ તેમના જ સંસારી મોટા બહેન પૂ. સા.શ્રી લાભશ્રીજી મ.સા.ના ચરણમાં જીવન સમર્પણ કર્યું. તપ, ત્યાગ, સમતા, સહનશીલતા જેવા ગુણોને તેમણે આત્મસાત કર્યા. ૫૭ વર્ષ સુધી નિરતિચારપણે સંયમ જીવનની આરાધના કરતાં તથા વાત્સલ્યના ધોધમાં બધાને નવડાવતા એ ગુરૂમાતા ૧૦૧ વર્ષની જૈફ ઉમરે સંવત ૨૦૫૧ પોષસુદિ ૧૦ તા. ૧૧-૧-૧૯૯૫ બુધવારે પાલિતાણામાં સિદ્ધાચલની ગોદમાં સમાઈ ગયા. Page #6 -------------------------------------------------------------------------- ________________ સંઘમાતા શતવર્ષાધિકાયુ પૂજ્યપાદ સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ જન્મ : વિક્રમસંવત્ ૧૯૫૧, માગશર વદ ૨, શુક્રવાર તા. ૧૪-૧૨-૧૮૯૪, ઝીંઝુવાડા. દીક્ષા : વિક્રમસંવત્ ૧૯૯૫, મહાવદ ૧૨, બુધવાર, તા. ૧૫-૫-૧૯૩૯, અમદાવાદ, સ્વર્ગવાસ : વિક્રમસંવત્ ૨૦૫૧, પોષ સુદ ૧૦, બુધવાર, તા. ૧૧-૧-૧૯૯૫, રાત્રે ૮-૪૫ વીશાનીમાભવન જૈન ઉપાશ્રય, સિદ્ધક્ષેત્ર પાલિતાણા. Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ આ સંઘમાતા શતવર્ષાધિકાયુ પૂ.સા. શ્રી મનોહરશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ.સા.થી સૂર્યપ્રભાથીજી મહારાજ જન્મ : વિક્રમસંવત્ ૧૯૭૮, ફાગણ સુદ ૭, આદરિયાણા દીક્ષા : વિક્રમસંવત્ ૨૦૦૫, મહાસુદ ૧૨, દસાડા સ્વર્ગવાસ : વિક્રમસંવત્ ૨૦૫૨, આસો વદ ૧૨, માંડલા Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | શ્રી તારક ગુરૂદેવાય નમઃ | (પ્રસ્તાવના) ગુણાત્મક ધર્મના આગ્રહી એવા પૂ. ગુરૂદેવનું ચાતુર્માસ ૨૦૪૧ માં સમી ગામમાં થયેલું ત્યારે પૂજ્યશ્રી એ શ્રી શાન્તિચન્દ્રસૂરિ વિરચિત અને આજના શ્રાવકને સાચો શ્રાવક બનાવે એવા “ધર્મરત્નપ્રકરણ' નામના ગ્રંથ પર સુંદર અને સરળ શૈલીમાં પ્રવચન કરેલું. એ પ્રવચનોને અક્ષરદેહ આપવાનું કામ આ પુસ્તકમાં કરવામાં આવેલું છે. આ પુસ્તકના પ્રથમ ભાગનું વિમોચન ગયા ચોમાસામાં અમદાવાદ જૈન સોસાયટીમાં કરેલું. તેમાં કેવો શ્રાવક ધર્મનો અધિકારી બની શકે? તેના ચાર ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે અને આ પુસ્તકમાં બીજા છ ગુણોનું વર્ણન તથા પર્યુષણના વ્યાખ્યાનો આલેખવામાં આવ્યા છે. અક્રૂર, પાપભીરૂ, કૃતજ્ઞ, દાક્ષિણ્ય, લજ્જાળુ અને દયાળુ. પ્રથમ ભાગનું વાંચન ખૂબ જ લોપ્રિય બનેલું. લોકોની બીજા ભાગ માટે ઘણી માંગ હતી, તેથી બીજા ભાગનું સંપાદન કરવામાં મને પ્રોત્સાહન મળ્યું. પૂ. ગુરૂદેવના વ્યાખ્યાનમાં રહેલી તાકાત, સચ્ચાઈનો એ તાદૃશ પુરાવો છે. શ્રાવકોમાં રહેલી શ્રદ્ધાનું તે પ્રતિક છે. આપણુ જીવન એ એક કેલિડોસ્કોપ જેવું છે. તેમાં અનેક ડિઝાઈનો રહેલી છે. જરાક વળાંક આવે એ ડિઝાઈન બદલાઈ જાય છે એકવાર ગયેલી ડિઝાઈન ફરી આવી શકતી નથી. આ પુસ્તકનું વાંચન શ્રાવકોના જીવનની દિશા બદલશે તોજ પ્રકાશન સાર્થક થશે. આજના સમયમાં કહેવાતા વૈજ્ઞાનિક યુગમાં જ્યારે નીતિનું ચારે તરફથી ધોવાણ થઈ રહ્યું છે ત્યારે આ પુસ્તક ધર્મની સાચી સમજ આપનારી દિવાદાંડી સમાન બની રહેશે. સમીના ચોમાસા દરમ્યાન મેં વ્યાખ્યાનની જે નોટબુકો બનાવેલી તેમાંથી પ્રથમ નોટબુકના વ્યાખ્યાન તો પ્રથમ ભાગમાં આવી ગયા પણ બીજી નોટબુક કોઈને વાંચવા માટે આપેલી તે ઘણી મહેનત કરવા છતાં મળી નહીં તેથી આ Page #11 -------------------------------------------------------------------------- ________________ TP આદરિયાણાના ચોમાસામાં પણ પૂજ્યશ્રીએ આ ગ્રંથ પર જ વિવેચન કરેલું છે તેની અમુક નોંધી હતી તેના આધારે તથા અમદાવાદના ચોમાસામાં આપેલા પ્રવચનના અમુક મુદ્દાઓ લઈને આ બુક તૈયાર કરેલી છે. અલ્પબુદ્ધિ એવી મારા માટે આ કામ ઘણું કપરું હતું છતાં પૂ. તારકગુરૂદેવની કૃપા અને સંઘમાતા, શતવર્ષાધિકાય એવા પૂ. બા.મ. શ્રી મનોહરશ્રીજી મ.સા. (પૂ. જંબૂવિજયજી મ.સા. ના માતૃશ્રી) તથા પૂ. સેવાભાવી ગુરૂદેવ શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.ના શુભાશિષો એ મારું પ્રેરક બળ છે. વળી હાલ સંયમજીવનની અપ્રમત્તભાવે આરાધના કરતાં મારા પૂ. પિતાશ્રી ધર્મઘોષ વિજયજી મ.સા. તથા માતુશ્રી આત્મદર્શનાશ્રીજી મ.સા. ના નેહાશિષોનો મને સાથ મળ્યો છે. - પૂજ્ય ગુરૂદેવે છેલ્લા મુફ ઉપર નજર નાખીને રહેલી ક્ષતિઓને દૂર કરી તે બદલ તેમની હું ઋણી છું. તથા શિષ્ય પરિવારે મુફ વાંચનમાં મદદ કરી છે તે બદલ તેમનો પણ હું આભાર માનું છું અને પૂજ્ય ગુરૂદેવના નિખાલસ વિચારોને લોકોના દિલ સુધી પહોંચાડવા માટેની પ્રેરણા આપનાર શ્રી અજયભાઈનો હું ખૂબ-ખૂબ આભાર માનું છું. અંતમાં આ પુસ્તક આજના યુવાવર્ગને પણ સાચો રાહ બતાવનારું બને અને અનેકોને સવિચાર આપનારું બને એજ મનઃકામના. બીજા ગુણો હવે અવસરે જોઈશું. વીતરાગની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો વાચકગણ ક્ષમા કરે. આ પુસ્તક વાત્સલ્યમયી ગુરૂમાતાના ચરણે સમર્પિત કરીને હું યત્કિંચિત ઋણ મુક્ત બનવા ઈચ્છું છું. સંવત ૨૦૫૩ પોષ વદ - ૩ શંખેશ્વર તીર્થ - મનોહરશિશુ Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | શ્રી ગૌતમગણધરાય નમઃ | ( વિક્રમસંવત ૨૦૪૧ ચાતુર્માસમાં સમી (તા. મહેસાણા) ગામમાં થયેલાં પૂ. તારકગુરૂદેવશ્રી જંબૂવિજયજી મ. સાહેબનાં વ્યાખ્યાનો શ્રાવણવદ-૯ અક્રૂરતા . “દોડતા દોડતા દોડતા દોડીયો...” અધ્યાત્મયોગી પૂ. આનંદઘનજી મહારાજે ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે “દોડતા દોડતા દોડતા દોડીયો જગતના સર્વ જીવો દોડી રહ્યા છે કીડીથી માંડીને હાથી સુધીના, સાઈકલથી માંડીને એરોપ્લેન સુધીના સાધનો દ્વારા કોઈ ટ્રેનથી, કોઈ મોટરથી, કોઈ પ્લેનથી બધા જ દોડી રહ્યા છે. મહાપુરૂષો કહે છે કે આવા દોડતા માણસને ઉપદેશ આપવો કેવી રીતે? એને આપેલો ઉપદેશ સ્થાયી બને કેવી રીતે ? વ્યાખ્યાનમાં આવે પણ ઘડિયાળના કાંટા પર જ એની નજર હોય. આજના માનવની જીંદગી ઘડિયાળના કાંટા પર જ મંડાયેલી છે. ઉઠે ત્યારથી એની દોડ શરૂ થાય છે. મનની અને તનની.. માણસ પૈસાની પાછળ પાગલ બનીને દોડી રહ્યો છે.. બહાર સુખ મેળવવા માટે તે ફાંફા મારી રહ્યો છે... પણ સુખ તો એના આત્મામાં છે. આનંદને મેળવવા માટે તે ટી.વી., રેડિયો, વગેરેના કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યો છે. ક્રિકેટની રમતમાં કોઈએ છગ્ગો લગાવ્યો ને આનંદની કીકીયારી ઉઠી પણ જ્યાં હાર્યો ત્યાં આનંદ ગાયબ થઈ ગયો. આ વાસ્તવિક આનંદ નથી. વાસ્તવિક આનંદ તો ચિર હોય, સ્થાયી હોય. રાજા હોય કે રંક હોય બધાને આનંદ જોઈએ છે, માટે માણસ કોઈ રજા આવે કે કોઈ પર્વ આવે એટલે આનંદની તૈયારી કરતો હોય છે આ રીતે તે આનંદના પ્રસંગોને તો ઝંખી રહ્યો છે, તેથી નક્કી થાય છે કે તેના જીવનમાં વાસ્તવિક આનંદ 6 જ નથી. વાસ્તવિક આનંદ બહાર નહીં પણ આત્મામાં પડેલો છે. પણ તેની રે Page #13 -------------------------------------------------------------------------- ________________ બહાર ભટકતી નજર અંદર માંડે તો દેખાયને. સામાન્ય રીતે જગતના માણસો બે દિવસોને આનંદના દિવસો ગણતા " હોય છે કે એક લગ્નનો દિવસ અને બીજો દિવસ દિવાળીનો. લગ્નના દિવસે એ રાજા થઈને ફરે છે “વરરાજા કહેવાય છે ને ! પણ બીજા જ દિવસથી એ દાસ બની જાય છે. તથા દિવાળીના દિવસે નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના તમામ જીવો આનંદમાં મહાલતા હોય છે... જ્યારે સ્વામી રામતીર્થ કહેતા કે હરરોજ હમે એક શાદી હૈ, હરરોજ મુબારક બાદી હૈ." મારે તો રોજ શાદી છે અને રોજ દિવાળી છે. સદા આનંદ જ આનંદ છે. તેથી આનંદ શોધવા જવો જ પડતો નથી. માણસે દૃષ્ટી બદલવાની જરૂર છે. વસ્તૃત્વ કરતાં શ્રોતૃત્વ મહાન કળા છે : આજે વ્યાખ્યાન એ માત્ર સાંભળવાની જ ચીજ બની ગઈ છે પણ એ સાંભળવાની ચીજ નથી જીવનમાં ઉતારવાની ચીજ છે. જેમ દવા, પાણી, ભોજન એ કાંઈ જોવાની ચીજ નથી, થાળ ભરેલો હોય અને જોયા કરે તો ભૂખ ભાંગે ખરી..? દવાનું લીસ્ટ વાંચ્યા કરીએ તો રોગ જાય ખરો? ના... વ્યાખ્યાનને જીવનમાં ઉતારીએ તો જ જીવન બદલાય. મહાપુરૂષો એક જ દેશનામાં તરી જતા. વતૃત્વ કરતાં શ્રોતૃત્વ મોટી કળા છે. વ્યાખ્યાનો સાંભળીને ઘરડા થવા છતાં પણ સ્વભાવમાં એક રતિભર ફેર પડયો નહિં. અખા કવિએ કહ્યું છે કે તીરથ કરતાં ત્રેપન થયાં, જપમાળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટયા કાન, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન." અથવા તો "સાંભળ્યું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું." આવી આપણી સ્થિતિ છે. ધર્મ સાથે સંબંધ કેવો ? જીંદગીમાં ઘણીએ ઓળીઓ કરી, ઘણા ઉપવાસો કર્યા. ઘણાંયે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩ કટાસણાં ઘસી નાખ્યા છતાં કષાયો કે વિષયો કેટલા ઘટયા ? ધર્મનો આપણી સાથે સંબંધ કેવો છે ? કોટ જેવો, ઝભ્ભા જેવો કે લોહી જેવો ? આપણે ધર્મને કોટ-ઝભ્ભો બનાવી દીધો છે. ઘરની બહાર નીકળીએ એટલે ઝભ્ભો કે કોટ પહેરીને નીકળીએ અને ઘરમાં આવીએ કે દુકાને બેસીએ એટલે ઉતારીને ખીલીએ ટીંગાડી દઈએ છીએ. તેમ આપણે દહેરાસર કે ઉપાશ્રય વગેરે ધર્મસ્થાનોમાં જઈએ એટલે ધર્મનો ઝભ્ભો પહેરી લઈએ છીએ અને ઘેર આવીએ કે બેસીએ ત્યારે એ ધર્મના ઝભ્ભાને ઉતારીને ટીંગાડી દેવાનો બરાબરને ! દુકાને બેસીને અનેકને શીશામાં ઉતારતો હોય... અનેકને નવડાવતો હોય અને કોઠાં-કબાડાં (કાળાં-ધોળાં) કરતો હોય આવા માણસને ધર્મી કહેવો કેવી રીતે ? શાસ્ત્રકારો તો કહે છે કે ધર્મ સાથે આપણો સંબંધ લોહી- માંસ જેવો હોવો જોઈએ. ઘરમાં આવીએ તો કાંઈ લોહી કાઢીને શીશામાં ભરી મૂકી દેવાય ખરું ? ચોવીશે કલાક લોહી-માંસ આપણી સાથે જ છે તેમ ધર્મ આપણા જીવનમાં લોહી-માંસની જેમ વણાઈ જવો જોઈએ. દુનિયાના દરેક ક્ષેત્રે કોઈ પણ કાર્ય કરવું હોય તો માણસમાં યોગ્યતા હોવી જોઈએ. અરે ! એક ભિખારીને પણ રોટલાનો ટુકડો મેળવવા માટે મીઠાં-મીઠાં વચનો બોલવા પડે છે. એ તમારે ત્યાં આવીને તમારી પાસે બળજબરીથી ભીખ માંગે તો તમે આપો ખરા ? કેટલાયે કાલાવાલા કરે ત્યારે ભિખારી એક રોટલીનો ટુકડો પામે છે. આમ મીઠાં વચનો બોલવાની યોગ્યતા જો એના જીવનમાં ન હોય તો ભીખ મળે નહીં... તો પછી ધર્મ જેવા મહાદુર્લભ રત્નને મેળવવા યોગ્યતા તો જોઈએ ને ! અક્રૂરતા ઃ શાસ્ત્રકારો ધર્મને યોગ્ય શ્રાવકના ગુણોનું વર્ણન કરી રહ્યા છે તેમાં આપણે ચાર ગુણો જોઈ ગયા હવે ધર્મને યોગ્ય શ્રાવકનો પાંચમો ગુણ અક્રૂરતા છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ Tો ધર્મ કરનાર શ્રાવક અક્રૂર હોવો જોઈએ. એટલે કે ફિલષ્ટભાવોથી રહિત છે, હોવો જોઈએ. કૂર પરિણામી આત્મા ધર્મને સાધી જ કેવી રીતે શકે ? કારણ કે ધર્મનો પાયો જ અહિંસા છે. પાયા વિના ઈમારત ટકી જ ન શકે ને? આજે ઘણા આત્માઓ એવા જોવામાં આવે છે કે તપ ખૂબ કરતા હોય પણ ક્રોધ એટલો બધો હોય કે બીજા માણસો એમ જ કહે કે આ તપ કહેવાય..? આનાં કરતાં તો અમે નથી કરતાં તે સારું છે આ રીતે તપની અનુમોદના કરીને પુણ્ય ઉપાર્જન કરવાને બદલે તેની નિંદા કરીને પાપના ભાગીદાર બને છે, ધર્મની નિંદા થાય છે. તપ તો કષાયોને જીતવા માટે છે એના બદલે ધર્મને નહીં સમજનારા જીવો કષાયને વધારે છે. કાકાની પરીક્ષા કરતો ભત્રીજો : એક ડોસો હતો... ધાર્મિક વૃત્તિવાળો હતો પણ સ્વભાવે ખૂબ જ ક્રોધી. ઘરમાં અને સંઘમાં બધા તેનાથી ફફડે.. કોઈ એમને વતાવે નહીં. ઘરમાં જમવા બેસે ત્યારે સ્મશાન જેવી શાંતિ છવાઈ જાય... આ ડોસો એક દિવસ પાલીતાણાની જાત્રાએ ગયો. દાદાના દર્શન કરીને નીચે આવ્યો ત્યાં કોઈ મહાત્મા મળ્યા. મહાત્માએ કહ્યું કે ભાઈ ! દાદાની જાત્રા કરી. પણ કોઈ નિયમ લીધો કે નહીં? ડોસાએ ના પાડી. ત્યાં બાજુમાં ઉભેલા કોઈ સ્વજને મહાત્માના કાનમાં કહ્યું કે સાહેબ તે સ્વભાવે ખૂબ જ ક્રોધી છે તેથી ક્રોધ ઓછો કરે તેવું કાંઈક કરો. મહાત્માએ સમજાવીને ક્રોધ નહીં કરવાની પ્રતિજ્ઞા કરાવી... જાત્રા કરીને ઘરે આવ્યા. બીજા દિવસે જમવા બેઠા છે ત્યાં નાની વહુના હાથે ઘીની વાઢી ઢોળાઈ ગઈ. વહુ તો ધ્રૂજવા લાગી. હમણાં સસરાજીનું બોઈલર ફાટશે.. પણ સસરા તો ચૂપચાપ જમીને ઉભા થઈ ગયા. ઘરના માણસો તો સ્તબ્ધ થઈ ગયા. સસરાજીનો બદલાયેલો સ્વભાવ જોઈને વહુઓ તેમની ખૂબ ભક્તિ કરવા લાગી. સંઘમાં પણ લોકો તેમની () પ્રશંસા કરવા લાગ્યા. એકવાર તેમના ભત્રીજાએ કાકાની પરીક્ષા કરી. તેણે , Page #16 -------------------------------------------------------------------------- ________________ - પોતાના ઘેર જમણ રાખ્યું. બધાને આમંત્રણ આપ્યું પણ કાકાને ત્યાં ન આપ્યું. છતાંયે કાકા સામે ચડીને જમવા ગયા. જમવા બેઠા ત્યાં ભત્રીજાએ આવીને કાકાનો તિરસ્કાર કર્યો. છતાં પણ જરાયે ગુસ્સો ન આવ્યો. છેવટે કાકાના પગમાં પડીને માફી માંગે છે. અને તેમની ખૂબ પ્રશંસા કરે છે. કષાયના ત્યાગથી ડોસાનું જીવન ધર્મમય બની ગયું. અને મરીને દેવલોકમાં ગયા. આમ જે વ્યક્તિ અક્રૂર હોય તે જ સાચા અર્થમાં ધર્મને આરાધી શકે છે. ધર્મ જેવું દુર્લભ રત્ન જે તે વ્યક્તિને મળી શકતું નથી. તેના માટે ઘણી યોગ્યતાઓ જોઈએ છે, તે હવે આગળ જો ઈશું. શ્રાવણ વદ-૮ ગુણ પ્રધાન ધર્મ : ધર્મના મુખ્ય બે વિભાગો છે એક ગુણકાંડ અને બીજો ક્રિયાકાંડ. ગુણકાંડમાં વિનય, વિવેક, સદાચાર, ક્ષમા, સજ્જનતા વગેરે આવે અને ક્રિયાકાંડમાં બધી ક્રિયાઓ આવે. ક્રિયાકાંડ એ ધર્મને પુષ્ટ કરવા માટે છે. પણ આજે આપણે એકલો ક્રિયાકાંડ જ પકડી રાખ્યો છે ગુણોની તો કલેઆમ થઈ ગઈ છે. ગુણહીન ધર્મ પ્રાણ વિનાના શબ જેવો છે. ધર્મને આચરનાર અક્રૂર હોવો જોઈએ અર્થાત્ ક્રોધ-અભિમાન-માયા વગેરેથી રહિત હોવો જોઈએ. ધર્મ કરતો હોય પણ મનમાં અહંકાર ભરેલો હોય તો ધર્મ તેને સ્પર્શી શકતો નથી... અને અહંકાર આવે ત્યાં કઠોરતા-તુચ્છતા આવે જ. કુન્તલરાણી : એક રાજા હતો. તેને ઘણી રાણીઓ હતી. તેમાં કુન્તલદેવી કરીને પટરાણી હતી. રાજમહેલમાં જ એક જિનમંદિર હતું. કુન્તલદેવી રોજ તેમાં જે ઉંચામાં-ઉંચા દ્રવ્યોથી પ્રભુભક્તિ-પૂજા કરે. રાજા પણ તેને બધી સામગ્રી K પૂરી પાડે. રોજ-રોજ હીરા-માણેક મોતી વગેરેથી ભવ્ય અંગરચના કરે... ) Page #17 -------------------------------------------------------------------------- ________________ - બીજી રાણીઓ તેની ભક્તિની ખૂબ અનુમોદના કરે... પણ આ પોતે જ મનમાં અહંકારને પોષે. ખૂબ ફૂલાય... અને અહંકાર આવવાથી તેને જીવનમાં કઠોરતા પણ આવી ગઈ તેથી બીજી રાણીઓની ઉપેક્ષા કરે... તિરસ્કાર કરે... છતાં રાણીઓને તેના તરફ પૂજ્યભાવ... પોતાની ભક્તિના વખાણ સાંભળીને તે મનમાં ખૂબ ફૂલાતી... સમય સમયનું કામ કર્યા કરે છે. અનુક્રમે તે રાણી મૃત્યુ પામે છે. હવે એક વખત કોઈ જ્ઞાની મહાત્મા રાજમહેલમાં પધારે છે. દેશનાને અન્ને રાણીઓ ગુરૂભગવંતને પૂછે છે કે ભગવંત ! અમારાં મોટાં બેન કાળ કરીને ક્યાં ઉત્પન્ન થયાં હશે ? જ્ઞાની મહાત્મા જ્ઞાન દ્વારા જાણીને કહે છે કે તમારી મોટી બેન આ જ રાજમહેલમાં કૂતરી તરીકે ઉત્પન્ન થઈ છે. આ સાંભળીને બધી રાણીઓ આશ્ચર્ય પામે છે. ગુરૂભગવંતને પૂછે છે કે ગુરૂદેવ એ તો ખૂબ ભક્તિ કરતાં હતાં, તેમ છતાંયે આવી દુર્ગતિ કેમ ? ગુરૂમહારાજ કહે છે કે બેનો! ધર્મ કરવો એ જુદી વસ્તુ છે અને ધર્મને આરાધવો એ જુદી વસ્તુ છે. આજે ચારેબાજુ ધર્મ ખૂબ વધી રહ્યો છે. પર્વોના દિવસોમાં તપશ્ચર્યાઓ પણ ખૂબ થાય છે પણ જ્યાં પર્યુષણ પૂરા થાય કે તપશ્ચર્યાઓ પૂરી, ચોમાસું એ પૂરું અને આરાધનાઓ એ પૂરી. અમારા ઉપાશ્રયો ખાલી ખમ... કહેવાય છે ને કે “કર્યા સંવત્સરીના પારણાં અને મૂક્યાં ઉપાશ્રયના બારણાં- આજે આવી પરિસ્થિતિ છે. માસક્ષમણ કર્યું હોય પણ પારણા પછી રાત્રિભોજન, કંદમૂળ વગેરે તમામ શરૂ. ધર્મ કયાંય નિશાનીરૂપે જીવનમાં જોવાયે ન મળે. પારણા પછી તો જાણે મહિનાનું સાટું વાળતો હોય તેમ માણસ ખાવા પર તૂટી પડે છે. આખો દિવસ ચક્કી ચાલુ.. ધર્મ જો સાચા અર્થમાં જીવનમાં પરિણામ પામે તો એક નવકારશીનું પચ્ચખાણ પણ અનંતા કર્મોને ભસ્મ કરનારું બને છે. તો કષાયસહિત ધર્મનું પરિણામ :આ રાણીએ ધર્મ કર્યો પણ સાથે અહંકારને એટલો જ પોપ્યો. તેથી તેની Page #18 -------------------------------------------------------------------------- ________________ આવી દુર્ગતિ થઈ. આ સાંભળીને રાણીઓને ખૂબ દુઃખ થયું, તેઓ કૂતરી જ્યાં ફરતી હતી ત્યાં આવી અને કૂતરી સામે હાથ જોડીને ઉભી રહી ગઈ... કૂતરી આ બધી રાણીઓ સામે જોયા જ કરે છે. તેને એમ થાય છે કે આ બધાને મેં કયાંક જોયા છે... યાદ કરવા તે વિચારોમાં ખૂબ ઉંડી ઉતરી જાય છે. વિચારોમાં તે એટલી બધી ગરકાવ બની જાય છે કે જાણે તેને મૂર્છા આવી ગઈ. અંતે તેને જાતિસ્મરણજ્ઞાન થાય છે. અને તે પોતાનો પૂર્વજન્મ નિહાળે છે. પૂર્વજન્મને જોતાં તેને ખૂબ આઘાત લાગે છે. આટલી ઉત્કૃષ્ટ આરાધના કરવા છતાં એક નાના અવગુણે મને ક્યાં લાવીને મૂકી.... અને આઘાતથી તે અન્ન પાણી છોડી દે છે. મરીને સદ્ગતિને પામે છે... એક માન કષાય પણ જો માણસને દુર્ગતિમાં ફેંકી દેતો હોય તો ચારે કષાયોથી ભરપૂર જેનું જીવન હોય તેની શી દશા થાય? ચારે કષાયો ચાર ગતિમાં વહેચાઈ ગયા છે. ક્રોધ મોટા ભાગે વિશેષ કરીને નારકીમાં રહેલો છે. માન કષાય વિશેષે કરીને મનુષ્યમાં રહેલો છે. પશુયોનિમાં મોટા ભાગે માયા રહેલી છે અને લોભ મુખ્યત્વે દેવયોનિમાં રહેલો છે. માન એ મીઠું ઝેર છે. માણસને ખ્યાલેય ન આવે અને ખતમ કરી નાખે. ધર્મ કરનાર સુશ્રાવક કષાયથી મુક્ત હોય. શ્રાવણ વદ - ૯ પાપભીરતા સામાન્ય સર્જે વિશેષને... : વિશેષનું સર્જન સામાન્યમાંથી થાય છે. માટીમાંથી ઘડો, પથ્થરમાંથી પ્રતિમા. માટી એ સામાન્ય છે ઘડો એ વિશેષ છે. પથ્થર એ સામાન્ય છે અને પ્રતિમા એ વિશેષ છે. માટી જ ન હોય તો ઘડો ક્યાંથી બને? પથ્થર જ ન હોય તો પ્રતિમા ક્યાંથી બને ? તેમ સામાન્ય ધર્મ ન હોય છે તો વિશેષ ધર્મ કેવી રીતે આવે? માટે પહેલાં સામાન્ય ધર્મમાં દાખલ થવું 6 હું જોઈએ. સામાન્ય ધર્મ બધાને લાગુ પડે છે તેમાં જીવન જીવવાની પદ્ધતિ Page #19 -------------------------------------------------------------------------- ________________ I આવે અને વિશેષમાં સામાયિક, પોસહ, પ્રતિક્રમણ વગેરે અનુષ્ઠાનો આવે. | ' પ્રથમ સામાન્ય હશે તો જ વિશેષ આવશે ને ! પણ આજે સામાન્ય ધર્મ લુપ્તપ્રાય થઈ ગયો છે. પાપભીરૂ - ધર્મને આચરનાર શ્રાવક કેવો હોવો જોઈએ તેના ગુણોનું વર્ણન ચાલી રહ્યું છે. તેમાં ધર્મના અર્થી શ્રાવકનો છઠ્ઠો ગુણ - પાપભીરૂ. જેના જીવનમાં ભીરુતા આવે છે તે લાયક બની શકે છે. આજે તો મોય ભાગે પાપના ધંધાઓ શ્રાવકોના હાથમાં છે. કહેવાતો હોય સુશ્રાવક પણ ધંધો તેનો પંદર કર્માદાનમાંથી જ ચાલતો હોય. મોટી-મોટી ફેકટરીઓનો માલિક હોય... કરોડો જીવોની હિંસા તેના કારખાનામાં થતી હોય... અમે એક ફેકટરીમાં ગયાં. તેમાં કપ-રકાબી બનાવવામાં આવતા હતા. કપ-રકાબીની બનાવટમાં પહેલાં માટી કેટલાય દિવસો સુધી પલાળી રાખે પછી બીબામાં માટીને નાખે. થોડા દિવસ સુધી એ બીબાં સૂકાય એટલે મોટી ભઠ્ઠી હોય... ચોવીશે કલાક સળગતી હોય... તેનાથી દસ ફૂટ દૂર ઉભાં હોય તોય આપણને દઝાડે- આવી ભઠ્ઠીમાં ત્રણ દિવસ સુધી તેને તપાવે... પછી તેની પર ચિત્રકામ થાય... અને આવા પાપના કતલખાનામાંથી તૈયાર થયેલા તે કપ-રકાબી તમારા શોકેસને શોભાવે અને તે અનેક જીવોને પાપ બંધાવવામાં નિમિત્ત રૂપ બને...કારણકે કોઈપણ ચીજને આપણે બહુ સરસ છે એમ કહીને વખાણીએ એટલે તે ચીજની બનાવટમાં થયેલા પાપના છાંટા આપણને ઉડે જ. છક્કાયના જીવોનો કૂટો થઈ ગયો છે. તમારા ઘરની લગભગ ચીજો આવા છક્કાયના જીવવધમાંથી બનેલી છે... અનેક ત્રસજીવો પણ આમાં આવીને પડતા હોય છે અને મોતને શરણ થતા હોય છે. આવા કતલખાનાઓના માલિક હોય... અને ધર્મસ્થાનકોમાં લાખો તો રૂપિયા ખરચતા પણ હોય... વ્યાખ્યાન વગેરેમાં આગળ આવીને બેસતા જ છે પણ હોય... તેમને ધર્મ સ્પર્ધો કેમ કહેવાય ? Page #20 -------------------------------------------------------------------------- ________________ ૯ ધંધો ધર્મ કયારે બને ? શ્રાવક કુલક્રમથી આવેલો ધંધો કરે પણ કેવી રીતે અને કેવો કરે ? શાસ્ત્રકારો કહે છે કે જગતમાં જે ધંધો અનિંધ હોય તે જ કરે, વળી પોતાની મૂડીના પ્રમાણમાં ન્યાયપૂર્વક કરે. શાસ્ત્રકારોએ ધંધાને પણ ધર્મ કહ્યો છે કારણ કે ગૃહસ્થને ધંધા વગર તો ચાલે જ નહીં પણ તે ન્યાયયુકત હોવો જોઈએ. ન્યાયથી મળેલું દ્રવ્ય માણસને સન્માર્ગે વાળે છે. સન્મતિ આપે છે જ્યારે અન્યાયથી મળેલા ધનથી જીવનની શાંતિ હરાઈ જાય છે. અન્યાયના પૈસાથી - ધનથી ઉભા થયેલાં આજના દેરાસરોમાં પ્રભાવકતા જ દેખાતી નથી. મૂળ પાયો જ પવિત્ર નથી. તેથી તેના પર થયેલાં તીર્થો કેવી રીતે પવિત્ર બની શકે ? આપણે રોજ જેની બનાવેલી આરતી બોલીએ છીએ તેના કર્તા મૂળચંદ પોતે વડનગરના વતની હતા. જાતે ભોજક હતા. દર પૂનમે પગે ચાલીને તેઓ કેશરિયાજી જતા. ઘરમાં ગરીબી પણ ખૂબ જ. આવા ગરીબ ભોજકની બનાવેલી આરતી આજે ગામોગામ ગવાય છે. એમાં એમના પવિત્રભાવ રહેલા છે માટે. આજે બોલીઓમાં કરોડો રૂપિયા ખર્ચાય છે પણ ભાવશૂન્ય. ઘણીવાર દેખાદેખી અથવા ચડસાચડસીથી જ ખર્ચાતા હોય છે. અન્યાયનું ધન ચાલ્યું તો જાય છે સાથે ન્યાયથી મેળવેલા ધનને પણ લેતું જાય છે અને બદલામાં અશાંતિ, ફ્લેશો - રોગો વગેરે આપતું જાય છે. માટે પાપભીરૂ શ્રાવકે અનેક પાપોને ખેંચી લાવનારા... અનેક અશાંતિઓને લાવનારા ધંધાનો ત્યાગ કરવો જોઈએ. ચાહે તે કુલક્રમથી આવતો હોય તો પણ... જેમ સુલસે ત્યાગ કર્યો હતો તેમ. તે સુલસ કોણ હતો ? પાપભીરૂ સુલસ : રાજગૃહ નગરમાં કાલસૌકરિક નામનો કસાઈ રહેતો હતો. તેને સુલસ નામનો પુત્ર હતો. આ કસાઈ રોજ ૫૦૦ પાડાનો વધ કરતો હતો. આથી Page #21 -------------------------------------------------------------------------- ________________ સાતમી નારકીને યોગ્ય પાપ તેણે બાંધ્યું. તેનો અંતકાળ આવી પહોંચ્યો. કહેવાય છે કે “જેવી ગતિ તેવી મતિ. અનેક જીવોના ઘાતથી નરકગતિનું આયુષ્ય બાંધેલું હોવાથી અંત સમયે મતિ-વિપર્યાસ થયો. તેના શરીરની બધી ધાતુઓ પાંચ ઇન્દ્રિયોને વિષે વિપરીત બની ગઈ. તે ખૂબ પીડાવા લાગ્યો. સુલસ પિતાની ખૂબ સેવા કરે છે... પિતાને આખા શરીરે દાહ થાય છે તેને શાંત કરવા સુલસ ચંદન વગેરેનું વિલેપન કરે છે. કોમળ શય્યામાં પિતાને સુવાડે છે... શીતળ પાણી પીવડાવે છે. પણ વિપરીતતાના કારણે આવી સુંદર સેવા પણ તેને શાતા આપવાને બદલે અશાતા આપે છે. તુલસ પિતાની વ્યથાથી ખૂબ વ્યથિત છે, તે કસાઈનો પુત્ર હોવા છતાં ખૂબ સંસ્કારી-વિનયી વળી અભયકુમારનો મિત્ર હતો. પોતાની વ્યથા તેણે બુદ્ધિનિધાન એવા અભયકુમારને જણાવી. અભયકુમારે કહ્યું કે ધાતુની વિપરીતતાના કારણે શરીરે ચંદન વગેરે વિલેપનના બદલે વિષ્ટાનું વિલેપન કર. કોમળ શવ્યાને બદલે કાંટાવાળી શય્યા પર સુવાડ. શીતળ પાણીને બદલે ઉકળતા પાણી પા અને સુંદર સંગીતને બદલે તેની પાસે ગધેડાના, ઉંટના સ્વરો સંભળાવ. સુલસે પિતા પાસે આવીને આ રીતે સેવા કરવા માંડી... આ સેવાથી કાલસીકરિક ખૂબ ખુશ થયો. તેણે કહ્યું કે બેટા અત્યાર સુધી તે કેમ મારી આવી સેવા ન કરી? આ બધાથી મને ખૂબ સારું લાગે છે. થોડોક સમય આમ પસાર કરીને અંતે મૃત્યુ પામીને સાતમી નરકે ગયો. હવે સ્વજનો સુલસને કહે છે કે ભાઈ ! તારા પિતાનો વેપાર તું સંભાળી લે. તુલસ સ્વીકારવાની ના પાડે છે તેણે પિતાની અંતિમ સ્થિતિ જોઈ હતી. તે બધાને સમજાવે છે પણ બધા તેના પર વધારે દબાણ કરે છે બધા કહે છે નું શા માટે ડરે છે? તારા દુઃખમાં અમે ભાગ પડાવશું તેથી બધાને શીખ આપવા માટે તે એક કુહાડો મંગાવે છે અને બધાના દેખતાં જ તે કુહાડો પોતાના તે પગ પર મારે છે ધડધડ કરતું લોહી વહેવા માંડે છે. તે એકદમ પોતાની મા 6 શું વગેરેને કહે છે કે મને બચાવો મને બહુ પીડા થાય છે... મારી વેદના કોઈ કરે Page #22 -------------------------------------------------------------------------- ________________ - થોડી લઈ લો. સ્વજનો કહે છે કે તે જાતે તો તારા પગ પર કુહાડો માર્યો અને હવે પીડાની બૂમો પાડે છે? વેદના કોઈ લઈ શકે ખરું? સુલસ કહે છે કે જો તમે મારી વેદનામાંથી ભાગ ન પડાવી શકતા હોય તો હું જે પાપો કરું તેમાંથી તમે કેવી રીતે ભાગ પડાવવાના? મારે પાપો કરીને નરકે જવું નથી. છેવટે અભયકુમારની સાથે ભગવાન પાસે જઈને શ્રાવકધર્મ સ્વીકારે છે અને અંતે દેવલોકને પામે છે. આમ પાપભીરૂ શ્રાવકે કુલક્રમથી આવેલો ધંધો પાપમય હોય તો કરવો જોઈએ નહીં. પાપથી ડરનારો જ ધર્મને આચરી શકે છે. પાપથી ડરનારો આત્મા અનેક અકાર્યોમાંથી બચી જાય છે. તે કયારેય કોઈનું બૂરું ઈચ્છી શકતો નથી. તેથી તેની હમેંશા ચડતી જ થાય છે. કોઈ તેના દુશ્મનો બનતા નથી. તેથી અજાતશત્રુ બનીને તે સારી રીતે ધર્મની આરાધના કરી શકે છે. શ્રાવણ વદ - ૧૦ ચિત્ત જોડો પ્રભુ સાથે.... ભવો-સ્વભાવો : ચેતનાના ત્રણ પ્રકાર છે. (૧) જાગ્રત (૨) અર્ધજાગ્રત (૩) અજાગ્રત (સુષુપ્ત) જાગ્રત અને અર્ધજાગ્રત ચેતના કરતાં અચેતન એટલે કે અજાગ્રત ચેતનામાં અનેક દોષો પડેલા છે. જેમ વરસાદ આવે અને જંગલમાં એકદમ ઘાસ ઉગી નીકળે છે તેમ અચેતન મનમાં પડેલી વાસનાઓ, કુસંસ્કારો નિમિત્ત મળતાં જ તરત જ બહાર આવે છે. આ જીવાત્મા અનેક યોનિમાં ભટકીને આવ્યો છે. સાપની યોનિમાં ફૂંફાડા માર્યા હશે... અનેકને કરડ્યો પણ હશે... વીંછીના ભાવમાં ડંખ માર્યા હશે, ગધેડાની યોનિમાં લાતો મારી હશે... કુતરાની યોનિમાં ભસ્યો હશે. આમ દરેક યોનિમાં તે - તે યોનિને અનુરૂપ તેના સ્વભાવો આચર્યા હશે. આયુષ્ય પુરું થતાં તે છે તે યોનિના શરીર છૂટી ગયા પણ સ્વભાવના જે ગાઢ સંસ્કારો પડેલા હતાં 6 શું તે અંદર રહી ગયા. શરીર અને જીવની વચ્ચે વસ્ત્ર જેવો સંબંધ છે. વસ્ત્ર છે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ - જીર્ણ થાય એટલે માણસ તેને રજા આપી ને નવું વસ્ત્ર પહેરે છે. પણ શું વસ્ત્ર બદલતાની સાથે તેનો સ્વભાવ બદલાય ખરો ? કોઈ માણસ શોકના સમયે કાળા વસ્ત્રો પહેર્યા તેથી શું તે કૃષ્ણલેશ્યાવાળો થઈ જાય? ધોળા પહેર્યા હોય તો તે શું શુકૂલલેશ્યાવાળો થઈ જાય ખરો? ના, વસ્ત્રો બદલાતા કાંઈ અંદર રહેલા જીવાત્મા બદલાતો નથી. તેમ તે-તે યોનિના શરીરરૂપી વસ્ત્રો બદલાતાં તેની અંદર રહેલા સ્વભાવમાં કાંઈ ફેરફાર થતો નથી. માટે તો