________________
૯૫
ન હોવાને કારણે તેમાં અટવાઈ જાય છે. ધર્મના પાયામાં લજ્જા :
કોઈપણ કાર્યનો પાયો મજબૂત હોવો જોઈએ. અરે ! ટેબલ પર ચડીને કોઈ વસ્તુ લેવી હોય તો ટેબલના પાયા સ્થિર હોવા જોઈએ. જો હાલકડોલક હોય તો પડી જ જવાય ને ! મકાનનો પાયો પણ મજબૂત હોવો જોઈએ. તો ત્રણે લોકના સર્વોત્તમ સુખને પામવા માટેનો ધર્મનો પાયો મજબૂત હોવો જ જોઈએ. પૂ. શાંતિસૂરિ મહારાજ ધર્મના પાયાના તત્ત્વો સમજાવી રહ્યા છે. ધર્મ કરનાર માણસ લજ્જાળુ હોવો જોઈએ. લજજાને તો ગુણોની માતા કહેવામાં આવે છે. ગુણ એટલે દોરી. દોરીના સામા છેડે કોઈ ચીજ બાંધેલી હોય તો દોરી ખેંચતા એ ચીજ આવે કે ન આવે? આવે જ, તેમ એક ગુણ જો જીવનમાં હોય તો ઘણા ગુણોને ખેંચી લાવે છે. લજ્જાળુ માણસ ઘણા અકાર્યોથી બચી શકે છે. આજે મોટાભાગના માણસોના જીવનમાંથી આ ગુણ લુપ્તપ્રાય થઈ ગયો છે. પહેલાં ઘરોમાં કેટલી બધી મર્યાદા રહેતી- સસરા ઘરમાં બેઠા હોય ત્યાંથી વહુ નીકળી પણ ન શકે. પહેલાં માણસ ગામને પરણતો અર્થાત્ પરણીને વહુ લઈને આવે તો એમ કહેવાય કે આ અમારા ગામની વસ્તુ છે. ઘરની બહાર નીકળે કે મોં પર લાજનો પડદો આવી જ જાય. આખા ગામની મર્યાદા તેણે જાળવવી પડતી. ભલે તે મોટા ઘરની વહુ હોય છતાં ગામના નાનામાંનાના ઠાકોરની પણ એણે લાજ કાઢવી પડતી. અત્યારે આ મર્યાદા તો નીકળી જ ગઈ છે. ધીમે-ધીમે ગામમાંથી કુટુંબને પરણતો થયો.. અર્થાત કુટુંબમાં જે વડીલો હોય સાસુ-સસરા-જેઠ-મામાજી-કાકાજી વગેરેની લાજ કાઢે. જમાનો બદલાતો ગયો. એ પણ ગયું. હવે તો ધણીને જ પરણે
છે. સાસુ-સસરાને મારે શું લેવા દેવા ? સસરાની સામે બેધડક બોલતી ન હોય. કોઈ મર્યાદા જ નહીં. વસ્ત્રો પણ અમર્યાદિત જ પહેરે.. અરે ! K એથીયે આગળ વધીને આજનો જમાનો કહે છે કે અમે અમારી જાતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org