________________
૫૬
- ચઢાવી. રોજ દાનનો પ્રવાહ ચાલુ જ છે. પછી ત્યાંથી દેવગિરિ આવ્યા. ર/ બહુ સમૃદ્ધ શહેર હતું. તેથી તો મહમ્મદ તઘલખે તેને પોતાની રાજધાની બનાવી અને તેનું નામ દોલતાબાદ - દોલતથી આબાદ એવું રાખેલું. આ દોલતાબાદમાં ૩૬૦ શેઠીયાઓ હતા. તેમણે બધાએ એવો નિર્ણય કરેલો કે બધાએ રોજ સાથે જ જમવાનું. વારાફરતી દરેક શેઠિયાઓનો વારો આવે. વળી બહારથી કોઈ શ્રાવક ધંધો કરવા માટે આવે તો તેને બધાએ ૧ રૂપિયો આપવાનો. લગભગ લાખ માણસોની વસ્તી. તેથી શ્રાવક આવતાની સાથે જ લખપતિ બની જાય. આવા સમૃદ્ધ શહેરમાં દેદાશા આવેલા છે. જ્યાં શ્રાવકોની વસ્તી હોય ત્યાં દેરાસર-ઉપાશ્રય તો હોય જ. ચાહે શિકાગો હોય કે આફ્રિકા હોય, અમેરિકા હોય કે લંડન હોય. દેદાશા દર્શન કરીને બાજુમાં જ ઉપાશ્રયમાં બિરાજેલા ગુરૂ ભગવંતને વંદન કરવા જાય છે. ઉપાશ્રયમાં શ્રાવકો બધા ભેગા થઈને બેઠા છે, ઉપાશ્રયની ટીપ ચાલી રહી છે. પૈસાની ખેંચાતાણી ચાલી રહી છે. ત્યાં દેદાશા બોલ્યા કે ભાઈ ખેંચાતાણી રહેવા દો અને આ લાભ મને એકલાને આપો. ત્યાં કોઈ વાચાળ માણસ બોલી ઉઠયો કે શું તમે કાંઈ સોનાનો ઉપાશ્રય બનાવવાના છો? દેદાશા તરત જ બોલી ઉઠયા કે હા, હું સોનાનો બનાવીશ, લોકોની નજર તેમના પર પડી. કોઈ ભાઈ ઓળખી ગયા કે અરે આ તો દેદાશા છે. તે બોલે તે પ્રમાણે કરી બતાવશે. આખું ગામ સોનાનું કરી દે તેવા સમર્થ છે. માટે તે તો ઉપાશ્રય સોનાનો બનાવશે જ. હવે શું કરવું? બાજુમાં જ રહેલા ગુરૂ મહારાજ પાસે પહોંચ્યા. ગુરૂ મહારાજને વાત કરી કે દેદાશા સોનાનો ઉપાશ્રય બનાવવાનું કહે છે. ગુરૂ મહારાજે કહ્યું કે દેદાશા આ કાળ પડતો છે સોનાનો ઉપાશ્રય ન બનાવાય. દેદાશા કહે કે ના ગુરૂ મહારાજ, વચન નીકળ્યું તે નીકળ્યું હવે તો હું સોનાનો ઉપાશ્રય બનાવીને જ રહીશ. ગુરૂ મહારાજે સમજાવવા
છતાં પણ તેઓ મકકમ રહ્યા. ઉપાશ્રય બાંધવાની શરૂઆત કરી. તે વખતે – ઉંચા કેશરની પચાસ પોઠો લઈને એક સાર્થવાહ ત્યાંથી નીકળ્યો. દેદાશાએ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org