આજે આપણે માનવ શરીરરૂપી વસ્ત્ર બદલ્યું પણ આપણી અંદર ૮૪ લાખ યોનિના સ્વભાવ પડયા છે. આ બધા સ્વભાવો આપણા અજાગ્રત મનમાં પડયા છે. નિમિત્ત મળતાં તે બહાર નીકળે છે. કોઈ બહુ બોલ--બોલ કરતું હોય તો આપણે નથી બોલતાં કે કૂતરાની જેમ શું ભસ-ભસ કરે છે ? આપણને કોઈ સાચી સલાહ આપવા આવે પણ આપણને રુચતી ન હોય તો આપણે એને ગધેડાની જેમ લાતો મારીએ કે ન મારીએ? આપણે સ્વભાવથી કૂતરાએ છીએ, ગધેડાએ છીએ. વીંછીએ છીએ, સાપે છીએ અને ગીધડાએ છીએ. ગીધ વૃક્ષની ઉંચામાં ઉંચી ડાળીએ બેસે અને સતત ચારે બાજુ એની નજર એનું ભક્ષ્ય શોધતી હોય તેમ આપણા બધાની નજર બીજાનું લૂંટવા માટે ફરી રહી છે કે નહીં? આ બધા કુસંસ્કારો જ આપણને ચારે ગતિમાં ભટકાવે છે, રખડાવે છે. પ્રભુશરણ-સ્મરણ : આ અનાદિકાળના રુઢ થઈ ગયેલા સંસ્કારો કાઢવા કેવી રીતે ? શાસ્ત્રકારો કહે છે કે પ્રભુ સાથે જોડાણ કરો, તેના નામનું સતત રટણ કરો. તેના નામમાં ગજબની તાકાત રહેલી છે. પરંતુ પરમાત્માને ભૂલીને ચાલનારી આજની દુનિયા પાપની ગર્તામાં ધકેલાઈ રહી છે. પરમાત્માનું શરણ અને પરમાત્માનું સ્મરણ તીર્થકર બનાવે છે. શ્રેણિક મહારાજે તો જીંદગીની શરૂઆતમાં ઘણાં પાપો કર્યા હતાં પણ જ્યાં તેમને સાચી દૃષ્ટિની 6 % પ્રાપ્તિ થઈ અને ભગવાન વીરના સ્મરણમાં લીન બન્યા તો તીર્થકર માં Page #24 -------------------------------------------------------------------------- ________________ '' - બનવાની પાત્રતા મેળવી લીધી. ભગવાન વીરના સ્મરણને જીવનમાં એવું , તો વણી લીધું હતું કે તેમની ચિતાના લાકડામાંથી “વીર-વીર’ એવો ધ્વનિ સંભળાતો હતો. માટે તો આવતી ચોવીશીમાં તેમની કાયાનું પ્રમાણ, વર્ણ વગેરે બધું જ ભગવાન મહાવીર જેવું જ હશે. આજે આપણા ચિત્તમાં પરમાત્મા નહીં પણ પદાર્થો ભરેલા છે. ચોવીસે કલાક પદાર્થોની જ વિચારણા ચાલે છે. અરે ! પરમાત્માની ભક્તિ કરવા દેરાસરમાં જઈને ત્યાંયે આપણા ચિત્તમાં સંસાર છવાયેલો રહે છે. સમસ્ત પ્રવૃત્તિમાં ભગવાન છવાયેલા હોવા જોઈએ એના બદલે સંસાર છવાયેલો છે. ભગવાનનું નામ લેવાનો પણ આપણને ટાઈમ નથી.... રોજ કાંઈ લાખોના દાન આપવાના હોતા નથી અથવા તો રોજ કાંઈ માસક્ષમણ કરવાના હોતા નથી પણ રોજ ભગવાનનું નામ સ્મરણ તો શકય બને ને ! સસ્તું છતાં સક્ષમ પ્રભુનું નામ સ્મરણ : કુદરતની આપણા પર કેવી મહેરબાની છે એ વિચારે છે કે જો માણસને બધું મોધું કરીશ તો એ જીવશે કેવી રીતે? તેથી આપણી વધારેમાં વધારે ઉપયોગી ચીજને સસ્તામાં સસ્તી બનાવી છે. હવા-પાણી વગર ઘડીકવારેય ચાલે ખરું ? વળી તમે તો હવાના ખૂબ પરાધીન છો પા-અડધો કલાક લાઈટ જાય અને પંખા જો બંધ થઈ જાય, તો તમારી કેવી દશા થાય? એક બે દિવસ પાણી ન આવે તો કેવી રાડારાડ મચાવી મૂકો? આ બન્નેનો સતત ઉપયોગ હોવાથી કુદરતે આપણને મફતમાં આપ્યા. હવે અનાજ પણ બધાને ખૂબ ઉપયોગી છે તે પણ સસ્તુ બનાવ્યું સોના-ચાંદીના કરતાં સોનું-રૂપું-મોતી કેવા મોંઘાદાટ છે? તેના વગર માણસને ચાલે, તે જોઈએ જ એવું નથી હોતું. પણ અનાજ, હવા અને પાણી આટલું તો જોઈએ તે જ. આ બધાથી પણ સસ્તી અને ખૂબ જ ઉપયોગી એવી ચીજ છે પ્રભુનું 6 (ા નામસ્મરણ - સદ્વિચારો... બસ ખાલી વિચારોનું વહેણ જ બદલવાનું છે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ને છે. પદાર્થોની જગ્યાએ પરમાત્માને ગોઠવવાના છે. પછી જુઓ ચમત્કાર. આપણને પદાર્થોનું જ ધ્યાન છે એટલે ધ્યાન લગાવશું તો પણ પદાર્થો જ દેખાશે. એના બદલે અરિહંતનું ધ્યાન લગાવો તો અરિહંત આપણી ચેતનામાં આવીને ઉભા રહેશે. ચેતના એક એવી વસ્તુ છે કે તેને જે નિમિત્ત મળે તેનાથી તે રંગાઈ જાય છે અને તે સમય પૂરતો માણસ તે રૂપ બની જાય છે. તન કટાસણા પર, મન કયાં ? એક સ્ત્રી હતી. તે ખૂબ ડાહી અને હોશિયાર હતી. તેના સસરાને સૂતરનો ખૂબ મોટો વહેપાર હતો. સૂતરને વણવા માટે તેઓ હરિજનોને સોંપતા. વેપાર બહુ મોટા પ્રમાણમાં હોવાથી તેમનું મન સતત સૂતર અને હરિજનો વચ્ચે જ અટવાયેલું રહેતું. એકવાર શેઠ સામાયિક લઈને બેસે છે. કોઈક ભાઈ મળવા માટે આવે છે, પૂછે છે કે શેઠ ઘરમાં છે ? વહુ જવાબ આપે છે કે શેઠ તો ઢેઢવાડે ગયા છે. પેલા ભાઈ તો પાછા ગયા, પણ સામાયિકમાં બેઠેલા સસરાજી વિચારે છે કે વહુએ કેમ આવો જવાબ આપ્યો? વહુ શાણી-સમજદાર છે તેથી તેના જવાબમાં નક્કી કાંઈક રહસ્ય હોવું જોઈએ. સામાયિક પૂરું થતાંની સાથે જ સસરો વહુને પૂછે છે કે બેટા ! તે આવો જવાબ કેમ આપ્યો? વહુ કહે છે કે બાપુજી તમે બેઠા હતા કટાસણા પર પણ તમારા મો પરના ભાવોથી મેં જાણ્યું કે તમારું મન તો સૂતર કોણે કેટલું કાંત્યું? કોને કેટલું આપવાનું છે? આ બધા વિચારોમાં ભમતું હતું તેથી ઢેઢવાડે ગયા તેમ ન કહું તો શું કહું? સામાયિક કરતાં તો મન સમભાવમાં રહેવું જોઈએ. પ્રભુ ધ્યાનમાં લીન હોવું જોઈએ, જ્યારે આજે આપણા સામાયિકનો સંબંધ કટાસણા અને ઘડિયાળ પૂરતો બની જાય છે. સામાયિક લે ત્યારથી ઘડિયાળ તરફ નજર મંડાયેલી હોય. , આવા રોજના દસ સામાયિક કરો તો પણ શાંતિ કયાંથી મળે ? બધી Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આ આરાધનાઓ સાર્થક કયારે બને ? મગજ જ્યારે બધા વિચારોથી ખાલી , બને ત્યારે જ. ચિત્તમાં અનંતકાળના અજ્ઞાનના અંધારા ભરેલા છે, વિષયો અને કષાયો ભરેલા છે આ અંધારાને દૂર કરવા માટે ફકત એક જ પ્રભુ નામ રૂપી કિરણની જરૂર છે. થોડા સમય માટે પણ જો પ્રભુ સાથે જોડાણ થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય. શ્રાવણ વદ-૧૧ અશકતા ભગવાન મલ્લિનાથ.... ધર્મનો અધિકારી માણસ કેવો હોવો જોઈએ તેને માટે પૂ. શાંતિસૂરીશ્વર મારાજ કહે છે કે માણસ અશઠ હોવો જોઈએ, તેનું જીવન નિર્દભ હોવું જોઈએ. માયા-કપટથી રહિત હોવું જોઈએ. માયાવી માણસ ધર્મ કરે તો પણ તે નિષ્ફળ જાય છે. અથવા તો હલકી યોનિમાં માણસને લઈ જનારો બને છે. ભગવાન મલ્લિનાથે પૂર્વજન્મમાં માયાથી આરાધના કરી હતી માટે સ્ત્રીપણું બાંધ્યું. પૂર્વજન્મમાં છ મિત્રો હતા. છએ મિત્રોએ સાથે દીક્ષા લીધી. ભગવાન મલ્લિનાથના જીવે વિચાર કર્યો કે હું બધાથી આગળ નીકળી જાઉં. પરંતુ જે તપ-જપ-ધ્યાન વગેરે કરતાં તે બધું જ છએ મિત્રો સાથે કરતા. તેથી આગળ નીકળવું કેવી રીતે ? ભગવાને આગળ નીકળવા માટે છૂપી રીતે તપ કરવા માંડ્યાં. બધા મિત્રો વાપરવા બેસી જાય પછી ભગવાન કહે કે મને બરાબર નથી તેથી હું ઉપવાસ કરું છું. આમ માયાથી-કપટથી કરેલા તપનું પરિણામ એ આવ્યું કે તેઓ પહેલા ગુણઠાણે આવી ઉભા. એટલે મિથ્યાત્વ અને સ્ત્રીપણું બાંધ્યું. આરાધના ખૂબ જ ઉંચી હતી પણ કપટથી ભરેલી હતી તેથી તીર્થંકર નામકર્મ બાંધ્યું પણ સ્ત્રીપણું ભેગું આવ્યું. દંભની બોલબાલા : આજે સમાજમાં મોટાભાગે દંભનું આચરણ ખૂબ વધી ગયું છે. માણસો કરે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સારું કરવા માટે નહીં પણ સારા દેખાવા માટે જ બધું કરતા હોય છે. જે અરે ! સાધર્મિકવાત્સલ્ય કરશે તોય સારું દેખાડવા માટે. આપણે વ્યવહારમાં બોલીએ છીએ ને કે ભાઈ ભલે ગમે તેટલો ખર્ચો થાય પણ સારું દેખાય તેમ કરજો. સાધર્મિક ભક્તિનું કયાંય નામનિશાને ન હોય. કયારેક માણસો ચડાવા લાખો રૂપિયામાં બોલતા હોય છે પણ એની પાછળ લક્ષ્મીનો સદ્વ્યય થાય એના કરતાં સમાજમાં નામના મળે... છોકરા-છોકરીઓના વેવિશાળ જલ્દી થાય.. જો લગભગ આવી જ ગણતરી હોય તો આવા માણસોના જીવનમાં ધર્મ કેવી રીતે પરિણામ પામે ? મા-બાપની પ્રતિષ્ઠા વિના પ્રભુ પ્રતિષ્ઠા કેવી ? એક શેઠ હતા. ખૂબ ધનાઢય હતા. તેથી ઘરમાં જ સુંદર દહેરાસર બંધાવ્યું. ભગવાન લાવ્યા. પ્રતિષ્ઠા માટે કોઈ આચાર્ય મહારાજની શોધ કરવા માંડ્યા. આમ તો કોઈ દિવસ ઉપાશ્રયનું પગથિયું એ ન ચઢતા હોય પણ પોતાના પ્રસંગને શોભાવવા માટે સારામાં સારા આચાર્ય મહારાજને શોધશે. આ શેઠને પણ શોધતાં શોધતાં સારા આચાર્ય મહારાજ મળી આવ્યા. સમાજમાં સારું દેખાય માટે આચાર્ય મહારાજનો બેન્ડ-વાજા સહિત ભવ્યાતિભવ્ય પ્રવેશ કરાવ્યો. આચાર્ય મહારાજ લાંબો વિહાર કરીને આવેલા હોવાથી બપોરના સમયે જરાક આડે-પડખે થયા છે ત્યાં એક ડોશીમા લાકડીના ટેકે ધીમે ધીમે ઉપાશ્રયમાં પ્રવેશ્યાં. મેલાં ઘેલાં કપડાં છે. મહારાજ સાહેબની આંખ જરા મળી ગઈ છે. ત્યાં લાકડીના ટકટક અવાજથી આચાર્ય મહારાજ જાગી જાય છે. ડોસીમાને જોઈને પૂછે છે કે કેમ માજી મજામાં છો? કેમ આવ્યા છો? ત્યારે ડોશીમા કહે છે કે બાપજી તમે કેમ આવ્યા છો? બાપજી કહે કે અમે તો પ્રતિષ્ઠા કરાવવા આવ્યા છીએ. ડોશીમા કહે છે કે બાપજી પ્રતિષ્ઠા નહીં થાય. કેમ? ઘરના દેવ એવા મા-બાપ જ્યાં ઠેબે ચડતા હોય ત્યાં ભગવાન પધારે કેવી રીતે? Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭ આ મા-બાપ એ જીવતા જાગતા દેવ છે. પણ આજે આ યુગમાં જેમ ઋતુમાં , માણસ પોતાના ખાટલાનું સ્થાન બદલતો હોય છે ને ! શિયાળામાં રૂમમાં સૂઈ જાય. ઉનાળામાં જ્યાં પવન આવતો હોય એવી જગ્યાએ સૂઈ જાય અને ચોમાસામાં જ્યાં ભેજ ન લાગતો હોય ત્યાં સૂઈ જાય. તેમ આજે મા-બાપના પણ જેટલા પુત્રો હોય તેટલા ખાટલા બદલાતા હોય છે. જૂના જમાનામાં ભોજકના વારા રહેતા. તેમ આજે મા-બાપના પણ વારા હોય છે. બહુ જ કરુણ સ્થિતિ છે આજના વૃદ્ધોની ! તીર્થંકર પરમાત્મા પણ હમેશાં મા-બાપને વંદન કરવા જતા. એક કહેવત છે કે જે માતનો બોલ કદી ન લોપે તે વિશ્વમાંહિ સૂરજ જેમ ઓપે.”શ્વ લાલ બહાદુરશાસ્ત્રી માતૃભક્ત હતા. તેઓ જ્યારે પણ બહાર જાય કે કોઈ દેશોની વાટાઘાટમાં જાય ત્યારે અવશ્ય પોતાની વૃદ્ધમાના આશીર્વાદ લેવા જતા. મા કહે કે બેટા ! ઈશ્વર તારી સાથે રહેજો. બસ આટલા આર્શીવાદ લઈને જાય એટલે ગમે તેવા કપરા કામો પણ તેમના સરળતાથી પાર પડતા. એકવાર પાકિસ્તાનના વડાપ્રધાન અયુબખાનને મળવા જવાનું હતું. માના આશીર્વાદ લઈને નીકળ્યા. અયુબખાન ખૂબ ઉંચા હતા. શાસ્ત્રીજી ઘણા વામન હતા. અયુબખાને મજાકમાં કહ્યું કે શાસ્ત્રીજી બાપ તો વાત વામન હૈ ?" શાસ્ત્રીજીએ બેધડક જવાબ દીધો કે રૂસી, તો બાપો નમન ફરના પડતા હૈ ! વાત કરતી વખતે ઉંચા માણસને નીચા વળીને વાત કરવી પડે. આવી બેધડક જવાબ દેવાની શક્તિ માના આશીર્વાદમાંથી મળતી. એમણે બહુ અલ્પ સમય જ રાજ કર્યું પણ એ અલ્પસમયમાં ઘણાં સારાં કામો કર્યા. દુનિયા આજે પણ એમને યાદ કરે છે. માના લોહીનું એક એક ટીપુ સંતાનના હિતથી રંગાયેલું હોય છે. 4 મા જુએ આવતો અને સ્ત્રી જુએ લાવતો :( દીકરો કયાંય બહાર ગયો હોય તો મા એની રાહ જુએ. તે હેમખેમ Page #29 -------------------------------------------------------------------------- ________________ ને પાછો ફરે એટલે એને આનંદ. જ્યારે સ્ત્રી તો બહારથી મારે માટે શું ? લાવ્યા? હાથમાં કાંઈ પેકેટ છે કે નહીં? એમાં જ સ્ત્રીની નજર ભટકતી હોય છે. પણ આજની યુવા પેઢીને તો “અમે બે અને અમારા બે ત્રીજું કોઈ ખટાતું જ નથી. દીકરો ૭૦ વર્ષનો થયો હોય તોય માની નજરમાં તે નાનું બાળક જ છે. તેથી તે બહાર જાય ને તો મા કહે કે ભાઈ ! સાચવીને જજે. સાધનોનું ધ્યાન રાખજે. વગેરે જેમ બાળકને શીખામણ આપે તેમ ૭૦ વર્ષના ડોસાને શીખામણ આપતી હોય છે. માના વાત્સલ્યની તોલે દુનિયાની કોઈ ચીજ આવી શકતી નથી, પણ આ શીખામણો આજના યુવાનોને “ટક-ટક લાગે છે. આજે વૃદ્ધોના નિસાસાથી ક્યાંય શાંતિ દેખાતી નથી.. હુંતો ને હુંતી બે જણા હોય તોય ખટપટ ચાલતી જ હોય. પેલા માજી આચાર્ય મહારાજની પાસે પોતાની વેદના ઠાલવે છે કે આ દીકરો મને કોઈ દિવસ “મા” કહીને બોલાવતો નથી. એના છોકરાઓ પણ મને વાત-વાતમાં હડધૂત કરે છે. જ્યાં આવી રીતે મા-બાપ હડધૂત થતા હોય ત્યાં ભગવાનની પધરામણી કરીને શું લાભ? આચાર્યમહારાજ ખૂબ ગંભીર હતા. તેમણે માજીને પ્રેમથી કહ્યું કે ભલે માજી તમે ઘેર જાઓ હું મારી રીતે ગોઠવું છું. આચાર્ય મહારાજે બધા સાધુઓને આજ્ઞા કરી કે ચલો ભેટ બાંધો અત્યારે જ વિહાર કરવાનો છે. શિષ્યો તો બધા ઝટપટ પોતાનું કામ આટોપવા લાગ્યા. ભેટ બાંધીને તૈયાર થઈ ગયા. ત્યાં કોઈ માણસ દ્વારા શેઠને ખબર પડી કે આચાર્યમહારાજ તો વિહાર કરે છે. શેઠ તો એકદમ હાંફળા-ફાંફળા થતા આવ્યા. પૂછે છે કે ભગવન્! કેમ આમ અચાનક શું થયું? મારો કોઈ અપરાધ થયો? મારી પ્રતિષ્ઠાનું શું? મારી આબરુનું શું ? આપ મને કારણ જણાવો. આચાર્ય ભગવંતે કહ્યું કે તું માતૃદેવો ભવ પિતૃદેવો ભવ' માને છે? માતાને ઘરમાં દેવની જેમ સાચવે છે છે? શેઠ સમજુ હતા તેજીને ટકોરો બસ છે. સમજી ગયા...તરત જ { આચાર્ય ભગવંતની સામે માજીના પગમાં પડી માફી માંગે છે. ખૂબ ) Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯ - પશ્ચાત્તાપ કરે છે. પછી આચાર્ય મહારાજ પ્રતિષ્ઠા કરાવે છે. આમ ઔચિત્ય , * ન હોય તો ધર્મ ક્રિયાઓ સફળ થતી નથી. બહાર ધર્મ ગમે તેટલો કરતો હોય પણ ઘરના કે પરિવારના લોકો સીદાતા હોય તો તે દેખાવનો જ ધર્મ છે. સ્વચ્છ અને પવિત્ર જીવન એ ધર્મનું મૌલિક સ્વરૂપ છે. શત્રુ પણ કહે કે મારે તેની સાથે વિરોધ છે પણ માણસ સજ્જન છે. આવું જીવન હોવું જોઈએ. ધર્મને સારી રીતે આચરવાથી જેમ સારું ફળ મળે છે તેમ અયોગ્ય રીતે ધર્મ આચરવાથી તેનું માથું ફળ મળે છે. શ્રાવણ વદ-૧૨ પર્યુષણા-પ્રથમદિન પર્વનો દરજ્જો... આજે મહામંગલકારી પર્યુષણનો પ્રથમ દિવસ છે. તમારે ત્યાં દિવાળી આવે ત્યારે તમે ઘરને સાફ કરીને રંગ-રોગાન વગેરેથી શણગારો છો ને! તેમ આ મહાપર્વની પધરામણી થઈ છે તો તમારા મન રૂપી ઘરમાં બાઝેલા અનાદિકાળના રાગ-દ્વેષ રૂપી જાળાને સાફ કરજો. જ્ઞાનીઓ કહે છે કે પર્વની આરાધના સફળ ત્યારે જ બને કે જ્યારે વિશ્વના સમસ્ત જીવોની સાથે આપણે મૈત્રી બાંધીએ. આ પર્વનું મુખ્ય અંગ જ ક્ષમાપના છે. શાસ્ત્રકારોએ આ દિવસને પર્વ બનાવી દીધું જેથી આ દિવસોમાં ખમાવવા જતાં કોઈને નાનપ ન લાગે. જેમ બેસતાવર્ષે બધા સાલમુબારક કરવા નીકળે છે ત્યારે કોઈને એમ ન થાય કે આ માણસ આજે કેમ આવ્યો? કારણ કે તે પર્વના દિવસે બધા જ સાલમુબારક કરતા હોય છે. તેમ આ ક્ષમાપનાના પર્વને લીધે માણસને કોઈના ત્યાં જતાં શરમ ન આવે. લઘુતા ન આવે. તે પર્યુષણ શબ્દાર્થ.. Kપર્યુષણ શબ્દ આમ તો છેલ્લા દિવસને માટે જ વપરાયો છે પરંતુ Page #31 -------------------------------------------------------------------------- ________________ T બીજા સાત દિવસો તેને લગતા હોવાથી આપણે આઠ દિવસને પર્યુષણા , કહીએ છીએ. પૂર્વના કાળમાં સાધુઓનો વિહાર નવકલ્પી રહેતો. એક જગ્યાએ એક મહિનો રહે આમ આઠ સ્થાનોના આઠ કોને માસિકલ્પ કહેવાતા. નવમો કલ્પ “પર્યુષણાકલ્પ' કહેવાતો. પરિ એટલે એક સામટું ઉષણા એટલે વસવાટ. “એક સામટો વસવાટ' તેને કહેવાય પર્યુષણાકલ્પ. સાધુઓ ચોમાસું નજીક આવે એટલે પાટ-પાટલા-વસતિ વગેરેની શોધ કરે. કારણ કે એ જમાનામાં આજના જેવા અફલાતુન ટાઈલ્સોવાળા ઉપાશ્રય નહોતા. લીપણ વગેરે હતું તેથી ભૂમિ જીવાકુળ હોવાને લીધે બરાબર નિરીક્ષણ કરવાનું હોય. જે ગામમાં પાટ-પાટલા વગેરે ચીજો મળી રહે તેમ હોય ત્યાં ચોમાસું નકકી કરે. આજની જેમ ત્યારે સંઘો વિનંતી કરવા નહોતા આવતા. પૂર્વના સાધુઓનું જીવન જુઓ તો ચકિત થઈ જવાય. કેવા સંજોગોમાં કેવી કઠીન જીવનચર્યામાં આ મહાત્માઓએ ધર્મને ચલાવ્યો, ટકાવ્યો અને આપણા સુધી પહોંચાડ્યો છે. પર્યુષણા કલ્પ : પર્યુષણા કલ્પ અષાડ સુદ ૧૫થી શરૂ થાય. વદ એકમથી વદ પાંચમ સુધી સાધુઓ ગામમાં વસ્તુઓની તપાસ કરે. જો પાટ-પાટલા વગેરે મળી શકે તેમ ન હોય તો ત્યાંથી વિહાર કરે. બીજા ગામમાં અષાડવદ-૬થી દસમ સુધી તપાસ કરે. ન મળે તો આગળ ચાલે. આમ પાંચ-પાંચ દિવસ તપાસ કરતાં કરતાં ભાદરવા સુદ પાંચમ સુધી કરે. છેવટે ન મળે તો કે ઝાડ નીચે પણ રહી જાઓ. પણ હવે વિહાર બંધ. છેલ્લા પાંચ દિવસ સાધુ ગામમાં તપાસ કરે અને બીજી બાજુ કલ્પસૂત્રનું વાંચન કરે. કલ્પ એટલે આચાર. સાધુઓની વચ્ચે વડીલ સાધુ મહારાજ આચારોનું વર્ણન કરે. જેથી બધા સાધુઓને ખ્યાલ આવે કે ચોમાસામાં કેવી રીતે વર્તવાનું છે. પાંચ દિવસ કલ્પસૂત્ર વાંચવાની જે રુઢિ હતી તે અત્યારે પણ કાયમ 6 % રહી. સામાન્ય રીતે આપણે ત્યાં આઠ દિવસના કાર્યક્રમો રહેતા તેથી પાંચ Page #32 -------------------------------------------------------------------------- ________________ તે દિવસ કલ્પસૂત્ર અને બીજા ત્રણ દિવસ શ્રાવકના કર્તવ્યો. આ આઠ , દિવસનો મહિમા જૈન સમાજમાં જબરો છે. ગમે તેવા સંજોગો હોય પણ આ આઠ દિવસ તો આબાલવૃદ્ધ આરાધના કરે જ. ત્રણ વર્ગ - શ્રાવકના ત્રણ વર્ગ છે. સદિયા, કદિયા, ભજિયા, હમેશાં આરાધના કરનારી વર્ગ સદિયા કહેવાતો. કદિયા એટલે કોઈક જ વાર તીથીએ કે પર્વના દહાડાઓમાં આરાધના કરે. પહેલાં તો તિથીઓનું મહત્ત્વ ખૂબ હતું પણ હવે આ વાર આવ્યા ત્યારથી તિથીઓનું મહત્વ ગયું. કંઈપણ કરવું હોય તો કહે કે રવિવાર રાખો. બીજા વારે કોઈની હાજરી જ ન મળે ને! ભદિયા એટલે ભાદરવામાં જ ઉપાશ્રયે આવનારા. ગમે તેવો નાસ્તિક હોય પણ સંવત્સરીનું પ્રતિક્રમણ તો કરે જ. પર્યુષણના આઠ દિવસમાં પણ મહાપુરુષોએ એવાં કર્તવ્યો બતાવ્યાં છે કે તેના દ્વારા બાર મહિનાનું ભાથું બાંધી લે. શ્રાવકના મુખ્ય પાંચ કર્તવ્યો છે. (૧) અમારિપ્રવર્તન (૨) સાધર્મિક વાત્સલ્ય. (૩) પરસ્પર ખામણાં. (૪) અઠ્ઠમ તપની આરાધના. (૫) ચૈત્ય પરિપાટી. આ પાંચે કર્તવ્યોને બરાબર આરાધવા જોઈએ. પહેલાં ત્રણ કર્તવ્યોને તો રોજ આરાધવાં જોઈએ. હવે પહેલું કર્તવ્ય જોઈએ. અમારિ પ્રવર્તન - જુગલ જોડી આખા ગુજરાતમાં અને અઢાર દેશોમાં અમારિ પ્રવર્તાવનાર પૂ. હેમચંદ્રસૂરિ મહારાજ તથા કુમારપાળ મહારાજા છે. આ આચાર્ય ભગવંત આપણને સાધર્મિક વાત્સલ્યમાંથી મળ્યા છે. ધંધુકામાં ચાચિક નામનો મોઢવાણિયો રહેતો હતો. તેની પત્નીનું નામ પાહિની હતું. પાહિનીને એક છે રાત્રે સ્વમ આવ્યું. સ્વપ્રમાં તેણે જોયું કે મારી પાસે એક રત્ન આવ્યું અને ૨ Aી તે રત્ન મેં ગુરૂમહારાજને વહોરાવી દીધું. એ અરસામાં પૂ. દેવેન્દ્રસૂરિ છે Page #33 -------------------------------------------------------------------------- ________________ રે રે Sો મહારાજ ત્યાં બિરાજમાન હતા. તેણે પૂ. ગુરૂભગવંતને તે સ્વપ્ર કહ્યું. તે આચાર્ય મહારાજ ખૂબ જ્ઞાની હતા. તેમણે પાહિનીને કહ્યું કે એક મહાનું રત્ન તારા ઉદરમાં અવતરશે. તે તું મને આપી દેજે. સમય વીતતો ચાલ્યો. વિ.સં. ૧૧૪૫ના કાર્તિક પૂર્ણિમાના દિવસે પૂર્ણચન્દ્ર જેવા તેજસ્વી પુત્રરત્નને પાહિનીએ જન્મ આપ્યો. અને તેનું નામ ચાંગો એવું રાખ્યું. બીજના ચંદ્રની જેમ તે વૃદ્ધિ પામવા લાગ્યો. આ બાજુ આચાર્ય ભગવંત વિહાર કરીને ધંધુકા પધારે છે. આચાર્ય ભગવંત દેરાસરમાં દર્શનાર્થે ગયા છે અને ત્યાં દર્શન કરવા પાહિની અને તેનો પુત્ર ચાંગો આવે છે. આચાર્ય મહારાજના ખાલી પડેલા આસન પર ચાંગો બેસી જાય છે. આચાર્ય મહારાજ જુએ છે પુત્રના લક્ષણ પારણામાં જોતાંની સાથે જ પેલું સ્વમ યાદ આવે છે. પુત્રનું વિશાળ લલાટ અને તેજસ્વી મુખમુદ્રા જોઈને પાહિની પાસે પુત્રની માંગણી કરે છે. પુત્રમોહના કારણે પહેલાં તો પાહિની ના પાડે છે. આચાર્ય મહારાજે ઘણું સમજાવ્યું. તેમજ સંઘ પણ ભેગો થઈને તેને ઘેર જાય છે અને પાહિનીને સમજાવે છે. પાહિની વિચારે છે કે ૨૫મા તીર્થકર રૂપ આ સંઘ મારે આંગણે આવ્યો છે. મારે તેમની વાતનો સ્વીકાર કરવો જોઈએ. આમ વિચારી પાહિનીએ પોતાનો પુત્ર ગુરૂ મહારાજને વહોરાવ્યો. તે પુત્રને લઈને આચાર્ય મહારાજ ખંભાત આવે છે. ત્યાં ઉદયન મંત્રીને આ પુત્ર સાચવવા માટે સોંપે છે. આ બાજુ જ્યારે પાહિનીએ પુત્રને વહોરાવ્યો ત્યારે તેનો પિતા ચાચિક બહારગામ ગયેલો. બહારગામથી ઘેર આવે છે અને પુત્રને નહીં જોતાં પાહિનીને પૂછે છે કે મારો લાલ કયાં ગયો ? પાહિની કહે છે કે ગુરૂ મહારાજ તેને લઈ ગયા. તે શાસનનું અણમોલ રત્ન બનશે. આ સાંભળતાની સાથે જ ચાચિક ગુસ્સે થાય છે. તરત જ ખંભાત આવે છે. પુત્રની માંગણી કરે છે. આચાર્ય મહારાજ તો ઉદયનમંત્રી પાસે મોકલે છે. મંત્રી ચાચિકને ઘણું સમજાવે છે કે તારો પુત્ર છે – મહાન્ થશે. પણ ચાચિક ગુસ્સામાં છે કોઈપણ રીતે પોતાના પુત્રને ઘેર Page #34 -------------------------------------------------------------------------- ________________ TP લઈ જવો છે. હવે ઉદયનમંત્રી કહે છે કે આ સામે ત્રણ ઓરડા છે. ત્રણે છે, ઓરડા રત્નો-હીરા-માણેકથી ભરેલા છે. આ ત્રણમાંથી તારે જે જોઈએ તે લઈ જા. ઉપરાંત મારા આ ત્રણ પુત્રો છે એ ત્રણ પુત્રોમાંથી પણ તારે જે પુત્ર જોઈએ તે લઈ જા. આ સાંભળતા ચાચિકને પોતાના પુત્રની મહત્તાનો ખ્યાલ આવ્યો. તે થોડો ઠંડો પડયો. મંત્રીને કહે છે કે હું મારા પુત્રને વેચવા માટે નથી આવ્યો. જાઓ હું રાજીખુશીથી રજા આપું છું. પછી ઉદયનમંત્રી જ તેમનો દીક્ષા મહોત્સવ કરે છે. પ્રબંધચિન્તામણિમાં બીજી પણ વાત આવે છે કે હેમચંદ્રસૂરિ મહારાજની દીક્ષા કર્ણાવતી (અમદાવાદ)માં થયેલી. સિદ્ધરાજના પિતા કર્ણરાજાએ કશ્વર મહાદેવનું મંદિર તથા કર્ણસાગર નામનું તળાવ બંધાવેલું અને તેના પરથી કર્ણાવતી નામની નગરી વસી. તેમાં પૂ. હેમચંદ્રસૂમ.ની દીક્ષા આ પ્રબંધચિંતામણિમાં છે. આપણને આ કલિકાલસર્વજ્ઞઆચાર્યભગવંતશ્રી હેમચંદ્રસૂરિ મહારાજની ભેટ મળી. એમના ગ્રંથોનું વાંચન કરીએ ત્યારે એમ થઈ જાય કે આ સાક્ષાત્ સરસ્વતી છે કે શું ? આ આચાર્ય ભગવંત એકવાર ખંભાતમાં બિરાજમાન છે. ખંભાતમાં તેઓ ગ્રંથો લખવાનું કામ કરી રહ્યા છે. તાડપત્રો પર ગ્રંથો લખાવે છે. તે સમયે કુમાળપાળ મહારાજા સિદ્ધરાજથી ભાગતા ફરતા હતા. નાસીને તે ખંભાતમાં આવે છે, અને ઉપાશ્રયમાં આચાર્ય ભગવંત પાસે જાય છે. આચાર્ય મહારાજ વિચારે છે કે ભવિષ્યમાં આ રાજા થવાનો છે તેથી શાસનને ઘણો ઉપયોગી નીવડશે એમ સમજીને આશ્રય આપે છે. ત્યાં જ સિદ્ધરાજના માણસોને ગંધ આવી જાય છે કે કુમારપાળ ઉપાશ્રયમાં છે. તેથી તેઓ તરત જ આચાર્ય મહારાજ પાસે આવે છે. આચાર્ય મહારાજને ખબર પડતાં તેઓ કુમારપાળને ભોંયરામાં તાડપત્રોના ઢગલાની તે નીચે સંતાડી દે છે. માણસો આવીને આચાર્ય મહારાજને પૂછે છે. હું શું સમયસૂચકતા વાપરીને આચાર્ય મહારાજ એક તાડપત્રના ટુકડા પર કરે Page #35 -------------------------------------------------------------------------- ________________ - કુમારપાળનું નામ લખીને બતાવે છે કે કુમારપાળ તો તાડપત્રમાં છે. આ {, રીતે કુમારપાળને બચાવી લે છે અને સિદ્ધરાજના જ મહામંત્રી ઉદયનને સોંપે છે. પોતાના રાજાના દ્રોહીને ઘરમાં સંઘરવો કેટલું કપરું છે. સિદ્ધરાજને ખબર પડે તો તેમનું આવી જ બને ને ! છતાં પણ આચાર્ય ભગવંતના આદેશથી તેને સાચવે છે. આમ રખડતા-રખડતા કુમારપાળ મહારાજા ૫૦ વર્ષની ઉંમરે ગાદીએ આવે છે. એક રખડું માણસ ગાદી પર આવ્યો છે એમ સમજીને બીજા રાજાઓ તેની સામે માથુ ઉંચકવા લાગ્યા. તેથી તે બધાને તાબે કરવામાં ૧૬ વર્ષ તેમના ચાલ્યા ગયા. આ બધા કામમાં તેઓ પોતાના મતાઉપકારી આચાર્ય મહારાજને ભૂલી ગયા. આચાર્ય મહારાજ પાટણમાં પધાર્યા છે. તેમણે મંત્રીને પૂછયું કે કુમારપાળ મને યાદ કરે છે કે નહિં? મંત્રી કહે ના સાહેબ, કયારેય યાદ કરતા નથી. બીજા દિવસે આચાર્ય મહારાજે મંત્રી દ્વારા કુમારપાળને કહેવરાવ્યું કે આજે તું જે રાણીના મહેલે સુવા જવાનો છે ત્યાં ન જઈશ. કુમારપાળે વિચાર્યું કે આ મહાપુરુષે કહ્યું છે માટે તેમાં કંઈક રહસ્ય જરૂર હશે. તે સુવા ગયા નહીં. તે જ રાત્રે તે મહેલ પર વીજળી પડી. રાણી વગેરે બળીને સ્વાહા થઈ ગયા. કુમારપાળે વિચાર્યું કે અહો આ મહાપુરૂષે મને જીવતદાન આપ્યું. સંત તરફ બહુમાન જાગ્યું અને તે આચાર્ય મહારાજના દર્શનાર્થે આવ્યા. ધીમે ધીમે બન્ને વચ્ચે પરિચય ગાઢ બન્યો. આચાર્ય ભગવાનના વચનામૃતના પાનથી તેમને પદાર્થોની વિનશ્વરતા સમજાઈ. આવા માણસો કર્મેશુરા અને ધર્મેશૂરા હોય છે. સાચી સમજણ આવ્યા પછી એવા હઠાગ્રહી બની જાય છે કે તેઓ પ્રાણાને પણ પોતાના નિયમોને છોડતા નથી. આચાર્ય ભગવંતે મર્યાદામાં રહીને તેમને ૧૨ વ્રતો લેવડાવ્યા. આવા ૧૮ દેશના માલિકને વ્રતો સ્વીકારવાં કેટલાં દુષ્કર છે. તમે દેશ નહીં, ગામ છે નહીં, શેરી નહીં પણ ફકત તમારા ઘરના રાજા છો છતાં એકપણ નિયમ & % કે વ્રત સ્વીકારી શકો છો ? અરે ગુટકા નહીં ખાવા, આટલો નાનકડો Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ને નિયમ તે પણ તમારા આરોગ્યને માટે જીવનને માટે લાભદાયી, અમને તો કંઈ લેવા દેવા નહીં છતાં પણ તમે લેવા તૈયાર થાઓ ખરા! કુમારપાળ મહારાજા જ્યારે નાણ સમક્ષ વ્રત લેવા તૈયાર થયા ત્યારે લાખોની મેદની હાજર છે. આવા મહારાજા વ્રત લે એ પ્રસંગ કેટલો ભવ્ય હશે? વ્રત ઉચ્ચરતી વખતે કુમારપાળ રાજા ધ્રૂસકે ધ્રુસકે રડે છે. લોકો પૂછે છે કે મહારાજા આપ કેમ રડો છો ? ત્યારે આ મહારાજાએ શું કહ્યું જાણવા છે જવાબ? તેમણે કહ્યું કે મારા ૭૦ વર્ષ પાણીમાં ગયા. આવા સુંદર વતો હોવા છતાં મેં સ્વીકાર્યા નહીં. વળી બીજી બાજુ હર્ષના પણ આવ્યું આવે છે કે આટલા વર્ષે પણ મારા હાથમાં આ અમૂલ્ય ચીજ આવી. આપણને કોઈ દિવસ રડવું આવે છે ખરું ? અરે ! રડવાની વાત તો બાજુએ રહી પણ ચિત્તમાં ક્યારેય પશ્ચાતાપ થાય છે ખરો? ના, આપણે તો એક નાનકડો નિયમ લેવાય તૈયાર નથી.. કુમારપાળ મહારાજાએ પોતાના અઢારે દેશોમાં અહિંસાનો પ્રચાર કર્યો. ચારે બાજુથી અહિંસા બંધ કરાવી. એ સમયે નોરતાના દિવસો આવ્યા. રાજ્યના મંદિરમાં સાતમના સાતસો, આઠમના આઠસો અને નોમના નવસો પશુઓનો ભોગ ધરવામાં આવતો. મંદિર રાજ્યનું હતું તેથી કુમારપાળે તે પશુઓ આપવાના હતા. કુમારપાળ મહારાજાએ કહી દીધું કે એકપણ જીવનો ભોગ ધરવામાં આવશે નહિં. તેથી પ્રજામાં ખૂબ વિરોધ ઉભો થયો. લોકોએ કહ્યું કે જો ભોગ આપવામાં નહીં આવે તો દેવી કોપાયમાન થશે. પ્રજા અને રાજા બન્ને પાયમાલ થઈ જશે. પરંતુ મહારાજા અડગ રહ્યા. પ્રજાને કહ્યું કે ભોગ માતાને નથી જોઈતો ભોગ તો તમારે જોઈએ છે. હવેથી આ ભોગ બંધ કરવામાં આવે છે. રાત્રિનો સમય થયો. જે દેવીને ભોગ આપવામાં આવતો તે કંટકેશ્વરી દેવી મહારાજા પાસે આવી છે અને કહ્યું કે મારો ભોગ આપ, નહીં આપે તો તું ખેદાન-મેદાન થઈ જઈશ. 6 # છતાં પણ મહારાજા અડગ રહ્યા. દેવીએ કોપાયમાન થઈને ત્રિશૂળ ફેંકયું Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૬ VP ત્રિશૂળ વાગ્યું અને તેથી કુમારપાળ મહારાજાને આખા શરીરે કોઢ રોગ , વ્યાપી ગયો. દેવી અદૃશ્ય થયા, કુમારપાળ વિચારે છે કે સવારે પ્રજામાં વાત ફેલાશે તો અહિંસા ધર્મની ખૂબ જ ટીકા થશે. શાસનની હેલના થશે. આના કરતાં મારા પ્રાણની આહુતિ આપી દઉં. તેઓ તૈયાર થયા. મંત્રીશ્વરને બોલાવે છે. મંત્રીશ્વર આવીને કહે છે કે પહેલાં ગુરૂ મહારાજ પાસે ચાલો. પછી બધી વાત. બન્ને જણ રાત્રિએ જ ગુરૂમહારાજ પાસે આવે છે ઉપાશ્રયમાં દાખલ થતાં જ કોઈ સ્ત્રીના રડવાનો અવાજ આવે છે. કુમારપાળ ચમકયા. અત્યારે ઉપાશ્રયમાં સ્ત્રી કયાંથી ? આચાર્ય ભગવંતને પૂછે છે. આચાર્ય ભગવંત કહે છે કે કુમારપાળ તને કોઢ રોગ આપનાર દેવીને મેં બાંધી છે માટે તેણી છૂટવા માટે રડે છે. ત્રણે જણ દેવી પાસે આવે છે, દેવીને કહે છે કે તું પ્રતિજ્ઞા કરી કે હવેથી હું ભોગ નહીં લઉં, તેમજ રાજ્યમાં પણ કયાંય હિંસા થશે તો હું તમને ખબર આપીશ. દેવી કબૂલ કરે છે પછી તેને છોડે છે. કુમારપાળ મહારાજા રોગમુક્ત બને છે. આ પ્રમાણે અહિંસામાં અડગ રહીને તેમણે રાજ્યમાંથી મારી' શબ્દને પણ દેશવટો આપ્યો. કુમારપાળ મહારાજના વખતમાં સુવર્ણયુગ હતો. આવતી ચોવીશીમાં શ્રેણિક મહારાજા તીર્થકર બનશે અને કુમારપાળ મહારાજ તેમના ગણધર બનશે. આમ હેમચંદ્રસૂરિ મહારાજે કુમારપાળ મહારાજા દ્વારા ચારે બાજુ અહિંસાનો ઝંડો લહેરાવ્યો હતો. અહિંસાની લડત આપનારા ગાંધીજી અને હેમચંદ્રસૂરિ મહારાજ અને મોઢ વાણિયા હતા. મોઢ માટે એક કહેવત આવે છે કે “અંગે હોજો કોઢ પણ પડોશમાં ન હોજો મોઢ.” મોઢ બહુ શક્તિશાળી હોય છે. હેમચંદ્રસૂરિ મહારાજે અનેક રાજાઓને પોતાના કરીને અહિંસા પ્રવર્તાવી અને ગાંધીજીએ અહિંસાની લડત આપીને ભારત દેશને છે મુક્ત કર્યો. Page #38 -------------------------------------------------------------------------- ________________ २७ પૂ. હીરસૂરિ .... તે પછી જ્યારે ચારેબાજુ હિંસાનું સામ્રાજ્ય પથરાયેલું હતું ત્યારે હીરસૂરિ મહારાજ થયા. તે સમયનું પ્રહલાદનપુર અને આજનું પાલનપુર. જ્યાં પલ્લવીયા પાર્શ્વનાથનો ખૂબ જ મહિમા. જૈનોની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણમાં. પલ્લવીયા પાર્શ્વનાથના દહેરાસરમાં રોજના ૬૪ મણ ચોખા, ૧૬ મણ સોપારી ચડતી હતી... આવા જાહોજલાલીવાળા નગરમાં ઓસવાલ વંશીય શ્રેષ્ઠિવર્ય શ્રી કુરાશાહ પ્રસિદ્ધ હતાં. ધર્મપરાયણ હતાં. તેમના ધર્મપત્ની નાથીબાઈ પણ એટલા જ ધર્મપ્રેમી હતા. ધર્મપરાયણ આ કુટુંબમાં વિ.સં.૧૫૮૩ના માગશીર્ષ શુક્લ નવમીના દિવસે એક તેજસ્વી પુત્ર રત્નનો જન્મ થયો. તેનું હીરજી એવું નામ પાડવામાં આવ્યું. માતા-પિતાના સંસ્કારોની છાયા મોટેભાગે બાળકમાં આવતી જ હોય છે. હીરજી પણ ધાર્મિક વૃત્તિવાળા બન્યા. કમનસીબે નાની ઉંમરમાં જ માતાપિતા સ્વર્ગવાસી બન્યા. તેમને ત્રણ બહેનો હતી. જે પાટણમાં પરણાવેલી. માતા-પિતાનું છત્ર ચાલ્યું જતા નિરાધાર બનેલા હીરજીનો આધાર બહેન બની. બહેન તેમને પાટણમાં લઈ આવી. વિ.સં. ૧૫૯૫માં પાટણની પાવન ધરતી પર પૂજ્ય દાનસૂરિ મહારાજની ચોમાસા માટે પધરામણી થઈ. હીરજી પણ ધર્મારાધનામાં જોડાયા. ધીમે-ધીમે ધર્મનો રંગ બરાબર લાગ્યો. આચાર્ય મહારાજ સાથે પરિચય ગાઢ બન્યો. સંસાર પર નફરત જાગી. બહેન પાસે દીક્ષાની માંગણી કરી. બહેને પોતાના નાના ભાઈને ઘણું સમજાવ્યું છતાં પણ હીરજી પોતાની ભાવનામાં અડગ રહ્યા. છેવટે અનુમતિ મેળવીને સં. ૧૫૯૬ કારતકવદ બીજના જ ચતુર્વિધ સંઘની સમક્ષ ઉપકારી ગુરૂદેવ પૂ. શ્રી દાનસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી અને હીરજીમાંથી મુનિ હીરહર્ષ બન્યાં. તેર વર્ષની બાલવયે જ અણગાર બન્યા. પરમકૃપાળુ ગુરૂદેવની પરમકૃપા અને આશીર્વાદથી સર્વશાસ્ત્રાભ્યાસમાં આગળ આવ્યા. દેવગિરિમાં ન્યાય અને તર્કશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮. અભ્યાસ પૂર્ણ કરી પૂજ્ય ગુરૂદેવ પાસે આવ્યા. મારવાડમાં નાડલાઈ મુકામે પૂજ્ય ગુરૂદેવે સં. ૧૬૦૮માં ઉપાધ્યાય પદવી આપી અને સં. ૧૬૧૦માં પોષ સુદ ૧૦ના શિરોહી મુકામે આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા. તે સમયે સંઘનો એટલો બધો ઉત્સાહ અને આવી પુણ્યવાન વ્યક્તિના પુણ્યે એક કરોડ રૂપિયાનો સંધે ખર્ચ કર્યો. આ રીતે હીરસૂરિ મહારાજનો ઉદય થયો. ચારે બાજુ હીરસૂરિ મહારાજની બોલબાલા છે. એ સમયે કોઈએ રાજાના કાન ભંભેર્યા કે હીરસૂરિમહારાજ છોકરાઓને ફસાવે છે. તેથી આચાર્ય મહારાજ પર વોરંટ છૂટયું. રાતોરાત પાટણથી નીકળીને કુણધેર આવે છે રસ્તામાં કોઈ સાધુને સર્પ કરડે છે. સાધુ એકદમ બૂમ પાડે છે ગુરૂદેવ ! સર્પ કરડયો. આચાર્ય મહારાજ પાસે આવીને ખાલી સ્પર્શ જ કરે છે અને કહે છે કે ચાલ ઉભો થા, ચાલવા માંડ. સ્પર્શમાત્રથી જ સર્પનું ઝેર ઉતરી જાય છે. આવા પ્રખર ત્યાગી, તપસ્વી હતા. રોજ ૫૦૦ લોગસ્સનો કાઉસગ્ગ ઉભા-ઉભા કરતા હતા. ગુરુભક્તિ : -- હવે એકવાર ગાંધારમાં ચોમાસું પધારી રહ્યા છે. ગાંધારના શ્રાવકોને ખબર પડી... ખબર આપનાર માણસની તરફ શેઠે ચાવીનો ઝૂડો ફેંકયો અને કહે કે તને જે ચાવી ગમે તે લઈ લે તે રૂમમાં જે હોય તે તારું. પેલા માણસે મોટી ચાવી જોઈને ઉપાડી.. અને ગોદામ ખોલ્યું તો તે દોરડાનું ગોદામ નીકળ્યું. પણ એ દોરડાં યે લાખોની કિંમતનાં હતાં. આવા તો ત્યાંના શ્રાવકો હતા. આચાર્ય ભગવંત ગાંધારમાં આરાધના કરાવી રહ્યા છે. આ બાજુ દિલ્હીના તકતા પર અકબર બાદશાહનું રાજ્ય હતું. તે ખૂબ જ ક્રૂર-હિંસક હતો. તેને રોજ પ∞ ચકલાની જીભની ચટણી કરીને ખાવા જોઈતી હતી. ભયંકર ખૂની. આવા અકબરને પાછલી ઉંમરમાં ધર્મ સાંભળવાની જિજ્ઞાસા થઈ. તે પોતાની સભામાં રોજ નવા-નવા ધર્મગુરૂઓને બોલાવતો અને ધર્મ સાંભળતો. એક દિવસ રાજસભામાં બેઠેલો છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ २८ ચંપા શ્રાવિકા : આ બાજુ ચંપા નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા હતા. આવા આદર્શ તપસ્વીનો આદર કરવા આગરાનો સંઘ અગ્રેસર રહેતો. ચંપાબાઈને દર્શન કરવા વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત બનાવી પાલખીમાં બેસાડીને વાજિંત્રોના ઠાઠ-માઠ સાથે હજારોની સંખ્યામાં ઉભરાયેલી જૈન જનતા સાથે લઈ જવામાં આવતા હતા ત્યારે વાજિંત્રોનો મધુર ધ્વનિ અને જનતાનો કોલાહલ સભામાં બેઠેલા અકબર બાદશાહના કાને પડયો. અકબરે અનુચરને આજ્ઞા ફરમાવી “અરે ! જઈને જોઈ આવો આ બધી ધમાલ શાની છે?” અનુચર તપાસ કરીને આવ્યો. હજૂર ! ચંપા નામની બાઈએ છ મહિનાના ઉપવાસ કર્યા છે તેના બહુમાનમાં જુલુસ નીકળ્યો છે. જૈનોના ઉપવાસ એટલે દિવસે અમુક સમય સુધી જ ઉકાળેલું પાણી પીવાનું. રાતે તો તે પણ બંધ. અરે ! મુસલમાનમાં રોજ થાય છે તેમાં દિવસે ખાવાનું નહીં પણ રાતે તો પેટ ભરીને જમવાનું હોય છે. એક મહિનાના રોજામાં તો લે-મેલ થઈ જાય છે તો આ સ્ત્રી છ મહિના સુધી અન્ન વગર કઈ રીતે રહી શકે ? કહેવાય છે કે બાદશાહે પરીક્ષા કરવા માટે ચંપાને શાહી મહેલમાં રાખી તેની ફરતો ચોકી પહેરો ગોઠવી દીધો. ચંપાની તપ ઉપાસના ગજબની હતી. દિવસે સુવાનું નહીં. ધર્મારાધના જ કરવાની. રાતે થોડીવાર આરામ... જરાય થકાવટ-રૂકાવટ નહીં, આંતરતેજ સાથે ચંપામાં દિવ્યતાનાં દર્શન થતાં, દાદા આદિનાથ... અને હરસૂરીશ્વરજી મહારાજના નામનો જાપ ચાલુ હતો. એક વખત અકબર જાતે ચંપાની દિનચર્યા નિહાળવા આવ્યો. ચંપાના મુખ પર તપનું તેજ ચમકી રહ્યું હતું. બાદશાહે જે કલ્પના કરી હતી તેના કરતાં અહીં કંઈક જુદું જ હતું. આહકારા-સીસકારાને સ્થાન ન હતાં. ચંપાની કળી જેવી છે ચંપા શ્રાવિકા ખીલેલી હતી. બાદશાહ પૂછે છે કે બેન ! આ તપ તું શાથી 6 શું કરી શકે છે? દેવ અને ગુરૂની કૃપાથી. બેન ! તારા દેવ કોણ અને ગુરૂ કરે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ T કોણ? શંત્રુજ્યના શિખરોને શોભાવતા આદિનાથ દાદા મારા દેવ છે અને જે ભારતની ભૂમિને શોભાવતા પૂ. આચાર્ય મહારાજ હીરસૂરીશ્વરજી મારા ગુરૂ છે. ઓહ ! હીરસૂરીજી આ નામ તો મેં ઘણીવાર સાંભળ્યું છે. એ ઓલિયા પુરુષના મારે દર્શન કરવાં છે. તે હાલમાં ક્યાં બિરાજમાન છે? રાજન્ ! તે અત્યારે ગંધારમાં બિરાજે છે. અકબરે તરત જ અમદાવાદના સૂબા ઉપર પત્ર લખ્યો અને જણાવ્યું કે વિજયહીરસૂરિજીને શાહી સન્માન પૂર્વક ફતેહપુર મોકલો. અમદાવાદના સૂબાના હાથમાં પત્ર આવતાં જ તેનાં તો હાજાં ગગડી ગયાં. અમંગલ આશંકાથી એનું અંતર ઘેરાઈ ગયું. સંઘને બોલાવી પત્ર સોંપ્યો. અમદાવાદના આગેવાનો ગંધાર પહોંચી ગયા. સાધુઓની શિષ્ટ મંડળીમાં પત્ર વંચાયો. બધા બોલી ઉઠ્યા કે આવા ક્રૂરઘાતકી બાદશાહનો વિશ્વાસ શો? બાદશાહ કંઈક ન કરવાનું કરી દે તો? સંઘ સમુદાયની ઈચ્છા આચાર્ય ભગવંત સમ્રાટ પાસે ન જાય તેવી હતી. છેલ્લો નિર્ણય જગદ્ગુરૂ હીરસૂરિ મહારાજને સોંપ્યો. જગદ્ગુરૂએ કહ્યું કે લાખોને પ્રતિબોધવાથી જે લાભ ન થાય તે એકલા સમ્રાટને સદ્ધોધ આપવાથી થઈ શકે છે. કદાચ મારા નિમિત્તે જૈન શાસનની પ્રભાવના થવાની હોય તો આ અવસર ગુમાવવા જેવો નથી. ગંધારથી વિહાર દિલ્હી તરફ : ગુરૂવર્યની મક્કમતા જાણીને સહુએ મૂક સંમતિ આપી. ૧૬૩૯ના માગશર વદિ ૭ના ગંધારથી વિહાર કર્યો. વિદ્વાન સાધુ મહાત્માઓનો વિશાળ પરિવાર સાથે હતો. ગામોગામ જૈન ધર્મના ઝંડાને લહેરાવતા જગદ્ગુરૂ અમદાવાદમાં આવ્યા. શાહી સન્માનથી તેમનો નગર પ્રવેશ કરાવ્યો. એકાંતમાં અમદાવાદના સૂબાએ સૂરિજીને વિનંતિ કરતાં જણાવ્યું કે સૂરિજી ! આપ મારા અપરાધની ક્ષમા કરો. પૂર્વે આપને બહુ હેરાનને પરેશાન કર્યા છે. બાદશાહ આગળ મારી કોઈ ફરિયાદ ન કરશો. હું 6 છે આપની વારંવાર ક્ષમા માગું છું. સિયાબખાનની વાત સાંભળીને સૂરિજી છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ને બોલ્યા કે આપ ચિંતા કરશો નહીં અમને તો આવું કશું યાદ રાખવાની છે, જરૂર પડતી નથી. સર્વ જીવો પ્રતિ પ્રેમથી અમારો ક્ષમાભાવ જ હોય છે. સૂરિજીના વચનથી ખાન ખૂબ પ્રસન્ન થયો. શાહી ફરમાન પ્રમાણે હાથી-ઘોડા-પાલખી વગેરે સામગ્રી તેમની સામે ધરી. સૂરિજીએ બધી સામગ્રીનો ઈન્કાર કર્યો. અમે તો અપરિગ્રહ છીએ અમારે આ પરિગ્રહની જરૂર નથી. સૂરિજીની પહેલાં વિદ્વાન સાધુઓ ફતેહપુર સીક્રીમાં પહોંચી ગયા. બાદશાહની પૂર્ણ ભક્તિ છે, કોઈ બદદાનતની બદબૂ નથી એ વાત જાણતાં જ આચાર્ય ભગવંતને જલ્દી પધારવા નિમંત્રણ આપ્યું. દિલ્હીમાં સામૈયું ને મિલન : સંઘના માણસોએ સૂરીશ્વરના આગમનના સમાચાર આપ્યા. બાદશાહે અબુલફઝલને સામૈયું કરવાનું કહ્યું. ભવ્ય સામૈયું થયું. સૂરિજી રાજાના મહેલે આવે છે. અકબર સામે આવે છે. સૂરિજીની પ્રભાવશાળી મુખમુદ્રા જોઈને જ અંજાઈ જાય છે. રાજમહેલમાં પધરામણી કરાવે છે. રાજમહેલમાં ચારે બાજુ કારપેટ પાથરેલી છે. સૂરિજી કહે છે કે અમારે આની ઉપર ન ચલાય, આની નીચે કોઈ જીવ હોય તો મરી જાય. બાદશાહને મનમાં હસવું આવે છે. રોજ આટલી સાફસફાઈ જ્યાં થતી હોય ત્યાં જીવો કેવા? પણ સૂરિજીના કહેવાથી કારપેટ ઉંચી કરે છે. ઉંચી કરતાની સાથે જ હજારો કીડીઓ નીચે ફરતી દેખાય છે. બાદશાહને આ જોઈને આશ્ચર્ય થાય છે કે અરે આ તો કોઈ મહાલિયો લાગે છે, કારપેટની નીચે રહેલી કીડીઓ પણ તેમને દેખાઈ. બાદશાહના મગજમાં પહેલી જ મુલાકાતે મહાજ્ઞાની પુરુષ તરીકેની છાપ પડી ગઈ. ધીમે ધીમે પરિચય ગાઢ બનતો ગયો. નવી નવી વાતોથી બાદશાહ ખુશી-ખુશ થઈ ગયો. દર મુલાકાતે આચાર્ય ભગવંતને કંઈક માંગવાનું કહે આચાર્ય ભગવંત કહે કે મારે તો કાંઈ જોઈતું તો નથી, પણ ખેર કરી ને મહેર કરો' દુઃખિયા પર દયા કરી અને નિરપરાધી જ K જીવો પર મહેર કરો. Page #43 -------------------------------------------------------------------------- ________________ બાદશાહ એટલો પ્રભાવિત બની ગયો કે હીરસૂરિ મહારાજ જે ફરમાવે છે, તે કરવા તૈયાર હતો. ચોમાસું આગ્રામાં હતું. પશુષણપર્વના દિવસો આવતાં શ્રાવકોએ ત્યાં જઈને જણાવ્યું કે આચાર્ય હીરસૂરિજીએ આપને જણાવ્યું છે કે મનુષણના આઠ દિવસ હિંસા બંધ રહે તો ઘણું સારું... સાંભળીને બાદશાહ બોલ્યો કે ગુરૂદેવે મારા પર કૃપા વરસાવી છે. આટલે દૂર આવ્યા છતાં મેં ઘણી વિનંતી કરવા છતાં કશું માંગ્યું નથી. આજે માંગ્યું તો પ્રાણીઓનું હિત થાય તેવું માંગ્યું. આગળ-પાછળ બે-બે દિવસ ઉમેરી ૧૨ દિવસ સુધી કોઈ હિંસા કરશે નહીં. હિંસા કરશે તેને સખત દંડ થશે તેવું ફરમાન પણ બહાર પાડું છું. ધીમે ધીમે કરતાં સૂરિજીએ બાદશાહ પાસેથી છ-છ મહિનાના ફરમાનો લખાવી લીધા. ૬ મહિના સુધી સમગ્ર હિંદુસ્તાનમાંથી હિંસા બંધ કરાવી. ડાબર સરોવર જે ૧૦ કિલોમીટરના ઘેરાવામાં હતું. આમ તો જંગલ હતું. પણ તે સરોવરના નામે ઓળખાતું. રાજા શિકારનો ખૂબ શોખીન હતો. આ જંગલમાં તેણે હજારો પ્રાણીઓને કેદ કર્યા હતાં. જે દિવસે શિકારની ઈચ્છા થાય તે દિવસે તે ત્યાં જઈને અનેક પ્રાણીઓને નિરર્થક હણીને આનંદ માનતો. ખુશ થયેલા રાજા પાસેથી સૂરિજીએ ડાબર સરોવરના પ્રાણીઓને જીવતદાન અપાવ્યું. બાદશાહ સંપૂર્ણ અહિંસાનો ઉપાસક થયો. સેન સવાઈની પદવી : ઘણો સમય વીત્યા પછી ગુજરાતના શ્રાવકોએ સૂરિજીને વિનંતી કરી... ભગવંત આપના વિના ગુજરાત સૂનું પડયું છે. આપ હવે આ બાજુ પધારો. સૂરિજીએ બાદશાહ પાસે જવાની અનુમતિ માંગી. બાદશાહે કહ્યું કે પણ આપના વિના મને ધર્મ સંભળાવશે કોણ? તેથી આપ આપના કોઈ શિષ્યને મૂકતા જાવ. બાદશાહના આગ્રહથી સૂરિજીએ સેનસૂરિ મહારાજને ત્યાં ને રાખીને ગુજરાત તરફ વિહાર કર્યો. બાપ કરતાં બેટા સવાયા હોય તે જ આ પ્રમાણે સૂરિજી કરતાં સેનસૂરિ મહારાજ સવાયા નીકળ્યા. બાદશાહે તેમને ન Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ‘સેન સવાઈ'ની પદવી આપી. ઉનામાં અંતિમ સમય ઃ આ બાજુ સૂરિજી વિહાર કરીને પ્રથમ દાદાની યાત્રાએ સિદ્ધગિરિ પર પહોંચ્યા. અનેક સંઘો સાથે દાદાની યાત્રા ભાવપૂર્વક પૂર્ણ કરીને સૂરિજીએ ચોમાસા માટે ઉના તરફ પ્રયાણ કર્યું. સં. ૧૬૫૧નું ચાતુર્માસ સૂરિજીએ ઉનામાં જ વ્યતીત કર્યું. ચાતુર્માસ પૂર્ણ થયું ને વિહારના સમયે શરીર રોગોથી ઘેરાઈ ગયું. વિહાર અટકી ગયો. શરીર વધારે અસ્વસ્થ બની ગયું. એ સમયે તેમના પાટના અધિકારી વિજયસેનસૂરિ મહારાજ અકબર બાદશાહની પાસે લાહોરમાં હતાં. સૂરિજીને ગચ્છની ભલામણ કરવી હતી. તેથી તેમણે શિષ્યોને કહ્યું કે વિજયસેનસૂરિ જલ્દી આવે તેમ પ્રયત્ન કરો. લાહોર સમાચાર પહોંચ્યા. ચાલુ ચોમાસામાં સેનસૂરિ મહારાજે શીઘ્ર વિહાર શરૂ કર્યો. ગુરૂદેવને મળવાની તાલાવેલી કોને ન હોય ? જેટલા ખેંચાય તેટલા વિહારો ખેંચે રાખે છે પણ આ બાજુ સૂરિજીની સ્થિતિ ગંભીર બનતી જાય છે. પર્યુષણના દિવસો આવ્યા. આવી નાજૂક સ્થિતિમાં પણ કલ્પસૂત્રનું વ્યાખ્યાન વાંચ્યું. વ્યાખ્યાનના પરિશ્રમથી શરીર વધારે શિથિલ થઈ ગયું. ભાદરવા સુદિ ૧૦ના બધા શિષ્યોને હિતશિક્ષા આપી. બધાને ખમાવ્યા, અને ધ્યાનમાં બેસી ગયા. સં. ૧૬૫૨ના ભાદરવા સુદ ૧૧ના સંધ્યા સમયે પદ્માસન લગાવીને માળા ગણી રહ્યા છે. ચાર માળા પૂરી થઈ અને જ્યાં પાંચમી માળા ગણવા જતા હતા કે તરત જ તે માળા હાથમાંથી નીચે પડી ગઈ. લોકોમાં હાહાકાર મચી ગયો. જગતનો હીરો ચાલ્યો ગયો. ભારત વર્ષમાં ગુરૂ-વિરહનું ભયંકર વાદળ છવાઈ ગયું. સૂરિજીના નિર્વાણથી સર્વત્ર હાહાકાર મચી ગયો. ઉનાના સંઘે આ દુઃખદાયક સમાચાર પહોંચાડવા માટે ખેપિયાઓને રવાના કર્યા. એ સમયે તાર-ટપાલો નહોતાં. જ્યાં જ્યાં સમાચાર મળતા ગયાં ત્યાં દેવ વંદાવા લાગ્યા. ગામેગામ હડતાલો પડવા લાગી, સર્વત્ર શોક પ્રસરી ગયો. બીજી તરફ સૂરિજીની Page #45 -------------------------------------------------------------------------- ________________ જે અંતિમક્રિયાને માટે ઉના અને દીવનો સંઘ તૈયારી કરવા લાગ્યો. તેર , ખંડવાળી માંડવી તૈયાર કરી તેમાં સૂરિજીના પાર્થિવદેહને પધરાવવામાં આવ્યો. ગામની બહાર આંબાવાડીમાં ચંદનની ચિતા ખડકવામાં આવી. સૂરિજીના નશ્વરદેહને તેમાં પધરાવ્યો. આગ મૂકવાની કોઈની હિંમત ચાલતી નથી. છેવટે હૃદય કઠિન કરી હા ! હા ! કારની કારમી ચીસ પૂર્વક ચિતામાં આગ મૂકવામાં આવી. આ ચિતામાં પંદર મણ સુખડ, ત્રણ મણ અગર, ત્રણ શેર કપૂર, ત્રણ શેર કેસર વગેરે નાંખવામાં આવ્યું. સૂરીજીનો નશ્વર દેહ વિલીન થઈ ગયો. તે સમયે ત્યાં રહેલા આંબા પર અકાળે કેરીઓ લચી પડી. જે આંબા વાંઝિયા હતા તે આંબા પર પણ કેરીઓ આવી. સૂરિજીના અગ્નિસંસ્કારની તે જગ્યા જૈન સંઘને અકબરબાદશાહે ભેટ આપી. આજે પણ તે આંબાવાડિયું છે. હવે આ બાજુ લાહોરથી રવાના થયેલા વિજયસેનસૂરિ મહારાજ ગુરૂજીને મળવાની ઉત્કૃષ્ટ ઈચ્છા સાથે ઉગ્ર વિહાર કરતાં આવી રહ્યા છે. વિહારમાં સૂરિજીની તબિયતના કયાંય સમાચાર મળ્યા નહીં. પાટણ આવ્યા. ઉપાશ્રયમાં પગ મૂકતાં જ બધા શ્રાવકો દેવવંદન માટે ભેગા થઈને બેઠા છે. આ જોતાં જ સેનસૂરિ મહારાજના હૃદયમાં ધ્રાસકો પડયો. પૂછ્યું કે ગુરૂદેવને કેમ છે? ગુરૂદેવ તો આપણને મૂકીને ચાલ્યા ગયા. આટલું સાંભળતાં જ એવો જોરદાર આઘાત લાગ્યો કે ત્યાં બારણામાં જ બેભાન થઈને પડ્યા. ત્રણ દિવસ સુધી બેભાન રહ્યા. છેવટે શ્રાવકોએ ભાનમાં આવતાં સમજાવ્યા. છતાં ગુરૂદેવને ન મળ્યાનો અફસોસ વ્યકત કરતાં આંસુ સૂકાતાં નથી... તે પછી મુનિઓ સાથે ઉના આવ્યા. ગુરૂજીની પાદુકાને ભાવથી વંદના કરી... અકબર બાદશાહને પણ સૂરિજીના કાળધર્મના સમાચાર મોકલવામાં આવ્યા. બાદશાહ પણ ચોધાર આંસુએ રડી પડયો. આવા હિંસક બાદશાહને અહિંસક બનાવનાર એ જગદ્ગુરૂને 6 હું ભાવભરી વંદના.... ! Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શ્રાવણ વદ-૧૩ પર્યુષણ-દ્વિતીય દિન સાધર્મિક વાત્સલ્ય : ઉત્તમમાં ઉત્તમ પર્યુષણા પર્વ. પૂ. જ્ઞાની ભગવંતોએ બતાવેલું છે આ પર્વની આરાધના માટે ગુરૂ ભગવંતોએ પાંચ ઉપાયો બતાવ્યા છે.અમારિ પ્રવર્તન વગેરે. બીજો ઉપાય છે સાધર્મિકવાત્સલ્ય, સાધર્મિક વાત્સલ્ય એટલે સાધર્મિક તરફ સ્નેહભાવ. એક બાજુ બધા જ ધર્મો અને બીજી બાજુ સાધર્મિકવાત્સલ્ય બન્નેને બુદ્ધિરૂપી ત્રાજવાથી તોલવામાં આવે તો બન્ને સરખા ઉતરે છે. આપણને જે કાંઈ ધર્મ મળ્યો તે સાધર્મિકનો પ્રતાપ છે. આપણે અત્યારે જે કાંઈ આરાધના કરી રહ્યા છીએ તે કોને આભારી છે? આ દહેરાસરો, ઉપાશ્રયો, સંસ્થાઓ કોઈએ બંધાવી છે. શા માટે ? સાધર્મિકોને સાધના માટે જ ને ! જો આ સાધર્મિકનો નાતો ન હોત તો આજે તમે ન હોત અને અમે ન હોત. પાંજરાપોળ વગેરે જે સંસ્થાઓ ચાલી રહી છે તે સાધર્મિકના બળ પર. આજે તમારે ત્યાં કોઈપણ સંઘનો માણસ ટીપ માટે આવે તેને તમે લાખો રૂપિયા આપો તે શેના કારણે? સાધર્મિકના સંબંધ પર જ ને ! તમે જો સાધર્મિકની વચ્ચે વસતા હો તો પર્વ-દહાડે ધર્મ કરવા પ્રેરાઓ. એક બીજાને ખેંચી લાવે. આપણે સાધર્મિકનો અર્થ બહુ ટુંકો કરી નાખ્યો છે. બધા ભેગા થઈને જમીએ એટલે સાધર્મિક વાત્સલ્ય થઈ ગયું. તેનો અર્થ તો ખૂબ વિશાળ છે. સાધર્મિક સાધર્મિકને કયારેય છેતરે નહીં, ફસાવે નહીં, શીશામાં ઉતારે નહીં. સાધર્મિક દુઃખી હોય તો બધી રીતે તેને મદદ કરવી જોઈએ. કારણ કે સાધર્મિક છે તો ધર્મ છે. સાધર્મિકવાત્સલ્યની શરૂઆત ચક્રવર્તિ ભરતમહારાજાથી થઈ. એમને થયું કે બધા ભાઈઓ તરી ગયા. હું એકલો રહી ગયો. તેથી તેમણે ધર્મની સદા જાગૃતિ રહે માટે એક વર્ગ ઉભો કર્યો. તેમણે માણસોને કહ્યું કે તમારે રોજ સભામાં આવવાનું અને મને રોજ કહેવાનું કે ‘મા દ્રુળ, મા જ્ઞળ નિતો નિતો મવાનું વર્ધતે મીઃ, કોઈને મારશો નહીં, મારશો નહીં.’ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કષાયથી તમે જીતાઈ ગયા છો, જીતાઈ ગયા છો. ભય વધી રહ્યો છે. આ રીતે દ૨૨ોજ તમારે મને સંભળાવવાનું. મારા રસોડે જ તમારે જમવાનું. મારે ત્યાં જ રહેવાનું. તમામ સગવડો રાજ્ય તરફથી તમને આપવામાં આવશે. આ વર્ગને ઓળખવા માટે ભરત મહારાજાએ કાકિણી રત્નથી તેમના શરીર પર ત્રણ કાપા પાડયા. જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રતીક રૂપે. કાળક્રમે કાકિણી રત્ન ચાલ્યું ગયું પછી સોનાના ત્રણ તાર રાખતા. . ધીમે ધીમે એ પણ ગયું. અને એ વર્ગ બ્રાહ્મણ તરીકે ઓળખાવા લાગ્યો. જે આજે જનોઈ પહેરે છે તેની શરૂઆત ત્યારથી છે. આ રીતે સાધર્મિકવાત્સલ્યની શરૂઆત થઈ. જાડું કપડું : પૂ. હેમચંદ્રસૂરિ મહારાજે કુમારપાળ દ્વારા સાધર્મિકવાત્સલ્ય કરાવ્યું હતું. એકવાર સૂરિજી શાકંભરી નગરીમાં પધાર્યા છે. ત્યાં કોઈ ગરીબ શ્રાવક રહેતો હશે. તેણે જાતે વણીને એક થેપાડું (જાડુ ધોતિયું) તૈયાર કરેલું. સૂરિજી પધાર્યા છે જાણીને તેણે વિચાર્યું કે આવું ઉત્તમ પાત્ર મને ક્યાં મળશે ? લાવ, આ મહાત્માની ભક્તિ કરું. તેથી તે થેપાડું તેણે આચાર્ય ભગવંતને વહોરાવ્યું. સૂરિજીએ એ વખતે તે થેપાડાને પોતાના વીંટીયામાં બાંધીને મૂકી દીધું. હવે વિહાર કરતાં પાટણ પધારે છે. રાજા કુમારપાળ સામૈયાની તૈયારી કરે છે. સમય જોઈને આચાર્ય ભગવંતે પેલું થેપાડું કાઢયું અને ઓઢવા માંડયું. ત્યાં કુમાળપાળ મહારાજા આવી ચડયા. આવું જાડું લક થેપાડું જોઈને રાજાએ કહ્યું કે ભગવંત આવું જાડું તે ઓઢાતું હશે ? મારા જેવા અઢાર દેશના માલિકના તમે ગુરૂ અને તમારે આવા કપડા? મારે મોં નીચું ઘાલવા જેવું થાય... આપ કૃપા કરો અને બીજું પહેરો. આચાર્ય ભગવંત કહે છે કે અમે તો સાધુ છીએ. અમને તો જે મળે તેમાં સંતોષ. તારી વાત સાચી છે, શરમાવાનું મારે નથી પણ તારે છે. કારણ કે તું આવો મોટો રાજા છે અને તારા રાજ્યમાં તારા સાધર્મિકની આવી Page #48 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ. સાંભળતાં જ કુમારપાળ મહારાજે જાહેર કર્યું કે કોઈ પણ સાધર્મિક દુઃખી હોય અને આવે તો તેને ૧૦૦૦ સોનામહોરો તો મને પૂછયા વિના જ આપી દેવાની, આ રીતે ૧૪૦૦ કરોડ સોનામહોરો સાધર્મિક ભક્તિમાં ખર્ચા, સાધર્મિકને ગર્વ હોવો જોઈએ કે મારી સંભાળ રાખનારો આખો સંઘ છે. ધર્મ પ્રત્યે તેને બહુમાન જાગે. આપણું સાધર્મિક વાત્સલ્ય અત્યારે ધર્મસ્થાનક પૂરતું છે પણ જીવસ્થાનક સુધી પહોંચાડવાનું છે. મારા સાધર્મિકોને મારે બેઠા કરવા છે, સહાયરૂપ થવું છે. મદદ લેનારે પણ સમજવાનું છે કે સંઘના માણસો મને નિઃસ્વાર્થ ભાવે મદદ કરી રહ્યા છે તેની તરફ અમારો વર્તાવ પણ નમ્રતા ભર્યો હોવો જોઈએ. આજે ભાઈભાઈ વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે અણબનાવો હોય. એકબીજાને ફસાવવા માટે મહેનત કરી રહ્યા હોય. આ બધું જોઈને સાંભળીને થાય કે ધર્મ કરનારા આ બધાનો ધર્મ કેવો ? ઉદો મારવાડી : આવા કલિકાલસર્વજ્ઞની ભેટ આપનાર ઉદયનમંત્રી સાધર્મિક ભક્તિમાંથી આવ્યા છે. ઉદો મારવાડી... એકપણ પાઈ પાસે નહીં. એ સમયે ગુજરાતમાં કર્ણાવતી નગરીની જાહોજલાલી ખૂબ વખણાતી. તેનું બીજું નામ આશાભિલ્લે વસાવી હોવાથી આશાપુરી પણ છે. અને અત્યારે અમદાવાદ. ઉદાએ કર્ણાવતીની જાહોજલાલી વિશે ખૂબ સાંભળેલું. તેથી તેને થયું કે આવડા મોટા શહેરમાં મને કયાંક રોટલો મળી રહેશે. તેથી દોરી ને લોટો લઈને કર્ણાવતી આવવા નીકળ્યો. કર્ણાવતીમાં આવ્યો તો ખરો પણ આવડા મોટા શહેરમાં જવું કયાં? નહીં કોઈ ઓળખાણ કે નહીં કોઈ પીછાણ, તેણે વિચાર્યું કે દાદાની પાસે (દહેરાસર) જવા દે... થાકેલાનો એ જ વિસામો છે. દહેરાસરમાં આવ્યો. સંસારને-દુઃખને ભૂલી 6 છે. જઈને ભાવથી પ્રભુની ભક્તિ કરી. તે સમયે એક લાછી નામની છીપી , Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ભાવસાર બાઈ દર્શન કરવા આવી. તેણે આ અજાણ્યા આગંતુકને જોયો. * દર્શન કરીને તે બહાર નીકળી. ઉદો પણ દર્શન કરીને બહાર ઓટલે બેઠો છે. બાઈએ પૂછયું ભાઈ ! કયાંના વતની છો? કયાં ઉતર્યા છો? કોના મહેમાન છો ? ઉદાએ કહ્યું ધંધો કરવા આવ્યો છું તમારો મહેમાન છું. છીપી સાધર્મિક ભક્તિના લાભને જાણતી હતી. તેથી તે ઉદાને પોતાના ઘેર લઈ ગઈ. જમાડ્યો એટલું જ નહીં પણ સાધર્મિકના નાતે ઘર વગેરે સર્વ સામગ્રી આપી. ધીમે-ધીમે ફેરી કરતાં નસીબ ઉઘડવા માંડયું. તેણે ઘરને રીપેરીંગ કરવા માટે ખોદકામ કર્યું. ખોદકામ કરતાં ચરુ નીકળ્યો. ચરૂને લઈને છીપી પાસે આવે છે. ચરૂ લેવા માટે કહે છે. છીપી ના પાડે છે. તે કહે છે કે આટલા વર્ષોથી તે ઘર મારા જ કબજામાં હતું છતાં નિધાન કયારેય ન નીકળ્યું અને આજે તમને આપ્યું અને નિધાન નીકળ્યું. ઘર તમારા કબજામાં છે તેથી એ તમારું છે. બન્ને વચ્ચે ઘણી રકઝક ચાલે છે છેવટે છીપી લેતી નથી. કેવા હતા એ યુગના માનવીઓ ! ધન આપવા માટે રકઝક થતી. જ્યારે આજે લેવા માટે સગો દીકરો ય બાપનું ખૂન કરતાં અચકાય નહીં. ઉદો બહુ બુદ્ધિશાળી, ચાલાક માણસ હતો. ધન મળવાથી વેપાર વધ્યો. ન્યાયનીતિથી ચાલતો હોવાથી રાજા સુધી તેની કીર્તિ પહોંચી ગઈ... અને એક દિવસ તે સિદ્ધરાજનો મંત્રી બન્યો. સિદ્ધરાજનું મૂળ નામ તો જયસિંહ હતું. પણ તેણે અનેક રાજાઓને જીત્યા હતા તેથી તે સિદ્ધરાજ બન્યો. ખંભાતના સૂબા તરીકે ઉદયન મંત્રીની નિમણૂક થઈ. ત્યાંનું સૂબાપણું સંભાળતા હેમચંદ્રસૂરિ મહારાજની દીક્ષા થઈ... આમ છીપીની સાધર્મિક ભક્તિમાંથી ઉદયન મંત્રી મળ્યા અને ઉદયનમંત્રી દ્વારા આચાર્ય ભગવંત મળ્યા. અરે ! કલિકાલમાં પણ જેની છત્રછાયામાં સત્યુગ પ્રવર્તી રહ્યો છે એ દેવાધિદેવ આદિનાથદાદાનું તો દહેરાસર પણ આ ઉદયનમંત્રીના પુત્ર બાહડે બનાવેલું છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૯ - શત્રુંજયનો ૧૪મો ઉધ્ધાર : ઉદયનમંત્રી સણોસરાના ઠાકોરને વશ કરવા લશ્કર લઈને નીકળ્યા છે. રસ્તામાં શત્રુંજય આવે તેથી તેમણે વિચાર્યું કે દાદાના દર્શન કરીને યુદ્ધ કરવા જાઉં. તેથી શત્રુંજય આવ્યા. ગિરિરાજ ચઢયા. પૂજા વગેરે કરીને ભાવપૂજા કરી રહ્યા છે ત્યારે તેમની નજર સળગતી દિવેટને ખેંચીને જઈ રહેલા ઉંદર પર પડી. તે સમયે દાદાનું દેરાસર લાકડાનું હતું. આ જોતાં જ તે ચમક્યા. અરે ! જો મારી નજર ન પડી હોત તો દેરાસર આખું સળગી જાત... દાદાનું શું થાત... મારા સાધર્મિક બંધુઓ દર્શન વિના કેમ તરત? આવા ભયથી ત્યાં જ મનમાં સંકલ્પ કર્યો કે આ દેરાસર મારે પથ્થરનું બનાવવું. સંકલ્પ કરીને આવ્યા લડાઈમાં. સણોસરાનો ઠાકોર ખૂબ માથાભારે હતો તેને હરાવતા-હરાવતાં મંત્રીશ્વરને ખૂબ ઘા વાગ્યા. શરીર આખું ચાલણી જેવું બની ગયું. વિજય તો મેળવ્યો પણ હવે જીવનની આશા મરી પરવારી. મરણશય્યાએ પડેલા મંત્રીશ્વરે ધર્મ સાંભળવાની જિજ્ઞાસા બતાવી... ત્યાં યુદ્ધના મેદાન પર સાધુ લાવવા ક્યાંથી ? જેમ તેમ કરીને એક ભાટચારણને નવકાર વગેરે શીખવાડીને તૈયાર કર્યો. સાધુ વેશ પહેરાવ્યો, અને ઉદયનમંત્રીની પથારી પાસે લાવ્યા. સાધુને જોતાં જ મંત્રીશ્વર ખૂબ પ્રસન્ન થઈ ગયા, સિદ્ધરાજ જેવા રાજાનો જમણો હાથ, મોટા સામ્રાજ્યનો ધણી હોવા છતાં જેના રોમેરોમમાં જિનશાસન વસેલું છે તેને અંત સમયે સંપત્તિ-પુત્ર-પરિવાર યાદ નથી આવતા પણ ધર્મ યાદ આવે છે. સાધુને જોતાં જ હાથ જોડાઈ ગયા. ધર્મોપદેશ સાંભળ્યો. નિજામણા કરાવી. મનમાં કોઈ ઈચ્છા અધૂરી છે માટે જીવ નીકળતો નથી. એટલે બધાએ ભેગા મળીને પૂછયું કે મંત્રીશ્વર કોઈ આખર ઈચ્છા છે? A હા, એક ઈચ્છા અધૂરી રહી ગઈ. શંત્રુજયનો ઉદ્ધાર અને ભરૂચના 4 દેરાસરનો જીર્ણોદ્ધાર કરવાનો રહી ગયો. ત્યાં રહેલા માણસોએ કહ્યું કે આ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ છે. મંત્રીશ્વર આપના પુત્રો આપની ઈચ્છા પૂરી કરશે... બસ આટલું સાંભળતા થી જ તેમનું પ્રાણપંખેરું નશ્વર દેહને છોડીને ચાલી નીકળ્યું. પેલા ભાટે વિચાર કર્યો કે અહો ! આ વેષનું મુલ્યાંકન કેટલું છે ? મંત્રી જેવો મંત્રી મારા પગમાં પડયો. હવે આ વેષ ન ઉતારું. વેષ પર બહુમાન જાગ્યું. સાચી દીક્ષા સ્વીકારી અને સદ્ગતિને પામ્યો. સૈનિકોએ આવીને બાહડમંત્રીને પિતાની આખરી ઈચ્છા જણાવી. બાપ કરતાં બેટા સવાયા હતા. તેણે તરત જ અભિગ્રહ કર્યો કે પિતાની ઈચ્છા જ્યાં સુધી પાર ન પડે ત્યાં સુધી ભૂમિશયન કરવું, એકાસણ કરવું અને બ્રહ્મચર્ય પાળવું. જીર્ણોદ્ધારનું કામ શરૂ કર્યું. દહેરાસર તૈયાર થઈ ગયું. પણ અચાનક થોડા દિવસોમાં સમાચાર મળ્યા કે દહેરાસરમાં મોટી તિરાડો પડી ગઈ... સમાચાર આપનારને સોનાની જીભ ઈનામમાં આપી. કોઈએ કહ્યું કે મંત્રીશ્વર આમ કેમ ? આવા માઠા સમાચાર આપનારને આટલું મોટું ઈનામ ? મંત્રીશ્વરે કહ્યું કે મારા જીવતાં મને આ સમાચાર મળ્યા તેથી હું ફરી બાંધીશ, મારા મરી ગયા પછી કાંઈ થયું હોત તો ! મંત્રીશ્વર જાતે આવ્યા. બધી તપાસ કરી. શિલ્પીઓએ કહ્યું કે ભમતીમાં પવન ભરાવાથી આમ થયું છે. ભમતીને પૂરી દો. ભમતી વિનાનું બનાવો... શિલ્પીઓએ કહ્યું કે મંત્રીશ્વર જો ભમતી વિનાનું દહેરાસર બનાવવામાં આવે તો આપનો વંશવેલો રહેશે નહીં, ભલે ન રહે. વંશવેલાથી મારો ઉદ્ધાર નહીં થાય. દહેરાસરથી મારો ઉદ્ધાર થશે. વંશવેલામાં કોઈ કુપુત્ર આવી ગયો તો મારી એકોતેર પેઢીને ડૂબાડી દે... જ્યારે આ પરમાત્માના દર્શનથી મારી એકોતેર પેઢી તરી જશે. ભમતી પૂરી દીધી. આજે પણ જુઓ, દાદાના દહેરાસરનો બહારનો ભાગ કેટલો પહોળો દેખાય છે અને અંદર ગભારો નાનો લાગે છે. મંદિર સુંદર તૈયાર થઈ ગયું. સં. ૧૨૧૩માં પૂ. કલિકાલસર્વજ્ઞહેમચંદ્રસૂરિ ને મહારાજના હાથે મોટા મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા થઈ. આમ શત્રુંજય તીર્થનો ( ત્ ૧૪મો ઉદ્ધાર બાહડમંત્રીએ કરાવ્યો. તે સમયે બાહડે એક કરોડને સાઠ 8 Page #52 -------------------------------------------------------------------------- ________________ લાખ રૂપિયા ખર્ચેલા. આજે પણ સેંકડો વર્ષો પછી એ દહેરાસર અડીખમ ઉભું છે. સેંકડો સાધર્મિકો એના આલંબને તરી રહ્યા છે. એના મૂળ પાયામાં સાધર્મિક તરફનો શુદ્ધ પ્રેમ ભરેલો છે. દહેરાસર બાહડ મંત્રીનું છે પણ પ્રતિમાજી વસ્તુપાળ-તેજપાળના છે. તે કેવી રીતે ? વસ્તુપાળ-તેજપાળ : - ૪૧ વસ્તુપાળ અને તેજપાળ પાટણના વતની હતા. તેમના માતાનું નામ કુમારદેવી અને પિતાનું નામ આશરાજ હતું. આશરાજ પોતે મંત્રી હતા. તેમના ગુરૂ હરિભદ્રસૂરિ મહારાજ હતા. (યાકિનીમહત્તરાસુનૂ નહીં.) આચાર્ય મહારાજે કુમારદેવીની ભાગ્યરેખા જોઈને આશરાજનો તેની સાથે વિવાહ ગોઠવી આપ્યો. એ જમાનામાં કુલગુરૂઓ આવા કામો કરી આપતા. આચાર્યભગવંતે જોયું કે કુમારદેવીનાં સંતાનો મહાભાગ્યશાળી તથા શાસનનાં રત્નો થશે. કાળક્રમે કુમારદેવીએ ચાર પુત્રોને જન્મ આપ્યો. તેમાં પ્રથમ પુત્ર મલ્લદેવ જે યશસ્વી પુરૂષોમાં અગ્રેસર તરીકે પ્રખ્યાત થયો. બીજો પુત્ર વસ્તુપાળ, ત્રીજો પુત્ર તેજપાલ, અને ચોથો પુત્ર લુણિગ. તે પછી સાત પુત્રીઓ થઈ. સં ૧૨૨૮ થી ૧૨૯૮ સુધીના સમયમાં આશરાજ મંત્રી કટોસણ પાસે સુંવાળા ગામમાં રહેતા હતા. સુંવાળા ગામમાં આશરાજનો સ્વર્ગવાસ થયો. બન્ને ભાઈ મા-બાપના પરમભક્ત હતા. પિતાના સ્વર્ગવાસથી ઘણો આઘાત લાગ્યો. ચારે બાજુ પિતાની સ્મૃતિઓ પથરાયેલી છે. તેથી ક્ષણવાર પણ પિતા વિસરાતા નથી... એટલી બધી વ્યથા વધી ગઈ કે તેમને લાગ્યું કે પિતાની સ્મૃતિઓ વચ્ચે અમે નહીં જીવી શકીએ. ક્ષણે-ક્ષણે એ યાદો બેચેન બનાવે છે તેથી માતાની સાથે માંડલ આવ્યા. માતાની પણ તે પરમેશ્વરની જેમ ભક્તિ કરતા... અનુક્રમે માતાનો પણ સ્વર્ગવાસ થયો. આધાતથી દિલ ભાંગી ગયું. શોકમગ્ન બની ગયા છે એવામાં માતૃપક્ષમાંથી મુનિ થયેલા શ્રી નરચંદ્ર મુનીશ્વર ત્યાં Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આ પધાર્યા. બન્ને ભાઈઓ ગુરૂમહારાજને વંદન કરવા આવ્યા. સંસારની જ ક્ષણિકતાને સમજાવતી દેશના સાંભળીને કંઈક શોકમુક્ત બન્યા. ગુરૂમહારાજે આદેશ કર્યો કે તીર્થયાત્રાએ નીકળો જેથી મન હળવું બની જશે. તીર્થયાત્રાએ નીકળે છે. બધી સંપત્તિ સાથે લઈને જ નીકળે છે. તે સમયે ગામોગામ સરહદો બદલાતી રહેતી. લૂંટારાનો ભય ખૂબ રહેતો. આટલું બધું જોખમ લઈને ફરવું તેમને યોગ્ય લાગ્યું નહીં તેથી હડાળા ગામ પાસે સંપત્તિને જમીનમાં દાટીને આગળ વધવાનું વિચાર્યું. એ સમયમાં બેંક વગેરે કોઈ સાધનો નહોતા. તેથી સંપત્તિ જમીનમાં જ દાટતા. અમુક નિશાનીઓ રાખે. જ્યારે જરૂર પડે ત્યારે ત્યાંથી લઈ આવે. ખાડો ખોદે છે પણ ત્યાં તો પુન્યશાળીને પગલે પગલે નિધાન' એ કહેવત અનુસાર બીજું નિધાન નીકળી પડ્યું. હવે શું કરવું? વસ્તુપાળના પત્નીનું નામ લલીતાદેવી હતું. તેજપાળની પત્નીનું નામ અનુપમા હતું. તે ખૂબ હોંશિયાર અને ચાલાક હતી. નામ એવા જ ગુણો હતા. પણ રંગે શ્યામ હતાં. જ્યારે તેજપાળની સગાઈ થઈ ત્યારે કોઈને આવીને તેજપાળને કહ્યું કે તારી પત્ની તો કાળીકાળી કલાડા જેવી છે. તે જમાનામાં કાંઈ એકબીજાને જોવામાં આવતાં નહોતાં... ત્યારે તો માતા-પિતા કરે તે જ સાચું. તેમની સામે કંઈ પણ બોલાય જ નહીં. આજે જમાનો પલટાઈ ગયો છે જાતે જ તપાસ કરે છે માટે તો આજના જીવન ઝરમય બનતાં હોય છે. તેજપાળે વિચાર્યું કે માને તો કાંઈ કહેવાય નહીં તો શું કરવું? તેમણે ક્ષેત્રપાળ દેવતાની માનતા રાખી. સગાઈ તૂટી જશે તો હું અમુક દ્રવ્ય ખર્ચીશ. નિર્માણ થયેલા ભાવિને કોઈ અન્યથા કરી શકતું નથી. માનતા ફોક ગઈ. લગ્ન કરવું જ પડ્યું. લગ્ન પછી તેમના ગુણોની સુવાસ આખા કુટુંબમાં ફેલાઈ ગઈ. ખુદ વસ્તુપાળ જેઠ થતા હોવા છતાં અનુપમાની સલાહ લેવા આવતા. છે. અહીં પણ નિધાન નીકળતાં જ અનુપમા પાસે સલાહ લેવા આવ્યા. જ K અનુપમા કહે છે તમારે ઉંચે જવું છે કે નીચે જવું છે? ઉંચે જવું હોય Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તો ઉંચે દાટો અને નીચે જવું હોય તો નીચે દાટો. વસ્તુપાળ પૂછે છે પણ છે, ઉંચે દાટવું શી રીતે? દેરાસર, ઉપાશ્રયો, દાનશાળાઓ, ધર્મશાળાઓ બંધાવો. લોકો જુએ પણ એક કાંકરીયે લઈ ન શકે. પછી તો આબુના દહેરાસરો આજે પણ અનુપમાની સલાહને સાચી પાડતાં ઉભાં છે. આવાં તો ઘણાં ઉત્તમ કાર્યો કરતાં કરતાં તીર્થયાત્રા કરીને ધોળકા આવ્યા. ધોળકામાં થયા સ્થાયી : તે સમયે ધોળકામાં વાધેલાનું રાજ. વ્યાઘપલ્લીમાંથી આવીને વસેલા તેથી વાઘેલા કહેવાયા. ત્યાં લવણપ્રસાદના પુત્ર વિરધવલનું રાજ હતું. બન્ને ભાઈઓ ધોળકામાં આવીને વસ્યા છે. ત્યાં રાજપુરોહિત સોમેશ્વર સાથે પરિચય થાય છે. એક સમયે રાત્રે સિદ્ધરાજની માતા મીનળદેવી દેવી થયેલાં છે તેમણે આ બન્ને પિતા-પુત્રને તથા નગરશેઠને સ્વપ્રમાં કહ્યું કે આજે બે ભાઈ આવશે તેને તમે મંત્રી પદે સ્થાપજો. તે બન્ને ગુજરાતને સમૃદ્ધ બનાવશે. સવારમાં નગરશેઠ અને પિતા-પુત્ર ત્રણે જણા ભેગા થયા. પોત-પોતાના સ્વપ્રોની વાત કરી. રાજપુરોહિતને બોલાવ્યા. પુરોહિતે કહ્યું કે હા બે ભાઈઓ આવેલા છે. ખૂબ ચાલાક-હોંશિયાર અને પ્રતિભાસંપન્ન છે. મારે તેમની સાથે સારો પરિચય છે. બન્નેને સભામાં બોલાવવામાં આવ્યા. થોડી ઘણી વાતો કરી. પછી મંત્રી મુદ્રા સ્વીકારવાનું કહ્યું. મંત્રીપદની જવાબદારીઓ જણાવવામાં આવી. વસ્તુપાળે વિચાર્યું કે જો રાજા વશ થશે તો અનેક ઉત્તમ કાર્યો થશે. તેમણે સામે પોતાની શરત રજુ કરી. અમે અમારી ધર્મક્રિયાઓ કર્યા પછી જ રાજસભામાં આવીશું. તથા અમારી પાસે અત્યારે ત્રણ લાખની મૂડી છે એ તમને સોંપીએ છીએ. આ તો રાજ્ય કહેવાય ગમે ત્યારે ખટપટો ઉભી થાય. રાજાઓ હમેશાં કાચા કાનના જ કહેવાતા. તેથી જ્યારે અમને છુટ્ટા કરવામાં આવે ત્યારે છે તે મૂડી અમને પાછી મળવી જોઈએ. શરતો મંજૂર થઈ. મંત્રી મુદ્રા 6 જ સ્વીકારવામાં આવી. વસ્તુપાળ મંત્રી પદે આવ્યા. તેજપાળને સેનાપતિપદે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સ્થાપ્યા. બન્ને ભાઈઓ સારા સ્થાને ગોઠવાઈ ગયા. શરૂ શરૂમાં તો ઠાકોરો- ૧ ભાયાતો આ તો વાણિયો છે એનામાં લડવાની શું તાકાત હોય? એમ સમજીને માથું ઉંચકવા લાગ્યા. બન્ને ભાઈઓ નીકળી પડયા. તેજપાળ લડવામાં જબરો હોંશિયાર હતો એક પછી એક ભાયતોને નમાવવા માંડયા. યુધ્ધ કુશળતા : ગોધરાનો ગુગળ નામનો રાજા હતો. બહુ માથાભારે અને મગજનો ફરેલો હતો. તેણે વીરધવલરાજા પર સાડી અને મેંશની ડબ્બી મોકલાવી. તમે બધા બાયલા છો એ જણાવવા માટે. વિરધવળરાજાએ તેને પડકારવા માટે સભામાં બીડું ફેરવ્યું. તેજપાળે તે બીડું ઝડપ્યું. ચુનંદા સૈનિકોને લઈને નીકળી પડયો. પહેલાં તો તેણે પોતાના સૈનિકો દ્વારા ગુગળરાજાના રાજ્યમાંથી ગાયોની ચોરી કરવા માંડી. ગુગળ થોડું જ લશ્કર લઈને ગાયોનું રક્ષણ કરવા આવ્યો. ત્યાં તેજપાળે ઘેરી લીધો. બન્ને વચ્ચે યુદ્ધ જામ્યું. છેવટે ગુગળ હારી ગયો. તેજપાળે તેને સાડી પહેરાવી, મેંશ આંજી અને શહેરમાં ફેરવ્યો. આ અપમાન ગુગળને હાડોહાડ વ્યાપી ગયું. તે જીભ કચરીને મરી ગયો. આવા ભલભલા રાજાઓને ભૂ પીતા તેજપાળે કરી દીધા. ચારે બાજુ બંને ભાઈઓની કીર્તિ ફેલાવા માંડી. રાજ્ય ખૂબ સમૃદ્ધ બન્યું. ભંડારો બધા ભરપૂર કરી દીધા. વસ્તુપાળની સંસ્કૃત રસિકતા : વસ્તુપાળ ઓલરાઉન્ડ હતા. તે સંસ્કૃતના ખૂબ રસિયા હતા. સંસ્કૃત સુભાષિતો બનાવવાનો તેમને ખૂબ શોખ હતો. તેમનું વિદ્યામંડળ પ્રસિદ્ધ હતું. આટલા બધા કારભારમાં ડૂબેલા હોવા છતાં પોતાના નિયમ પાલનમાં ચૂસ્ત હતા. તેઓ તાડપત્રીય ગ્રંથો લખતા. તેમના હસ્તાક્ષરનો ગ્રંથ આજે પણ ખંભાતના ભંડારમાં છે. ખંભાતનો ચાર્જ સંભાળતા સંભાળતાં તેમણે હ ધર્માલ્યુદય' નામનું કાવ્ય લખેલું. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સાડાતેર સંઘ કાઢશો... : એ સમયમાં તીર્થયાત્રા ખૂબ જ દુર્લભ હતી. સરહદો બદલાતી રહેતી તેથી લૂંટારાનો ભય ખૂબ રહેતો. ત્યારે સંઘની પ્રથા પડી. કોઈ મોટો ધનપતિ હોય તે સંઘ કાઢતો અને તેમાં હજારો યાત્રાળુઓ જોડાતા. વસ્તુપાળે સંઘ કાઢવાની તૈયારી કરી. સાત લાખ માણસો હતા. સંઘ લઈને નીકળ્યા. નગરની બહાર આવતાં જ ચકલીનો મોટો અવાજ કાને પડયો. વસ્તુપાળે જ્યોતિષને પૂછ્યું કે આ અવાજ શુકનવંતો છે તેનો અર્થ શું? જ્યોતિષે તપાસ કરી કે ચકલીનો અવાજ કેટલે દૂરથી આવે છે ? તપાસ કરતાં જણાયું કે સાડાતેરમા મકાનમાં ચકલી બોલી રહી છે. તે આધારે જ્યોતિષે કહ્યું કે તમે સાડાતેર સંધ કાઢશો. (ક્યાંક સાડા બાર સંઘની પણ વાત આવે છે.) જાઓ ફતેહ કરો. સંઘે પ્રયાણ કર્યું. દરેક ગામમાં દરેક સંસ્થાઓને મદદ કરતો કરતો સંઘ સિદ્ધાચલે પહોંચ્યો. ગિરિરાજ ચઢયો. બીજા એક પ્રસંગે વસ્તુપાલ યાત્રાએ ગયા હતા, ત્યારે દાદાના પ્રક્ષાલમાં જબરી ભીડ જામી હતી. લાખો યાત્રિકો હતા. જીવનમાં એકાદ વાર આવી યાત્રા થાય. લોકો ઉત્સાહમાં છે. પડાપડી થઈ રહી છે, ત્યાં પૂજારીએ જોયું કે કોઈના હાથમાંથી કયાંક કળશ છટકીને ભગવાન પર પડશે તો ભગવાનની મૂર્તિ ખંડિત થઈ જશે. આવા ભયથી ભગવાનની નાસિકા સુધી ફૂલો ઢાંકી દીધા. કળશ આજના જેવડા નાના નહોતા ત્યારે તો ઘડા જેવડા મોટા કળશ હતા. વસ્તુપાળે આ જોયું તેમનું મન દ્રવી ઉઠયું. કળશ વગેરેના કારણે અથવા તો ભવિષ્યમાં મુસલમાનોનું જોખમ છે, તેથી ગમે ત્યારે મુસલમાન બાદશાહો ચડી આવે અને મારા ભગવાનને કંઈ નુકશાન થાય તો મારા સાધર્મિકો પ્રભુદર્શનથી વંચિત રહી જશે. ત્યાં પુનડશાહ નામનો બીજો એક શ્રીમંત માણસ પણ દિલ્હીથી સંઘ લઈને આવેલો છે. તેને વસ્તુપાળે કહ્યું કે તમારે બાદશાહ સાથે સારો મેળ છે ત્યાં દિલ્હીમાં મમ્માણી નામની આરસની ખાણ છે તો તેમાંથી મૂર્તિ માટે સારો પથ્થર Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અપાવો. તે પથ્થર અહીં લાવીને રાખીએ જેથી ભવિષ્યમાં આપણા સાધર્મિકોને વાંધો ન આવે. પુનડશાહે કહ્યું કે જોઈશ. મૂર્તિભંજક બાદશાહ પાસેથી મૂર્તિ માટે પથ્થર મેળવવા કેવી રીતે? વસ્તુપાળ રાજ્યમાં પાછા આવ્યા પણ તેમના મનમાં દાદાની પ્રતિમા માટે પથ્થર કેવી રીતે મેળવવો તેનું ચિંતન ચાલી રહ્યું છે. પ્રભુજી માટે મેળવ્યા પાષાણ : એ સમયમાં જ દિલ્હીના બાદશાહની મા મક્કા-મદીના હજ કરવા માટે રસાલા સાથે નીકળી છે. ખંભાતના બંદરે આવે છે. વસ્તુપાળે પોતાના માણસોને હુકમ કર્યો કે જાઓ બાદશાહની માને લૂંટી લો, અને બધો માલ મારી પાસે હાજર કરો. બાદશાહની માને લૂંટવી એટલે જાનનું જોખમ. જો બાદશાહને ખબર પડી જાય તો આવી જ બને ને ! છતાં ધર્મ માટે જાનનું જોખમ પણ વસ્તુપાળ ખેડે છે. માણસોએ તેને લૂંટી લીધી. વસ્તુપાળ પાસે ફરીયાદ કરતી બાદશાહની મા આવી... વસ્તુપાળ બોલ્યા કે મા આપ જરાયે ચિંતા કરશો નહીં... લૂંટારાઓને હું તરત જ પકડી પાડીશ. કોની તાકાત છે કે આપને લૂંટી શકે... ? હું આપનો બધો જ માલ હાજર કરું છું. આપ આરામ કરો. મા તો આવા વિવેકપૂર્ણ જવાબથી જ પ્રસન્ન બની ગઈ. પોતાના જ માણસો દ્વારા લૂંટાવી હતી તેથી તરત જ બધો માલ-સામાન હાજર કર્યો. નાનામાં નાની ચીજ પણ હાજર કરી... બાદશાહની મા તો ખુશ-ખુશ થઈ ગઈ. વસ્તુપાળે કહ્યું કે મા હવે હું તમને એકલા નહીં જવા દઉં. હું પણ આપની સાથે હજ કરવા આવીશ. રસ્તામાં ચાંચિયાઓ આપને હેરાન ન કરે... વસ્તુપાળ સાથે ગયા...એટલું જ નહીં પણ મદીના જઈને ચાંદીનું તોરણ ચઢાવ્યું. આ બધું ધર્મ માટે કરે છે. હજ કરીને પાછા ફર્યા. છેક દિલ્હી સુધી મુકવા જાય છે. બહાર પડાવ ને નાખે છે. બાદશાહની મા નગરમાં આવે છે, રાજાને મળે છે. રાજા પૂછે 6 % છે કે મા હજ કરી આવ્યા ? બરાબર રહ્યું ને ! મા કહે છે કે દિકરા ને Page #58 -------------------------------------------------------------------------- ________________ ४७ : '? \ તું તો અહીં બેઠો બેઠો રાજ કરે છે પણ મને મારા ખરા દિકરાએ હજ છે ' કરાવી... મારી બધી જાતની સાર-સંભાળ રાખી અને અહીં સુધી મને મુકવા આવ્યો છે. મા તમારો ખરો દીકરો કોણ છે? તેને સાથે કેમ ન લાવ્યા ? નગરની બહાર પડાવ નાખીને રહ્યો છે. બાદશાહ વસ્તુપાળને સભામાં બોલાવે છે. સન્માન કરે છે અને કહે છે તમે મારી માની ખૂબ સંભાળ લીધી.. હું પ્રસન્ન થયો છું માંગો જે જોઈએ તે માંગી લો.. વસ્તુપાળ કહે છે કે રાજન્ ! મારે બીજું કંઈ જોઈતું નથી પણ મમ્માણી ખાણમાંથી પથ્થર જોઈએ છે. બસ, માંગી-માંગીને પથ્થર, માંગ્યા? બીજું કાંઈ જર-ઝવેરાત માંગો... ના, બસ આપની મહેરબાની.. પથ્થર કાઢવાની રજા મળી ગઈ.. ખાણમાંથી પાંચ પથ્થર કાઢયા. એ પથ્થરના ગામોગામ સામૈયાં થયાં. વાજતે-ગાજતે પૂજાતા એ પથ્થરો ગિરિરાજ પર લાવવામાં આવ્યા. અને ત્યાં ભોંયરામાં મૂકાવ્યા. એ પથ્થરમાંથી દાદાની મૂર્તિ કેવી રીતે બની તે હવે જોઈએ. શત્રુંજયનો ૧૫મો ઉધ્ધાર : પેથડશાહે શંત્રુજ્ય પર સોનાની ચીપોથી મઢેલું દહેરાસર બનાવેલું. મોગલ બાદશાહનું રાજ્ય ચાલતું હતું. ૧૪મી શતાબ્દીની મધ્યમાં અલ્લાઉદ્દીન ખીલજીનો ઉદય થયો. તેણે અસંખ્ય જિનમંદિરોને જમીનદોસ્ત કરી નાખ્યાં. એક લાખ સૈનિકો સાથે શંત્રુજય ચઢયો. દહેરાસરો લૂંટવા માંડ્યો. સોનાની ચીપો કાઢી લીધી, એટલું જ નહી પણ મૂળનાયક ભગવાનને ખંડિત કર્યા. ચારે બાજુ હાહાકાર મચી ગયો. મુસલમાનોનું સામ્રાજ્ય પથરાયેલું. હિન્દુ રાજાઓ નબળા પડી ગયેલા. ગિરિરાજ પર ફરી પ્રતિષ્ઠા કોણ કરાવે ? બાદશાહો મૂર્તિભંજક હતા તેમની પાસેથી રજા મળવી મુશ્કેલ હતી. પાટણમાં સમરાશાહ નામે મોટો શ્રાવક હતો. તેને દિલ્હીના બાદશાહ સાથે સારો પરિચય. તેથી દિલ્હી પહોંચ્યો. રાજાને વિનંતી કરી. તેનો પ્રભાવ % પડતો હતો. તેથી બાદશાહ તેની વિનંતીને નકારી ન શકયા. મૂર્તિની Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા કરાવવાની રજા આપી. બધા પાટણ આવ્યા. સંઘ ભેગો થયો. , મૂર્તિ શેમાંથી બનાવવી તે પ્રશ્ન થઈ પડ્યો ? સમરાશાહે સંઘને કહ્યું કે વસ્તુપાળના પાષાણો પડયા છે તે કાઢવાની અનુમતિ આપો. સંઘે ના પાડી. કાળ કપરો આવે છે, ભવિષ્યમાં કામ લાગશે. બીજા પાષાણ કઢાવો અને તેમાંથી મૂર્તિ બનાવો. બીજો પાષાણ કઢાવ્યો. ૩૨-૩૨ બળદોની જોડીથી એ પાષાણ પાલીતાણામાં લવાયો. ગામોગામ એ પાષાણનાં સામૈયાં થયાં. તેમાંથી મૂર્તિ બનાવી. સમરાશાહે સં. ૧૩૭૧માં ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી. આજે પણ સમરાશાહ અને તેની પત્ની સમરશ્રીની મૂર્તિ ગિરિરાજ પર છે. ફરી પાછી સં ૧૪પ૬ કે ૧૪૬૬માં કોઈ મોગલ બાદશાહે મૂર્તિ તોડી નાખી. ફકત મસ્તક જ વિદ્યમાન રહ્યું. ૧૦૦ વર્ષ સુધી મસ્તક જ પૂજાયું. યાત્રાળુઓ બંધ થઈ ગયા. કોઈક રયો-ખડ્ય આવે અને દર્શન કરીને ચાલ્યો જાય. શ્રાવકો ખૂબ વ્યથિત હતા. સંઘમાં મૂંઝવણનો પાર નહોતો. કોઈ ઉકેલ જડતો નથી. એવામાં ધર્મરત્નસૂરિ મહારાજ મારવાડમાં વિચરતા હતા. તેઓ સંઘ લઈને મેવાડમાં આવ્યા. ચિત્તોડગઢમાં પ્રવેશ કર્યો. ત્યાં તોલાશા નામના મોટા વહેપારી હતા. તેમને પાંચ પુત્રો હતા. ગુરૂ મહારાજ આવ્યા જાણીને પાંચ પુત્રો સાથે તોલાશા વંદન કરવા આવ્યા. વંદન કરીને ગુરૂ મહારાજને પ્રશ્ન પૂછે છે કે સાહેબ! મારા મનની ઈચ્છા-ભાવના પૂરી થશે કે નહીં? આચાર્ય ભગવંત જ્ઞાની હતા. વિચાર કરીને જવાબ આપ્યો કે તોલાશા તમારી ભાવના અવશ્ય પૂરી થશે, પણ તમારા દીકરાના હાથે અને મારા શિષ્યો દ્વારા. તોલાશાએ તરત જ શુકનવંતી વસ્ત્રને છેડે ગાંઠ મારી, તેમની ભાવના શંત્રુજય પર ભગવાનની પ્રતિષ્ઠા કરાવવાની હતી. આચાર્ય ભગવંતે પોતાના બે શિષ્યો વિદ્યામંડનવિજયને તથા વિનયમંડન વિજયને તો ત્યાં મૂકીને વિહાર કર્યો. ચોમાસામાં કર્માશા વગેરે બધા અભ્યાસ કરે છે. તે – એકવાર કર્માશાએ આચાર્ય ભગવંતને કામની યાદ દેવડાવી. આચાર્ય Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ભગવંતે એક ચિંતામણી મંત્ર આપ્યો. કર્માશા જાપ કરવા લાગ્યા. કાપડનો મોટો વહેપાર ધમધોકાર ચાલે છે, કમાણી ખૂબ થવા લાગી. ગુજરાતની રાજધાની ચાંપાનેર હતી. મહમ્મદ બેગડો રાજ્ય કરતો હતો. તેણે જૂનાગઢ અને પાવાગઢ એ બે ગઢ જીત્યા હતા માટે તે બેગડો કહેવાતો. મહમ્મદ બેગડાના મૃત્યુ પછી મુજફરબાદશાહ ગાદીએ આવ્યો. તેના નાના ભાઈ બહાદૂરખાન ને યોગ્ય જાગીરી ન મળવાથી રિસાઈને તે ચાલ્યો ગયો. જુદા-જુદા ગામોમાં ફરતો ફરતો તે ચિત્તોડમાં આવી પહોંચ્યો. ચિત્તોડમાં કર્માશાનો કાપડનો મોટો વહેપાર ચાલે છે. બહાદુરખાને કર્માશાની દુકાનથી ઘણું કાપડ ખરીદ્યું. આમ બન્ને બચ્ચે મૈત્રીની શરૂઆત થઈ. એકવાર ગોત્રદેવીએ સ્વપ્રમાં આવીને કર્માશાને કહ્યું કે આ બહાદુરખાનથી તારી કાર્ય સિધ્ધિ થશે. આ સાંભળીને કર્મશાએ શાહજાદાની વધારે સાર-સંભાળ લેવા માંડી. શાહજાદાની પાસે ખર્ચી ખૂટી ગઈ. કર્માશાએ ૧ લાખ રૂપિયા કોઈપણ શરત વિના મફત આપ્યા. શાહજાદો તો ખૂબ જ આનંદીત થયો. તેણે કહ્યું કે હે મિત્ર ! જીવનપર્યંત તારો ઉપકાર હું નહીં ભૂલું. કર્માશા કહે કે એવું ન બોલો... આપ તો અમારા માલિક છો. ફકત એક અરજ છે કે જ્યારે આપને રાજ્ય મળે ત્યારે મારી એક ઉત્કૃષ્ટ ઈચ્છા છે તે પૂરી કરજો... શાહજાદાએ વચન આપ્યું. પછી ત્યાંથી તે પાછો ગુજરાત તરફ આવવા નીકળ્યો. ૧૯મો ઉધ્ધાર... કર્મશાનો... : આ બાજુ ગુજરાતમાં મુજફરબાદશાહનું મૃત્યું થયું. તેની ગાદીએ તેનો પુત્ર સિકન્દર આવ્યો. તે ઘણો નીતિમાનૢ હતો. પણ દુર્જનોએ થોડા જ દિવસોમાં તેને મારી નાખ્યો. આ સમાચાર બહાદુરખાનને મળ્યા. તે શીઘ્રતાથી ગુજરાત પહોંચ્યો અને ચાંપાનેર આવ્યો. સં. ૧૫૮૩માં તેનો રાજ્યાભિષેક થયો. તેણે પોતાની સાહસિકતાથી-બુદ્ધિપ્રતિભાથી અનેક રાજાઓને પરાસ્ત કર્યા. પૂર્વાવસ્થામાં જે-જે માણસોએ તેને સહાય કરી Page #61 -------------------------------------------------------------------------- ________________ - હતી તે બધાને પોતાની પાસે બોલાવીને યથાયોગ્ય સત્કાર કર્યો. પોતાના પર નિઃસ્વાર્થ ઉપકાર કરનાર કર્માશાને બોલાવવા માટે ફરમાન મોકલ્યું. કર્માશા પણ યોગ્ય ભેંટણું લઈને આવી પહોંચ્યા. બાદશાહ કમશાને જોતાં જ ઉઠીને સામે ગયો અને પ્રેમથી ભેટી પડ્યો. સભામંડપમાં કર્માશાની નિષ્કારણ પરોપકારિતાની ખૂબ પ્રશંસા કરી. બાદશાહે કર્માશાને રહેવા માટે એક સુંદર શાહીમહેલ આપ્યો. થોડા દિવસ કર્માશા ત્યાં રોકાયા. એકવાર બાદશાહે ખુશમિજાજમાં આવીને કહ્યું કે બોલો મિત્રવર ! હું તમારું શું ઈષ્ટ કરું? મારા દિલને ખુશ કરવા માટે મારા રાજ્યનો કોઈ પણ દેશ સ્વીકારો. કર્માશાએ કહ્યું કે આપની કૃપાથી મારી પાસે બધું જ છે. મારે કોઈ વસ્તુની જરૂર નથી. ફકત આપની પાસેથી એક અનુમતિ જોઈએ છે. મારે શત્રુંજય તીર્થ પર મૂર્તિની પ્રતિષ્ઠા કરાવવી છે. આ વાત મેં પહેલા પણ આપને જણાવી હતી. આ સાંભળીને બાદશાહે કહ્યું કે કર્માશા ! તમારી જે ઈચ્છા હોય તે નિઃશંક પૂરી કરો. હું તમને ફરમાન લખી આપું છું. ફરમાન લખાવ્યું. ફરમાન મળતાંની સાથે જ મનમયૂર નાચી ઉઠયો.. ફરમાન લઈને નીકળ્યા. ખંભાત આવ્યા.. ખંભાતના અંધે ભવ્ય સામૈયું કર્યું. આખો સંઘ જે કામ ન કરી શક્યો તે મેવાડના એક વાણિયાએ કર્યું. ઉપાશ્રયમાં ગુરૂમહારાજ બિરાજમાન હતા. ગુરૂ મહારાજે આદેશ કર્યો કે હવે કામ વિનાવિલંબે શરૂ કરો. હુ તરત જ વિહાર કરીને પાલિતાણા પહોંચું છું અને તમે પણ આવો. કર્માશા પણ સંઘ-પરિવાર સાથે પાલિતાણા આવ્યા. ગામોગામ કર્માશાના સામૈયા થયા. હવે મૂર્તિ શેમાંથી બનાવવી તે પ્રશ્ન ઉભો થયો. ત્યાં કોઈકે કહ્યું કે વસ્તુપાળના લાવેલા પાષાણો પડ્યા છે પણ કયાં છે તેની કોઈને ખબર નથી.. પૂછતાછ કરતાંકરતાં સમરો નામના પૂજારીએ કહ્યું કે અમુક જગ્યાએ ભોંયરામાં છે. પાષાણ કઢાવ્યા.. ચારે બાજુ આનંદ-આનંદ જ છે. આદપુરમાં છાવણી & ( નાખી. બધા સાધુઓ ગોઠવાઈ ગયા. કોઈ તપમાં કોઈ જપમાં ચારે બાજુ છે Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૧ તપસ્યાઓ થવા માંડી.... કોઈ બે મહિનાના-કોઈ ચાર મહિનાના, કોઈ છ મહિનાના ઉપવાસ-આંબિલ... વગેરે તપ-જપ થવા માંડયા. મૂર્તિ તૈયાર થવા માંડી. અનેક શુભભાવનાઓ તથા ચારે બાજુના શુભપરમાણુઓની સાથે મૂર્તિ સંપૂર્ણ તૈયાર થઈ ગઈ. વિદ્વાનોને બોલાવવામાં આવ્યા. પ્રતિષ્ઠાનું મુહુર્ત જોવાયું. સં. ૧૫૮૭ વૈશાખ વદ-૬ રવિવાર શ્રવણ નક્ષત્ર નક્કી થયું. ચારે બાજુ કંકોત્રીઓ મોકલાવવામાં આવી. ૧૦૦ વર્ષે પ્રતિષ્ઠા થતી હોય... કોને આનંદ ન હોય... લાખો માણસો ઉમટયા છે. મન મૂકીને બધા નાચી રહ્યા છે. વૈશાખવદ-૬ના દિવસે શુભમુહુતૅ બધા ઉપર ભેગા થયા. પ્રતિષ્ઠાનો વિધિ ચાલી રહ્યો છે. ચારે બાજુ દિવ્ય ધ્વનિદિવ્ય વાતાવરણ ઉભું થયેલું છે. હવે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવા જાય છે ત્યારે આ મૂર્તિએ સાત વાર શ્વાસોશ્વાસ લીધા હતા. મૂર્તિ જીવંત બની ગઈ. લોકોએ હર્ષોલ્લાસમાં આવીને એટલું સોનું ઉછાળ્યું કે આખો ડુંગર ખડકાઈ જાય. ખૂબ ધામધૂમ પૂર્વક પ્રતિષ્ઠા થઈ. જ્યારે દાદાની પલાંઠીમાં નીચે નામ લખવાનું આવ્યું ત્યારે શ્રી વિદ્યામંડનસૂરિ મહારાજે પોતાનું નામ લખવાની સ્પષ્ટ ના પાડી દીધી. દાદાની પલાંઠીમાં નામ આવતું હોય તો કોણ જતું કરે ? પણ આ તો નિઃસ્પૃહી, તપસ્વી-ત્યાગી મહાત્માઓ હતા. એટલું જ લખાવ્યું કે સૂરિમિઃ પ્રતિષ્ઠિતમ્ । આચાર્યો વડે પ્રતિષ્ઠિત કરાયા. આવા ત્યાગી મહાત્માઓના તપ-જપ અને પ્રાણ આ મૂર્તિમાં રેડાયા છે. આજે પણ એનો જયજયકાર વર્તી રહ્યો છે. પૂજાની ઢાળમાં આવે છે ને પંદરસો સત્યાશી એ રે, સોળમો એ ઉદ્ધાર, કર્માશાએ કરાવીએ રે, વર્તે છે જય જય કાર હો જિનજી ભક્તિ હૃદયમાં ધારજો રે... જેમણે પ્રતિષ્ઠા કરી તેમના આજ્ઞાવર્તી શિષ્ય વિવેકીરવિજયજી મહારાજે વૈશાખવદ સાતમના જ ‘શત્રુંજ્યનો ઉદ્ધાર' એ નામનો ગ્રંથ લખેલો, તેમાં આ બધો ઉલ્લેખ છે, અને તેની ટિપ્પણીમાં છે કે ભગવાને સાતવાર શ્વાસોશ્વાસ લીધેલા... પ્રતિષ્ઠા કરાવનાર કર્માશાના વંશજો આજે Page #63 -------------------------------------------------------------------------- ________________ પર પણ ચિત્તોડ-ઉદેપુર વગેરેમાં છે. વસ્તુપાળે સાધર્મિક બંધુઓ માટે જે મહેનત કરેલી તેમાંથી બનેલા આ દાદા અત્યારે લાખો લોકોને ખેંચી રહેલા છે.. આ કળિયુગમાં પણ આ દાદા હાજરાહજૂર છે. થોડા વર્ષો પહેલાં જ થયેલો ચમત્કાર... નજરે નીહાળેલો અભિષેક ને ચમત્કાર ઃ સંવત ૨૦૪૩ અષાડ સુદ એકમનો એ દિવસ હતો... અમારૂં તથા પ્રદ્યુમ્નવિજયજી મ.સા.નું ચોમાસું પાલીતાણા નક્કી થયેલું. અમે બધા પણ સાથે હતા. ત્રણ વરસથી ભયંકર દુકાળ પડેલો... આ વર્ષે પણ વાયરા એવા વાતા હતા કે જાણે રાક્ષસો અટ્ટહાસ કરી રહ્યા હોય... ! જાણે અનેક મડદાઓ પડવાનાં ન હોય ! ગરમી ભયંકર ! ગિરિરાજ પર ચઢતાં રસ્તામાં જે કુંડો આવે તે કુંડો બધા ખાલી ખમ.. ! અરે ઉપર પૂજા કરવા માટે ન્હાવું હોય તો પણ પાણી ન મળે એવી પરિસ્થિતિ સર્જાણી. ત્યાં અચાનક અમને વિચાર સ્ફૂર્યો કે દાદાના અઢાર અભિષેક કરાવીએ. ઘણા વર્ષો થઈ ગયા છે. કોઈ આશાતનાઓ થઈ હોય તો દૂર થાય. ગિરિરાજ ઉપર શ્રેણિકભાઈની પરવાનગી વિના તો કાંઈ થાય નહીં. તેથી શ્રેણિકભાઈને ફોન દ્વારા જણાવ્યું. શ્રેણિકભાઈ કહે કે સાહેબ હમણાં નહીં ચોમાસામાં રાખજો. અત્યારે તો યાત્રાળુઓને મુશ્કેલી પડે. પણ ચોમાસામાં અમે ઉ૫૨ કેવી રીતે ચડીએ... અત્યારે જ કરવાની પરવાનગી આપો. અમારા કહેવાથી શ્રેણિકભાઈએ આણંદજી કલ્યાણજીની પેઢી પર ફોન કરીને કહી દીધું કે મહારાજ સાહેબ જે કહે તેમ કરવા દેજો. પરવાનગી મળી ગઈ. તરત જ ચંદુભાઈ ઘેટીવાળા અને રજનીભાઈ દેવડીને બોલાવ્યા. ચંદુભાઈ પ્લેનમાં આવ્યા. અભિષેક ધામધૂમથી કરવા હતા. સમય થોડો હતો. બધી જ ઔષધિઓ મંગાવી. અમુક તીર્થોના પાણી તો પ્લેન દ્વારા મંગાવ્યા. બધું પાલીતાણામાં લાવીને કેશરિયાજીના ઉપાશ્રયમાં ભેગું કર્યું. ઔષધિઓને ખાંડવા માટે ૪૦ તો બાઈઓ રાખી. ચારેબાજુ ઔષધિઓની સુગંધ ફેલાઈ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫ ૩ NR ગઈ. છાપામાં નાનકડી જાહેરાત પણ અપાઈ ગઈ. એ મંગળમય અષાડ સુદ છે. * એકમનો શુભ દિવસ આવી પહોંચ્યો. અમે બધા ઉપર ચઢયા. મારાં પૂ.બા મહારાજને પણ ડોળીમાં ઉપર લઈ ગયા. નવ વાગે અભિષેકની શરૂઆત કરી.. દાદાના શિખર પર ધજા ચઢાવવા માટે એક પુજારી ઉપર ચઢ્યો, ધજા ચઢાવીને નીચે ઉતર્યો ત્યાં તેને ૧૦૦ રૂપિયા તો ઈનામમાં આપ્યા. દાદાની ધજા ચઢતાંની સાથે વાતાવરણ બદલાવા માંડ્યું. સાથે જ ઝરમર વર્ષાદ શરૂ થઈ ગયો. મારાં માતુશ્રી પાંચ અભિષેક સુધી બેઠા હતા. પછી તેમની ઉંમરના લીધે બેસી ન શકવાથી નીચે ઉતરવા માંડ્યા. તે તો હજુ છાલાકુંડે જ પહોંચ્યા, ત્યાં તો વર્ષાદ અનરાધાર તૂટી પડયો. એક કલાક સુધી છાલાકુંડે બેસી રહ્યા... અહીં ઉપર દાદાને છઠ્ઠો અભિષેક શરૂ થયો.. અને દાદાએ આપણી ઉપર અભિષેક કરવાની શરૂઆત કરી.. શશીકાન્તભાઈએ તો યું કે દાદા કેવા દયાળુ છે આપણે એમને અમૂક જ કળશોથી નવડાવ્યા પણ દાદાએ તો કરોડો કળશા પાણી આપણને આપ્યું. અમારી નજર સામે જ ચઢતા જે કુંડોમાં ધૂળ હતી તે બધા કુંડો છલોછલ ભરાઈ ગયા. વર્ષાદ આવવાથી લોકોને રંગમંડપમાં કયાંય ઉભા રહે તેવું નહોતું તેથી બધા દાદાના દહેરાસરમાં ભરાઈ ગયા. અને પછી તો શું નાચ્યા છે... મન મૂકીને નાચ્યા... એ અજબ ભક્તિનો પડઘો તરત જ પડ્યો. ભયંકર દુષ્કાળની આગાહી હતી તે ચાલી ગઈ.... ચારે બાજુ એક હવા ઉભી થઈ કે કોઈક સાધુ આવ્યા છે. એમણે કાંઈક જાદુ કર્યો અને વર્ષાદ આવ્યો. ત્યારથી માંડીને આજ સુધી દુષ્કાળ પડયો નથી.. એ અભિષેકને જોવામાં-માણવામાં જે લોકો બાકી રહી ગયા હતા. તેમણે ફરી અભિષેક કરાવ્યા. પણ પેલા જે સ્વાભાવિક જ ઉભા થયેલા હતા. તેની મજા તો જેણે અનુભવી હોય તેને જ ખબર પડે. શબ્દોમાં તે વર્ણવી શકાય તેવી નથી. આવા અલૌકિક આ દાદા છે. ગમે તેવા થાકીને 6 % દાદા પાસે પહોંચ્યા હોઈએ પણ દાદાને જોતાં જ બધો થાક ઉતરી જાય છે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ છે. એ મૂર્તિમાં આવી અલૌકિક શક્તિ ક્યાંથી આવી ? તેની પાછળ રહેલી આવી અનેક શુભ ભાવનાઓમાંથી જ ને !. શ્રાવણ વદ ૦ા પર્યુષણા તૃતીયદિન.. દેદાશા : સાધર્મિકવાત્સલ્યના પ્રભાવે તો આજે હજારો માણસો સંયમ પંથે વિચરે છે તેમને કોઈ ચિંતા છે ખરી ? તમે એક દિવસની યાત્રાએ નીકળો તો ભાથાના ડબ્બાની કેટલી તૈયારી કરાવો. જ્યારે આખી જીંદગી માટે નીકળી પડેલા અમારે કાલની ચિંતા ખરી ? ના, કેમ ? સંધે સાધર્મિકના નાતે અમારી તમામ જવાબદારી સ્વીકારી લીધી છે. આપણા પૂર્વજોએ આપણા માટે કેવા-કેવા. ભોગો આપ્યા છે. નિમાડ નામનો દેશ છે ત્યાં નાંદુરી નામની નગરી છે. દેદ નામનો એક વણિક ત્યાં રહે છે પણ ગરીબાઈનું ધર છે. તે દેદ વણિક વ્યાજે ધન લઈને પાછું આપવાની શક્તિ નહીં હોવાથી લેણદારોના ભયથી જંગલમાં નાસી ગયો. જંગલમાં નાગાર્જુન નામનો એક યોગી હતો. તે યોગી પાસે દેદ પહોંચી ગયો. મૂક ભાવે તે યોગીની સેવા કરવા લાગ્યો. લેણદારોના ભયથી નગરીમાં ગયો નહીં તેથી ભોજન કર્યા વિના જ તેણે ત્રણ દિવસ પસાર કર્યા. તેની આવી પ્રશસ્ત સેવા જોઈને યોગી પ્રસન્ન થયા. દેદની તો એક જ વાત કે કાં તો બહોત દે ને કાં તો મોત દે. પોતાની આખી કથની કહી. યોગી કહે પહેલાં તું જમી લે. વિદ્યાના બળથી આકાશમાંથી થાળી આવી. જમ્યા પછી કૃપાને યોગ્ય જાણીને યોગીએ તેને સુવર્ણસિદ્ધિ આપી અને કહ્યું કે લોકોના કલ્યાણમાટે તું એનો ઉપયોગ કરજે. કયાંય લોભમાં ડૂબી ન જતો. કારણ કે વણિક જાતિ હમેશાં લોભી હોય છે. સુવર્ણસિદ્ધિ લઈને દેદ ઘેર આવ્યો. સોનું બનાવવા લાગ્યો. રોજ સવા શેર સોનાનું દાન કરે છે. આખા ગામમાં દેદાશેઠ તરીકે પ્રસિદ્ધ થઈ ગયો. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૫ - કેટલાક ઈર્ષાળુ માણસોના મનમાં શંકા જાગી કે કાલનો ભિખારી આ {, દેદો આજે શેઠ બની ગયો, નક્કી કંઈ નિધાન પ્રાપ્ત થયું લાગે છે. આવા માણસોએ રાજાને કાન ભંભેરણી કરી. રાજાએ મેદાને બોલાવ્યો, પૂછયું. દેદાએ કહ્યું કે મારી પાસે કાંઈ નથી. હું કમાઉં છું ને ખરચું છું.. કોઈને છેતરતો નથી. કોઈને લૂંટતો નથી.. નિધાન પણ નીકળ્યું નથી... છતાં રાજા માનવા તૈયાર થતો નથી. તેને નજર કેદ કર્યો. આ બાજુ દેદાની પત્ની વિમલશ્રીએ જમવાનો સમય થયો છતાં દેદાશા પાછા ન ફર્યા એટલે નોકરને બોલાવવા મોકલ્યો. નોકરે આવીને મોટેથી wયું કે જમવા પધારો. દેદાશાએ સમયસૂચકતા વાપરીને કહ્યું કે જાઓ, તમે નાસ્તો કરી લેજો મારે જમવું નથી. નોકરે આવીને શેઠાણીને કહ્યું. વિમલશ્રી સમજી ગયા કે કાંઈક રંધાઈ રહ્યું છે. તેમણે ઘરમાં બીજું તો કાંઈ વધારે હતું નહીં. પણ જે કાંઈ હતું તે લઈને તરત જ ભાગી છૂટયા. નિમાડ દેશની સરહદે આવી પહોંચ્યા. પતિની ચિંતા કરે છે. શ્રીસ્તંભન પાર્શ્વનાથનો મહિમા : એ વખતે શ્રીસ્તંભન પાર્શ્વનાથનો ખૂબ જ મહિમા. આ બાજુ દેદાશા પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરીને બધું તેમના ચરણે સોંપીને સૂતા છે. "आशा छोड के बैठ निराशा, फिर देख मेरे साहेबका तमाशा." બધું જ છોડીને જ્યારે ભગવાનના શરણે જઈએ છીએ ત્યારે તે અવશ્ય મદદ કરે જ છે. રાત્રે એકાએક કોઈ ઘોડેસ્વાર ત્યાં આવ્યો. ચારે બાજુ તેજ પથરાયેલું છે. દેદાશાને જગાડ્યા અને ઘોડા પર બેસાડીને શેઠાણીની પાસે મૂકીને અદૃશ્ય થઈ ગયો. પત્નીએ પૂછયું કે અહીં કેવી રીતે આવ્યા? ત્યારે તેમણે શ્રીસ્તંભન પાર્શ્વનાથની કૃપાથી હું અહીં આવ્યો એમ કહીને બધો વૃત્તાંત કહ્યો. મનમાં માનતા રાખેલી કે ભગવાન જો હું આમાંથી છૂટીશ તે તો સોનાની આંગી રચાવીશ. જે ગામમાં તે બને મળ્યા તે ગામ વિદ્યાપુર 6 જ હતું. ત્યાં વસવાટ કર્યો. સ્તંભન પાર્શ્વનાથને સોનાની આંગી બનાવીને Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ - ચઢાવી. રોજ દાનનો પ્રવાહ ચાલુ જ છે. પછી ત્યાંથી દેવગિરિ આવ્યા. ર/ બહુ સમૃદ્ધ શહેર હતું. તેથી તો મહમ્મદ તઘલખે તેને પોતાની રાજધાની બનાવી અને તેનું નામ દોલતાબાદ - દોલતથી આબાદ એવું રાખેલું. આ દોલતાબાદમાં ૩૬૦ શેઠીયાઓ હતા. તેમણે બધાએ એવો નિર્ણય કરેલો કે બધાએ રોજ સાથે જ જમવાનું. વારાફરતી દરેક શેઠિયાઓનો વારો આવે. વળી બહારથી કોઈ શ્રાવક ધંધો કરવા માટે આવે તો તેને બધાએ ૧ રૂપિયો આપવાનો. લગભગ લાખ માણસોની વસ્તી. તેથી શ્રાવક આવતાની સાથે જ લખપતિ બની જાય. આવા સમૃદ્ધ શહેરમાં દેદાશા આવેલા છે. જ્યાં શ્રાવકોની વસ્તી હોય ત્યાં દેરાસર-ઉપાશ્રય તો હોય જ. ચાહે શિકાગો હોય કે આફ્રિકા હોય, અમેરિકા હોય કે લંડન હોય. દેદાશા દર્શન કરીને બાજુમાં જ ઉપાશ્રયમાં બિરાજેલા ગુરૂ ભગવંતને વંદન કરવા જાય છે. ઉપાશ્રયમાં શ્રાવકો બધા ભેગા થઈને બેઠા છે, ઉપાશ્રયની ટીપ ચાલી રહી છે. પૈસાની ખેંચાતાણી ચાલી રહી છે. ત્યાં દેદાશા બોલ્યા કે ભાઈ ખેંચાતાણી રહેવા દો અને આ લાભ મને એકલાને આપો. ત્યાં કોઈ વાચાળ માણસ બોલી ઉઠયો કે શું તમે કાંઈ સોનાનો ઉપાશ્રય બનાવવાના છો? દેદાશા તરત જ બોલી ઉઠયા કે હા, હું સોનાનો બનાવીશ, લોકોની નજર તેમના પર પડી. કોઈ ભાઈ ઓળખી ગયા કે અરે આ તો દેદાશા છે. તે બોલે તે પ્રમાણે કરી બતાવશે. આખું ગામ સોનાનું કરી દે તેવા સમર્થ છે. માટે તે તો ઉપાશ્રય સોનાનો બનાવશે જ. હવે શું કરવું? બાજુમાં જ રહેલા ગુરૂ મહારાજ પાસે પહોંચ્યા. ગુરૂ મહારાજને વાત કરી કે દેદાશા સોનાનો ઉપાશ્રય બનાવવાનું કહે છે. ગુરૂ મહારાજે કહ્યું કે દેદાશા આ કાળ પડતો છે સોનાનો ઉપાશ્રય ન બનાવાય. દેદાશા કહે કે ના ગુરૂ મહારાજ, વચન નીકળ્યું તે નીકળ્યું હવે તો હું સોનાનો ઉપાશ્રય બનાવીને જ રહીશ. ગુરૂ મહારાજે સમજાવવા છતાં પણ તેઓ મકકમ રહ્યા. ઉપાશ્રય બાંધવાની શરૂઆત કરી. તે વખતે – ઉંચા કેશરની પચાસ પોઠો લઈને એક સાર્થવાહ ત્યાંથી નીકળ્યો. દેદાશાએ કે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ૪૯ પોઠો ચૂનાની ચકકીમાં નંખાવી. અને ઉપાશ્રયને સોના જેવા રંગવાળો બનાવ્યો. અને આ રીતે પોતાનું બોલેલું વચન પૂર્ણ કર્યું. એક પોઠ બધા દહેરાસરમાં મોકલાવી. સોના જેટલી કિંમતનું કેશર વાપરીને સોના જેવા રંગનો. સોના જેટલી કિંમતનો ઉપાશ્રય બંધાવ્યો. તેમના ભત્રીજાનું નામ સોનો હતું, એટલે તેનું નામ ‘સોનાનો ઉપાશ્રય’ પાડયું. આ રીતે સાધર્મિકની ભક્તિ કરી. યાંનો માણસ કયાં પૈસા ખરચી ગયો. સાધર્મિકની શેષ પેટમાં ગઈ હોય તો તે સાધર્મિકભક્તિ કરવા પ્રેરે છે. પ્રભાવનાનો અર્થ જ પર ભાવના' બીજાની ભાવનાને પ્રગટ કરવાની રીત. આ દેદાશાને પેથડ નામનો પુત્ર થયો. પુત્ર પણ પિતાની સાથે સુવર્ણસિદ્ધિમાં મદદ કરતો હતો. રોજ સોનું બનાવવું અને રોજ દાન આપી દેવું આ તેમનો નિત્યક્રમ હતો. સમય વીતતો ચાલ્યો. પ્રથમિણી દેવી સાથે પેથડના લગ્ન થયા. પેથડને પણ ઝાંઝણ નામે પુત્ર થયો. નાનકડું કુટુંબ આનંદ-કિલ્લોલ કરી રહ્યું છે. ત્યાં અચાનક કાળરાજાએ કાળો કેર વર્તાવ્યો, એકવાર દેદાશાના પત્ની વિમલશ્રીએ પાંચમનો ઉપવાસ કરેલો. પારણામાં અમૃતના રસ જેવું ખીરનું ભોજન કરવા બેઠા. ત્યાં કોઈ માલણ પુષ્પ આપવા માટે આવી, તેણીએ તે ખીરનું ભોજન જોયું. તે માલણની દૃષ્ટિથી દુષિત થયેલી ખીર ખાવાથી વિમલશ્રીને વિસૂચિકાનો વ્યાધિ થયો અને થોડા જ સમયમાં તે કાળ કરી ગયા. દેદાશાને ખૂબ જ આઘાત લાગ્યો. આધાતમાં તાવ ચડી ગયો. છેલ્લે સમય નજદીક જાણીને પેથડને બોલાવીને સુવર્ણસિદ્ધિનો ઉપાય બતાવ્યો. દેદાશા પણ કાળ કરી ગયા. માતા-પિતા બન્ને એકદમ ચાલ્યા જવાથી પેથડને પણ ખૂબ આઘાત લાગ્યો. ‘દુઃખનું ઓસડ દહાડા’ દિવસો વીતવા લાગ્યા. પેથડે સુવર્ણસિદ્ધિ કરવાની શરૂઆત કરી પણ નસીબ વાંકુ હોય ત્યાં શું થાય ? તેથી તે સફળ ન થઈ. દેદાશા તો રોજ બનાવીને રોજ બધું આપી દેતા, ઘરમાં કાંઈ જ રાખતા નહોતા. તેથી પેથડ સાવ નિર્ધન બની ગયો. બન્ને બાપ દિકરો ફેરી કરીને ગુજરાન ચલાવવા લાગ્યા. હવે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ત્યાં ધર્મઘોષસૂરિ મહારાજ પધારે છે. તે કોણ હતા ? પરિગ્રહ પરિમાણ પેથડનું : વડના વૃક્ષની નીચે પૂ. જગતચંદ્રસૂરિ મહારાજની આચાર્ય પદવી થઈ અને ગચ્છની સ્થાપના થઈ માટે વડગચ્છ કહેવાયો. વડની જેમ વિસ્તાર પામ્યો. આવા સ્થાનોમાં પણ પદવી વગેરે થતું. તે જગતચંદ્રસૂરિ મહારાજે જીંદગી સુધી બે જ દ્રવ્યના આંબિલ કરેલાં. ખૂબ જ તપસ્વી હતા માટે આધાટ નગરના રાણાએ તેમની આવી ઉગ્રતપશ્ચર્યા જોઈને તેમને ‘તપા’ એવી પદવી આપી. તેથી આજે તે ગચ્છ તપાગચ્છ તરીકે ઓળખાય છે. મૂળમાં આવા મહાતપસ્વીઓની ભાવના પડી છે તેથી આજે ચારે બાજુ તપધર્મની બોલબાલા છે. તેમના પછી દેવેન્દ્રસૂરિ મહારાજ આવ્યા. તેમના શિષ્ય ધર્મઘોષસૂરિ મહારાજ. નાની ઉંમરમાં છએ વિગઈનો ત્યાગ. ૬૪ જોગણીઓ તેમને વશ હતી. ભારે સિદ્ધિઓ તેમણે હસ્તગત કરી હતી. આવા પ્રખર ત્યાગી-તપસ્વી છે. દેશના ચાલી રહી છે. પરિગ્રહ પરિમાણ પર ગુરૂભગવંત દેશના આપી રહ્યા છે. વ્યાખ્યાનમાં પેથડશાહ પણ આવેલા છે. ગુરૂ ભગવંત શ્રાવકોને વ્રત ગ્રહણ કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. કોઈ શ્રાવક ઉભા થતા નથી. ગુરૂ ભગવંતે કહ્યું કે છેવટે તમારી ઈચ્છાનું તો પરિમાણ કરો. આખી સભા સાંભળે છે પણ હજુ કોઈ ઉભું થતું નથી. ત્યાં પેથડશાહ ઉભા થયા. ગુરૂ મહારાજ પાસે આવી હાથ જોડીને કહે છે કે સાહેબ મને પરિગ્રહ પરિમાણ કરાવો. બીજા શ્રાવકો તેમના મેલાંઘેલાં કપડાં જોઈને મશ્કરીમાં કહે છે કે હા, હા સાહેબ પેથડને કરાવો. કરાવો. એટલામાં પેથડની હસ્તરેખા પર ગુરૂમહારાજની નજર પડે છે. ગુરૂ મહારાજ પૂછે છે કે કેટલું કરાવું ? ૨૦ રૂપિયાનું. ગુરૂ મહારાજે કહ્યું કે ભાઈ શ્રાવકને ૨૦ રૂપિયાનું પચ્ચખાણ ન હોય... પણ આજે તો એક રૂપિયાના જ્યાં સાંસા હોય ત્યાં ૨૦ તો અધધ થઈ જશે. ૩૦ રૂપિયાનું કરાવો. ગુરૂ મહારાજે ના પાડી. ખેંચતાં ખેંચતાં ૫ લાખ સુધી ખેંચી ગયા. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૯ - શ્રાવકો તો પેથડનો અને આચાર્ય ભગવંતનો સંવાદ જોયા કરે છે. આ જ પેથડમાં આચાર્ય ભગવંતે શું જોયું છે ? આપણને ઓછું કરવાનું કહે છે અને આને વધારવાનું કહે છે. છેવટે પેથડશાહ થાકયા, કહે સાહેબ હવે તમારે કરાવવું હોય તો કરાવો નહીંતર રહેવા દો... આચાર્ય મહારાજે ૫ લાખનું પરિગ્રહ પરિમાણ કરાવ્યું... આચાર્ય ભગવંત તો ત્યાંથી વિહાર કરી ગયા. માંડવગઢમાં પેથડ. હવે આ બાજુ પેથડને ફરીથી પણ પુરું થતું નથી તેથી તેણે બીજો ધંધો કરવા વિચાર્યું. એ વખતે માંડવગઢની જાહોજલાલી હતી... બન્ને બાપદીકરો માંડવગઢ આવવા નીકળ્યા. ર૫ માઈલના ઘેરાવામાં આ શહેર વસેલું હતું. ચારેબાજુ કુદરતી પહાડો વચ્ચે ખાઈથી રક્ષાયેલું હતું. તેમાં પ્રવેશ કરવા માટે એક જ દરવાજો હતો. બન્ને જણા દરવાજા સુધી પહોંચ્યા, જ્યાં દરવાજામાં પ્રવેશ કરવા જાય છે ત્યાં સામેથી કાળો નાગ આવતો જુએ છે. પેથડશાહ ખચકાયા. અરેરે ! અહીં પણ અપશુકન થઈ રહ્યા છે. ત્યાં સામેથી એક જયોતિષી આવતો હતો. તે મોટેથી બોલ્યો અરે ! મૂર્ખાઓ ઉભા શું રહ્યા છો, જલ્દી પ્રવેશ કરો. શુકન સુંદર થઈ રહ્યું છે, કાળા નાગ પર ચકલી નાચી રહી છે. એક ચકલી નાગ જેવા ભયંકર પ્રાણીને પણ વશ કરી રહી છે. તમે જો ખચકાયા ન હોત તો રાજા થાત. પણ હવે તાજ વિનાના રાજા થશો. માંડવગઢમાં આવ્યા. મીઠાનો વેપાર શરૂ કર્યો. ન્યાયનીતિથી કરે છે. ચારેબાજુ પેથડ લૂણીઓ તરીકે પ્રસિદ્ધ થયા. મીઠાની કમાણીમાંથી હવે ઘીનો વેપાર શરૂ કર્યો. તાજું-સુગંધીદાર અને વ્યાજબી ભાવે ઘી આપે છે. હવે પેથડ ઘીયો તરીકે પ્રસિદ્ધ થયા. ભાગ્યના દરવાજા ઉઘડયા. એકવાર એક રબારણ ઘીનો ઘડો લઈને વેચવા ને આવી છે. ઉતાવળમાં ઘરેથી ઈંઢોણી લેવી ભૂલી ગઈ તેથી રસ્તામાંથી કોઈ 6 આ વેલડીના ઘાસની ઈઢોણી બનાવીને માથે ઉપાડીને આવે છે. પેથડને ત્યાં છે, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬ ૦ ઈંઢોણી સહિત ઘડો મૂકીને તે ગામમાં બીજી ખરીદી માટે ગઈ. પેથડને કહીને ગઈ હતી કે મારે ઉતાવળ છે તેથી ઘડાનું ઘી જોખી લેજો. નીતિવાન્ તરીકેની કેવી છાપ હશે કે તેના ભરોંસે તે ઘડો મૂકીને ચાલી ગઈ. પેથડ ઘડો ખાલી કરીને પાછો ઇંઢોણી પર જ મૂકે છે. બાઈ ખરીદી કરીને પાછી ફરી. ઘડો લેવા જાય છે તો ઘડો ઘીથી છલોછલ ભરેલો છે. પેથડને કહે છે કે હું તમને કહીને તો ગઈ હતી કે ઘડો ખાલી કરી રાખજો. મારે મોડું થાય છે. પેથડ વિચારે છે કે મેં મારા હાથે જ ધડો ખાલી કરીને મૂક્યો છે ને તે કયાંથી ભરાઈ ગયો. ઘડાની નીચે નજર નાખે છે તો ઘાસની ઇંઢોણી જુએ છે. ઘાસને તે ઓળખી જાય છે. અરે, આ તો ચિત્રાવેલી છે. જેની ઉપર રાખેલી વસ્તુ અક્ષય રહે છે. નક્કી આમાં ચિત્રાવેલીનો પ્રભાવ છે. ફરીથી ઘડો ખાલી કરીને આપે છે અને બાઈને કહે છે બહેન લે તને હું સારી ઈંઢોણી આપું. બાઈ તો તે ઈંઢોણી લઈને ઘેર જાય છે. પેથડ ચિત્રાવેલીને લઈને પોતાના ઘીના કુંડલા નીચે મૂકે છે. ઘીનું કુંડલું અખંડ જ રહે છે. ગમે તેટલું ઘી અંદરથી કાઢે તો પણ ભરેલું ને ભરેલું જ. સુગંધીદાર પણ એવું. ચારે બાજુ તેનું ઘી વખણાય છે. ઝાંઝણનુ બુદ્ધિકૌશલ્ય રાજા પાસે પણ તેના સુગંધીદાર ઘીની વાત આવે છે રાજા રોજ જમવાના ટાઈમે દાસીને વાટકો લઈને ધી લેવા મોકલે છે. પેથડ રોજ વાટકો ભરી આપે. એકવાર પેથડ ઝાંઝણને દુકાને બેસાડીને જમવા ગયા છે. ત્યાં રાજાની દાસી વાટકો લઈને આવે છે. ઝાંઝણ ઘી આપવાની ના પાડે છે. દાસી કહે છે કે રાજાજી જમવા બેઠા છે તેથી થોડું પણ આપે. ઝાંઝણ ચોખ્ખી ના પાડી દે છે. જા, તારા રાજાને કહેજે કે, ધી નહીં મળે. દાસી આવીને રાજાને વાત કરે છે. રાજા એકદમ કોપાયમાન થાય છે. પેથડને પકડી લાવવા માટે સેવકોને હુકમ કરે છે. સેવકો પેથડને લેવા માટે ઘેર આવે છે. રાજસેવકોને જોઈને પેથડ ગભરાઈ જાય છે. માંડ માંડ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૧ T. હવે વેપાર વગેરે ઠરીઠામ થયો છે અને આ રાજાનું તેડું કેમ આવ્યું? , રાજપુરુષોએ તેને દુકાને પણ નહીં જવા દેતા રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછ્યું કે અરે ! પેથડ તે આજે ઘી કેમ ન આપ્યું? પેથડ બોલ્યો હે દેવ ! તે વખતે હું દુકાને નહોતો પરંતુ મારો પુત્ર હતો. તેણે કેમ ન આપ્યું ? તે હું જાણતો નથી. તે સાંભળી રાજાએ તેના પુત્રને લેવા માટે સેવકોને મોકલ્યા. પેથડ વિચારવા લાગ્યો કે અહો ! આજે મેં પુત્રને શા માટે દુકાને રાખ્યો? અથવા તો શું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ન થાય? પેથડ આ પ્રમાણે વિચાર કરે છે તેટલામાં સિંહબાળ જેવો નિર્ભય ઝાંઝણ રાજા પાસે આવ્યો. રાજાએ તેને ઘી ન આપવાનું કારણ પૂછ્યું ત્યારે તે નિર્ભય રીતે સ્પષ્ટ બોલ્યો કે તે સ્વામી! સામાન્ય માણસ પાસે પણ બે ચાર દિવસ ચાલે તેટલું ઘી સ્ટોકમાં હોય છે તો આપ જેવા દેશાધિપતિને ઘેર એક દિવસ ચાલે તેટલું પણ ઘી ન હોય, તે કેવું આશ્ચર્ય ? કદાચ કોઈ શત્રુએ અચાનક આવીને કિલ્લો ઘેરી લીધો હોય અને તે વખતે જો આપના કોઠારો ભરપુર ન હોય તો પ્રજાને બચાવશો કેવી રીતે ? આપને ત્યાં તો ઘીની નદીઓ વહેતી હોય... રાજા જેવા રાજા જો એક પ્રજાજન આગળ આમ ભીખ માંગશે તો પ્રજાનું રક્ષણ કોણ કરશે? બસ આપને આટલું કહેવા માટે જ મેં ઘીની ના પાડી હતી. રાજા તો તેની દીર્ઘદૃષ્ટિ અને નિર્ભયવાણી સાંભળીને મુગ્ધ બની ગયો. તેણે વિચાર્યું કે આ પિતા-પુત્ર મારા મંત્રીપદને લાયક છે. બન્નેનું રાજયોગ્ય સન્માન કર્યું. અને મંત્રી મુદ્રા આપી. પેથડમંત્રીની સાધર્મિકભક્તિ આ બાજુ પુણ્યના ઉદયથી સુવર્ણસિદ્ધિ પણ સફળ થઈ ચારે બાજુ દાનનો પ્રવાહ વહેતો કર્યો. સુવર્ણસિદ્ધિથી પાંચ લાખથી વધારે લક્ષ્મી ભેગી ન થઈ. ધર્મઘોષસૂરિ મહારાજ પેથડનો ઘણો વૈભવ સાંભળી અવંતી દેશમાં 6 જ આવ્યા. સૂરિજીની વધામણીના સમાચાર આપનારને પેથડે સુવર્ણની જીભ કે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ છે ઈનામમાં આપી. ગુરૂમહારાજને વાંદવા માટે જાય છે. વિનંતી કરે છે કે , પ્રભુ ! મારે પરિગ્રહના પરિમાણ કરતાં ઘણું ઘન વધારે છે તેથી આપ આજ્ઞા કરી કે તેનો વ્યય ક્યાં કરવો ? ગુરૂ મહારાજની આજ્ઞાથી માંડવગઢની અંદર અઢાર લાખ રૂપિયાના ખર્ચે સોનાના કળશ અને ધ્વજાદંડ સહિત “શત્રુંજયાવતાર' નામનું બહોંતર જિનાલયવાળુ દહેરાસર બનાવ્યું. બીજા પણ ઘણાં સારાં કામો કર્યા. એક દિવસ પેથડને સાધર્મિકભક્તિ કરવાનું મન થયું. માંડવગઢમાં લાખો જૈનોની વસ્તી... બધાની યાદી કરાવી. તેમાં દુઃખી કોણ છે? કોને કેટલી જરૂરીયાત છે વગેરે પૃથક્કરણ કર્યું. પછી સમકિત મોદકની પ્રભાવના કરી, ઘડાની અંદર લાડુ ભરીને દરેક કુટુંબની જરૂરિયાત પ્રમાણે અંદર સોનામહોરો નાખી. આમ ગુપ્ત રીતે તેમણે સાધર્મિક ભક્તિ કરી. વળી ગામમાં કોઈ નવા શ્રાવકને રસ્તામાં સામે આવતો જુએ તો રસ્તામાં ઘોડા પરથી નીચે ઉતરીને તેને પ્રણામ કરતા... આવું અજબકોટિનું બહુમાન તેમને સાધર્મિકો તરફ હતું. ભેટથી બ્રહ્મચર્ય સ્વીકાર : તામ્રાવતી નામની નગરીમાં ભીમ નામે એક શ્રાવક હતો. બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનાર આ ભીમે સાધર્મિક ભક્તિને માટે બ્રહ્મચર્યને ધારણ કરનાર સાતસો ભાઈઓ પર પૂજાની જોડી મોકલી. મંત્રી તરીકે એક જોડી પેથડશાહને ઘેર પણ આવી. પેથડશાહે તે જ વખતે તેને નગરની બહાર મોકલી. અને પછી મોટા પ્રવેશોત્સવ પૂર્વક તેને ઘેર આણી. પેથડશાહ રોજ આ જોડીની પૂજા કરે છે પણ શરીર પર ધારણ કરતા નથી. તે જોઈને તેમના પત્ની પ્રથમિણીને શંકા થઈ કે સાધમિક આ જોડી પહેરવા માટે મોકલી છે પણ આ કેમ પહેરતા નથી ? કેમ મૂકી રાખે છે? પ્રથમિણીએ પોતાના પતિને વાત કરી. પેથડશાહે કહ્યું કે હે દેવી! ને બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનારા તે ભીમે બ્રહ્મચર્યને ધારણ કરનારાને જ આ 6 આ ચીજ મોકલી છે. હું તો તેવા બ્રહ્મચર્ય વ્રતવાળો નથી, તેથી તેને પહેરતો છે, Page #74 -------------------------------------------------------------------------- ________________ પર નથી. પ્રથમિણીદેવીએ તરત જ કહ્યું કે હે સ્વામી ! વ્રતગ્રહણ કરીને પણ છે ” આ જોડી પહેરો. તમે તૈયાર છો ? પ્રથમિણીએ તરત જ હા પાડી. ગુરૂમહારાજની પાસે જઈને નંદિની સન્મુખ બત્રીશવર્ષની વયે તે બન્નેએ ચોથું વ્રત અંગીકાર કર્યું. તે નિમિત્તે પેથડશાહે ચૌદશો પૂજાજોડીઓ દેશાવરોમાં સાધર્મિકોને મોક્લી. અને પછી જ ભીમ શ્રાવકે મોકલાવેલી જોડી પહેરી... આવા અદ્ભુત સાધર્મિક ભક્તિને કરનારા અનેક વીરલાઓ શાસનના પાને ચમકી રહ્યા છે. જગડુશાની સાધર્મિક ભક્તિ : જગડુશાહે પણ પોતાની સંપત્તિને સાધર્મિક ભક્તિમાં વાપરીને સાર્થક કરી હતી. તેમણે સવા લાખ લાડુ લગભગ ઘડા જેવડા તૈયાર કર્યા. પછી ગામમાં જે કોઈ દીન-દુ:ખી હતા તેમની યાદી તૈયાર કરી. લાડવાની અંદર સોનામહોરો નાખી... આમ પોતાની લક્ષ્મીને સાર્થક કરી. આજે આપણા સમાજના લાખો સાધર્મિકો કેવી કથળતી હાલતમાં જીવન વીતાવે છે ? ત્યારે આપણા જ સમાજના સેંકડો હજારો શ્રીમંતો કે જેઓ લાખોપતિ કે કરોડપતિ છે તેઓ પોતાના પાંચ દશ જણાના કુટુંબ સાથે પોત-પોતાના ગામના એક સાધર્મિકના કુટુંબને પોતાનું જ માનીને નભાવે તો ન નભી શકે ? શ્રીમંતોના મગજમાં આ વાત ઉતરે તો સમાજ સંઘ ઉન્નતિના શિખરે ચડી જાય, ક્ષમાપના : શ્રાવકનું ત્રીજું કર્તવ્ય ખામણાં છે. આખા પર્વના કેન્દ્રસ્થાને ખમાવવાની ક્રિયા છે. ગમે તેવી સુંદર આરાધના કરી હોય પણ ખામણા વિનાની આરાધના એકડા વિનાના મીંડા જેવી છે. આ જીવાત્મા અનાદિ કાળથી છે આ સંસારમાં ભટકી રહ્યો છે તેના મૂળમાં મુખ્ય બે કારણો છે રાગ અને 5 દ્રષ. રાગનો સંબંધ જડવસ્તુ સાથે વધારે રહે છે, ગાડી, બંગલા, દાગીના, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬ ૪ વસ્ત્રો... વગેરે આમાં રાગનું જ પ્રાધાન્ય છે. પરસ્પર જીવની સાથે સંબંધમાં દ્વેષનું જ પ્રાધાન્ય વધારે હોય છે. જરાક પ્રતિકૂળતા લાગે કે તરત જ તેના તરફ અણગમો-દ્વેષ થાય છે. આ જીવાત્માનો સ્વભાવ છે. તે કોઈનું સારું જોઈ શકતો નથી... આ સ્વભાવને દૂર કરવા માટે ભગવાને ખામણાંનું કર્તવ્ય બતાવ્યું છે. કયારેય પણ તમારા વચ્ચે વૈરભાવ જાગે તો તરત જ ખમાવી દેજો. તરત ન ખમાવી શકો તો પંદર દિવસે ખમાવો. ત્યારે પણ ન ખમાવી શકો તો ચાર મહિને ખમાવો... છેવટ ચાર મહિને પણ ન ખમાવો તો સંવત્સરીએ (વર્ષે) તો ખમાવો જ. ખમાવ્યા વિનાની દરેક આરાધના ચાહે માસક્ષમણ હોય કે ૬૦ ઉપવાસ હોય.. બધું જ નિષ્ફળ છે. શાસ્ત્રકારો તેને મુવમારો સે ! ભૂખમરો કહે છે. આજે તો સંવત્સરીનું પ્રતિક્રમણ પુરું થશે એટલે ઔપચારિક રીતે મિચ્છામિ દુક્કડમ્ આપશે, અથવા તો ૧૫ પૈસાનું પોસ્ટકાર્ડ લખીને પોસ્ટખાતાને નફો કરશે. આપણા હૃદયને શુદ્ધ કરવા માટેનું આ અણમોલ ઔષધ છે. પર્વ નિમિત્તે તમે ખમાવવા જશો તો કોઈ લઘુતા નહીં લાગે... માણસ હજારો-લાખો રૂપિયા ખર્ચી શકે છે પરંતુ કોઈની સામે માથું નમાવી શકતો નથી... શિખરજીની યાત્રા કરી શકે પણ જેની સાથે વેર બંધાયેલું છે તેના ઘરના ત્રણ પગથિયા ચઢવા તેના માટે મુશ્કેલ બની જાય છે. તપ કરવો સહેલો છે પણ બીજાને ખમાવવા તે કપરામાં કપરું કામ છે. મોક્ષની નિસરણી ચઢતાં આ જ આડું આવે છે. જો જીવનમાં ક્ષમા આવી જાય તો આપણા માટે મોક્ષ મેળવવો સહેલો બની જાય. જીવનમાં કોઈ વ્યક્તિ સાથે અબોલા ન હોવા જોઈએ. અબોલા તો મૂંગા પ્રાણીઓને હોય. ચંદનબાળા-મૃગાવતી : કેવલજ્ઞાનને અપાવવાની તાકાત આ ખામણામાં રહેલી છે. શાસ્ત્રમાં ચંદનબાળા અને મૃગાવતીનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. મૃગાવતી પરમસતી સ્ત્રી છે. ભગવાન મહાવીર મહારાજાના મામા ચેડારાજાની આ પુત્રી છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ને ચેડારાજાને સાત પુત્રીઓ હતી. બધી પુત્રીઓ મોટા-મોટા રાજાઓ સાથે છે, પરણાવેલી. મૃગાવતીને કૌશાંબીના રાજા જિતશત્રુ સાથે પરણાવેલી. એક પુત્રી ઉજજયનીના રાજા ચંડપ્રદ્યોત સાથે પરણાવેલી. જિતશત્રુ રાજાને ઈચ્છા થઈ કે મારે એક મોટી સભા બનાવવી અને તેમાં અનેક જાતનાં ચિત્રો મૂકાવવાં. એક દૈવી વરદાનથી યુકત એવો ચિતારો મળી આવ્યો. તેને એવું વરદાન હતું કે તે કોઈના શરીરનો જરાક ભાગ જુએ તો આખા ચિત્રને ઉપજાવી શકે. આ ચિતારો ચિત્રસભાનું કામકાજ સંભાળે છે. એકવાર તેણે મૃગાવતી રાણીનો એક અંગુઠો જોયો. વરદાન હોવાને લીધે તેણે મૃગાવતીનું આખું ચિત્ર તૈયાર કર્યું. તે ભ્રમર ચિતરતો હતો ત્યાં કલરનું એક ટીપું ચિત્રની જાંઘ પર પડયું. ચિતારાએ લૂંછી નાંખ્યું. પણ બે-ત્રણવાર લૂછયું છતાં વારે ઘડીએ ટપકું પડયા કરે છે, તેથી તેણે વિચાર્યું કે કદાચ તેને ત્યાં તલ હશે. દૈવી વરદાનથી આબેહૂબ મૃગાવતીનું ચિત્ર તૈયાર થઈ ગયું. રાજા ચિત્ર જોવા માટે આવે છે. મૃગાવતીનું ચિત્ર જુએ છે ત્યાં જાંઘ પર તલનું નિશાન જુએ છે. આ જોતાં જ તેના મનમાં શંકાનો કીડો સળવળ્યો. આ નિશાનની જાણ મારા સિવાય બીજા કોઈને નથી. નક્કી આ ચિતારો કુશીલ લાગે છે અને મૃગાવતી પણ અસતી લાગે છે. રાજાને ચિતારા પર ગુસ્સો આવ્યો તરત જ તેણે ચિત્રકારનો અંગુઠો કાપી નાખ્યો. ચિત્રકાર પોતાના દેવ પાસે જાય છે. દેવે તેને કહ્યું કે તું ડાબા હાથથી ચિત્ર ચિતરજે. ચિત્રકારે અપમાનનો બદલો લેવા વિચાર્યું. તેણે મૃગાવતીનું બીજુ ચિત્ર તૈયાર કર્યું. અને ચિત્ર તૈયાર કરીને તે સ્ત્રીલંપટ ચંડપ્રદ્યોતની પાસે જાય છે. ચંડપ્રદ્યોત ચિત્ર જોઈને આસક્ત બને છે. કૌશાંબીના રાજા જિતશત્રુ પાસે મૃગાવતીની માંગણી કરે છે. આવી અશ્લીલ માંગણીથી કૌશાંબી નરેશ ઉશ્કેરાઈ જાય છે. માંગણીનો અસ્વીકાર થાય છે તેથી ક્રોધે તે ભરાયેલો ચંડપ્રદ્યોત લશ્કર લઈને આવે છે. નગરીને ઘેરો ઘાલે છે. સાગર 6 જેવા તેના લશ્કર જોઈને કૌશાંબી નરેશ ગભરાઈ જાય છે, અને એ ચિંતામાં છે Page #77 -------------------------------------------------------------------------- ________________ છે તેનું મૃત્યુ થાય છે. રાણીને આઘાત લાગે છે પણ પરિસ્થિતિ પારખી લીધી. તે પણ ચાલાક અને હોશિયાર હતી. પોતાના શીલની અને પાંચ વર્ષના નાના પુત્રની જવાબદારી પોતાને માથે છે. એક બાજુ શીલનું રક્ષણ બીજી બાજુ રાજ્યનું રક્ષણ. તરત જ તેણે એક કાગળમાં લખાણ તૈયાર કર્યું. તેમાં લખ્યું કે હે રાજન્ ! તમે અહીં આવ્યા છો તેમાં કોઈ વાંધો નથી... તેમજ સાળી બનેવીને પરણે એમાં પણ કાંઈ નવાઈ નથી. હું તો તમારી પાસે આવવા તૈયાર જ છું. પરંતુ આ રાજ્યનું શું? મારો પુત્ર પાંચ વર્ષનો છે તેથી રાજ્ય કોઈ પડાવી ન લે તે માટે તમારે મારા રાજ્યને ફરતો કિલ્લો બાંધી આપવો જોઈએ. વળી કિલ્લો બાંધવા માટેની પાકી ઈટો અહીં બનતી નથી. તે ઉજ્જયનીમાં બને છે તેથી ત્યાંથી ઈટો લાવીને કિલ્લો બાંધી આપો.. પછી હું આવવા તૈયાર છું. આવો બનાવટી કાગળ લખીને ચંડપ્રદ્યોત પર મૃગાવતીએ મોકલ્યો. કાગળ વાંચીને રાજા તો ખુશ-ખુશ થઈ ગયો. ઉજ્જયનીમાંથી ઈટો કયારે આવે ? એટલી ધીરજ તેનામાં નહોતી તેથી તેણે પોતાના આખા લશ્કરને કોસાંબીથી ઉજ્જયની સુધી ગોઠવી દીધું અને હાથોહાથ ઈટો ઉજ્જયનીમાંથી આવવા માંડી. થોડા જ સમયમાં મજબૂત એક કાંકરી પણ ન ખરે તેવો કિલ્લો તૈયાર થઈ ગયો. ચંડપ્રદ્યોતે કહેવડાવ્યું કે કિલ્લો તૈયાર થઈ ગયો છે તમે આવી જાવ... મૃગાવતીએ વળતો જવાબ આપ્યો કે કિલ્લો તો તૈયાર થઈ ગયો પણ કોઈ રાજા અચાનક ચડી આવે અને કિલ્લાને ઘેરો ઘાલે તો પ્રજાને ખાવા માટે અન્ન વગેરે તો જોઈએ ને! માટે મારા કોઠારો ભરી દો પછી આવું... રાજા તો સ્ત્રીની આસક્તિમાં ભાન ભૂલ્યો હતો. તરત જ તેણે બધા કોઠારો ભરી દીધા. પછી કહે કે હવે આવી જાઓ. મૃગાવતી કહે છે પણ શસ્ત્રો ન હોય તો પ્રજાનું રક્ષણ કેવી રીતે કરે ? માટે સારામાં સારાં શસ્ત્રો તો મોકલાવો પછી આવું. સ્ત્રીના મોહમાં ફસાયેલ રાજાએ પોતાની પાસે રહેલા 6 સારામાં સારાં ઉંચી જાતનાં તમામ શસ્ત્રો મૃગાવતીને મોકલાવી દીધાં. રે Page #78 -------------------------------------------------------------------------- ________________ १७ અને કહેવડાવ્યું કે હવે જલ્દી આવી પહોંચો.. આ ચાલાક બાઈએ કિલ્લાના દરવાજા બંધ કરાવી દીધા અને કિલ્લા પર પોતાના આખા લશ્કરને તેના જ શસ્ત્રો લઈને ગોઠવી દીધું. તેના જ શસ્ત્રો તેની જ સામે. ચંડપ્રદ્યોત તો પોતાની સામે તકાયેલા પોતાના શસ્ત્રો જોઈને આભો જ બની ગયો. વિલખો પડી ગયો.. ! અરે ! એક સ્ત્રી મને બનાવી ગઈ હવે શું કરવું ? હજુ ઘેરો ઉઠાવ્યો નથી... આ બાજુ મૃગાવતીએ વિચાર્યું કે હાલ તો છૂટી છું પણ હવે જો ભગવાન પધારે તો હું દીક્ષા લઈ લઉં. સંકલ્પ સાચો હતો. તરત જ ભગવાન પધાર્યા છે તેવા સમાચાર મળ્યા. પોતાના લશ્કરને હુકમ કર્યો કે હવે દરવાજા ખોલી નાખો. ભગવાન પધાર્યા છે તેથી કોઈ ઉપદ્રવ કે ભય હોય જ નહીં. દરવાજા ખૂલી ગયા.. મૃગાવતી ભગવાનની દેશના સાંભળવા જાય છે... ભગવાનને પધારેલા જાણીને ચંડપ્રદ્યોત પણ દેશના સાંભળવા આવે છે. બન્ને ભગવાનની દેશના સાંભળે છે. દેશના પૂરી થઈ ગયા પછી મૃગાવતી કહે છે કે ભગવન્ ! ચંડપ્રદ્યોત જો મને દીક્ષા લેવાની રજા આપે અને મારા પુત્રને સાચવે તો હું દીક્ષા લેવા તૈયાર છું. ભગવાન પોતાની નજર જ્યાં ચંડપ્રદ્યોત તરફ ફેંકે છે કે તરત જ ચંડપ્રઘોત ઉભો થઈને કહે છે, ભગવન્ ! મૃગાવતીને તો હું દીક્ષાની રજા આપું છું સાથે મારી પણ કોઈ રાણીને દીક્ષા લેવી હોય તો મારી રજા છે. મૃગાવતી ચંદનબાળા પાસે દીક્ષા લે છે. ચંદનબાળા મૃગાવતીની ભાણેજ થાય. એક વખત ચંદનબાળા-મૃગાવતી વગેરે ભગવાનની દેશના સાંભળવા ગયેલા છે. ચંદનબાળા સમય થયે છતે મુકામમાં પાછા ફરે છે. ચંદ્ર અને સૂર્ય પોતાના મૂળ વિમાને ભગવાનની દેશના સાંભળવા આવેલા... તેથી મૃગાવતીજીને સમયનો ખ્યાલ ન રહ્યો. મુકામમાં આવતા મૃગાવતીજીને મોડું થયું. ચંદનબાળા ઠપકો આપે છે. ચંદનબાળા ભાણેજ છે વળી પોતે મહાસતી છે છતાં પણ મૃગાવતીજી શાંત ચિત્તે સમતાભાવે ઠપકાને સહી Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬ ૮ - લે છે. પોતાની ભૂલની માફી માંગે છે. પ્રતિક્રમણ કર્યા પછી ચંદનબાળા , સૂઈ જાય છે. મૃગાવતીજી પોતાની ભૂલનો પશ્ચાત્તાપ કરે છે. પશ્ચાતાપનો અગ્નિ એટલો બધો જાજ્જવલ્યમાન બન્યો કે બધાં જ કર્મો તેમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા. મૃગાવતીજીને નિર્મળ એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. રાત્રિ ભયંકર જામેલી છે. ઘોર અંધારું છે ત્યાં એક કાળો સર્પ ચંદનબાળા તરફ આવતો મૃગાવતીજી જુએ છે. સર્પના માર્ગમાં ચંદનબાળાનો હાથ છે. મૃગાવતીજી ધીરેથી હાથને ઉંચો કરે છે. હાથને સ્પર્શ થતાં જ ચંદનબાળા જાગી જાય છે, પૂછે છે કે મારો હાથ શા માટે ઉંચો કર્યો ? મૃગાવતીજી કહે છે કે સર્પ આવતો હતો માટે. આવી ઘોર અંધારી રાત્રિમાં સર્પને તમે કેવી રીતે જોયો? આપની કૃપાથી ક્યા એટલે શું? જ્ઞાનના બળથી. કેવું જ્ઞાન? પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ? આવીને ચાલ્યું જાય તેવું કે ચાલ્યું ન જાય તેવું ? મૃગાવતીજી કહે છે કે ચાલ્યું ન જાય તેવું જ્ઞાન પ્રાપ્ત થયું છે. આ સાંભળતાં જ ચંદનબાળાને પશ્ચાત્તાપ થાય છે કે અરે આવા મહાજ્ઞાનીની મેં આશાતના કરી. ઉચ્ચધારાએ ચઢે છે. મૃગાવતીજીને ખમાવે છે.. ખમાવતાં-ખમાવતાં પોતે પણ તે જ જ્ઞાનના ધારક બને છે. સાચાભાવથી ખમાવવામાં આવે છે ત્યારે બન્ને આત્માનું ખમાવનારનું અને ખમનારનું શ્રેય થાય છે. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી મહારાજા - હીરસૂરિ મહારાજના સમકાલીન ઉપાધ્યાય ધર્મસાગર મહારાજ થઈ ગયા. તેમની દીક્ષા વિ.સં. ૧૫૯૫માં થયેલી. ૧૬ વર્ષની નાની ઉંમરે. પ્રખર વિદ્વાન હતા. મહાપ્રભાવશાળી હતા. વિહાર કરતાં કરતાં કોઈ ગામમાં આવ્યા. અને ત્યાં ચોમાસું રહ્યા છે. તે ગામમાં કલ્યાણમલ્લ અને સહસ્રમલ્લ નામના બે મોટા આગેવાન શ્રાવકો હતા. એ જમાનામાં પાઘડી 6 40 પહેરવાનો રિવાજ. કોઈનું ય માથું ઉઘાડું જોવા મળે નહીં. આજે દુનિયા ) Page #80 -------------------------------------------------------------------------- ________________ ને ઉંધી ચાલે છે. કોઈનું ય માથું ઢાંકેલું જોવા મળે નહિં... કલ્યાણમલ્લ ગુરૂ , મહારાજને વંદન કરવા આવ્યા. તેમણે માથે પાઘડી બાંધેલી નહીં. ગુરૂ મહારાજે સ્વાભાવિક જ પૂછ્યું કે કેમ શેઠ પાઘડી બાંધતા નથી? શેઠે કહ્યું કે મેં પણ લીધેલું છે. એનું પણ લીધું છે ? કોઈ સંઘ કાઢવાનું કે? ના, સાહેબ. મેં તો જે આ સહસ્રમલ્લ રાજાનો મંત્રી છે તેને મારવાનું પણ લીધું છે, તેને મારી ના નાખું ત્યાં સુધી માથે પાઘડી બાંધવી નહીં. આ નિયમ લીધાને ૨૫ વર્ષ થયાં પણ હજુ લાગ આવ્યો નથી. ગુરૂ મહારાજને આંચકો લાગ્યો. અરે ! આવો મોટો આગેવાન શ્રાવક અને આવો ક્રોધી - ઘણું સમજાવ્યું છતાં લીધેલી પ્રતિજ્ઞામાંથી ડગ્યા નહીં. હવે એકવાર મોડીરાતે સહસ્રમલ્લ કોઈ કારણસર ગુરૂ મહારાજને મળવા આવ્યા છે. ગુરૂ મહારાજ કોઈ સાધુ સાથે સ્વાધ્યાય કરી રહ્યા છે. સહસ્રમલ્લને જોઈને ગુરૂ મહારાજ બોલ્યા કે આટલી મોડી રાતે આમ એકલા આવો છો તે બરાબર નથી... તમારે સાવધાન રહેવું જોઈએ. મંત્રી કહે કે સાહેબ મારો કોઈ દુશ્મન જ નથી. પછી કોનાથી સાવધાની રાખવાની? ગુરૂ મહારાજ કહે કે ના, ભાઈ એવું નથી. પેલા કલ્યાણમલ્લજીએ તમને મારી નાખવાનું પણ લીધું છે. તેનાથી સાવધાન રહેજો . બનવાકાળ તે જ રાત્રે કલ્યાણમલ્લ પણ કોઈ કારણસર ઉપાશ્રયના એક ખૂણામાં સૂતા છે. તેમના કાને આ વાત પડી. ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો. તેમણે કહ્યું કે જે વાત મેં આટલા વર્ષો સુધી ગુપ્ત રાખી હતી તે ગુરૂ મહારાજે બહાર પાડી દીધી. આ તે સાધુ કહેવાય ? પછી તો તેમણે વ્યાખ્યાનમાં આવવાનું બંધ કર્યું. અરે ! ઉપાશ્રયમાં જ આવવાનું બંધ... ગુરૂ મહારાજને વંદન જ નહીં કરવાના. ગુરૂ મહારાજે તપાસ કરી. ઘણીવાર કહેવડાવ્યું કે ઉપાશ્રયે આવે.. પણ ન જ આવ્યા. એવામાં પર્યુષણ આવ્યા. ગુરૂ મહારાજને એમ કે આજે છે તો મહાપર્વનો દિવસ છે તેથી નક્કી ઉપાશ્રયે આવશે જ. પણ તેઓ તો 6 K ન આવ્યા પણ પરિવારના કોઈ સભ્યોને પણ આવવા ન દીધા. એક દિવસ- Page #81 -------------------------------------------------------------------------- ________________ ७० બે દિવસ, ત્રણ દિવસ રોજ રાહ જુએ પણ ન આવ્યા... છેવટે પર્યુષણનો છેલ્લો દિવસ આવ્યો. આજે તો બારસાસૂત્ર સાંભળવા તો આવશે જ. તો પણ ન આવ્યા. સાંજ પડવા આવી... સંવત્સરીનું પ્રતિક્રમણ તો ક૨વા આવે જ ને ! ગુરૂ મહારાજ રાહ જોઈને થાકયા. શ્રાવકો પ્રતિક્રમણ કરવા આવી ગયા છે.. કલ્યાણમલ્લ હજુ ન આવ્યા. ગુરૂ મહારાજે વિચાર્યું કે ખમાવ્યા વિનાનું મારું પ્રતિક્રમણ શુદ્ધ કહેવાય નહીં... કંઈ નહીં ભલે તે ન આવ્યા. પણ હું તેમના ઘેર જઈને ખમાવી આવું. ભૂલ મારી છે. શ્રાવકો બધા ભેગા થઈને બેઠા છે. ગુરૂ મહારાજ શિષ્યને સાથે લઈને કલ્યાણમલ્લના ઘર તરફ નીકળ્યા. કલ્યાણમલ્લે દૂરથી ગુરૂ મહારાજને આવતા જોયા. ઘરના માણસોને આદેશ કર્યો કે ડેલીના બારણાં બંધ કરી દો અને પોતે મેડા ઉપર ચડી ગયા. ગુરૂ મહારાજ બારણાં નજીક આવ્યાં. બારણું ખખડાવ્યું. પણ ખોલવાની મના કરેલી છે. ઘરના ધણું વિનવે છે કે આવા ગુરૂ મહારાજ સામે ચડીને આંગણે આવ્યા છે અને ખોલવા દો. પણ ના.. ગુરૂ મહારાજે ઘણીવાર બારણું ખખડાવ્યું પણ ન જ ખોલ્યું. છેવટે થાકીને ગુરૂ મહારાજ મોટેથી બોલ્યા કે કલ્યાણમલ્લ મારે ને તમારે મિચ્છામિ દુક્કડમ્. હું તને ખમાવુ છું. આમ કહીને ગુરૂમહારાજ તો ચાલતા થયા... પણ ગુરૂ મહારાજની શીતળ જેવી વાણીથી કલ્યાણમલ્લનો ક્રોધાગ્નિ કંઈક શાંત થયો. મેડા પરથી નીચે ઉતર્યા. પરિવારને લઈને ઉપાશ્રયે આવ્યા. પ્રતિક્રમણ કરવા બેઠા. પ્રતિક્રમણમાં જ્યાં સર્વજીવરાશિને ખમાવવાની ક્રિયા આવે છે ત્યાં કલ્યાણમલ્લ એકદમ ઉભા થયા. ગુરૂ મહારાજના પગમાં પડયા... માફી માંગી... એટલું જ નહીં પણ ૨૫૨૫ વર્ષથી જેની સાથે વૈર બંધાયેલું હતું તે સહસ્રમલ્લની પાસે ગયા તેમના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા... વૈરનો અગ્નિ સમાપ્ત થઈ ગયો... બન્ને વચ્ચે મિત્રતાનું મંડળ રચાઈ ગયું. કેવી અજબની તાકાત છે આ ખામણામાં... Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૧ તે આ ભવમાં રાખેલા વેરની વળતર ભવાંતરમાં ઘણી નડતર ઉભી કરે ' છે પછી એનો હિસાબ ચૂકવવાનું ઘણું ભારે પડી જાય છે. જે હિસાબ અહીં માત્ર નમીને પતે તેમ છે તે બીજા ભવમાં રડીને પતાવવો પડે છે શાસ્ત્રકારો એ કહ્યું છે કે સર્વે શાસ્ત્રોનો જો કાંઈ નિચોડ હોય તો તે ક્ષમા છે. આ પર્વાધિરાજની આરાધના ત્યારે જ ફળે કે જ્યારે આપણે આપણા ગમે તેવા કટ્ટરમાં કટ્ટર દુશમનને પણ દિલાવર દિલથી ક્ષમા આપીએ. ભલે ભૂલ આપણી ન હોય, એની જ હોય છતાં જ્ઞાનીઓ કહે છે કે પહેલાં તમે સામેની વ્યક્તિને ખમાવો પછી એની પાસે ક્ષમા માંગો. તમે ગદ્ગદિત મનથી ક્ષમા માંગી હશે તો સામેનો આત્મા ક્ષમા આપવાનો જ છે. કદાચ ન આપે તો પછી તમે દોષિત નથી.... ક્ષમામાં સહન કરવાનું થોડું છે મેળવવાનું ઘણું છે. - તપ કરવામાં શરીર સૂકવવું પડે - જપ કરવામાં સમય આપવો પડે - દાન આપવામાં પૈસા કાઢવા પડે - જ્ઞાન ભણવામાં બુદ્ધિ કસવી પડે જ્યારે ક્ષમાની જડીબુટ્ટી એવી સસ્તી છે કે જેમાં નથી શરીરનું લોહી ઘટતું કે નથી વજન, તાકાત, ચરબી કે હાડકાંને ઘસારો લાગતો ! નથી ખીસ્સાના પૈસા કાઢવા પડતા કે નથી સમય કે બુદ્ધિનો ભોગ આપવો પડતો. કેવળ મન સાથે સમાધાન કરવાનું છે. શ્રાવકનું ચોથું કર્તવ્ય છે અઠ્ઠમતપની આરાધના અર્થાત આહાર સંજ્ઞાને તોડવી. જીવને અનાદિકાળથી આહારની ટેવ પડી છે. તેને તોડવા માટે તપ કરવો જરૂરી છે. ૧૦૦ વર્ષ સુધી નારકની ભયંકર વેદના સહીને જીવ તે જે કર્મ ખપાવે તેટલું કર્મ ફકત એક નવકારશીનું પચ્ચખાણ કરવાથી ખપાવી છે { શકે. ૧૦ હજાર ક્રોડ વર્ષ સુધી નારકીની ભયંકર વેદના સહન કરીને જીવ . TV Page #83 -------------------------------------------------------------------------- ________________ - જે કર્મ ખપાવે તેટલું કર્મ ફકત એક ઉપવાસ કરવાથી ખપે. આ પ્રમાણે છે કેટલાય ચીકણા કર્મોને ખપાવવાની તાકાત તપમાં રહેલી છે. માણસ ભલે આ ત્રણે ટાઈમ ખાતો હોય પણ નવકારશી અને ચઉવિહાર આ બે કરતો હોય તો તેના આયુષ્યના જેટલા વર્ષો હોય તેના કરતાં અડધા વર્ષોના ઉપવાસનું ફળ તે મેળવી શકે... આજે ચારે બાજુ આહાર સંજ્ઞાની જ બોલબાલા છે. મુંબઈની ખાઉધરા ગલીમાં જઈને જુઓ તો જાણે દુષ્કાળમાંથી ન આવ્યા હોય તેમ માણસો ઉભા-ઉભા જ મીજબાની ઉડાવતા હોય ! ઢોર હમેશાં ઉભા-ઉભાં જ ખાય... આપણી સરખામણી કોની સાથે થાય? વિચાર તો કરો.. આ ભયંકર આહાર સંજ્ઞા કયાં લઈ જશે... કોરિયાનો એક માણસ અહીં આવેલો તેણે કહ્યું કે ત્યાં તો સાપની અને માંકડાવાંદરાની લારીઓ ફરતી હોય છે. જેમ તમારે અહીં સીંગ-ચણાની લારીઓ ફરતી હોય તેમ. માણસ લારી પાસે આવીને ઉભો રહે, વાંદરાનું લોહી માંગે... લારીવાળો વાંદરાના માથામાં ખીલો મારે તેને ઉંધો કરીને એક ગ્લાસ લોહીનો ભરે.. અને પછી પાછો ખીલો ફીટ કરી દે.. પેલો માણસ લોહીનો ભરેલો ગ્લાસ ગટગટાવીને ચાલતો થાય... કેવી ભયંકર છે આહારસંજ્ઞા.. તેમ સાપની લારી પાસે કોઈ માણસ આવીને ઉભો રહે... અમુક જાતનો સાપ માંગે. લારીવાળો સાપનું માથું કાપીને કળકળતા તેલમાં તળીને માંગનારને આપે.. પેલો માણસ સાપને આરામથી ચાવતોચાવતો ચાલતો થાય. આ ઉપજાવી કાઢેલી વાત નથી... પણ જે ભાઈએ નજરોનજર જોયેલું છે તેમણે કહેલી આ સત્ય હકીકત છે... આપણને તો સાંભળતાં યે સૂગ ચડે. પણ દુનિયામાં આવા આહાર સંજ્ઞામાં ડૂબેલા અનેક માણસો પડેલા છે. તપ ઉત્તમ ઔષધ : તો કર્મને ખપાવવા માટે તો તપ છે જ, પણ શરીરને નીરોગી બનાવવા જ આ માટે પણ તપ જેવું કોઈ ઉત્તમ ઔષધ નથી... દુનિયાની બધી કે Page #84 -------------------------------------------------------------------------- ________________ ७३ રીફાઈનરીઓમાં કાચો માલ નાખો તો પાકો (અપડેટ) થઈને બહાર નીકળે છે જ્યારે શરીરરૂપી રિફાઈનરી જ એક એવી છે કે જેમાં તમે સારામાં સારો માલ નાખો પણ તે ખરાબમાં ખરાબ વિષ્ટારૂપે જ બહાર નીકળે છે. આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં કહે છે કે મિષ્ટાન્નાન્યપિ વિષ્ટાસામૃતાન્યપિ મૂત્રતાત્ । શરીરને વિશે નાખેલા તમામ મિષ્ટાન્નો વિષ્ટારૂપે થાય છે તેમજ સુંદરમાં સુંદર પીણાંઓ પણ મૂત્રરૂપે બને છે.. આવા આ શરીરનું તપ દ્વારા જ દમન થઈ શકે છે. તપ એ જીવનની મૂડી છે જેમ બીજી મૂડી છે તે ખાવાનાપીવાના-પહેરવાના કે ફરવાના બધા જ કામમાં આવે છે તેમ તપરૂપી મૂડી વ્રતોના પાલનમાં, જપમાં, ધ્યાનમાં, ઈન્દ્રિયોના દમનમાં કામ લાગે છે. પણ તે તપ ઈચ્છાનો રોધ કરનારો હોવો જોઈએ. આજે તપધર્મની બોલબાલા ખૂબ જ છે... પણ ઘણા લોકો માન-સન્માન માટે પણ કરતા હોય છે. તપ કર્યા પછી જો કોઈ શાતા પૂછવા ન આવ્યું હોય એના નિમિત્તે કોઈ ઉત્સવ ન થયો હોય તો... મનમાં તરત જ આર્ત્તધ્યાન શરૂ થઈ જાય... આવા તપને શાસ્ત્રકારો લાંઘણ કહે છે. તપ તો શરીરને અને મનને બન્નેને શુદ્ધ કરે છે. શાસ્ત્રકારો કહે છે કે વર્ષમાં એક અટ્ટમનો તપ તો કરવો જ જોઈએ. કદાચ તપ ન જ કરી શકો તો એના માટે પણ કેટલાક માર્ગો બતાવ્યા છે. અહીં છટકબારી તો રાખવામાં આવી જ નથી. તમે અઠ્ઠમ ન કરી શકો તો છૂટા-છૂટા ત્રણ ઉપવાસ, તે ન કરી શકો તો છ આયંબીલ અથવા નવ નીવી, અથવા ૧૨ એકાસણા, હજી કોઈ એમ કહે કે સાહેબ ! અમારે તો સવારમાં દેવી (ચા) પધરાવાય તો જ મશીન ચાલુ થાય તેમ છે. તો એના માટે ચોવીશ બિયાસણા. એ ન થાય તો હજી ઉપાય છે.. ૬ હજાર ગાથાનો સ્વાધ્યાય અને છેલ્લે એ ન થાય તો નવકારની ૬૦ બાંધી માળાનો જાપ કરીને પણ અટ્ઠમ તપ પૂર્ણ કરવો જોઈએ. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૪ - નાગકેતુ : શાસ્ત્રમાં નાગકેતુની વાત પ્રસિદ્ધ છે. તેણે પૂર્વજન્મમાં અક્રમની ભાવના કરેલી. એજ ભાવનામાં માતાએ લગાવેલી ઝુંપડીની આગમાં બળીને મરી ગયો... તેથી જન્મતાંની સાથે જ ઘરમાં થતી અક્રમની વાતચીત પરથી અટ્ટમ કર્યો. જન્મેલું બાળક ત્રણ દિવસ સુધી ભૂખ્યું કેવી રીતે રહી શકે? તેથી મૂર્છા આવી ગઈ. મરી ગયેલું જાણીને તેને દાટી દે છે. ઈન્દ્રનું આસન કંપાયમાન થાય છે. ઈન્દ્ર આવે છે. બાળકને મૂર્છારહિત કરે છે. માતા-પિતા તો બાળકના મૃત્યુના આઘાતથી મરી ગયા છે. નાગકેતુ એકલો સંબંધીઓને ત્યાં મોટો થાય છે. છેવટે કેવળજ્ઞાન પામે છે... વાર્તા પ્રસિદ્ધ છે તેથી વિસ્તાર નથી કરતા.. આમ ભગવાન મહાવીરનો તપધર્મ સૌથી શ્રેષ્ઠ છે. બીજા હિન્દુ ધર્મનાં મોટાભાગનાં પર્વો ખાવા-પીવા માટે મોજ-મજા માટેનાં છે. જ્યારે જૈન ધર્મમાં જ એક એવી વિશિષ્ટતા જોવા મળે છે કે આપણે પર્વમાં ખાવાનું છોડી દેવાનું. મોજ-મજા છોડી દેવાના..! ઘણા ભાગ્યશાળીઓ નાના પર્વોમાં ઓછો ભાગ લે પણ આ પર્યુષણામાં તો દરેક સંઘો-દરેક વ્યક્તિઓ ભાગ લે જ, ભલે વર્ષમાં કોઈ દિવસ નવકારશી કરતો ન હોય પણ આઠ દિવસમાં તો એ અવશ્ય કંઈક કરે જ. તપ એ આહારસંજ્ઞાને તોડવા માટે છે પણ આજના યુગમાં તો એવું લાગે કે જાણે માણસ આહારસંજ્ઞાને વધારી રહ્યો છે. પારણામાં જુઓ તો ૨૫-૩૦ આઈટમો. ઉત્તર પારણામાં પણ જુઓ તો અનેક જાતની આઈટમો... એક ઉપવાસ કરવો હોય તો ઉત્તર પારણામાં એટલું બધું ઠાંસી ઠાંસીને ખાશે કે જાણે આવતી કાલનું સાટું વાળતો ન હોય... તેના પરિણામે આરોગ્ય સુધરવાને બદલે બગડે છે. ઉપવાસ એ આગલા દિવસે જે ઠાંસી-ઠાંસીને ખાધું છે તેની સજા રૂપે બની જાય છે. વળી પારણામાં છે પણ કાંઈ ઓછા-વતું આવે તો મિજાજ વધી જાય છે...તપ તો સમતાથી 6 જૂ કરવાનો છે. -ઈચ્છારોધે સંવરી પરિણતિ સમતા યોગે રે.” Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉપ શ્રાવકનું પાંચમું કર્તવ્ય છે - ચૈત્યપરિપાટી. ચૈત્ય એટલે જિનાલય-જિનપ્રતિમા, જિનેશ્વરો આપણા અનન્ય ઉપકારી છે. આગળના ચાર કર્તવ્યોનો ઉપદેશ આપનાર પણ તીર્થકરો જ છે. ઘણા લોકો એમ કહે છે કે આપણે પ્રભુ ભક્તિ કરવી, કે જિનમંદિર વિગેરે બંધાવવામાં નથી માનતા, પણ અનુકંપામાં જ માનીએ છીએ. એ ન ચાલે. ગરીબોને દાન આપવું, હોસ્પીટલમાં દર્દીઓની સેવા કરવી વિગેરે અનુકંપાના ધર્મ પણ આચરવા જેવા છે એનો જૈન શાસ્ત્રોએ નિષેધ નથી કરેલો, પણ આ અનુકંપાનો ધર્મ ઉપદેશ્યો કોણે? જિનેશ્વરોએ જ ને ! તો એમની ભક્તિ ભૂલી જવાય? એમણે અનુકંપાનો ધર્મ બતાવ્યો જ નહોત તો તમે ગરીબોની સેવા પણ કેવી રીતે કરી શકત ? માટે જ જિનમંદિરો અને એમાં બિરાજતા જિનેશ્વરની ભક્તિ આપણે ઉપકારી ભાવથી કૃતજ્ઞતા અદા કરવાની છે. પાંચમની ચોથ... જે ભગવાનથી આપણે બધું પામ્યા છીએ એ ભગવાનના દર્શન સંધે સાથે મળીને કરવા જોઈએ. આમ તો પહેલાં પાંચમની સંવત્સરી હતી. પણ ચૈત્યપરિપાટી માટે જ ચોથ કરવામાં આવેલી.. કાલિકાચાર્ય એક નગરમાં ચોમાસું રહ્યા છે. ત્યાંનો રાજા આચાર્ય ભગવંતનો અનુરાગી હતો... આચાર્ય ભગવંતે રાજાને ચૈત્યપરિપાટીમાં હાજરી આપવા માટે કહ્યું. પરંતુ રાજાએ કહ્યું કે પાંચમના દિવસે પ્રજાનો ઈમહોત્સવ છે તેથી મારે ત્યાં પહેલી હાજરી આપવી પડે. માટે જો એક દિવસ આગળ અથવા એક દિવસ પાછળ રાખો તો હું હાજરી આપી શકું. રાજા જેવો રાજા જો હાજરી આપતો હોય તો ધર્મપ્રભાવના સારી થાય એમ જાણી આચાર્ય ભગવંતે કહ્યું કે રાજન્ ! પાંચમની છઠ્ઠ તો ન થઈ શકે પણ ચોથ કરી તે શકું અર્થાત ચોથે ચૈત્યપરિપાટી રાખું. રાજાએ હા પાડી. આમ પાંચમની 6 ( ચોથ કાલિકાચાર્યે કરેલી... Page #87 -------------------------------------------------------------------------- ________________ ७९ ગણધરવાદ આપણા ભગવાન બધા ક્ષત્રિયો છે. ગૌતમસ્વામી વગેરે ગુરૂ બધા બ્રાહ્મણ છે અને એ ધર્મને આચરનારા વૈશ્ય (વહેપારી) છે. આ એક વિશેષતા છે. ભગવાન જ્યારે અપાપાપુરીમાં પધાર્યા છે ત્યારે દેવો બધા તેમને વંદન કરવા માટે આવી રહ્યા છે... નજીકના જ પ્રદેશમાં ઈન્દ્રભૂતિ વગેરે ૪૪૦૦નો પરિવાર યજ્ઞમંડપમાં બેઠેલો છે. ઈન્દ્રભૂતિ દેવોને આવતા જોઈને મનમાં ફૂલાય છે કે મારા યજ્ઞની કીર્તિ દેવો સુધી પણ ફેલાઈ ગઈ છે માટે દેવો મારા યજ્ઞમંડપમાં આવી રહ્યા છે પણ દેવો તો યજ્ઞમંડપને વટાવીને આગળ નીકળી ગયા. એટલે વળી પાછા વિચારે ચડે છે કે આ દેવો કયાં જઈ રહ્યા છે ? શું કોઈ બીજો વાદી આટલામાં છે કે શું ? બધા વાદીઓને હરાવતાં કોઈ બાકી રહી ગયો લાગે છે. લાવ તેની પાસે જાઉં અને તેને હરાવીને હું અજિત બનું... એમ વિચારીને ભગવાનની પર્ષદામાં આવે છે. દેશના ચાલી રહી છે જો કે એ તો ભગવાનને હરાવવા માટે આવ્યા હતા... પણ જ્યાં ભગવાનને જુએ છે કે ઠરી જાય છે... કારણ કે તેમની પાસે વિદ્યાનું બળ હતું, તો ભગવાનની પાસે સાધનાનું બળ હતું. પરોપકારવૃત્તિનું તેજ હતું. સ્વાર્થનું તેજ કાળું છે નિસ્વાર્થ-પરોપકારનું તેજ ઉજ્જવળ છે. ભગવાન ઈન્દ્રભૂતિને કહે છે કે ઈન્દ્રભૂતિ ગૌતમ પધારો... પધારો... ઈન્દ્રભૂતિ ચમકે છે કે મારું નામ આમને કેવી રીતે જાણ્યું ? પાછું વળી પોતાની જાતને સમજાવે છે કે દુનિયામાં હું સર્વત્ર પ્રખ્યાત છું મને કોણ ન જાણે ? પણ જો મારા મનમાં રહેલી શંકાને દૂર કરે તો તેમના શરણે જાઉં... ઈન્દ્રભૂતિ ગૌતમની શી શંકા હતી તથા તે શંકા શેમાંથી ઉત્પન્ન થયેલી ?— વેદમાં એક વાકય આવે છે કે - વિજ્ઞાનયન દ્વૈતેખ્યો તેભ્યઃ સમુત્યાય તાન્યેવાનુંવિનવૃત્તિ, 7 પ્રેત્યસંજ્ઞાઽસ્તિ । આનો અર્થ ઈન્દ્રભૂતિ Page #88 -------------------------------------------------------------------------- ________________ ७७ આ પ્રમાણે કરતા હતા કે આત્મા પાંચ ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને પાંચ ભૂતોમાં સમાઈ જાય છે. તેથી પરલોકની સંજ્ઞા નથી. પાંચભૂત એટલે પૃથ્વી – હાડકા, પાણી-લોહી, અગ્નિ-જઠારાગ્નિ, વાયુ-શ્વાસોશ્વાસ, આકાશશરીરનો પોલો ભાગ. આ પાંચભૂતોમાંથી જ ઉત્પન્ન થાય છે અને તેમાં જ સમાઈ જાય છે તો આત્મા કયાંકથી આવે છે, ક્યાંક જાય છે વગેરે વાતો હંબક છે, આમાં ગૌતમ સ્વામી ગૂંચવાયા છે. વેદવાકયની ભૂમિકા : બીજી બાજુ ગૃહરણ્યદા નામના ઉપનિષદકમાં વાત આવે છે કે યાજ્ઞવલ્ક્ય નામના ઋષિ છે. તેમને બે પત્ની છે. એકનું નામ મૈત્રેયી છે અને બીજીનું નામ કાત્યાયની છે. મૈત્રેયીને તત્ત્વની વાતમાં રસ છે જ્યારે કાત્યાયનીને ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, મોજ-શોખ વગેરેમાં રસ છે. અમુક કાળ વીત્યા પછી ઋષિ જંગલમાં જવાનો વિચાર કરે છે. જંગલમાં જતા પહેલાં પોતાની મિલ્કત બન્ને પત્નીઓને વહેંચી આપવાનો વિચાર કરે છે જેથી પાછળ બન્ને વચ્ચે કોઈ મતભેદ ન થાય... તેથી બન્ને પત્નીને બોલાવીને વસ્તુની વહેંચણી કરવાનું કહે છે. ત્યાં મૈત્રેયી ઋષિને કહે છે કે સ્વામી ! આપ મને જે સંપત્તિ આપો છો તેનાથી મને અમરત્વ મળશે ખરું ? ઋષિ કહે છે કે ના, કોઈ કાળે પૈસાથી અમરપદ મળતું નથી. મૈત્રી કહે છે કે તો સ્વામી ! આ સંપત્તિથી શું ? મારે તો અમરપદ જોઈએ છે. આખી પૃથ્વી સોનાથી મઢીને આપો તો પણ મારે જોઈએ નહીં. મૈત્રેયીને વિશેષ સમજાવવા ઋષિ કહે છે કે જગતમાં ત્રણ પ્રકારની એષણા ચાલી રહી છે. - વિતૈષણા, પુત્રૈષણા અને લોકૈષણા. (૧) વિતૈષણા - ધનની ઝંખના, આ ઝંખના માણસની કયારેય પૂરી થતી નથી.. જેને સો મળ્યા છે તે હજાર ઈચ્છે છે, હજાર મળ્યા છે તે લાખને ઈચ્છે છે, લાખ મળ્યા Page #89 -------------------------------------------------------------------------- ________________ છે તે કોટિને ઈચ્છે છે... કોટિ મળ્યા છે તે રાજા થવા ઈચ્છે છે.. રાજા ચક્રવર્તિ થવા ઈચ્છે છે... અને ચક્રવર્તિ ઈન્દ્ર થવા ઈચ્છે છે... આમ આ ઈચ્છાનો કયારેય અંત આવતો નથી... માટે તો સુંદરદાસ કવિએ લખ્યું છે કે જો દસ વીસ પચાસ ભયે તબ હોઈ હજાર તું લાખ મગેગી, ક્રોડ અરબ ખરબ્બ અસંખ્ય ધરાપતિ હોને કી ચાહ જગેગી, સ્વર્ગ પાતાલકા રાજ્ય કરું તૃષ્ણા અધિકી અતિ આગ લગેગી, સુંદર એક સન્તોષ વિના શઠ તેરી તો ભૂખ કભી ન ભગેગી. - ७८ ગમે તેટલા ઘરમાં ગોકુલો હોય પણ એ એક જ ગાયના દૂધનો ઉપભોગી બને છે ને ! અર્થાત્ એક જ ગાયનું દૂધ તે પી શકે છે. ગમે તેટલી સંપત્તિ હોય પણ તેનો ખોરાક કેટલો ? ચાર કે આઠ રોટલી.. ગમે તેટલી જમીન હોય પણ ભોગવટાની જમીન કેટલી ? સાડા ત્રણ હાથને! બીજું બધું તો પારકાનો પરિગ્રહ છે. છતાં માણસને સંપત્તિની એષણા પૂરી થતી નથી. (૨) પુત્રૈષણા - પુત્રની ઝંખના. આ ઝંખના પણ માણસના જીવનમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. ગમે તેટલી સંપત્તિ હોય પણ પુત્ર ન હોય તો ? પુત્ર માટે તો માણસ પથ્થર એટલા દેવ કરે છે. છેવટે દત્તક લે છે. અરે! ઈશ્વરને પણ સર્જન કરવું ગમે છે તો માણસને પુત્રની ઝંખના થાય તેમાં શું આશ્ચર્ય ? (૩) લોકૈષણા - લોકોમાં પૂજાવાની ઝંખના, ઘણા લોકો મારા અનુયાયી બને. ઘણા લોકોને હું પ્રિય બનું. લોકોમાં મને કેમ નામના મળે... બસ રાત-દિવસ આ જ ઝંખના મનમાં પડેલી હોય છે. ઈલેક્શનમાં લાખો રૂપિયા ખર્ચે છે, શા માટે ? પૂજાવા માટે જ ને ! દાનમાં એક પાઈ પણ નહીં ખર્ચે અને ખરચશે તો નામની તકતી Page #90 -------------------------------------------------------------------------- ________________ ને લાગતી હોય તો. એક માણસ રસ્તેથી પસાર થઈ રહ્યો છે. બાજુમાં શિલ્પીઓ પથ્થરો ઘડી રહ્યા છે. તે માણસે શિલ્પીની પાસે જઈ પૂછયું કે ભાઈ ! આ બધા પથ્થરો શા માટે ઘડો છો ? જો મંદિર માટે ઘડતા હો તો નજીકમાં જ આવું સુંદર વિશાળ મંદિર તો છે. શિલ્પી એ ભાઈનો હાથ પકડીને આગળ લઈ ગયા. ત્યાં જે ભાઈ આ મંદિર બનાવે છે તે ભાઈના નામની શિલા કોતરાતી હતી. તે શિલાને બતાવીને શિલ્પી બોલ્યો કે પથ્થરો મંદિર માટે નથી ઘડતા પણ આ નામ માટે ઘડીએ છીએ. નામનો કેવો મોહ ! ઉપાશ્રયમાં પાટ પર પણ મોટા અક્ષરે નામ લખાવશે. દાન કેવડું અને નામ કેવડું? માણસને સિદ્ધિ નહીં, પ્રસિધ્ધિ જોઈએ છે. દર્શન નહીં પ્રદર્શન જોઈએ છે. ઋષિ મૈત્રેયીને પૂછે છે કે આ ત્રણે એષણામાં કેન્દ્રસ્થાને કોણ છે? આત્મા. કારણ કે ધન કોના માટે ? પોતાના માટે બીજાને મળે તો ગમે ખરું? ના, અરે ! બીજાને મળે તો દાહ ઉત્પન્ન થાય છે. પુત્ર શા માટે ? પોતાના નામને માટે ને! લોકો શા માટે ? મારું મહત્ત્વ વધે, મારું કામ થાય. લોકોને ભેગા શા માટે કરે છે? લોકો માટે નહીં પણ પોતાને માટે. આ ત્રણે એષણા પોતાના માટે છે પણ આ પોતે કોણ છે એની જ એને ખબર નથી. બધામાં કેન્દ્રસ્થાને આત્મા છે માટે હે મૈત્રેય ! પહેલાં આત્મા કેવો છે તે તું સમજ. આત્માનું ધ્યાન કર. ચિંતન કર. મનન કર. તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થશે. આ સંબંધમાં ઉપરનું વેદવાકય ઉચ્ચારાયેલું છે આત્મા એ જ્ઞાનનો સમૂહ છે. ઉઠીને સૂઈએ એટલા સમયમાં જુદી જુદી જાતના જ્ઞાનની હારમાળા ચાલતી હોય છે આ જુદી જુદી જાતના જ્ઞાનો પાંચભૂતોમાંથી ઉત્પન્ન થાય છે. પાંચ ભૂતોને અનુલક્ષીને જ વિચારો ચાલતા હોય છે પેલાં ભૂતડાં વળગ્યાં ન હોય તો એમાંથી મુક્તિ મળે પણ આ મહાભૂતોમાંથી તો મોક્ષમાં જઈએ 6 શું ત્યારે જ મુક્તિ મળે. પદાર્થો સામે આવે ત્યારે તેના વિચારો શરૂ થાય } Page #91 -------------------------------------------------------------------------- ________________ ને અર્થાત જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ પદાર્થ ચાલ્યો જાય એટલે એના સંબંધનું , * જ્ઞાન સમાપ્ત. એક જ ઉપયોગમાં આત્મા ચોવીસે કલાક રહેતો નથી. પાંચ ભૂતમાંથી ઉપયોગ ઉત્પન્ન થાય છે. પાંચભૂતો એ આત્મા નથી. પાંચભૂતોમાંથી આ શરીર બનેલું છે. ઈન્દ્રભૂતિએ વેદ વાક્યનો અર્થ એવો કરેલો કે આત્મા નામની કોઈ ચીજ જ નથી. જ્યારે એજ વેદમાં યાજ્ઞવલ્કટ અને મૈત્રેયના સંવાદમાં આત્મા નામનું તત્ત્વ જગતમાં વિદ્યમાન છે એમ આવે છે. આ બન્ને વાક્યો વિરોધાભાસ ઉત્પન્ન કરે છે, પણ આ પ્રશ્ન તે કોઈને પૂછતા નથી કોઈને પૂછે તો પોતાનામાં ન્યૂનતા જણાય. માટે શાસ્ત્રો ભણે છે ભણાવે છે પણ શંકાનું નિવારણ કરતા નથી. પ્રભુનો ઉત્તર... : ભગવાન ઈન્દ્રભૂતિ ગૌતમને આત્મા છે તે સમજાવે છે :- પહેલાં આત્માને અનુમાનથી સમજાવે છે. આત્મા ભલે નજરે નથી દેખાતો પણ અનુમાનથી કહી શકાય કે આત્મા છે. જેમ કોઈ ઘરમાં અગ્નિ લાગ્યો હોય અગ્નિ ભલે આપણને ન દેખાતો હોય પણ ધુમાડાના ગોટા પરથી આપણે કહી શકીએ કે ત્યાં અગ્નિ છે તેમ અનુમાનથી કહી શકાય કે આત્મા છે. ઘડો એક માટીનો વિશિષ્ટ આકારવાળો પદાર્થ છે તેને ઘડનાર આ જગતમાં છે કોઈ ? હા, કુંભાર. તેમ આ દેહને પણ ઘડનાર તો કોઈક હશે ને? એક જ માતા હોય, એક જ કુક્ષિ હોય તો પછી સંતાનો વચ્ચે સમાનતા કેમ નહીં ? સર્વનો ઘડનારો જુદો જુદો હોવો જોઈએ તે છે આત્મા. ઈન્દ્રિયો આદાનનું સાધન છે અને વિષયો આદેય છે. વિષયોને આપણે ઈન્દ્રિયો દ્વારા પકડીએ છીએ. જેમ કોઈ તપેલીને સાણસી વડે પકડેલી છે તો એ સાણસીને પકડનાર તો કોઈક ખરો ને ! ઈન્દ્રિયો એ સાણસી છે અને વિષયો એ તપેલી છે. જો ઈન્દ્રિયો સાણસી છે તો તેને ને પકડનારો તો કોઈ ખરો ને ! તે છે આત્મા. શરીર એ ભોગ્ય છે તો તેને રે » ભોગવનારો કોઈ હોવો જોઈએ ને ! ભોજન વસ્ત્ર વગેરે ભોગ્ય છે તેને રે Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧ ખાના૨-પહેરનાર કોઈ હોવો જોઈએ ને ! ઘર બનાવો તો ઘરમાં કોઈ રહેનાર તો જોઈએ કે નહીં ? તેમ આ દેહ એ ઘર છે આ ઘરમાં કોઈ રહેનાર તો હોવો જોઈએ ને ! તે છે આત્મા. શરીર એ આત્માને રહેવાનું ઘર છે, ઈન્દ્રિયો બારી-બારણાં છે. અંદર રહેનાર કોઈ બીજો છે. બારીબારણાં દ્વારા જોયેલો પદાર્થ બારણું બંધ થવા છતાં પણ સ્મૃતિથી ખ્યાલમાં આવે છે માટે શરીરથી આત્મા જુદો છે. શરીર એ જ આત્મા હોત તો બાલ્યાવસ્થામાં કોઈ અનુભવ કર્યો, તે અનુભવ મોટો થયા પછી પણ યાદ રહે છે આમ તો બાર વરસ પછી શરીરનું લોહી વગેરે બધું જ બદલાઈ જાય છે તેમ વિજ્ઞાન કહે છે, તો બાલ્યાવસ્થામાં થયેલો અનુભવ બધો ભૂલી જાય. પણ ના, બધું યાદ રહે છે, તો તે યાદ કરે છે કોણ ? શરીરે અનુભવ કર્યો હોય તો તે શરીર તો બદલાઈ ગયું. આમ આત્મા એ શરીર નથી... જ્યારે બધી ચેતનાઓ મૂઢ બની જાય છે, અચેતન બની જાય છે ત્યારે આ દેહને સળગાવી મૂકે છે. અંદર કોઈક હશે તો જ તેને અત્યાર સુધી સળગાવ્યું નહીં ને ? અનેક દાખલા-દલીલો દ્વારા ભગવાને આત્માનું અસ્તિત્વ ગૌતમસ્વામીને જણાવ્યું. દૂધના કણીયામાં ઘી દેખાય છે ? તલમાં તેલ દેખાય છે ? લાકડામાં અગ્નિ દેખાય છે ? પુષ્પમાં સુગંધ દેખાય છે ? ચંદ્રકાન્તમણિ ચંદ્ર સાથે સંપર્કમાં આવે તો પાણી ઝરવા માંડે છે. આમ તો નક્કર હોય છે તો તેમાં પાણી ક્યાંથી દેખાય છે ? છતાં દૂધમાં ઘી, તલમાં તેલ, ફૂલમાં સુગંધ, મણિમાં દ્રવતા છે એ અનુમાનથી સ્વીકારવું પડે છે. તેમ શરીરમાં આત્મા છે તે અનુમાનથી કહી શકાય. પહેલાં ભગવાને આત્મા પ્રત્યક્ષ નથી પણ અનુમાનથી સમજાવ્યો. હવે પ્રત્યક્ષ પ્રમાણથી સમજાવે છે. પ્રત્યક્ષથી આત્મા છે ઃ કોઈપણ ચીજને પ્રત્યક્ષ સિધ્ધ કરવા માટે છ ઈન્દ્રિયો કામે લાગે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શબ્દને પ્રત્યક્ષ કરવો હોય તો કાન કામમાં લાગશે. રૂપને પ્રત્યક્ષ કરવું હોય તો આંખ કામમાં લાગશે. ગંધને પ્રત્યક્ષ કરવો હોય તો નાક કામમાં લાગશે. રસને પ્રત્યક્ષ કરવો હોય તો જીભ કામમાં લાગશે. ઠંડુ કે ગરમ. સુંવાળુ કે ખરબચડું એ જાણવું હોય તો સ્પર્શેન્દ્રિય કામે લાગશે. આ પાંચ ઈન્દ્રિયોને બાહ્યકરણ કહેવાય છે. અને છઠ્ઠી ઈન્દ્રિય મનને અંતઃકરણ કહેવાય છે આત્મા આ અંતઃકરણથી જાણી શકાય છે, હું સુખી છું કે દુઃખી છું તેનો નિર્ણય કોણ કરે છે ? મન કરે છે. આત્મા મન દ્વારા પ્રત્યક્ષ થાય છે. ‘હું છું’ આમાં હું બોલે છે કોણ ? તો કે આત્મા. જ્યારે શરીરમાંથી આત્મા ચાલ્યો જાય ત્યારે કોઈ બોલે છે ખરો કે ‘હું છું.’ તણખો અડતાં ચીસ પાડનાર માણસને જ્યારે અગ્નિદાહ આપવામાં આવે છે ત્યારે કંઈ બોલે છે ? ના... કારણ કે આત્મા એમાંથી ચાલ્યો ગયો છે. દરેક વસ્તુ પોતાના ગુણધર્મ દ્વારા પ્રત્યક્ષ થાય છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે એના દ્વારા એ પ્રત્યક્ષ થાય છે. આત્માના સુખ-દુઃખ જ્ઞાન આ બધા પણ ગુણો છે. આપણે બધા પ્રયત્ન કરીએ છીએ તે પુદ્ગલની સંપત્તિ મેળવવા માટે, પણ આત્માના જે જ્ઞાન વગેરે સદ્ગુણો છે તેને મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આપણો આત્મા પુદ્ગલ સાથે એટલો બધો એક-મેક બની ગયો છે કે આપણને પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં ખૂબ આનંદ મળે છે. જડ અને ચેતન બે પદાર્થો છે પણ તેમાં આજે ચારે બાજુ જડની વાહ-વાહ છે. ચેતન એ જડમાં ભળી ગયું છે. ઈન્દ્રિયો દ્વારા જે અનુભવાય તે પ્રત્યક્ષ. સાકરમાં રહેલી મીઠાશ આંખે દેખાતી નથી પણ અનુભવાય છે. બધી ઈન્દ્રિયો ઉપર પ્રભુત્વ મનનું છે. આત્મા મન સાથે, મન ઇન્દ્રિયો સાથે અને ઇન્દ્રિયો પદાર્થ સાથે જોડાય ત્યારે જ બહારના પદાર્થનું જ્ઞાન થાય છે. પણ જો અંદરના પદાર્થને જાણવો હોય તો આત્મા સાથે ફકત મન જ જોડાય છે. આત્મા એના સુખ દુ:ખ રૂપી ગુણ દ્વારા પ્રત્યક્ષ થાય છે. સુખ-દુઃખનો આધારભૂત પદર્થ તે આત્મા. સુખ-દુઃખ એ શરીરનો ધર્મ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૩ નથી, જ્ઞાન, સુખ-દુ:ખ એ બધા અરૂપી છે તો તેનો રહેવાનો આધાર પણ અરૂપી જ હોય ને ! જો જ્ઞાન એ ઈન્દ્રિયોનો ધર્મ હોય તો આજે નેત્રયજ્ઞો ચાલે છે તેમાં એકની આંખ બીજાને લગાડવામાં આવે છે તો જે વ્યકિતએ આંખ દ્વારા લાખો ચીજ જોઈ છે એ આંખ બીજાને લગાડવામાં આવે તો એ વ્યક્તિને પેલી વ્યક્તિએ જોયેલી વસ્તુનું સ્મરણ થાય છે ખરું ? ના, કારણ કે જ્ઞાન આંખમાં નથી રહેતું પણ આત્મામાં જ રહે છે. પોતાના શરીરમાં પ્રત્યક્ષ રીતે આત્મા છે એમ જણાય છે અને બીજાના શરીરમાં અનુમાન દ્વારા જાણી શકાય છે. આ રીતે ભગવાને સરળતાથી આત્માનું અસ્તિત્વ છે તે સમજાવ્યું. કોઈ માણસને શંકા થઈ કે આત્મા છે કે નહીં. તે જાણવા તેણે મરણ શય્યાએ પડેલા એક વૃદ્ધ પુરુષને કાચની પેટીમાં પૂરી દીધો. થોડા સમયમાં તે વૃદ્ધ મૃત્યુ પામ્યો. આત્મા ચાલ્યો ગયો, પણ પેટીને કયાંય તિરાડ ન પડી, તો આત્મા નામનો પદાર્થ છે, તો તે ગયો કેવી રીતે ? તેણે નક્કી કર્યું કે આત્મા છે જ નહીં. તેના સંશયને દૂર કરવા કહે છે કે એક દીવાને કાચની પેટીમાં રાખો. દીવાનો પ્રકાશ બહાર આવે છે કે નથી આવતો ? આવે જ છે. પેટીને તો કયાંય તિરાડ કે છિદ્ર નથી, તો પ્રકાશ આવ્યો કેવી રીતે ? પ્રકાશ ને બહાર આવવા માટે કાચ અવરોધક બનતો નથી તેમ આત્મા એ અરૂપી છે તેને રૂપી પદાર્થો કોઈ આડે આવતા નથી. ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામી ને આત્માનું સ્પષ્ટ દર્શન થતાં ભગવાનના ચરણે આત્મસમર્પણ કર્યું. જીંદગી સુધી સમર્પણ ભાવે રહ્યા. આ રીતે દરેક બ્રાહ્મણો આવે છે અને ભગવાન તેમના શંસયો દૂર કરે છે અને એ રીતે ૧૧ ગણધરો ભગવાનના ચરણે માથું મૂકે છે. ત્યારપછી ગૌતમસ્વામીએ ૩પન્ને ર્ વા, વિમ્ભર્ ર્ વા, વે રૂ વા, એટલે કે દરેક પદાર્થો ઉત્પન્ન થાય છે પૂર્વના પર્યાય રૂપે નષ્ટ થાય છે અને મૂળદ્રવ્ય રૂપે નિત્ય રહે છે આ પ્રમાણે ભગવાનના મુખથી ત્રિપદી સાંભળીને દ્વાદશાંગીની રચના કરી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 1 Page #95 -------------------------------------------------------------------------- ________________ ત્રિમૂર્તિ શું છે? બ્રહ્મા એ ઉત્પત્તિનું પ્રતીક છે વિષ્ણુ એ સ્થિરતાનું પ્રતીક , છે અને મહેશ એ વિનાશનું પ્રતીક છે. એક રાજા હતો. તેને એક દિકરો અને દિકરી હતી. દિકરીને રમવા માટે નાનકડું સોનાનું બેડું રાજાએ બનાવી આપ્યું. એકવાર રાજપુત્રે તે જોયું. તેણે બેડું પડાવી લઈને તેમાંથી મુગટ બનાવ્યો. કન્યા રડતા-રડતી આવી પિતા પાસે. રાજપુત્ર હસતો હસતો આવ્યો. બન્નેને જોઈને રાજા મધ્યસ્થ ભાવે બેઠા છે. તે વિચારે છે ભલે બેડામાંથી મુગટ બનાવ્યો પણ સોનું તો ઘરમાં જ છે ને ! આમ મુગટની ઉત્પત્તિ થઈ. બેડાનો નાશ પણ થયો અને સોના રૂપે કાયમ રહ્યું. કોઈપણ પદાર્થના આ ત્રણ સ્વરૂપ હોય છે. ભગવાન મહાવીરના નજીકના સમયમાં થયેલા દશપૂર્વધરોએ લખેલા ગ્રંથો આગમ તરીકે ગણાય છે. પહેલાં એમ કહેવામાં આવતું કે ૮૪ આગમો હતા. આજે ૪૫ વિદ્યમાન છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ N/ ભાદરવા સુદ-૧૨ 'ધર્મને યોગ્ય શ્રાવકનો આઠમો ગુણ-સુદાક્ષિણ્યતા આજે ચારે બાજુ ધર્મ ખૂબ વધી રહ્યો છે પણ ક્રિયાત્મક, ગુણાત્મક ધર્મ લુપ્તપ્રાયઃ બની ગયો છે. ચારે બાજુ અનીતી, છળ-કપટ, દુરાચાર એટલા બધા વધી ગયા છે કે ધર્મી જનનું મહોરું પહેરીને ફરનારના જીવનમાં ધર્મ ક્યાંય સ્પર્યોજ ન હોય. એક ગુણનું ઠેકાણું જ ન હોય. જીવનમાં એક દાક્ષિણ્યતા ગુણ આવે તો પણ માણસ ઘણા પાપોમાંથી બચી શકે છે. આજે વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે બે આંખની શરમ પડે છે. કોઈ પણ ઝઘડો... વગેરે કંઈ પણ હોય તો એને લાગતા-વળગતા માણસોને આપણે કહીએ છીએ શા માટે ? આપણે સમજીએ કે આપણું કહ્યું કદાચ તેને નહીં ઉતરે પણ બે આંખની શરમથી એ એનું કહ્યું માનશે. આ ગુણ તો માણસને ઘણા અકાર્યો કરતાં રોકે છે. સાંકેતપુર નગરમાં પુંડરીક નામનો રાજા હતો. તેને કંડરીક નામનો નાનો ભાઈ યુવરાજ હતો. આ યુવરાજને યશોભદ્રા નામની રૂપ-ગુણથી ભરપૂર પત્ની હતી. એકવાર તે શણગાર સજીને ક્યાંક બહાર ફરી રહી છે ત્યાં તેના પર પુંડરીકરાજાની દૃષ્ટિ પડે છે. રુપવાન અને વળી શણગારથી સજ્જ બનેલી પોતાના જ નાના ભાઈની પત્નીને જોતાં મનમાં કામવાસના સળગે છે. આ વાસના અતિભયંકર છે. આ વાસનાની આગ જીવનના તમામ સગુણોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. રાજા જેઠ થતો હોવા છતાં પણ પોતાની માન-મર્યાદા બધું મૂકીને યુવરાજની પત્ની પાસે ભોગની ભીખ માંગે છે. યશોભદ્રા સતી છે. તેણે સ્વાભાવિક જ કહ્યું કે તમારા ભાઈ બેઠા છે અને તમને ભીખ માંગતાં લાજ-શરમ નથી આવતી? આ વાક્યનો રાજાએ અવળો અર્થ કર્યો. તે એમ સમજ્યો કે જ્યાં સુધી મારો તે ભાઈ જીવતો બેઠો છે ત્યાં સુધી મને આ નહીં મળે... વાસના માણસને 6 4 અધમમાં અધમ કૃત્ય કરવા પ્રેરે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮ કામવાસના તારા પાપે એક બાવાજી હતાં. ભગવાનના પરમ ભક્ત. એકવાર કોઈ ભક્તને ત્યાં જમવાનું આમંત્રણ આવ્યું. ભક્તને ત્યાં જમવા જાય છે. ભક્તને એક રૂપવાન યુવાન કન્યા છે. આ કન્યા બાવાજીની નજરે ચડી.. દૃષ્ટિ પડતાં વાસનાની આગ ભભૂકી. બાવાજી છે એટલે કન્યા તો કાંઈ મંગાય નહીં... શું કરવું? ભક્તને કહે છે કે ભાઈ ! તારી આ કન્યા દુર્ભાગ્યવાળી છે જો તમે ઘરમાં રાખશો તો તમારું સત્યાનાશ નીકળી જશે. પરણાવશો તો બન્ને પક્ષે ખતમ થશો. એના કરતાં તો ગંગામાં પધરાવી દેજો. ભક્ત બહુ ચાલાક હતો. બાવાજીની નજર તેણે પારખી લીધી. તેણે વિચાર્યું કે આવા ધર્મના નામે ધતિંગ કરનારને તો બરાબર સ્વાદ ચખાડવો જોઈએ. બાવાજી પોતાની કુટિરે ચાલ્યા ગયા. ગંગાના કિનારેજ કુટિર હતી... રાહ જોઈને બેઠા છે કે નદીમાં તણાતું કંઈ આવે છે ? આ બાજુ ભક્ત તો એક પેટી મંગાવી એમાં એક વાંદરીને પૂરી અને પેટીને ગંગાના પ્રવાહમાં વહેતી મૂકી. પેટીને આવતી જોઈને બાવાજીએ પોતાના શિષ્યોને આજ્ઞા કરી કે પેલી પેટી કાઢીને મારી કુટિરમાં મૂકજો. શિષ્યોએ નદીમાં ઝંપલાવ્યું. પેટી કાઢી પોતાના ગુરૂની કુટિરમાં મૂકી. બાવાજી કુટિરમાં જતાં પહેલાં શિષ્યોને કહે છે કે બૂમાબૂમ થાય તો ય કુટિરનું બારણું ખોલશો નહીં. શિષ્યો કહે ભલે ગુરૂજી. બાવાજી તો કુટિરનું બારણું બંધ કરીને પેટીને ખોલવા જાય છે. પેટી ખૂલતાં જ અંદર પુરાવાથી ગુસ્સે ભરાયેલી વાંદરીએ બહાર કુદકો માર્યો અને બાવાજી પર તૂટી પડી. બાવાજી તો બૂમાબૂમ કરવા લાગ્યા.. પણ બારણું ખોલે કોણ? છેવટે લોહીલુહાણ દશામાં માંડ-માંડ બારણા સુધી પહોંચ્યા.. મરતાં મરતાં બચી ગયા. કોના પાપે ? કામવાસનાના જ પાપને ! આજે હજારો યુવાનો પાયમાલ થઈ રહ્યા છે. પોતાના જીવનની મહામૂલી મૂડી સદાચાર ગુમાવી રહ્યા છે. ઈંગ્લીશમાં એક કહેવત છે કે – Page #98 -------------------------------------------------------------------------- ________________ ८७ Wealth is lost nothing is lost. Health is lost something is lost. Charactor is lost everything is lost. જે માણસે સંપત્તિ ગુમાવી છે તેણે કાંઈજ ગુમાવ્યું નથી. જે માણસે તંદુરસ્તી ગુમાવી છે તેણે કાંઈક ગુમાવ્યું છે. પણ જેણે સદાચાર-શીલ ગુમાવ્યું છે તેણે સર્વસ્વ ગુમાવ્યુ છે. પોતાની વાસનાને પૂરી કરવા માટે આજની યુવા પેઢી નાત-જાત કે રાત-દિવસ કાંઈ પણ જોતી નથી... ગમે તેવો હલકામાં-હલકો નિર્ણય લેવા પણ તૈયાર થઈ જાય છે. આ બાજુ પેલો રાજા જેવો રાજા પણ પોતાના નાના ભાઈને મારવા માટે તૈયાર થઈ ગયો. મનમાં જે વિચારોનો જન્મ થાય છે તે દિશામાં વિચારોના ચક્રો ગતિમાન થાય છે. માટે તો મહાપુરૂષો કહે છે કે મનને સતત શુભભાવમાં ૨મતું રાખો. હવે ભાઈને મારવો કેવી રીતે ? સતત તેના છિદ્રોને જુએ છે. એકવાર કંડરીક નિઃશસ્ત્ર ફરતો હોય છે. લાગ જોઈને પુંડરીક રાજાએ પાછળથી ઘા કર્યો. એટલા ઝનૂનથી ઘા કર્યો કે એક જ ઝાટકે કંડરીકનું પ્રાણ પંખેરું ઉડી ગયું. યશોભદ્રાને સમાચાર મળ્યા.. આધાતથી તે મૂઢ બની ગઈ... શું કરવું ? શીલની રક્ષા કેવી રીતે કરવી? તેણે વિચાર્યું કે રાજમહેલમાં રહીને હવે શીલ નહીં રક્ષાય... પ્રાણના ભોગે પણ શીલને તો ખંડિત થવા નહીં દઉં. રાણી રાતો રાત ત્યાંથી ગુપ્ત રીતે નાસી છુટી . . . નાસતાં-નાસતાં સાવત્થી નગરીમાં આવી. રાજાના સકંજામાંથી તો છૂટી પણ હવે શું કરવું ? ત્યાં તેણે કેટલાક સાધ્વીજીઓને સ્થંડિલભૂમિથી પાછા ફરતા જોયા... રાણી તેમની પાછળ-પાછળ ઉપાશ્રય સુધી આવી. ઉપાશ્રયમાં મોટા સાધ્વીજી બેઠેલા છે. તેમને વંદન કરી.. તેમના ચરણોમાં મસ્તક મૂકી દીધું. રડતાં રડતાં પોતાની આપવીતી કહી. કર્મરાજા કોઈને ય છોડતા નથી. કર્મની ફિલોસોફી એ મોટામાં મોટી ફીલોસોફી છે. જગતમાં જે કાંઈ સારું છે તે શુભ કર્મોનું ફળ છે અને જે કાંઈ દુઃખ આવે Page #99 -------------------------------------------------------------------------- ________________ આ છે તે અશુભ કર્મોનું ફળ છે. માટે મહાપુરૂષો કહે છે કે કર્મના સિદ્ધાંતને . સમજો-ઉઠો-જાગો અને સત્કાર્ય કરવા મંડી પડો. શુભકર્મોને ઉપાર્જન કરીને પુણ્ય મેળવો. શાંતિ મેળવો. એ માટે પ્રભુના માર્ગને સંયમ જીવનને નહીં પણ સાચા ધર્મને તો સમજવો પડશે ને ! અનંતા જન્મોના કર્મો ભેગાં થયેલાં ભોગવતાં ભોગવતાં તો નાકે દમ આવી જાય. બધા કર્મોનો થોડા સમયમાં જો ક્ષય કરવો હોય તો જિનભક્તિ, તેના દ્વારા પૂર્વે સંચિત કરેલા કર્મોનો ખાતમો બોલાઈ જાય. ભગવાનના નામનો જાપ એ ઉત્તમ સાધન છે. હજારરૂપિયાની નોટો ગણતો હોય ત્યારે કેટલા આનંદથી અને એકાગ્રતાથી ગણતો હોય છે. તે ગણતાં ક્યારેય કંટાળો કે થાક લાગે ખરો? ના, આવો આનંદ અને એકાગ્રતા જો ભગવાનના નામનો જાપ કરતાં આવી જાય તો કર્મોનો ખાતમો થયા વિના ન રહે. ભક્તિનો પણ એક રસ હોય છે તેનો પણ સ્વાદ હોય છે. એટલું તો ચોક્કસ જ ને કે જાપ કરતાં કરતાં પાપબંધ તો નહીં થાય ને ! પદાર્થનું સ્મરણ કરવાથી પદાર્થો મળી જવાના છે? ઉલ્ટાનું આર્તધ્યાનથી પાપબંધ થશે. અંત સમયે એક ક્ષણ પણ જો પ્રભુનું નામ સ્મરણ યાદ આવી જાય તો સદ્ગતિ થાય છે. અરે ! પાંચ મિનિટનું કરેલું સ્મરણ જો ઉત્તમગતિ આપતું હોય તો કલાકોમહિનાઓ અને વર્ષો સુધી કરેલું પ્રભુનું સ્મરણ શું ન આપે અને અંત સમયે જો પદાર્થોનું સ્મરણ કરો તો શું થાય? દુર્ગતિ જ ને ! માટે હવે પદાર્થોનું સ્મરણ છોડીને પરમેશ્વરનું સ્મરણ ચાલુ કરી દો. શાસ્ત્રમાં અનેક મહાનુભાવોની વાત આવે છે. અનેક કુકર્મોને કરનારો આત્મા જો પ્રભુના શરણે જાય તો તરી જ જાય. આવું કર્મોનું વિજ્ઞાન જૈન શાસ્ત્રો સિવાય ક્યાંય જોવા મળતું નથી. આ રાણીને પણ કોઈ પૂર્વજન્મનું કર્મ ઉદયમાં આવ્યું છે જેથી... રાજમહેલની બહાર જેણે ક્યારેય પગ મૂક્યો નથી.. તો પાણી માગતાં જ્યાં દૂધ હાજર થાય છે. અનેક દાસદાસીઓ જેની સેવામાં હું ઉપસ્થિત હોય છે તે આજે કર્મરાજાના ફટકાથી એકલી-અટૂલી રસ્તે રઝળતી કરે Page #100 -------------------------------------------------------------------------- ________________ પર બની ગઈ છે... પણ કોઈ પુન્યકર્મ કરેલું હશે તેથી તેને સાધ્વીજીનો સાથ મળ્યો.-મહત્તરા સાધ્વીજીએ તેને આશ્વાસન આપ્યું. રાણીએ તેમની પાસે દીક્ષાની માંગણી કરી. સાધ્વીજીએ તેને યોગ્ય જાણીને દીક્ષા આપી. ખૂબ સુંદર આરાધના કરે છે. - હવે બન્યું એવું કે રાણીએ દીક્ષા લીધી ત્યારે તેના ઉદરમાં જરાક ગર્ભ હતો. દિવસે દિવસે તે ગર્ભ તો વધવા લાગ્યો. દીક્ષા નહીં આપે એ બીકથી રાણીએ આ વાત છૂપાવી રાખેલી. હવે રાણીએ સત્ય હકીકત કહી. સાધ્વીજી વિચક્ષણ અને ગંભીર હતા. તેમણે એક શય્યાતર શ્રાવિકાને આ વાત જણાવી. શ્રાવક-શ્રાવિકાઓ સાધુ-સાધ્વીઓના મા-બાપ છે. મા-બાપ જેમ પોતાના પુત્રને વહાલ પણ કરે અને ભૂલ હોય તો ઠપકો પણ આપે. તેમ શ્રાવક-શ્રાવિકાઓ પણ સાધુ-સાધ્વીની ગોચરી-પાણી વગેરેથી ભક્તિ પણ કરે અને જરાક આડા-અવળા ચાલતા હોય તો ઠપકો પણ આપી શકે. આ શ્રાવિકાએ મા-બાપની જેમ તેની તમામ જવાબદારી ઉપાડી લીધી. તેણે ભોંયરામાં રાખવામાં આવી. જેથી શાસનની અવહેલના ન થાય. સમય વીતતો ચાલ્યો. રાણી સાધ્વીએ પુત્રને જન્મ આપ્યો. પુત્ર ખૂબ તેજસ્વી છે. મૂળ તો રાજબીજ છે ને? શય્યાતર શ્રાવિકા તે પુત્રનો ઉછેર કરવા લાગી. રાણી તો પુત્રને જન્મ આપીને પાછા સાધ્વી ગણમાં આવી ગયા. બાળ સંસ્કાર માટે શું કરશો? પુત્રનું ખુદ્ગ કુમાર એવું નામ રાખવામાં આવ્યું. તે આઠ વર્ષનો થયો. પુત્ર સમજણો થયો ત્યારથી જ તેમાં ધર્મના સંસ્કારો સિંચવા માંડ્યા હતા. બાળકનું માનસ કોરી સ્લેટ જેવું હોય છે. એમાં તમે જેવા આંકડા પાડશો તેવા પડશે.. આજના છોકરાઓનું સંસ્કારધન પ્રાયઃ ખલાસ થઈ ગયું છે. તેમાં મોટો ફાળો મા-બાપનો છે. મા-બાપ પોતાના છોકરાને વઢીને સ્કૂલે ને મોકલશે પણ ક્યારેય વઢીને એને પાઠશાળામાં મોકલે છે? સ્કૂલે નહીં જાય 6 હું તો એનું ભવિષ્ય બગડશે એમ માને છે પણ ધર્મના પાયાના સંસ્કારો નહીં કરે Page #101 -------------------------------------------------------------------------- ________________ T મળે તો એનું આ જીવન નહીં પણ અનેક જન્મો બગડશે એનો ક્યારેય / વિચાર આવે છે ખરો? મારો દિકરો ભણીને વકીલ બને. ડોક્ટર બને...ઓફિસર બને... એવું ઈચ્છો છો પણ એવી ઈચ્છા ક્યારેય થાય છે કે મારો દીકરો મહાન સાધુ બને અને અનેકને તારનારો બને. હવે આ આઠ વર્ષના બાળકને આપેલા સંસ્કારો બાળકને ક્યાં લઈ જાય છે અને દાક્ષિણ્યતાથી એના જીવનમાં કેવો મોટો ફેરફાર થાય છે તે આગળ જોઈશું. ભાદરવા સુદ-૧૩ સ્વાર્થી સંસાર.... : સંસાર એકલો સ્વાર્થથી જ ભરેલો છે જેની પાછળ જીંદગીની અમૂલ્ય તકો ખર્ચી નાખી તન-મન-ધન બધું જ વેડફી નાખ્યું એ વ્યક્તિ જો છે આપે તો કેવી દશા થાય? ન સહી શકાય, ન કહી શકાય કે ન રહી શકાય આવી દશા છે. છતાં લોકો દલીલ કરે છે કે શું કરીએ સાહેબ સમજીએ છીએ કે સંસાર સ્વાર્થથી જ ભરેલો છે છતાં પણ પનારે પડ્યું નીભાવવું પડે છે એમ કરીને મન વાળે છે. આ સંસાર પર તેને નફરત નથી જાગતી. આ મોહ માણસને ભવમાં રખડાવે છે. જગતના તમામ માણસો જુઓ, બધા પોતાના જ સ્વાર્થની વિચારણા કરતાં હોય છે. જ્યારે સાધુનું જીવન સતત પરમાર્થથી જ ભરેલું છે. કોઈ માખીને કે કોઈ કીડીને પણ ઈજા થવી ન જોઈએ. સમાગમમાં આવનારનું સતત ભલું જ ઈચ્છતા હોય. જગતના જીવોનું સતત ભલું જ ઈચ્છનારા એવા અજિતસેનસૂરિ મહારાજ સાવથી નગરીમાં પધાર્યા છે. માતા સાધ્વીજી સાથે ખુલ્ગકુમાર આચાર્ય ભગવંતને વંદન કરવા આવે છે. બાલ્યવયમાં જ સંયમ ગ્રહણ કરવાની અદમ્ય ઈચ્છાથી ખુદગકુમાર આચાર્ય ભગવંત પાસે પ્રવજ્યાની માંગણી કરે છે. માતા સાધ્વીજીની પણ ઈચ્છા છે કે મારો દિકરો મહાન ને શાસન પ્રભાવક બને. તેથી માતાએ પણ અનુમતિ આપી. આઠ વર્ષની 4 નાની વયમાં જ સંયમજીવનનો સ્વીકાર કરે છે. સુંદર આરાધના પૂર્વક કે Page #102 -------------------------------------------------------------------------- ________________ છે નિરતિચાર સંયમ જીવનનું પાલન કરે છે. ૧૨ વર્ષ સંયમ પર્યાય થયો. , ૨૦ વર્ષની યુવાન વય થઈ. એક વાર ક્યાંક બહાર ગયેલા છે ત્યાં યુવાન મિત્રોને ક્રીડા કરતાં જુએ છે. અનાદિકાળના સંસ્કારો આત્મામાં પડેલા છે. ક્રીડા જોતાં જ તેમનું મન ચલાયમાન થયું. સંયમજીવન પાળવું હવે દુષ્કર બનવા લાગ્યું. મન ભોગી તરફ ખેંચાવા લાગ્યું. આત્મા નિમિત્તવાસી છે. જેવું નિમિત્ત મળે તેવો તે બની જાય છે માટે તો મહાપુરૂષો કહે છે કે હમેશાં શુભભાવોમાં-શુભનિમિત્તોમાં મનને પરોવેલું રાખો. આ મુનિવરનું મન હવે ધર્મધ્યાન છોડીને આર્તધ્યાનમાં ડૂબેલું રહેવા લાગ્યું. સાથે રહેલા મુનિવરને પોતાની ઈચ્છા જણાવી. સહમુનિવરે ઘણી રીતે સમજાવ્યા છતાં મન પડ્યું તે હવે ઉંચે ચડવા માંગતું નથી. છેવટે માતા સાધ્વીજી પાસે ગયા. વેશ છોડવાની અનુમતિ માંગે છે. માતા ઘણી રીતે સમજાવે છે છતાં હવે સંયમજીવનમાં રહેવા તૈયાર થતા નથી. બાળમુનિની દાક્ષિણ્યતા... :- અંતે માતા સાધ્વીજી કહે છે કે ભાઈ તારી ઈચ્છાથી તુ સંયમજીવનમાં બાર વર્ષ રહ્યો હવે મારી ઈચ્છાથી બાર વર્ષ રહે. ભલે સંયમજીવન પ્રત્યેનો રસ ખૂટી ગયો છે પણ જીવનમાં દાક્ષિણ્યતાનું બીજ પડેલું છે. તેથી એમ વિચારે છે કે મા કહે છે તો મારાથી ના કેમ પડાય ? માની શરમ આડી આવે છે. તમે ક્યારેય તમારા મા-બાપનો વિચાર કરો છો ખરા? આજના મા-બાપની દશા અને વ્યથા જોઈએ છીએ ત્યારે અમારા હૃદય કંપી ઉઠે છે. ઘરમાં કોઈજ વેલ્યુ નહીં. દીકરાનો દીકરોય દાદા-દાદીની સામે બોલતાં ખચકાય નહીં. ઘડીવારમાં ઉતારી પાડે. મા-બાપના નિસાસાથી તો મોટાભાગના ઘરોમાં ક્લેશ-અશાંતિ વ્યાપેલી છે. મા-બાપની દુઆ જ આ બધા રોગોની મોટામાં મોટી દવા છે. જે ઘરમાં મા-બાપની પૂજા થતી ને હશે તે ઘર સ્વર્ગ જેવું હશે. ત્યાં સદાય શાંતિ વર્તતી હશે. ખુદુગકુમારે જ માની આજ્ઞાથી ૧૨ વર્ષ સંયમ જીવન પાળ્યું. ૧૨ વર્ષ પૂરા થતાં ફરી Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૨ TO મા પાસે અનુમતિ માંગે છે. મા કહે છે કે બેટા! મારા કરતાં મારા ગુરૂણીજી તા. * મોટા છે તેમની અનુમતી લઈને જા. ગુરૂણીજી પાસે જાય છે. અનુમતિ માંગે છે. ગુરૂણીજી કહે છે કે તારી માતાની આજ્ઞાથી તું બાર વર્ષ રહ્યો તો હવે મારી આજ્ઞાથી નહીં રહે? દાક્ષિણ્યતાથી ના નથી પાડી શકતો. ગુરૂણીજીની આજ્ઞાથી બીજા બાર વર્ષ રહે છે. આમ કરતાં-કરતાં આચાર્ય મહારાજની આજ્ઞાથી, ઉપાધ્યાય મહારાજની આજ્ઞાથી બાર-બાર વર્ષ સંયમજીવન પાળે જાય છે. ઉંમર પણ વધતી જાય છે ૬૮ વર્ષ તો થઈ ગયા. છેવટે હવે કંટાળી ને મા પાસે જાય છે માએ પણ જોયું કે હવે ખેંચવામાં મજા નથી. ભવિતવ્યતા પ્રમાણે જ થશે એમ સમજીને રજા આપે છે. સાથે ઘણા સમયથી સંતાડીને રાખેલી રાજમુદ્રા અને રત્નકંબલ આપે છે. અને કહે છે કે તું સાકેતનગરમાં જજે અને પુંડરીક રાજાને આ વીંટી બતાવજે તેઓ તને રાજ્યમાં ભાગ આપશે. માનો જીવ છે ને? ખુદુગકુમાર વેશ મૂકીને વીંટી-રત્નકંબલ લઈને નીકળે છે. સાકેત નગરમાં આવે છે. બહોત ગઈ થોડી રહી : રાજમહેલે પહોંચે છે. રાત પડી ગઈ છે. રાજમહેલના આંગણામાં એક મોટું નાટક ભજવાઈ રહ્યું છે. નર્તિકા નાચી રહી છે. ઘણા સમયે આવું જોવાનું મળ્યું છે તેથી ખુદુગકુમાર ત્યાં જોવા માટે ઉભા રહી જાય છે. રાત પુરી થવા આવી છે. નર્તકીના પગ હવે લથડિયાં ખાઈ રહ્યા છે. આંખમાં ઉંઘ ભરાણી છે. પણ નર્તકીને હજુ કાંઈ દાન મળ્યું નથી તેથી તે નાચી રહી છે. થાકને કારણે તાલ તૂટી રહ્યો છે ત્યાં મુખ્ય નાયિકા તેને સાંકેતિક ભાષામાં કહે છે કે “બહોત ગઈ થોડી રહી, થોડી અબ ભી જાય, થોડી દેરકે કારણે રંગમે ભંગ ન આય'' આ દુહો સાંભળતાં જ પ્રતિબોધ પામેલા ખુદુગકુમારે પોતાના હાથમાં તે રહેલી વીંટી અને રત્નકંબલ નર્તિકા તરફ ફેંક્યા. તથા યુવરાજ યશોભદ્ર # કુંડલ, શ્રી કાન્તાનામની સાર્થવાહની પત્નીએ હાર, જયસંધિ નામના મંત્રીએ કરે Page #104 -------------------------------------------------------------------------- ________________ - કંકણ અને કર્ણપાલ નામના મહાવતે રત્નનો અંકુશ ફેંક્યો. આ પાંચ વસ્તુઓ , લાખ-લાખના મૂલ્યવાળી છે. નર્તિકાને તો મહાલાભ થઈ ગયો. રાત પૂરી થઈ. રાજાએ ખુદ્ગકુમારને પૂછ્યું કે ભાઈ તે કેમ આટલું બધું દાન આપ્યું ? ખુદ્ગકુમારે પોતાની આખી કથની કહી સંભળાવી. રાજા કહે કે સારું તું આ રાજ્ય લઈ લે.. કુમારે કહ્યું કે ના હવે તો હું પાછો ગુરૂ મહારાજ પાસે જઈશ અને પ્રાયશ્ચિત્ત લઈને આત્મકલ્યાણ સાધીશ. જીંદગીના મોટા ભાગના વર્ષો તો વીતી ગયાં. હવે થોડા માટે શું કામ ગુમાવું? નાયિકાના દુહાએ મને બોધપાઠ આપ્યો તેથી હું ખુશ થઈ ગયો અને વીંટી તથા રત્નકંબલ મેં તેને આપી દીધાં. યુવરાજ યશોભદ્રને પૂછે છે કે તે કેમ મહામૂલ્યવાન એવા કુંડળો ભેટ આપ્યા? યુવરાજ કહે હે રાજન્ ! મને એવો વિચાર આવેલો કે રાજા વૃદ્ધ થયો છતાં પણ રાજગાદીને છોડતો નથી તેથી તેને મારી નાખીને હું રાજસિંહાસન પર બેસું. આ વિચારનો અમલ જ કરવાનો હતો ત્યાં નાયિકાના દુહાએ મને ચેતવ્યો. હવે રાજા કેટલો કાળ જીવવાનો છે પછી તારા હાથમાં જ રાજ્ય છે ને ! હું એક હત્યાથી બચી ગયો. તેની ખુશાલીમાં મેં કુંડલ ભેટ આપ્યા. સાર્થવાહની પત્નીને પૂછયું કે તે કેમ હાર ભેટ આપ્યો? તેણે કહ્યું કે મારો પતિ લાંબા સમયથી પ્રવાસે ગયેલો છે. કામથી વિહ્વળ બનેલી એવી મેં અન્યપુરૂષને સેવવાનો વિચાર કરેલો પણ આ દુહાથી મને બોધ મળ્યો તેની ખુશાલીમાં મેં કિંમતી હાર ભેટ આપ્યો. મહાવત ને બોલાવ્યો. તેને પૂછ્યું કે તે રત્નનો અંકુશ કેમ ભેટ આપ્યો? મહાવત કહે કે મને અમુક વૈરીરાજાએ ઘણું દ્રવ્ય આપીને ફોડ્યો હતો. રાજાનો પટ્ટહસ્તિ આપવાની શરતે. હું વિમાસણમાં હતો કે શું કરવું? આના દ્વારા હું પ્રતિબોધ પામ્યો. તેથી રત્નઅંકુશ ફેંક્યો. હવે મંત્રીને પૂછ્યું કે તમે કંકણ કેમ ભેટ આપ્યા? મંત્રીએ કહ્યું કે મને એક તે રાજાએ આપને મારી નાખવા માટે પ્રલોભિત કર્યો હતો. હું વિચારમાં હતો હ્યું કે રાજાને મારવા કે ન મારવા.. આ દુહાએ મને પ્રતિબોધ્યો તેથી મેં કંકણ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ભેટ આપ્યા. અંતે બધા પ્રતિબોધ પામીને ખુદ્દગકુમાર પાસે પ્રવ્રજ્યા લે છે. ખુદ્દગકુમાર ગુરૂ પાસે આવે છે. ગુરૂ મહારાજ તેમની ખૂબ પ્રશંસા કરે છે. આમ દાક્ષિણ્યગુણથી લાંબા કાળ સુધી પ્રવ્રજ્યાનું પાલન કરીને અંતે મુક્તિ સુખના ભોક્તા બને છે. જો દાક્ષિણ્ય ગુણ ન હોત તો આટલા લાંબા સમય સુધી અનિચ્છાએ પણ સંયમ જીવનનું પાલન કરત નહીં. એક વ્યક્તિએ કેટલાને તાર્યા. જીવનમાં આ ગુણ ખૂબ જરૂરી છે. કોઈ પર્વના દિવસે આપણે કંઈ નહીં કરતા હોય અને કોઈક આવીને આપણને કહે કે ભાઈ ! આજે તો મોટો દિવસ છે પૂજા તો કરવી જ જોઈએ. અમુક તપ તો કરવો જ જોઈએ. જો આ ગુણ પડ્યો હશે તો આપણે આંખની શરમે પણ કરીશું. આમ ધર્મને યોગ્ય શ્રાવક એ દાક્ષિણ્યગુણથી યુક્ત હોવો જોઈએ. ભાદરવા સુદ-૧૪ ધર્મને યોગ્ય શ્રાવકનો નવમો ગુણ-લજ્જા જગતમાં પદાર્થોની ગમે તેટલી શોધો થશે, ગમે તેવા પદાર્થો આંખને આંજી દેવા માટે તૈયાર થશે પણ એ બધું ક્યાં સુધી ? આંખ મીંચાય ત્યાં સુધી જ ને ! બધી શોધો ભલે આશ્ચર્યકારક લાગતી હોય પણ છેવટે તેનું મૂલ્ય કંઈ જ રહેતું નથી. આ બધી શોધો કદાચ અમૂક કાળ સુધી અમૂક પ્રશ્નો ઉકેલી શકશે પણ શું જનમો-જનમના પ્રશ્નો ઉકેલી શકશે ? ના, જનમો-જનમના પ્રશ્નોને ઉકેલવાની તાકાત ધર્મમાં છે. બીજી કોઈ ગમે તેટલી અમૂલ્ય ચીજ હોય પણ તેમાં આ સામર્થ્ય નથી. ધર્મ માટે પહેલાં પાત્રતા કેળવો. શાસ્ત્રકારો કહે છે કે સંપત્તિઓ પાત્રમાં પોતાની મેળે આવીને ઉભી રહે છે. પાત્રતા આવશે તો મોક્ષ પોતાની મેળે મળશે એની ઝંખના શું? તું કોઈ વસ્તુની શોધ કરીશ નહીં, સંપત્તિઓ તારી શોધ કરી રહી છે. લક્ષ્મી એ સ્વયંવરા સ્ત્રી જેવી છે તે શોધવા જશો તો મળશે નહીં. પણ આજે માણસ ધર્મ ને બદલે ધનની પાછળ ઘેલો બન્યો છે. કદાચ કોઈ જીવાત્મા ધર્મને ઈચ્છે તો પણ ધર્મની સાચી સમજણ નહીં Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ન હોવાને કારણે તેમાં અટવાઈ જાય છે. ધર્મના પાયામાં લજ્જા : કોઈપણ કાર્યનો પાયો મજબૂત હોવો જોઈએ. અરે ! ટેબલ પર ચડીને કોઈ વસ્તુ લેવી હોય તો ટેબલના પાયા સ્થિર હોવા જોઈએ. જો હાલકડોલક હોય તો પડી જ જવાય ને ! મકાનનો પાયો પણ મજબૂત હોવો જોઈએ. તો ત્રણે લોકના સર્વોત્તમ સુખને પામવા માટેનો ધર્મનો પાયો મજબૂત હોવો જ જોઈએ. પૂ. શાંતિસૂરિ મહારાજ ધર્મના પાયાના તત્ત્વો સમજાવી રહ્યા છે. ધર્મ કરનાર માણસ લજ્જાળુ હોવો જોઈએ. લજજાને તો ગુણોની માતા કહેવામાં આવે છે. ગુણ એટલે દોરી. દોરીના સામા છેડે કોઈ ચીજ બાંધેલી હોય તો દોરી ખેંચતા એ ચીજ આવે કે ન આવે? આવે જ, તેમ એક ગુણ જો જીવનમાં હોય તો ઘણા ગુણોને ખેંચી લાવે છે. લજ્જાળુ માણસ ઘણા અકાર્યોથી બચી શકે છે. આજે મોટાભાગના માણસોના જીવનમાંથી આ ગુણ લુપ્તપ્રાય થઈ ગયો છે. પહેલાં ઘરોમાં કેટલી બધી મર્યાદા રહેતી- સસરા ઘરમાં બેઠા હોય ત્યાંથી વહુ નીકળી પણ ન શકે. પહેલાં માણસ ગામને પરણતો અર્થાત્ પરણીને વહુ લઈને આવે તો એમ કહેવાય કે આ અમારા ગામની વસ્તુ છે. ઘરની બહાર નીકળે કે મોં પર લાજનો પડદો આવી જ જાય. આખા ગામની મર્યાદા તેણે જાળવવી પડતી. ભલે તે મોટા ઘરની વહુ હોય છતાં ગામના નાનામાંનાના ઠાકોરની પણ એણે લાજ કાઢવી પડતી. અત્યારે આ મર્યાદા તો નીકળી જ ગઈ છે. ધીમે-ધીમે ગામમાંથી કુટુંબને પરણતો થયો.. અર્થાત કુટુંબમાં જે વડીલો હોય સાસુ-સસરા-જેઠ-મામાજી-કાકાજી વગેરેની લાજ કાઢે. જમાનો બદલાતો ગયો. એ પણ ગયું. હવે તો ધણીને જ પરણે છે. સાસુ-સસરાને મારે શું લેવા દેવા ? સસરાની સામે બેધડક બોલતી ન હોય. કોઈ મર્યાદા જ નહીં. વસ્ત્રો પણ અમર્યાદિત જ પહેરે.. અરે ! K એથીયે આગળ વધીને આજનો જમાનો કહે છે કે અમે અમારી જાતને Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ને જ પરણીએ છીએ. ધણીનેય નહીં. આજે સ્ત્રીને સંપૂર્ણ સ્વાતંત્ર્ય જોઈએ ? ' છે. ઘરના માણસોની ઈચ્છા પ્રમાણે તેને ચાલવાનું નહીં પણ તેની ઈચ્છા પ્રમાણે ઘરના માણસોએ ચાલવું જોઈએ. જો ક્યાંક એની જીદ પૂરી ન થઈ તો છૂટા-છેડા. આજે આપણો સમાજ કોળી-વાઘરી જેવો થઈ ગયો છે. લજ્જા જતાં બધું જ ચાલ્યું ગયું. અરે ! સાસુ-વહુ અને દીકરી ત્રણે સાથે વંદન કરવા આવ્યા હોય તો પૂછવું પડે કે આમાં સાસુ કોણ ને વહુ કોણ? ત્રણેના વેશ એક જ સરખા હોય. દહેરાસર-ઉપાશ્રયમાં કોઈ મર્યાદા જ નહીં. પહેલાના યુગમાં સ્ત્રીઓના માથા ક્યારેય ખૂલ્લાં જોવા મળે જ નહીં, જ્યારે આજે દુનિયા ઉંધી છે. સ્ત્રીઓ ક્યાંય માથે ઓઢેલી જોવા જ મળે નહીં. પણ જીવનમાં જો લજ્જા નામનો એક ગુણ આવે તો કેવલજ્ઞાન સુધી પહોંચાડે છે તે આ પ્રમાણેચંડરુદ્રાચાર્યને શિષ્ય : એક નગરમાં ચંડરુદ્ર નામના આચાર્ય કોઈ ઉદ્યાનમાં રહેલા છે. તેમને સંજ્વલન કષાયનો ભયંકર ઉદય હતો તેથી વારે ઘડીએ શિષ્યો પર ગુસ્સે થઈ જતા હતા. નિમિત્ત મળતાં જ ક્રોધ આવી જાય છે. તેથી નિમિત્તથી જ દૂર જતો રહું આમ વિચારીને તેઓ એકાંત સ્થાનમાં શિષ્યોથી થોડે દૂર ધ્યાન-સ્વાધ્યાયમાં મસ્ત રહેવા લાગ્યા. એકવાર નવપરિણીતનો જેણે વેષ પહેરેલો છે એવો એક શ્રેષ્ઠિપુત્ર કેટલાક સમવયસ્ક મિત્રોની સાથે તે જ ઉદ્યાનમાં ક્રીડા કરવા આવ્યો. મિત્રોએ મુનિઓને જોયા. અને તેમને વંદન કરવા બધા આવ્યા. ભાવથી નહીં પણ મજાકમાં વંદન કર્યું. વંદન કર્યા પછી કોઈ ટીખળી મિત્ર મુનિને કહ્યું કે હે ભગવન્! આ શ્રેષ્ઠિપુત્રને કુરૂપ કન્યા મળવાથી વૈરાગ્ય આવી ગયો છે માટે તે આપની પાસે દીક્ષા લેવા આવ્યો છે. મુનિઓએ જોયું કે આ બધા મજાક-મશ્કરી કરે છે માટે ને ધ્યાન ન આપ્યું. તેથી પેલો ટીખળી મિત્ર વારંવાર કહેવા લાગ્યો. મુનિઓ : % કંટાળ્યા. પોતાના સ્વાધ્યાયમાં આ લોકો ખલેલ પાડતા હોવાથી તેમને દૂર છે Page #108 -------------------------------------------------------------------------- ________________ તે કરવા માટે એક મુનિએ કહ્યું કે જાઓ પેલે દૂર અમારા ગુરૂમહારાજ છે || તે દીક્ષા આપશે. ટીખળી ટોળું પહોંચ્યું ગુરૂ મહારાજ પાસે. ત્યાં જઈને પણ તોફાન મસ્તી કરતાં-કરતાં વારંવાર આચાર્ય મહારાજને કહેવા લાગ્યા.. કે આને દીક્ષા આપો. આને દીક્ષા આપો... આચાર્ય મહારાજ કંટાળ્યા. ગુસ્સામાં આવી ગયા. એકદમ પેલા શ્રેષ્ઠિપુત્રનો હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યો અને પૂછ્યું કે તારે દીક્ષા લેવી છે ને ! પેલો તો મજાકમાં હા-હા કરવા લાગ્યો. આચાર્ય મહારાજ તરત જ પાસે કુંડીમાં પડેલી રાખથી ફટોફટ લોન્ચ કરવા લાગ્યા. બીજા મિત્રો તો બૂમાબૂમ કરવા લાગ્યા. પણ આ શ્રેષ્ઠિપુત્રમાં લજ્જા નામનો ગુણ હતો. તેથી તે તો ચૂપચાપ બેસી રહ્યો. તેણે વિચાર્યું કે સજ્જનપુરૂષના આળસમાં પણ બોલાયેલા અક્ષરો પથ્થર પર ટાંકણાથી કોતરાયેલા શિલાલેખની જેમ અન્યથા થતા નથી. એમ સમજીને તેણે કહ્યું કે ભગવન્! એ લોકોનું હવે ન સાંભળશો. મને આપનું વચન પ્રમાણ છે. આચાર્ય ભગવંતે જોયું કે છોકરો લજ્જાળુ તેમજ સજ્જન છે તેથી દીક્ષા આપવામાં વાંધો નથી. મુંડન કર્યા પછી તરત જ વેશ આપ્યો. એવામાં સાંજ પડી ગઈ. ટીખળી મિત્રોનું ટોળું તો પહોંચ્યું નગરમાં. આ બાજુ આ નવદીક્ષિત શ્રેષ્ઠિપુત્રે વિચાર્યું કે આ લોકો જો નગરમાં જઈને મારા સગાસંબંધીઓને કહેશે તો હમણાં જ તે બધા દોડતા આવશે. અને આ વેશ છોડાવીને રહેશે. માટે તેણે આચાર્યભગવંતને વંદન કરીને વિનંતી કરી કે ગુરૂદેવ ! આપે મને દરિદ્રમાંથી ચક્રવર્તિ બનાવ્યો. કારણ કે ગૃહસ્થીપણું એ ભિખારીપણું છે. તે વિષયોની ભીખ માંગે છે જ્યારે સંયમીપણું એ ચક્રવર્તિપણું છે તે મોક્ષસુખનો ભોક્તા બને છે. આપ મારા પરમ ઉપકારી છો. હમણાં નગરમાંથી મારા સ્વજનોનું ટોળું આવશે. મને તેમજ આપને પણ ખલેલ કરશે. તેથી મારી એક વિનંતી માનો... છે. આપણે અત્યારે જ વિહાર કરીને ક્યાંક ચાલ્યા જઈએ. ગુરૂજી કહે કે મને 6 K આંખે બરાબર દેખાતું નથી. છતાં તું રસ્તો જોઈ આવ. વિનીત શિષ્ય Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૮ તે ઉઠ્યો. તરત જ થોડે દૂર સુધી રસ્તો જોઈ આવ્યો. ગુરૂ-શિષ્ય બન્ને ચાલવા , માંડ્યા.. અંધારું જામવા માંડ્યું. અજાણ્યો રસ્તો છે વળી ગુરૂમહારાજને આંખે દેખાતું નથી તેથી ડગલે ને પગલે ઠોકરો વાગવા માંડી. સંવલનક્રોધ ઉછળ્યો... આવો માર્ગ તે જોયો ? એમ બોલતા પાસે રહેલો ડાંડો શિષ્યના તાજા જ કરેલા લોચવાળા માથા પર ઠોક્યો. આમ વારંવાર ઠોકરો વાગવાથી ક્રોધ ભભૂકી ઉઠે છે અને શિષ્યને માથા પર ડાંડાના પ્રહાર પડે છે. માથામાંથી લોહીની ધારા વહે છે છતાં આ વિનયીશિષ્ય મનમાં વિચારે છે કે અરેરે ! આ મહાત્મા ને મેં કેવા સંકટમાં નાખ્યા? એ તો એમના સ્વાધ્યાયમાં મગ્ન હતા. મેં જ એમને આવી મુશ્કેલીમાં મૂક્યા ... શું કરું? ત્યાં વિચાર ફૂર્યો. ગુરૂ મહારાજને કહે કે ગુરૂદેવ ! આપ મારા ખભા પર બેસી જાઓ, જેથી આપને મુશ્કેલી ન પડે. ખભા પર ઉંચકીને ચાલે છે. છતાં અંધારું હોવાને લીધે રસ્તામાં ખાડા-ટેકરા આવે એટલે શિષ્ય પણ પોતાની જાતને મહા મુશ્કેલીઓ પડતી બચાવે છે. ખભા પર બેઠાં બેઠાં પણ ગુરૂમહારાજને શ્રમ પહોંચતો હોવાથી ગુસ્સે થાય છે. લજ્જાળુ-વિનયી શિષ્ય મનમાં વિચારે છે કે પ્રભાત થશે એટલે મારા ગુરૂમહારાજની હું એવી સરસ સેવા કરીશ કે તેમનો બધો થાક ઉતરી જશે.. આવી સુંદર વિચારધારામાં ચડે છે. અને આપણે હોઈએ તો... કોઈએ એક કડવો શબ્દ કહ્યો હોય તો આપણે સામે ચાર શબ્દો કહીએ. શબ્દનો પ્રહાર પણ આપણાથી સહન થઈ શકતો નથી ! કેવો ગુણિયલ એ શિષ્ય ! ગુરૂને મુશ્કેલીમાં મુક્યા એ પશ્ચાત્તાપનો અગ્નિ એવો જોરદાર ભભૂક્યો કે એમાં બધાં જે કર્મોરૂપી ઈશ્વન બળીને સ્વાહા થઈ ગયા. અને નિર્મળ એવું કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. હવે જ્ઞાનના પ્રકાશમાં રસ્તો બરાબર દેખાવા લાગ્યો. તેથી શિષ્ય જરાય સ્કૂલના પામ્યા વિના સડસડાટ ચાલે છે. ગુરૂજીને તો થયું કે હવે કેમ ઠોકરો નથી આવતી? શાંત થયેલા એવા તેમણે પૂછ્યું હતું ત્ કે આર્ય ! હવે કેમ બરાબર ચાલે છે? ઠોકરો કેમ નથી વાગતી ? તેણે કરે Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૯ કહ્યું કે હવે માર્ગ બરાબર દેખાય છે માટે. આંખથી દેખાય છે કે જ્ઞાનથી ? તેણે કહ્યું કે જ્ઞાન દ્વારા. ગુરૂદેવ ચમક્યા... પૂછ્યું કે કયા જ્ઞાનથી ? આવીને ચાલ્યું જાય તેવું કે ન ચાલ્યું જાય તેવું? ગુરૂદેવ આપની કૃપાથી ચાલ્યું ન જાય તેવું અર્થાત્ કેવલજ્ઞાન... ત્યાં તો પ્રભાત થયું. શિષ્યના મસ્તક પર રહેલા લોહીના ડાઘ જોઈને તેમનું મન ખૂબ પશ્ચાત્તાપ અનુભવવા લાગ્યું. ગુરૂદેવનો આત્મા પશ્ચાત્તાપે ચડ્યો... અરેરે ! મેં કેવલીની આશાતના કરી.. તેમણે પોતાની જાતને ધિક્કારવા માંડી.. ધિક્કાર છે મારા પાંડિત્યને, ધિક્કાર છે મારા ઉંમરના પરિણામને અને ધિક્કાર છે મારા દીર્ઘશ્રમણપર્યાયને, કે જેના વડે મેં મારો ક્રોધરૂપી પિશાચ વશ ન કર્યો. જુઓ ને ! આ હજુ આજના જ દીક્ષિતે પોતાનું કાર્ય સાધી લીધું. આમ મહાવૈરાગ્યમાં ડૂબેલા ગુરૂદેવને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે લજ્જાળુ એવા શ્રેષ્ઠિપુત્રે સંયમજીવનને સ્વીકાર્યું અને સુંદર આરાધન કરીને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આમ લજ્જા એ અસંખ્ય પાપોમાંથી બચાવનાર. અને કેવળજ્ઞાન સુધી પહોંચાડનાર સર્વ ગુણોની માતા છે. ભાદરવા સુદ-૧૫ ધર્મને યોગ્ય અધિકારીનો દસમો ગુણ દયા રાજીનામું એ ચાવી સંસાર અને મોક્ષની ચાવીઓ ગુરૂભગવંત બતાવે છે પણ જ્યાં સુધી આપણા હાથમાં સાચી ચાવી આવતી નથી ત્યાં સુધી મોટા-મોટા ચાવીના ઝુડાઓ હોય તો પણ શું કરવાના ? કારણ.. કે જે તિજોરીને ખોલવી હોય તે તિજોરીની જ ચાવી લગાડવી પડે. બાકી જો ચાવીનો ખ્યાલ ના હોય અને એમને એમ મોટી-મોટી ચાવીઓ લગાડીને હેન્ડલ ઘુમાવ્યા કરીએ તો શું તિજોરી ખૂલશે ખરી ? ના, શેઠ રજા આપે એ પહેલાં જ નોકર પોતાની જાતે જ રાજીનામું આપી દે તો એ માનભેર ફરી શકે અને કહી શકે કે શેઠ પગાર બરાબર આપતા ન્હોતા. આવા હતા કે તેવા હતા... Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ છે તેમ આ બધા તમે કાળા-ધોળાં કરીને ભેગા કરેલા પદાર્થો તમને એક દિવસ રજા આપવાના જ છે તો તે રજા આપે તે પહેલાં તમેજ તેને છોડી દો તો ? નાના છોકરાના હાથમાં કોલસો હોય અને એ કોલસાને તેના હાથમાંથી ફેંકાવી દેવો હોય તો પહેલાં તેને ચોકલેટ આપવી પડે. ચોકલેટ આપો કે તરત જ તે કોલસો છોડી દે છે. જો આટલું આ અણસમજું નાનું બાળક પણ સમજી શકતું હોય કે સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ છોડી દેવાની. તો તમે જો આ તુચ્છ પદાર્થો છોડો તો સામે તમને પરમકૃપાળુ પરમાત્મા મળે છે. પણ આપણને પરમાત્માની ઉચ્ચતાનો ખ્યાલ નથી અથવા તો આપણે એ અણસમજુ બાળક કરતાં યે હલકા છીએ... ખણે જાણહિ પંડિયા’ : આકાશમાં કોઈ વાદળી આવે અને માણસ એમ વિચારે કે હાશ...! કેવો સરસ છાંયડો છે. લાવ હવે પથારી કરીને સૂઈ જાઉં. પણ એ વાદળી કેટલી વાર રહેવાની ! એ ચાલી જશે પછી હતું તેવું ને તેવું અજવાળુંતાપ. તેમ જીવનમાં પુણ્યની કોઈ વાદળી આવી છે બધી રીતે સુખી છે પણ ક્યારે એ વાદળી ખસી જશે તેનો શું ભરોસો? માટે તો એક કવિએ કહેલું છે કે – સુત વનિતા ધન યૌવન માતો ગર્ભતણી વેદના વિસરી, સુપનકો રાજ સાચ કરી માયત રાચત છાંહ ગગન બદરી... જેની પાસે પુત્ર છે, ધન છે, યૌવન છે અને સ્ત્રી છે એ મદોન્મત્ત આખલાની જેમ ચારે પગે કૂદી રહ્યો છે... સ્વપ્રમાં કરેલી રાજાશાહી આંખ ઉઘડતાં જ પૂરી થાય છે. સ્વમ બે પ્રકારના છે.- એક આંખ મીંચાય છે એટલે શરૂ થાય છે અને આંખ ઉઘડતાં પુરું થાય છે જે આપણે રોજ રાત્રે જોઈએ જ છીએ.... જ્યારે બીજું સ્વપ્ર આંખ ઉઘડે ત્યારે શરૂ થાય છે અને આંખ મીંચાતા પુરું થાય છે. જે છે આપણું જીવન... મહાપુરૂષો 6 K કહે છે કે આ પાંચ-પચ્ચીસ વર્ષ ઘણા મહત્ત્વના છે. સમય રૂપી મૂડી ચારે રે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ગતિમાં બધાને સરખી મળી છે. દેવો સમયને ભોગ-સુખોમાં વેડફી રહ્યા છે છે. નારકો સમયને આર્તધ્યાનમાં સતત દુઃખમાં વેડફી રહ્યા છે... તિર્યંચો બિચારા અનેક કષ્ટોને સહન કરવામાં પોતાનો સમય વેડફી રહ્યા છે. માનવોને મળેલી સમય રૂપી મૂડી સન્માર્ગે કે અપમાર્ગે વપરાઈ રહી છે.. આ અલ્પ મૂડીથી કેવો વહેપાર કરવો અને કેવો નફો મેળવવો તે માનવ જ સમજી શકે છે. માનવ સિવાય કોઈ પણ જીવની પાસે આવી સમજણ શક્તિ નથી. માટે તો મહાપુરૂષો કહે છે કે “ખણે જાણાતિ પંડિયા'. હે, પંડિત પુરૂષ ! તું ક્ષણને ઓળખી લે.. આ તારી અમૂલ્ય ક્ષણો પાણીના રેલાની જેમ વહી રહી છે. તું તારા આત્માનું હિત સાધી લે. ધર્મને આરાધી લે... જેઓએ ક્ષણને ઓળખી લીધી તેઓ તરી ગયા. અને જેઓ ન ઓળખી શક્યા તેઓ આ સંસારના ચક્રમાં ઘૂમી રહ્યા છે. આસુરી સંપત્તિ કે દેવી ? ભગવાન મહાવીરે ધર્મની પ્રરૂપણા કરી તેમાં મુખ્ય દયાને સ્થાન આપ્યું. દયા વિનાનો ધર્મ એ પ્રાણ વિનાના દેહ જેવો છે. ધર્મનો અધિકારી માણસ દયાળુ હોવો જોઈએ. આજે માણસના જીવનમાં આસુરી સંપત્તિએ પ્રવેશ કર્યો છે. જે સંપત્તિ અન્યાયથી અનીતિથી આવે છે તે સંપત્તિ આસુરી છે અને ન્યાયથી મળેલી સંપત્તિ દેવી છે. આસુરી સંપત્તિ અશાંતિ, વ્યાધિ અને ક્લેશોને લાવે છે જ્યારે દેવી સંપત્તિ શાંતિ, આનંદ અને સંપ વગેરેને આપે છે. આજે દરેક ઘરોમાં અશાંતિનો દાવાનળ ફાટ્યો છે. શેરબજારમાં માણસો વિના મહેનતે લાખો રૂપિયા કમાય છે. તે આસુરી સંપત્તિનો જ પ્રકાર છે. જ્યારે બજાર સાવ બેસી જાય છે ત્યારે મધ્યમવર્ગીય લોકોના હૃદય બેસવા માંડે છે. આજે શેર (સિંહ) બકરી થઈ ગયો છે. લાખો લોકો પોક મૂકીને રડી રહ્યા છે. તેમના નિઃસાસામાંથી મળેલી સંપત્તિથી છે. શેરબજારના રાજાઓ મોજમજા ઉડાવી રહ્યા છે. પેલી કહેવત છે ને કે Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ तलसी हाय गरीबकी कबहं न खाली जाय। मए . ढोरके चामसे लोहा भी भस्म हो जाय । એકબાજુ લોકોને નિર્દય રીતે લૂંટતો હોય અને બીજી બાજુ ધર્મમાં લાખો રૂપિયા ખર્ચતો હોય તો લોકોમાં તે નિંદાપાત્ર બને છે. ભંડારમાં હજાર રૂપિયા ચડાવી દેશે પણ કોઈ દેણદાર બિચારો પીસાતો હશે તો એનો એક રૂપિયો ય માફ નહીં કરે. ત્યારે કહેવાનું મન થઈ જાય કે ભાઈ ! ભગવાનને તારા રૂપિયાની જરૂર નથી, પણ તારી માણસ પ્રત્યેની હમદર્દીની જરૂર છે. આજે માણસમાંથી માનવતા મરી પરવારી છે. પૈસા માટે તો ભાઈ કે બેન કોઈનીય સામે જોવાતું નથી... નિર્લજ્જતા આવી જાય છે. માણસની પાસે ઘણી સંપત્તિ હોય પણ જો પોતાના જ કુટુંબમાં કોઈ દુઃખી હોય તેના ઉપયોગમાં ન આવે તો શું કરવાની ? કહેવાય છે ને કે - बड़े भये तो क्या भये, जैसी लंबी खजूर, पंथी को छाया नहीं, और फल लागत अतिदूर । માણસની પાસે ઘણી સંપત્તિ હોય પણ ઉપરની કહેવત પ્રમાણે જો એ કોઈને ઉપયોગી ન બને તો શું કામનું? સંપત્તિ જે વરદાન રૂપ થવી જોઈએ તેના બદલે શ્રાપ રૂપ બની જાય છે. તમારી સંપત્તિ શેમાંથી આવે છે તેનો તમે જરાયે વિચાર કર્યો છે? લાખો કરોડો પશુઓને મારી નાખીને એના માંસ નિકાસના બદલામાં ડોલરો મળે છે એના બદલામાં બધી મોટી-મોટી મશીનરીઓ મળે છે અને એ મશીનરીઓના ઉત્પાદનમાંથી પ્રાપ્ત થયેલી સંપત્તિ તમારા ઘરમાં આવે છે. મૂળમાં જરા ઉંડા ઉતરો તો ખરા..! અસંખ્ય જીવોની હાય પર તમારી સંપત્તિ ઉભી થયેલી છે. આ વિચિત્ર સરકારે માણસને પાયમાલ કરી નાખ્યો છે. નિઃસાસાના પાયા પર ચણાયેલી તમારી તે વૈભવની ઈમારત કેમ ટકશે ? આપણે બાવીશ અભક્ષ અને બત્રીસ હ હું અનંતકાયની બાધા લઈએ છીએ, એ સારું છે. પણ આ અસંખ્ય જીવોની Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ - હાયમાંથી આવેલું ધન એ પણ અભક્ષ્ય જ છે. હા, સંસારને ચલાવવા માટે, માનભેર ઉભા રહેવા માટે તમારે બધું કરવું પડે છે. કરો. એની અમે જરાયે ના પાડતા નથી પણ પદાર્થોને જોઈને એમાં એવા તો મૂચ્છ ખાઈ ગયા છો કે ભગવાનની આજ્ઞાને ક્યાંયે ફગાવી દો છો. નિર્દય બનીને લોકોને લૂંટી રહ્યા છો તેની સામે વાંધો છે. કોઈને હજાર કે પાંચ હજારનું ઈજેક્શન ખાવું પડે તો તેને હર્ષ થાય ખરો? તેને એમ લાગે ખરું કે તમે તો પાંચપચ્ચીસ રૂપિયાનું જ ખાતા હશો જ્યારે હું તો રોજ પાંચ હજારનું ઈજેક્શન ખાઉં છું? ના, તેમ સંપત્તિ મેળવવી પડે છે માટે મેળવીએ છીએ.... કોઈને લૂંટીને હરખાતો ન હોય. જે માણસ ધર્મના રંગથી રંગાયેલો હોય તેને પદાર્થોમાં આસક્તિ ન થાય. દા.ત. એક ઘડિયાળ તમે ખરીદું. થોડા મહિના ગયા. બીજી જાતનું સુંદર મોડેલવાળું ઘડિયાળ તમારા જોવામાં આવ્યું. આ કાઢીને નવજાતના મોડેલનું ઘડિયાળ તમે ખરીદું. વળી થોડા મહિના વીત્યા.. આવા તો હજારો જાતની મોડેલવાળા ઘડિયાળો બહાર પડશે.. પણ જે વ્યક્તિ શાસ્ત્રના શબ્દોથી રંગાયેલો હોય તે શું વિચારે? તે એમ જ વિચારે કે મારે સમયથી કામ છે ને ! ઘડિયાળના મોડેલ સાથે શું? આ રીતે જગતના તમામ પદાર્થોને જુએ-મૂલવે તો તેની આસક્તિ ઘટતી જાય... અને આસક્તિ ઘટે એટલે વૈભવ વિલાસ, મોજ-શોખમાં ખોટી રીતે વેડફાતી સંપત્તિ બચી જાય. આજે લાખો રૂપિયા ખોટા માર્ગે ખરચાઈ રહ્યા છે. માટે જ માણસને ખોટા ધંધા કરીને પૈસા ઉભા કરવા પડે છે. ભાદરવા વદ-૧ દયા : ધર્મનો મૂળ પાયો જ દયા છે. દયા વિનાનો ધર્મ હોઈ જ ન શકે. શ્રાવક સ્નાન કરતો હોય તો પણ પ્રભુ પૂજા માટે.. અને પૂજા માટે કરેલું ને સ્નાન પુણ્યકર્મને ઉપાર્જન કરનારું બને છે. આજનો કહેવાતો શ્રાવક 6 K નાનમાં બે-ચાર બાલ્ટી પાણીનો ખો વાળી દે છે. તેનું પાણીયારું એ રે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦૪ છે કતલખાનું છે, રસોડું એ કતલખાનું છે, સંડાસ-બાથરૂમ કતલખાનું છે.. , ઘર આખું જ કતલખાનામાં જ ફેરવાઈ ગયું છે. પાણીનો વ્યય એટલો બધો થઈ રહ્યો છે કે હવે તો પૃથ્વીના પેટાળમાંથી પાણી ખૂટવા માંડ્યું છે. રોજની સેંકડો બાલ્ટી પાણી સંડાસ-બાથરૂમમાં ઢોળાઈ રહી છે. છે કોઈ ઉપયોગ ! પાણીને ઘીની જેમ વાપરવાનું વિધાન આવે છે. અરે! તેમજ જૈનોના ઘરો અને બંગલાઓમાં બનાવટી પાણીના ફુવારાઓ મુકવા, ઘાસની લૉન વાવવી, પખવાડીયે પખવાડીયે લૉનોને કપાવવી વિગેરેમાં તેમાં રહેલા બિચારા ત્રસ જીવોનો કચ્ચરઘાણ નિકળી જાય તેવું બધું માત્ર શોભા ખાતર અને તદ્દન બિનજરૂરી કરવામાં આવે છે. આ બધી હિંસામય અને પાપમય પ્રવૃત્તિઓ હોવાથી તત્કાળ બંધ કરવા જેવી છે. પંદર કર્માદાનના ધંધાઓ કરવા તે બધા હિંસાના કારખાનાઓ છે. આ બધું સાચા જૈનોને શોભતું નથી. ધર્મરુચિ અણગાર : વસંતપુર નગરમાં જિતશત્રુ નામના રાજા હતા. તેને ધારણી નામની રાણી હતી. તથા ધર્મરૂચિ નામે પુત્ર હતો. પુત્ર યુવાન વયનો થતાં રાજાએ રાણીને કહ્યું કે આપણા વંશમાં દરેક રાજાઓ પુત્રને રાજ્ય સોંપીને વનવાસ સ્વીકારે છે વાનપ્રસ્થ તાપસ બને છે તેથી હવે હું પણ પુત્રને રાજ્ય સોંપીને વનવાસ સ્વીકારવા માંગુ છું. તમારો દિકરો ઘર સંભાળી શકે તેવો થાય એટલે તમે દીક્ષા લેવાનો વિચાર કરો ખરા ? ના, તમને તો દીકરાના એ દીકરાનો મોહ ખેંચતો જાય... તિરસ્કાર સહન કરે પણ માનભેરનું સાધુજીવન સ્વીકારવાની ઈચ્છા ન થાય. રાણી પણ વનમાં સાથે જવા તૈયાર થાય છે. પુત્રને બોલાવીને વાત કરે છે. પુત્ર પણ નામ તેવા ગુણવાળો. માતા-પિતાને કહે છે કે આપ આ રાજ્યનો ત્યાગ શા માટે તો કરો છો ? માતા કહે છે કે બેટા ! મરતાં સુધી જો રાજ્યવૈભવ છોડવામાં જ A ન આવે તો રાજ્યને અંતે નરક લખાયેલી છે. રાજ્ય ચલાવવામાં અને તે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ટકાવવામાં ઘણું પાપ બાંધવું પડે છે. તે બધા પાપનો નાશ કરવા રાજ્ય છોડી તાપસ બની ફળફળાદિ ખાઈ ગુજરાન ચલાવવાથી તે પાપારંભ અટકી જાય છે અને પ્રભુનું ધ્યાન ધરવાથી તેમના જેવા થવાય છે. તારા પિતાનું નામ જિતશત્રુ છે. તેમણે બધા શત્રુઓ ઉપર જીત મેળવી આ રાજ્યનો વિસ્તાર વધાર્યો છે. પણ અંતરમાં રહેલા છ શત્રુ ઉપર વિજય મેળવવાનો બાકી છે તે છ શત્રુઓ ક્રોધ, માન, માયા, લોભ, મોહને મમતા છે તેને જીતવા માટે રાજ્ય છોડવું જરૂરી છે. રાજકુમારે કહ્યું કે, રાજ્ય જો દુર્ગતિમાં જ લઈ જનારું હોય તો મને શા સારું સોપો છો? હું પણ આપની સાથે જ આવીશ. તમે ક્યારેય તમારા દિકરાને હિતની વાત સમજાવો ખરા ! અરે ! દિકરો તૈયાર થતો હોય ને તો પણ તેને આડું-અવળું સમજાવીને ધર્મથી વિમુખ બનાવી દો. સાધુના સંસર્ગમાં રહેવા જ ન દો. જે માતા-પિતા સંતાનના સાચા હિતસ્વી છે તેઓ પોતાના સંતાનોને સંસારમાં જોડતાં પહેલાં સંસારની ભયાનકતાને સમજાવે. કૃષ્ણ મહારાજા પોતાની પુત્રીઓને સંસારમાં જોડતાં પહેલાં પૂછતાં કે તમારે રાણી બનવું છે કે દાસી બનવું છે? રાણી બનવું હોય તો જાઓ ભગવાન નેમનાથ પાસે. અને જો દાસી બનવું હોય તો સંસારના ઢસરડા ખેંચવા તૈયાર થાઓ. મા-બાપ પોતાના સંતાનની આ ભવની તો ચિંતા કરે જ, સાથે ભવોભવની પણ ચિંતા કરે. રાજકુમારે માતા-પિતા સાથે જ સંસાર ત્યાગની હઠ લીધી... માતા-પિતાએ પણ યોગ્ય જાણી પુત્ર સાથે જ સંસારનો ત્યાગ કરી વાનપ્રસ્થ સ્વીકાર્યો. કોઈ કુટુંબીને રાજ્ય સોંપી દીધું. વનમાં ઝુંપડી બાંધી રહેવા લાગ્યા. જુદી-જુદી આતાપના લેતા. કંદમૂળ તથા ફળાહારથી જીવન નિર્વાહ કરવા લાગ્યા. નજીકમાં તાપસાશ્રમમાં બીજા પણ ઘણા તાપસો રહેતા હતા. કોઈ પર્વ આવે એટલે તેના આગળના દિવસે અનાકુટ્ટી છે (અણોજા) ની જાહેરાત કરવામાં આવતી. અર્થાત્ પર્વના દિવસે કોઈ બહાર 6 – દર્ભ, સમિધ, કંદ, મૂળ ફલ લેવા જતું નહીં. આગલે દિવસે બધું લાવી Page #117 -------------------------------------------------------------------------- ________________ રાખતા. ધર્મરૂચિએ અનાકુટ્ટી એટલે શું એમ પિતાને પૂછતાં પિતાએ કહ્યું કે, કોઈએ તે દિવસે ઝાડપાન છેદવાં નહીં કોઈ જીવની હિંસા કરવી નહીં. જેમ આપણામાં જીવ છે તેમ દરેક વનસ્પતિમાં પણ જીવ છે માટે તે દિવસે જંગલમાં ફરવા પણ જવાય નહિ. કારણ.. કે લીલોતરી બધે ઉગેલી હોય તેના પર પગ મુકવાથી તે જીવોની હિંસા થાય તો પછી ફળ, મૂળ, કંદ વગેરે તોડવાથી તો હિંસા બહુ જ થાય. તેથી હિંસા પર્વને દિવસે હિંસા ન કરવાની જાહેરાત અગાઉથી કરવામાં આવે છે. ૧૦૬ ધર્મરૂચીના મનમાં દયાના પરિણામ પડેલા હતા તેમણે વિચાર કર્યો કે વનસ્પતિમાં જીવ છે તો પછી રોજ શા માટે અનાકુટ્ટી ન કરવી ? આમ વિચારી રહ્યા છે તેટલામાં બાજુમાંથી જ ત્રણ જૈનમુનિઓ નીકળે છે. તેમને ધર્મરૂચીએ કહ્યું કે સાધુઓ ! આજે અનાકુટ્ટી છે ને તમો કેમ બહાર ફરો છો ? અમારા તાપસો તો કોઈ ઝુંપડીની બહાર નીકળતા જ નથી. સાધુઓએ કહ્યું કે અમારે તો રોજ અનાકુટ્ટી છે. અમે તો કોઈ દિવસ પણ હિંસા કરતા જ નથી. સાધુ ધર્મ સમજાવે છે. ધર્મરૂચી મુનિઓને જોઈને વિચારે ચડે છે કે આવા સાધુઓને મેં ક્યાંક જોયાં છે એમ ઉહાપોહ કરતાં જાતિ- સ્મરણ જ્ઞાન થયું. તેને પૂર્વભવે સાધુપણું પાળેલું યાદ આવ્યું ને દેવલોકનાં સુખ ભોગવેલાં તે પણ યાદ આવ્યાં. તેથી સાચા સાધુ બની પ્રત્યેક બુદ્ધ થયા અને માતા-પિતા તથા બધા તાપસોને કંદ મૂળનો ત્યાગ કરાવી જૈન દીક્ષા આપી... દયાના શુભ પરિણામે પોતે તર્યા અને અનેકને તાર્યા... ! 1 (ક્રમશઃ.....) Page #118 -------------------------------------------------------------------------- ________________